Uday - 27 in Gujarati Moral Stories by Jyotindra Mehta books and stories PDF | ઉદય ભાગ ૨૭

Featured Books
Categories
Share

ઉદય ભાગ ૨૭

ઉદય ને લાગ્યું દેવાંશી પ્રત્યેની કૂણી લાગણી ને લીધે તેને દેવાંશીનો આવાજ સંભળાતો હશે .

થોડીવાર પછી પાછો તેને અવાજ સંભળાયો. અવાજે કહ્યું કે અત્યારે સૂર્ય ઉગી રહ્યો છે તે દિશામાં ચાલતા રહો .તમારી મંઝિલ હાજી ઘણી દૂર છે. હવે ઉદય ને કોઈ ભ્રમ ન રહ્યો હતો કે અવાજ દેવાંશી નો જ છે.તેણે પૂછ્યું કે દેવાંશી તું ક્યાં છે અને મને ફક્ત અવાજ કે સંભળાય છે દેખાતી કેમ નથી ? અવાજે કહ્યું હું કોણ છું અને ક્યાં છું તે તો તમે મારી પાસે પહોંચશો ત્યારે જ ખબર પડશે. અત્યારે તો મેં જે દિશામાં કહ્યું તે દિશામાં ચાલતા રહો . ઉદય ચીંધેલી દિશામાં ચાલતો રહ્યો તેને ખબર ન રહી કે તે કેટલી વાર સુધી ચાલતો રહ્યો પણ હવે તેને થાક લાગ્યો હતો કદાચ તે ૨૪ કલાક થી ચાલતો રહ્યો હતો એટલે તેણે થોડી વાર વિસામો લેવાનું નક્કી કર્યું પણ વિસામો લેવાનું કોઈ સ્થળ દેખાતું ન હતું . તેને ફરી અવાજ સંભળાયો અવાજે કહ્યું આરામ કરવાની ઈચ્છા થઇ હોય તો થોડી દૂર જશો એટલે એક વૃક્ષ દેખાશે તેના નીચે આરામ કરો .

ઉદય ના પગમાં ઝડપ આવી તે જલ્દી થી વૃક્ષ પાસે પહોંચવા માંગતો હતો. થોડે દૂર તેને એક વૃક્ષ દેખાયું પણ આવા રણ માં વૃક્ષ દેખાવું એક અજબ ઘટના હતી પણ થાક ને લીધે તેનું મગજ બહેર મારી ગયું હતું તેણે વૃક્ષ નીચે પહોંચીને લંબાવી દીધું. થોડીવાર માં જ તેની આંખ ખુલી ગયી તેણે લાગ્યું કોઈએ ધક્કો મારીને તેની સુવાની જગ્યા પરથી હડસેલી દીધો હોય . તેણે વૃક્ષ તરફ નજર કરી તો તે વૃક્ષ સળગી રહ્યું હતું અને જો અત્યારે તે વૃક્ષ નીચે હોત તો તે પણ સળગી ગયો હોત. તેણે ઉઠવાની કોશિશ કરી પણ તે ઉઠી ન શક્યો અને તે બેહોશ થઇ ગયો. કુલ મળીને ૧૦ કલાક પછી ભાન માં આવ્યો. તેણે વૃક્ષ સળગવાની ઘટના હવે સ્વપ્ન સમાન લાગવા લાગી . જ્યાં વૃક્ષ જોયું હતું ત્યાં હવે વૃક્ષ નું અસ્તિત્વ ન હતું ફક્ત સળગવાની નિશાની સમાન ત્યાંની રેત થોડી કાળી લાગતી હતી . એક વાતનો તેણે વિશ્વાસ થઇ ગયો હતો કે કોઈ તેણે મારવા માંગે છે તો કોઈ બચાવી પણ રહ્યું છે. હવે તેણે નક્કી કર્યું કે હવે ફક્ત અંતર્મન પાર વિશ્વાસ રાખવો અવાજ પર નહિ. અવાજ કદાચ છેતરપિંડી છે. તે ઉઠ્યો અને ફરીથી ચાલવા લાગ્યો. તેણે દર ૮ -૧૦ કલાકે થોડો વિશ્રામ કરવાનું નક્કી કર્યું જેથી શરીર પર કાબુ રહે અને કોઈ મુસીબત આવે તો તેનાથી લડી શકાય.

