Love Complicated (1) in Gujarati Love Stories by Parmar Bhavesh books and stories PDF | લવ કોમ્પ્લીકેટેડ (1)

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

લવ કોમ્પ્લીકેટેડ (1)

એક વર્ષ પછી આજે હું ઘરે આરામ થી સૂતો હતો
પણ, ઘૂઘૂ.... ઘૂ.... કરતા કબૂતરના અવાજે મારી ઊંઘ બગાડી,
"અરે યા..... ર.... આ કબૂતર ની જાત
ખબર નહીં કોણે એનું નામ શાંતિદૂત રાખ્યું હશે!
એની ઊંઘ ક્યારેય ખરાબ નહીં કરી હોય ને!"

ટેબલ પર પડેલી ઘડિયાર માં જોયું સાડાપાંચ વાગ્યા હતા,
થોડો વધારે વહેલો ઉઠી ગયો એવું લાગ્યું, આંખો ખોલવા માટે પણ મહેનત કરવી પડી.

બારી પાસે કદાચ કબૂતર બેસેલું હશે!
અવાજ ક્યાંથી આવી રહ્યો છે તે જોવા માટે બારી પાસે જઈ પડદો ખસેડયો, કબૂતર ઉડી ગયું. પડદો પાછો બંધ કરતો હતો પણ, મારી આંખો એ કંઇક એવું જોયું કે હું બારી પર જ ચોંટી ગયો.

તેના હાથ માં દૂધની તપેલી હતી, દૂધવાળા ની રાહ જોઈ રહી હોય એવું લાગ્યું.
બહુ અંજવાળું તો નહોતું થયું, સ્ટ્રીટ લાઈટ ના પ્રકાશમાં કંઈ ખાસ દેખાતું નહોતું.
અચાનક તેનું ધ્યાન મારી બારી તરફ ગયું, હું થોડો પાછળ ખસી ગયો, પણ કદાચ એને મને જોઇ લીધો હશે એવું લાગ્યું.

'મમ્મી આપણી સામે નવા ભાડુઆત આવ્યા લાગે છે!'
નાસ્તો કરતાં કરતાં મેં પૂછ્યું.

હા બેટા, એ લોકો થોડા મહિના પહેલાં જ આવ્યા છે, પહેલા વડોદરામાં નોકરી હતી માધુરી ની, હાલ જ અહીં ટ્રાન્સફર થયું છે, બહુ સારી છોકરી છે, નોકરી કરે છે, કલાસ વન ઓફિસર છે પણ જરાય અભિમાન નહિ હોં, તેના મમ્મી પપ્પાનું તો ખુબજ ધ્યાન રાખે છે, મારી પાસે પણ આવે ઘણી વખત, હું ના કહું તો પણ મને કામમાં મદદ કરવા લાગી જાય, બહુ ભલી છોકરી છે, તેના મમ્મી નો સ્વભાવ પણ માયાળુ છે.
મમ્મીએતો આખી વાર્તા કહી નાખી.

હુમમમ... તો તે માધુરી હતી! હા કદાચ એ જ હશે!, મારાથી અનાયાસે બોલાઈ ગયું.
સું, ચિરાગ? બેટા સું કહ્યું તેં?, મમ્મી સાંભળી ગયા હશે.
નહિ મમ્મી કંઈ નહીં, પરોઠું આપો ને, મેં બહાનું બનાવ્યું.

બસ હવે વધુ ખાઈસ તો ઊંઘ આવશે, અહીં સુવા નથી આવ્યો,
તારો રીડીંગ ટાઈમ છે વાંચવા માં ધ્યાન આપવાનું છે,
મમ્મી એ વાંચવાનું યાદ કરાવી ભૂખ મારી નાખી.
એમ બી એ ની છેલ્લા વર્ષ ની પરીક્ષાઓ આવતી હતી,
જેની તૈયારીઓ માટે ની રજાઓ માં આવેલો એ તો ભૂલાઈ જ ગયેલું.

શું મમ્મી તું પણ, વરસ પછી આવ્યો છું ઘરે!
જોતો ખરી કેટલો દુબળો પડી ગયો છું, કહેતો ઉભો થયો ને મારા રૂમમાં આવ્યો.

મેં વાંચવા ની શરુઆત તો કરી પણ મન નહોતું લાગતું,
અગાશી પર તડકે બેસી વાંચવાની મજા આવશે એમ વિચારી હું ઉપર ગયો.

છત પર રાખેલી ખુરશી માં બેસી હજુ તો વાંચવાનું ચાલુ જ કર્યું હતું, ત્યાંજ નીચે બાળકો નો બોલવાનો અવાજ આવ્યો.
મેં નીચે જોયું તો બધા બાળકો એક છોકરી ને વીંટળાઈ ને ઉભા હતા અને પોતાની સાથે ક્રિકેટ રમવા જીદ કરી રહ્યા હતાં.

અત્યાર માં ના હોઈ, મારે બધું કામ બાકી પડેલું છે.
સાંજે હું તમારી સાથે જરૂર રમીશ પ્રોમિસ,
કહેતી તે ઘરમાં પ્રવેશી ગઈ.
પચીસેક વર્ષની ઉંમર હશે!
ગુંથેલો લાંબો ચોટલો અને પંજાબી ડ્રેસમાં તે બહુ સુંદર લાગતી હતી,
વિચારો ખંખેરીને મેં ફરી વાંચન માં મન પોરવ્યું,

સાંજના સમયે હું મારા રૂમમાં વાંચવાની કોશિશ કરી રહ્યો હતો.

અચાનક કાચ તૂટવાનો અવાજ આવ્યો!


**** ક્રમશઃ ****


(વાર્તા અંગે આપનો અમૂલ્ય પ્રતિભાવ રેટિંગ સાથે આપશો.
સારું લાગેતો સૌને કહેજો, સારું ન લાગે તો માત્ર મને કહેજો.)

© ભાવેશ પરમાર


*** આભાર ***