Nasib na Khel - 16 in Gujarati Fiction Stories by પારૂલ ઠક્કર... યાદ books and stories PDF | નસીબ ના ખેલ....16

Featured Books
  • चाळीतले दिवस - भाग 6

    चाळीतले दिवस भाग 6   पुण्यात शिकायला येण्यापूर्वी गावाकडून म...

  • रहस्य - 2

    सकाळ होताच हरी त्याच्या सासू च्या घरी निघून गेला सोनू कडे, न...

  • नियती - भाग 27

    भाग 27️मोहित म्हणाला..."पण मालक....."त्याला बोलण्याच्या अगोद...

  • बॅडकमांड

    बॅड कमाण्ड

    कमांड-डॉसमध्ये काम करताना गोपूची नजर फिरून फिरून...

  • मुक्त व्हायचंय मला - भाग ११

    मुक्त व्हायचंय मला भाग ११वामागील भागावरून पुढे…मालतीचं बोलणं...

Categories
Share

નસીબ ના ખેલ....16


બીજી તરફ ધીરજલાલ ધરા માટે યોગ્ય પાત્ર શોધી રહ્યા હતા... રાજકોટ ધરા ના માસી એ એક સારો યુવક બતાવ્યો... વકીલ હતો.. રાજકોટ ના પ્રખ્યાત વકીલ ના હાથ નીચે... એની પેનલ માં કામ કરતો હતો... કુટુંબ માં બે ભાઈ જ હતા. આ યુવક અને એનો મોટો ભાઇ જે પરણેલો હતો... બહેન ન હતી એમને...અને માતાપિતા...
ઘર એકંદરે ઘણું સારું હતું... ધરા ને પણ બતાવવામાં આવ્યું... ઘર પણ અને યુવક પણ... ધરા એ ફકત એટલું કહ્યું પપ્પા કહે એમ...
ધીરજલાલ ને પણ ઘર અને છોકરો ગમ્યા હતા... લગભગ બધું નક્કી જેવું જ હતું.... ફાઇનલ વાત કરવા માટે ધીરજલાલ અને હંસાબેન દિકરવાળા ના ઘરે ગયા... હંસાબેન ના બેન પણ સાથે જ હતા... ત્યાં દીકરા ના મમ્મી હંસાબેન ને બધું ફર્નિચર બતાવતા બતાવતા કહેવા લાગ્યા... "આ ફ્રીજ અમારી મોટી વહુ આણા માં લાવ્યા, આ કબાટ અમારી મોટી વહુ લાવી, આ પેટીપલંગ પણ અમારી મોટી વહુ લાવી, આ રૂમ નું ટીવી અમારી મોટી વહુ લાવી....."
આ રીત ની એમની વાત થી ધીરજલાલ અને હંસાબેન એટલું તો સમજી જ ગયા હતા કે આ લોકો આડકતરી રીતે તેમને દહેજ નું કહી રહ્યા હતા... આડકતરી રીતે તેઓ આ રીત ની વસ્તુ ધરા પણ લઇ ને આવે એમ ઇચ્છતા હતા... આ રીત ની દહેજ ની માંગણી જોતા ધીરાજલાલે વાત ને ત્યાંજ પડતી મુકવાનું નક્કી કર્યું... તેઓ ને બીક લાગી ગઈ હતી કે જો એમની આ માંગણી પુરી નહિ થાય કે અધૂરી રહેશે તો તેઓ (દીકરા વાળા) ધરા ને કાઈ નુકશાન પણ પહોંચાડી શકે છે...
શરૂઆત મા ધરાના માસી ને આ વાત ન ગમી... છોકરો વકિલ હતો થોડું ઘણું તો જતું કરવું પડે જેવા સલાહ સૂચનો પણ આપ્યા... પણ ધીરજલાલ એક ના બે ન થયાં.. તેમની ના જ હતી એટલે આ વાત આગળ ન વધી. બધા વડોદરા પાછા આવ્યા....