કુલ મળીને તે ત્રીજા પરિમાણ ન સમય મુજબ ૧૫ દિવસ ચાલતો રહ્યો ત્યારે રણ પૂરું થયું અને લીલોતરી દેખાણી. તેને પાછો દેવાંશી નો અવાજ સંભળાયો અને તેને કહ્યું આ બે પહાડી પર કરશો એટલે તમે મારા સુધી પહોંચશો. હવે તે એકલતાથી કંટાળી ગયો હતો તેથી તેને ઝડપ વધારી. પહાડી ચડવામાં ખુબ શ્રમ પડ્યો પણ હવે તે થાક ની સીમા વટાવી ચુક્યો હતો હવે તેના પગમાં જોર આવી ગયું હતું . તેને નવા સત્ય ની અનુભૂતિ થતી હતી કે જો તમે મનોબળ મજબૂત રાખીને જો શરીર પાસે જો તેની શક્તિ કરતા વધારે શ્રમ કરવો તો શરીર થાક ની સીમા ઓળંગી જાય અને પછી થાક લાગતો નથી .

તેણે ઝડપથી બે પહાડી ઓળંગી કે કદાચ હવે દેવાંશી જોવા મળશે. હાજી થોડા સમય પહેલા તે તેને મળી હતી પણ હવે તે વાત સદીયો જૂની લાગતી હતી. તે જેવો બીજી પહાડી ની તળેટી પાસે પહોંચ્યો તેની પીઠ ઉપર વાર થયો અને તે જમીન પર પડી ગયો . તેણે ઉભા થઈને જોયું તો સામે અસીમાનંદ કમર પર હાથ રાખીને ઉભો હતો. તેના હાથ માં તલવાર જેવું એક હથિયાર હતું . તલવારમાં જેમ છેડે પહોંચે તેમ પહોળાઈ નાની થતી પણ આ હથિયાર માં પહોળાઈ વધતી હતી. પુરાણ કથાઓમાં વર્ણિત અસુરો ના હાથમાં હોતું તેવું હથિયાર હતું . ઉદયે ક્ષણ નો પણ વિલંબ ના કરતા કમર ફરતે વીંટાળેલ ઉરૃમી કાઢી અને દ્વંદયુધ્ધ માટે તૈયાર હતો . અસીમાનંદે અટ્ટહાસ્ય કર્યું અને કહ્યું કે બાળકો પણ યુદ્ધ કરવા લાગ્યા છે હવે . ઉદયે પૂછ્યું દેવાંશી ક્યાં છે ? અસીમાનંદે અટ્ટહાસ્ય કરતે કહ્યું કે બાળક ને ચોકલૅટ જોઈએ છે ? તે અવાજ મેં કાઢ્યો હતો. ખબર નહિ તું કેવી રીતે બચી ગયો તારે તો સળગી જવું હતું. ઉદયે હસીને જવાબ આપ્યો કે મારવા કરતા બચાવવા વાળો શક્તિશાળી હોય છે . તું જો એટલો બધો શક્તિશાળી હોત તો આખું જગત તને વંદન કરતુ હોત . અસીમાનંદ પુરી વાત સાંભળવા ઉભો ન રહ્યો અને ઉદય પર ખડગ થી વાર કર્યો જે ઉદયે ચપળતાથી ઉરૃમી પર રોકી લીધો . આ વખતના યુદ્ધ માં ઉદય ની નિપુણતા દેખાતી હતી પણ અસીમાનંદ ચતુર અને નિર્દયી યોદ્ધા હતો થોડી જ વાર માં ઉદય થાકી ગયો અને ઉરૃમી તેના હાથ થી છૂટી ગયી અને તે નીચે પડી ગયો. અસીમાનંદે છેલ્લો વાર કરવા ખડગ ઉપાડ્યું અને ઉદય ના ગળા પર વાર કર્યો પણ ખડગ ઉદય ના ગળા સુધી પહોંચી શક્યું નહિ. તેનું ખડગ એક તલવાર સાથે ટકરાયું