Prem no password - Ek prem aavo pan in Gujarati Poems by Gujarati Rang Kasumbal books and stories PDF | પ્રેમ નો પાસવર્ડ - એક પ્રેમ આવો પણ...

Featured Books
Categories
Share

પ્રેમ નો પાસવર્ડ - એક પ્રેમ આવો પણ...

આ કહાની છે એક છોકરો અને એક છોકરી ની...
વાત છે,એ છોકરા ની કે જેનું નામ રાહુલ છે...
જે એન્જિનિયિંગ કરે છે..
અને તેના ઘર માં તે એક નો એક લાડકવાયો દીકરો..!
વાત એમ છે કે રાહુલ અને તેના મિત્રો કોલેજ ની બહાર હતા...,
એ સમયે કદાચ એને એ પણ નહિ ખબર હોય કે પ્રેમ એટલે છું.??
એ ત્યાં વાત કરતા હતા ત્યાંજ એક છોકરી ત્યાં આવી તેનું નામ હતું માહી...
બન્ને ની નજર એકબીજા પર પરસ્પર મળી...
થોડી વાર એવું લાગ્યું જાણે આંખો થી વાતો થતી હોય...
માહી એ એકદમ મસ્ત સ્માઇલ આપી (એકદમ નાજુક)...
રાહુલ પણ થોડો શરમાયો ને સ્માઇલ આપી...
પછી એક દિવસ એવો આવ્યો કે  તે ટ્રેન માં બીજી વાર ભેગા થયા..
જ્યારે માહી તેના માસી ને ત્યાં જતી હતી...
રાહુલ ને પોતાના મન ની વાત કહેવામાં થોડી જીજક થય..
એ થોડો અશ્કાયો ..
પછી થોડી હિંમત કરી પૂછવાની કે તું મને પસંદ છે...
શું હું તારો મિત્ર બની શકુ...??
માહી એ થોડા મૌન અવાજે જવાબ આપ્યો કે એની પહેલાં તેની જિંદગી માં કોઈ આવી ગયું હતું..
જેને તેને પ્રેમ માં ધોકો આપ્યો હતો..!
એને એમ કહ્યું કે હવે હું કોઈ પર વિશ્વાસ નહીં કરી શકુ.!
આ વાત રાહુલે ધ્યાન થી સાંભળી એ પણ ગળગળો થય ગયો..
પછી તેને માહી ને સમજાવી કે,માહી બધા લોકો સરખા નથી હોતા..
અમુક જિંદગી માં સૂકું રણ બનાવી દેય તો કોઈ જન્નત સજાવી ચાલ્યો જાય...
પછી .,માહી માની ગય..!
પછી એકબીજા મળ્યા ...એને બન્ને ને એકબીજા ની વાતો ગમવા લાગી..
ત્રણ મહિના વિતી ગયા પણ સંબંધ વધુ અતૂટ બન્યો...
રાહુલ આખો દિવસ પોતાની ઓફિસ પર હોય પણ અડધી રાત્રિ સુધી માહી ને ટાઈમ આપવા લાગ્યો...
બન્ને પોતાના સુખ દુઃખ એકબીજા ને કહેવા લાગ્યા...
સુખ દુઃખ ના ભાગીદાર બની ગયા....,
પછી તેની ઉપર જાણે સંકટ ના વાદળ છવાયા..
માહી ના ભાઈ ને કોઈએ આ વાત ની કોઈ એ જાણ કરી..
પછી માહી નો ભાઈ તેનો પૂરો રૂમ ચેક કર્યો...
તેને મોબાઇલ મળી આવ્યો માહી નો..
પછી રાહુલ ના બધા મેસેજ વાંચ્યા તેણે આ વાત તેના પરિવાર ના સભ્યો ને કરી..
પછી માહી ની તેના ઘરેથી નીકળવાની છૂટ ન મળતાં તે રાહુલ ને ન મળી શકી...
