આગળ જોયું કે ઓમ એ પહેલો પડાવ પાર કરી લીધો છે. યક્ષીણી ઓમ ને ભુતકાળમાં બનેલી ઘટના જણાવે છે તેમાં યક્ષીણી એ અહંકારને વશ થઈ તપસ્વીને જીવતો સળગાવી દીધો છે.
તપસ્વી મરતાં મરતાં બોલે છે, "મહાદેવ...." અને એનું દેહ ભસ્મ બની જાય છે.
"તે જ ક્ષણે જોરથી પવન ફૂંકાય છે અને મારી સામે એક આકૃતિ બનવા લાગે છે અને ધીરે ધીરે તે આકૃતિ સ્પષ્ટ દેખાવા લાગે છે. મેં તેમને હાથ જોડીને પ્રણામ કર્યું.તે બીજું કોઈ નહીં સ્વયં મહાકાલ સદાશિવ મહાદેવ હતાં. તે હંમેશા તેમના ભક્ત ની પુકાર પર હાજર થઈ જાય છે." યક્ષીણી એ કહ્યું.
"તો એ તપસ્વી શિવ ભક્ત હતા..?" ઓમ એ પુછયું.
"હા.." યક્ષીણી એ કહ્યું.
"પછી શું થયું?" ઓમ એ પુછયું.
ભગવાન શિવ અને યક્ષીણી વચ્ચેનો સંવાદ યક્ષીણી ઓમ ને જણાવે છે:
"દેવી તમે અહંકારને વશ થઈ મારા ભક્ત ને નિર્દોષ હોવા છતાં મૃત્યુ આપ્યું..એક દેવી માટે આ અશોભનીય છે. તમને તમારી શકિતનો અહંકાર છે ને....,તો સાંભળો.... આજથી તમે યક્ષીણી તો અવશ્ય રહેશો પરંતુ તમારી દૈવીય શકિત ઓ નહીં રહે." મહાદેવ એ યક્ષીણી ને કહ્યું.
"પ્રભુ , હે સદાશિવ , હે યક્ષોનાં આરાધ્ય દેવ....તમે તો ભોલેનાથ છો યક્ષ લોક પાસે જે શકિતઓ છે તે તમારાથી જ છે તમે મને ક્ષમા કરી દો...મેં અહંકાર વશ અનુચિત કાર્ય કર્યું છે તેના માટે હું પશ્ચાતાપ કરવા તૈયાર છું" યક્ષીણી એ મહાદેવનાં ચરણ સ્પર્શ કરી કહ્યું.
"મહાદેવ માન્યા?"ઓમ એ પુછયું.
હા, એ તો ભોલેનાથ છે.. મને માફ કરી દીધી અને કહ્યું," દેવી તમારી વિનંતીથી તમને શકિત પાછી નહીં આપી શકું એ મારા ભક્ત સાથે અન્યાય થશે તેથી હું આ કમંડલ માં તમારી શકિતઓ ભસ્મ સ્વરૂપે મુકું છું તે ભસ્મ તમે તમારા બ્રહ્મરંધ્ર ભાગ પર લગાવશો ત્યારે યક્ષીણી શકિત ઓ તમને પાછી મળી જશે.પરંતુ યાદ રહે , આ કમંડલ સુરક્ષિત સ્થાને રહેશે અને સમય આવ્યે માત્ર એક મનુષ્ય જ તેને હાથ લગાવી શકશે આ વિશ્વમાં અન્ય કોઈ નહીં. તેના આગમન સુધી પ્રતિક્ષા કરો અને જયાં સુધી એ માનવ તમને આમંત્રણ આપી બોલાવે નહીં ત્યાં સુધી તમે પોતાની વાસ્તવિકતા તેને જણાવી શકશો નહીં."
"પરંતુ એ માનવને હું કેવી રીતે જાણીશ?" યક્ષીણી એ મહાદેવ ને પુછયું.
"એ માનવ તમારી સામે આવશે ત્યારે તમે એને અવશ્ય ઓળખી લેશો."મહાદેવ એ યક્ષીણી ને કહ્યું.
"પછી શું થયું?"ઓમ એ પુછયું.
