નીર્વી : હુ તમને એ દિવસે નિસર્ગ શેના કાગળો પર સહી કરી રહ્યો હતો એની વાત કરૂ.
તમને કદાચ ખબર હશે કે નિસર્ગ ને ઓફીસ સ્ટાર્ટ કરવા પૈસા માટે જરૂર હતી પણ ઘરેથી તે માટે કોઈ સેટિંગ થયુ નહોતું. કારણ કે જે આપણી સહિયારી પ્રોપર્ટી હતી તેમાંથી બધાની સહી વગર કંઈ અલગ થાય એવું નહોતું. અને તમને ખબર છે કે આ વાત થાત તો ઘરમાં બહુ લાબુ ચાલત એટલે એને એક રસ્તો શોધ્યો.
તેનો એક ફ્રેન્ડ નિશાન છે એને તેને હેલ્પ કરી હતી ફાયનાન્સિયલી એટલે એ વખતે તેમણે બંને એ પાર્ટનરશીપમા બિઝનેસ શરૂ કર્યો હતો પણ હવે અમે પણ થોડા સેટલ થઈ ગયા છીએ અને તે કાયમી ધોરણે અમેરિકા જાય છે. એટલે અમે તેને એ પૈસા પરત કરીને હવે આ સંપૂર્ણ બિઝનેસ નિસર્ગ ના નામે કરવા માટે કાગળ તૈયાર કરીને એ ભાઈ તેની પાસે સહીઓ કરાવવા માટે આવ્યા હતા.
અને નિસર્ગ ના મનમાં એવુ કપટ હોત તો એ ઘરે શુ કામ બોલાવત બધુ બારોબાર ના પતાવી દેત.
પરી : મને પણ ખબર છે નિસર્ગભાઈ ક્યારેય એવુ ના કરે. પણ મને લાગે છે કે નિધિ આ બધા કાવાદાવા માં માસ્ટર છે. તેને જ આવી કોઈ વાત ની ખબર પડતા તેને ઉપજાવેલી વાત સાથે ગોઠવી કાઢી હતી. અને પ્રથમ એટલા ગુસ્સામાં હતો કે તેનુ મગજ શાતિથી આવુ કંઈ વિચારવા સક્ષમ જ નહોતું.
સાચી : પણ કોઈ પોતાની બહેન પર કેવી રીતે શંકા કરી શકે ?? અને આપણે પણ પુરાવા વિના તેને કહી રીતે કહી શકીએ. પણ આ વાત ની મને હવે પાકી ખાતરી થઈ ગઈ છે કે આમાં નિલમકાકી નો પણ નિધિ ને પુરો સપોર્ટ છે એટલે જ એમણે પરીના ગયા પછી મળેલા સમયનો પ્રથમની કાનભંભેરણી માટે ઉપયોગ કરી દીધો. કારણ કે તે કોઈની સાથે આવી વાત કરતા હતા કે અમે કેટલી સરળતાથી પ્રથમ અને નિસર્ગ વચ્ચે ઝગડો કરાવી દીધો એટલે જ એ બહેનપણીઓ ને પણ કેવુ બોલવાનું ઓછુ થઈ ગયુ છે.
નીર્વી : તો હવે પ્રથમ એ નથી કર્યું કંઈ તો નિધિ હશે આની પાછળ ?? આપણે કેમ એને શોધવો. (આટલા સમયથી તે એકાતમાં રડી લેતી પણ બધાની સામે સ્ટ્રોંગ રહેતી પણ આજે પરી અને સાચીની સામે હિંમત હારી જાય છે. ) નિસર્ગ વિના હવે હુ કેમ જીવીશ ?? અને સાચુ કહુ તો આ નાનકડુ બાળક જ મને હિંમત આપી રહ્યું છે જીવવાની. બાકી હુ ક્યારની તુટી ગઈ હોત !!
હુ મારા આવનારા આ બાળકને શુ જવાબ આપીશ કે તેના પિતા ક્યાં છે. હવે વધારે સમય નિસર્ગ વિના રહેવાની મારી તાકાત નથી એમ કહીને નીર્વી રડી પડે છે....