ધરા એ ડિપ્લોમા નું એક વર્ષ પૂરું કરી લીધું હતું... ધરા માટે યોગ્ય મુરતિયા ની શોધ ચાલુ જ હતી... એવામાં એક યુવક ની વાત લઈ ને ધીરજલાલ ના પાડોશી આવ્યા... છોકરો ત્યાં જ વડોદરા માં ફર્ટિલાઇઝર માં જોબ કરતો હતો... પગાર સારો હતો.. મૂળ એ જામનગર નો હતો... તેના મા-બાપ,... ઘર ફેમિલી બધું જામનગર .. દેખાવ માં ય સારો હતો.. લગ્ન બાદ ત્યાં વડોદરા જ રહેવાનું હતું ધરા ને.... પણ ધરા ને છોકરો જરા જાડો લાગ્યો.... ધીરાજલાલે જ્યારે ધરા ની મંજૂરી માંગી ત્યારે ધરા એ કીધું કે પપ્પા થોડોક જાડો નથી લાગતો ? ધીરજલાલ સમજી ગયા કે ધરા ને છોકરો પસંદ નથી. . તેઓ પરાણે ધરા ના લગ્ન કરાવવા માંગતા જ નોહતા... તેથી અહીં પણ તેમણે વાત આગળ ન વધારી....
પણ હંસાબેન ને આ ન ગમ્યુ... તેમણે ધરા ને થોડું ગુસ્સામાં પૂછ્યું કે તારે લગ્ન અમારી મરજી થી કરવાના છે કે તારી પોતાની મરજી થી ??? તે પણ તારી ફ્રેન્ડ ની જેમ કોઈ ગોતી લીધો છે ?

હંસાબેન ગુસ્સામાં ઘણું બોલી ગયા... ધરા ને ખોટું તો લાગ્યું પણ આ વખતે ધરા એ એ પણ નોટિસ કર્યું કે પપ્પાએ એની વાત માની છે અને એ યુવક ને ના પાડી દીધી હતી...
ધરા ના અભ્યાસ નું એક વર્ષ પૂરું થઈ ગયું હતું... ધરા ને આ કોર્સ માં કંટાળો આવતો હતો... તેથી એણે જાતે જ એના પપ્પા ને કીધું કે એ આગળ એ કોર્સ માં ભણવા નથી માંગતી... ધરા એ પોતે જ ઘરે રહેવાનું નક્કી કર્યું...
ધરા ના આ નિર્ણય થી હંસાબેન ખૂબ ખુશ થયા.. ધરા હવે ઘર ના કામ માં ધ્યાન આપવા લાગી... એ સમય દરમ્યાન શાંતિલાલ ના 3 દીકરા પૈકી સૌથી નાના દીકરા ના પત્ની નું અકાળે અવસાન થયું... એના બાળકો પણ હજી નાના હતા... આ દુઃખદ પ્રસંગ માં શાંતિલાલ ની નાની દીકરી નિશા પણ આવી જેણે એક વાર પોતાના દિયર (કેવલ) માટે ધરાનો હાથ માંગ્યો હતો...
અહીં ફરી બધા ભેગા થયા હતા એટલે ફરી એણે એ જ વાત રજુ કરી.... ફરી પોતાના દિયર ના ગુણગાન ગાવા લાગી... અને આ વખતે જાણે તીર નિશાના પર લાગ્યું... ધીરાજલાલે કહ્યું ઠીક છે તું આટલું બધું કહે છે તો એક વાર આવી જાશું તારા ઘરે...

ધરા કાઈ સમજી ન શકી નહિ કે કેમ પપ્પા એ આ વખતે હા પાડી ? જો કે ધરા એ પણ નોહતી સમજી શકી કે શા માટે નિષાબેન એના બે કુંવારા દિયર પૈકી નાના દિયર ની જ વાહ વાહ કેમ કરે છે ? એના થી મોટા એક દિયર વિશે કેમ કાઈ વાત નથી કરતી ??
ભાવિ ના ગર્ભ માં શુ છે એ આમ પણ ક્યાં કોઈ જાણી શક્યું છે ? અને આ તો ધરા નું નસીબ હતું... જે ધરા ને લાઈફ ટાઈમ નો ઝટકો આપવા સજ્જ થઈ રહ્યું હતું... જેના થી ધરા અને ધીરજલાલ અને હંસાબેન બધા જ અણજાણ હતા....