"હવે આપણી પાસે સમય નથી , સવાર થવા માં થોડોક સમય જ બાકી છે હું તમને આગળ જવાનો માર્ગ બતાવી દઉં સુર્ય નો પ્રકાશ પડતાં જ હું અદશ્ય થઈ જઈશ." યક્ષી એ કહ્યું.
ઓમ અને યક્ષીણી જંગલમાં આગળ વધ્યા.
માર્ગમાં આગળ વધતાં ઓમ અને યક્ષીણી વાતચીત કરે છે.
"કેટલું દુર છે હજી?" ઓમ એ પુછયું.
"અહીં થી નજીક જ છે.." યક્ષીણી એ કહ્યું.
"શિવાનીએ વાંચ્યું ઈન્ટરનેટ પર તેમાં તો કહયું હતું કે યક્ષીણી નરભક્ષી હોય છે?"ઓમ એ પુછયું.
"યક્ષીણી એક નથી ઘણી બધી યક્ષીણી ઓ અને યક્ષ હોય છે એ તમામ પાસે અલગ અલગ શકિતઓ અને તમામનાં કાર્યો પણ જુદા હોય છે. હું સિધ્ધિઓ આપનારી યક્ષીણી છું અને મારી શકિત અને કાર્યો મુજબ જે મને કુદ્રષ્ટિ થી જોઈ કે મારું અપમાન કરે તેને હું તે જ ક્ષણે મૃત્યુ આપું છું. એ તો મનુષ્ય સાધના ઓ કરીને એમની ઈચ્છા મુજબ માંગણી ઓ કરે છે તેથી યોગ્ય માંગણી માટે તેમને વરદાન મળે છે અને ખોટી માંગણી ઓ માટે સજા મળે છે. પોતાના કાર્યોની સજા મળે તેનો દોષ પણ મનુષ્ય દેવી - દેવતાઓને આપે છે. હકીકતમાં અમે કોઈનું ખોટું ઈચ્છતા જ નથી. જે થાય છે તે બધું ઈશ્વરીય યોજનાઓને લીધે જ થાય છે." યક્ષીણી એ કહ્યું.
"એટલે જો હું તમારો વિવાહ પ્રસ્તાવ સ્વીકારી લેતે તો મને મૃત્યુદંડ મળતે?" ઓમ એ પુછયું.
"હા..અવશ્ય" યક્ષી એ હસીને કહ્યું.
"હસો નહીં! પછી કમંડલ કોણ લાવી આપતે." ઓમ એ કહ્યું.
"પરંતુ જે કમંડલ લાવી આપવાની શકિત ધરાવે છે તેનાં માં એ બધો મોહ હોય જ નહીં એટલે હું એને મૃત્યુ નહીં આપું." યક્ષીણી એ કહ્યું.
"આ બધું તમારી અને તપસ્વી વચ્ચેની ઘટના છે તો આ પુસ્તક ગુરુમાં પાસે કેવી રીતે આવી અને એમને આ વિશે કેવી રીતે જાણ થઈ?" ઓમ એ પુછયું
"જે તપસ્વીને મેં મૃત્યુદંડ આપ્યો હતો તે તપસ્વી જ ગુરુમાં છે. તપસ્વીનો પુનર્જન્મ થયો છે એક સ્ત્રીનાં રુપમાં. અને ગુરુમાં ને તેમના પુર્વ જન્મની તમામ સ્મૃતિઓ યાદ છે.આ પુસ્તક પણ એમને જ બનાવ્યું છે એમની તપ શકિત દ્વારા. "યક્ષીણી એ કહ્યું.
"વેર લેવાને બદલે એ તમારી મદદ કેમ......"ઓમ વાત પુરી કરે તે પહેલાં જ સૂર્યોદય થઈ જાય છે.
"એક વાત યાદ રાખજો ઓમ કમંડલ મારા સિવાય કોઈને નહીં આપતા અને ચિત્ત એકાગ્ર કરશો તો માર્ગ અવશ્ય મળશે." યક્ષીણી એ કહ્યું અને યક્ષીણી અદશ્ય થઈ જાય છે.
ક્રમશ.......