પરી : તુ આમ હિંમત ના રાખ. હવે આપણે શોધવુ જ પડશે કે તે ક્યાં છે ?
સાચી : મને એમ થાય કે કોઈ એ તેને કિડનેપ કરાવ્યા હોય તો જે પણ કારણ હોય તે ફોન તો કરે જ ને.
પરી : હુ પણ એ જ વિચારૂ છુ. ક્યાંક કોઈ એક્સિડન્ટ કે એવુ તો...
નીર્વી : એવુ ના બોલ મારા નિસર્ગ ને કંઈ જ નહી થયુ હોય.
સાચી : ચાલો હવે થોડો નાસ્તો કરીને આ બધી નેગેટીવ વાતો મનમાં થી નીકાળી પહેલા આપણે એ નક્કી કરીએ કે આની પાછળ નિધિ કે નિલમકાકી તો નથી ને.
નીર્વી : હા ચાલો જઈએ.
ત્રણેય જણા ઘરે જાય છે. ત્યાં ગેટ ખોલતા જ અંદર સોફામાં જઈને બેસે છે. બપોર થઈ ગઈ હતી એટલે બધા સુવા માટે રૂમમાં ગયા હશે ને બીજા જેન્ટસ ઓફીસ.
નીર્વી ને ઓફીસ થી ફોન આવતા તે રૂમમાં જતી હોય છે ત્યાં સીડીમાં એક કાગળ નીર્વી ના પગમાં આવે છે. તે ઉપાડીને જુએ છે તો તે કંઈક સરખુ વાળેલુ હતુ. તે એમ વિચારીને ખોલે છે કે કોઈનુ કામનુ કાગળ પડી ગયુ હોય તો...
તે અંદર ખોલે છે તો ઉપર ટુ નીર્વી લખ્યું છે. એટલે એ ઝડપથી ખોલે છે પણ તેમાં સફેદ કલર જેવુ છે તેમાં કંઈ દેખાતુ નથી.
તે ફોન કટ કરીને જલ્દીથી એના રૂમમાં જાય છે. અને સાચી અને પરીને તેના રૂમમાં બોલાવે છે અને સાથે કહે છે કે કોઈને ખબર ના પડે એમ આવજો.
તે લોકો પ્રયત્ન કરે છે પણ કંઈ ના દેખાતુ નથી. એટલે તે લોકો એક મીણબત્તી નો ને પ્રયોગ કરે છે તો એમાં દેખાય છે કંઈ અટપટા અક્ષરે લખ્યું હતુ. " હુ જલ્દીથી ઘરે આવીશ ચિંતા ના કરીશ. પણ આ વાત હાલ કોઈને કહીશ નહી. હુ સલામત જગ્યાએ છુ વધારે હુ અત્યારે કંઈ કઈ નહી શકુ."
આ વાચીને નીર્વી ને શાંતિ થાય છે પણ આ નિસર્ગ જ છે એમ કહી શકાય. એટલામાં જ એ કાગળમાં એક ખુણામાં વિસર્ગ અને નિર્વાણી લખ્યું હતુ. એટલે નીર્વી કહે છે આ નિસર્ગ જ છે કારણ કે આ તેમના બાળકના નામો છે જે નીર્વી અને નિસર્ગ એ ફાઈનલ કર્યા હતા. એટલે તેને હાશ થાય છે.
* * * * *
નિહાર અને કૃતિ ના લગ્ન ની તારીખ નક્કી થઈ ગઈ છે. ઘરમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પણ નિસર્ગ ની હજુ કોઈ ખબર ના હોવાથી તેમના લગ્ન સાદાઈથી રાખેલા છે. પણ નીર્વી, સાચી અને પરી એ તો કંઈક અલગ મિશન પર જ છે.
હવે પરી એ વાત વાત માં એટલુ તો જાણી લીધુ છે કે આ બધુ નિધિ એ નથી કરાવ્યું તો કોણ હશે આ પાછળ જવાબદાર .
હવે નિસર્ગ ઘરે આવશે ?? નિસર્ગ જાણી શકશે કે કોને મને અહી શા માટે રાખ્યો છે ?? જાણવા માટે વાચો , અતુટ દોર નુ અનોખું બંધન -15
next part..... publish soon...............................