તો પણ માહી એ કોઈ રીતે તેની દોસ્ત પાસે થી મોબાઇલ લય ને રાહુલ ને કોલ કર્યો..!
બન્ને એ નક્કી કર્યું કે ફેરા તો બન્ને સાથે જ લેશે...
પછી બંને એ ઘરે વાત મૂકી ,પણ જ્ઞાતિ બન્ને ની અલગ હોવાથી બન્ને ના માં બાપ ના માન્યા...
રાહુલ એક દિવસ ઓફીસ ના કામ માં વ્યસ્ત હતો,ત્યાં તેના મોબાઈલ માં માહી ની માસી ની છોકરી નો કોલ આવ્યો...
બોલી કે માહી ની સગાઈ નક્કી થય ગય છે...
રાહુલ ગળગળો થાય ગયો અને એટલું જ બોલી શક્યો કે તમે સાચું બોલો છો ને મજાક તો નથી કરતા ને..
પછી તે એક શબ્દ બોલ્યા વગર ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો..
પછી રાહુલ ખાવાનું  પીવાનું  ઓછું કરતો ગયો...
ત્રણ દિવસ પછી રાહુલ ના મોબાઈલ માં માહી ની દોસ્ત નો કોલ આવ્યો કે આજે માહી ના મેરેજ છે..
પણ રાહુલ ખાલી એટલું બોલી શક્યો કે શું એ આ મેરેજ થી ખુશ છે.??
શું આમાં તેની કંઈ મજબૂરી નથી...
માહી ની દોસ્તે ના બોલતા કહ્યું કે ના આમાં તેની કંઈ મજબૂરી નથી...!
એ ખુશ છે મેરેજ માટે..,
આ સાંભળી રાહુલે કોલ કાપી નાખ્યો અને રડવા લાગ્યો...
સવાર ના પાંચ વાગ્યા સુધી રડ્યો...
હવે તેના આંસુ પણ સુકાઇ ગયા...
પછી તેને નક્કી કર્યું ,કે હવે તો એક બાજુ જીવન ને બીજી બાજુ મોત છે...,
હૈયા પર ભાર રાખતા એને વિચાર કર્યો કે એને કંઇક થશે તો તેના માં બાપ શું કરશે ,અને હતો પણ એક નો એક દીકરો...
પછી તે અમદાવાદ ગયો ,અને તે ભણવામાં હોશિયાર હતો એટલે એન્જીનીયીંગ પાસ કરી એ આગળ વધવા લાગ્યો..
ધીરે ધીરે એ બધું ભૂલવા લાગ્યો...
૨ વર્ષ પછી તેના ઉપર એક અજાણ્યા નંબર નો કૉલ આવ્યો ..
સામે થી છોકરી બોલી "હેલ્લો "અવાજ માહી નો હતો...
રાહુલ ને ખબર પડી ગઈ કે સામે થી માહી બોલે છે..
બન્ને રડવા લાગ્યા...!
પછી રાહુલ કહેવા લાગ્યો કે હવે બધું પૂરું થઈ ગયું છે હવે મને કોલ શા માટે કર્યો છે તે..???
હવે હું તને શાયદ ભુલાવી ચૂક્યો છું ...
પ્લીઝ તું મારી સાથે વાત ના કર...!
માહી બોવ રડવા લાગી અને કહેવા લાગી કે મારી મજબૂરી હતી એ...
મને માફ કરિદે ભૂલ મારી છે,પણ હું તને કય રીતે એ સમયે કોલ કરી શકુ તેમ હતી...
પછી બન્ને એ નક્કી કર્યું કે ભલે બન્ને એકબીજા નાં જીવનસાથી તો ના બની શક્યા ..,
પણ દોસ્ત તો બની જ શકે ને પહેલા ની જેમ ...
પછી તે સુખ દુઃખ મા એકબીજા ને પોતાની વાત કહેવા લાગ્યા...
અને એક અતૂટ સંબંધ બંધાયો...