Vinodini - 2.0 in Gujarati Motivational Stories by Nilesh Goyani books and stories PDF | વિનોદીની - 2.0

Featured Books
  • हीर... - 35

    अंकिता को अपने सपने में खुद से दूर जाते और दूर जाते हुये उसे...

  • होली का इतिहास

    होली का इतिहास"दादी जी! आज तो कोई कहानी सुनानी पड़ेगी, क्योंक...

  • इंतजार आपका - भाग २

          खुशी ए एस पी की ऑफिस निकल गई। उस दिन  १४ फरवरी थी। खुश...

  • My Wife is Student ? - 4

    जब प्रिंसिपल के केबिन के आगे आती है! तो स्वाति नेम प्लेट देख...

  • युवा किंतु मजबूर - पार्ट 4

    दो महीने बीत चुके थे राकेश अब फिर से बेरोजगार हो चुका था। सब...

Categories
Share

વિનોદીની - 2.0

એક સાંજે ઓચિંતા પાપાએ મને બોલાવ્યો.
ઉનાળા ની ઋતુ. ઉતરતો માર્ચ મહિનો એટલે ગરમી ખૂબ. અને એ ગરમી ને કારણે ઘર ના બધા જ સદસ્યો અગાસી પર પવન ખાવા બેઠા હતા.
હું ત્યાં પોહચ્યો.

પાપા એ પૂછ્યું ...કેમ કરવું છે આગળ ભણવાનું? કોલેજ કરવી છે કે હવે ધંધા માં જોડાઈ જવું છે?

મેં નિશ્ચિંત અવાજે કહ્યું જેમ બધા ને ઠીક લાગે.

જીત છે ને !! તારા માસી નો દીકરો. તેણે કહ્યું છે નિલને મોકલી દેજો અહીંયા. મારે જરૂર છે જ તેની.

ભલે પાપા. હું જવા તૈયાર છું.

સારું તો ગુરુવાર ની ટીકીટ લઈ આવજે.

ગુરુવાર ની ! આજે મંગળ થયો છે. મેં કહ્યું

હા ગુરુવાર ની.
જવાનું જ છે તો પાંચ દાડા રહીને જઈએ કે બે દાડા. શુ ફેર પડે?

ઓકે............ હું કાલે સવારે જ લઈ આવીશ.

અને હા કોલેજ માં કઈ ના-બા પાડવાની હોય તો કાલે જઇ ને પાડતો આવજે.
પાપાએ એટલું કહીને તેની વાતને પૂર્ણ વિરામ આપ્યું.


ફોર્મલીટી બધી પુરી કરતો આવજે. એવું કહી મોટા ભાઈએ પાપાની વાતને મારી ભાષા માં સમજાવી.

ભલે...


આમ તો ફોર્મલીટી તરીકે કઈ હતું જ નય.અને જે હતું તે કેહવું બોવ અઘરું હતું.
વિનોદની ને કહેવાનું .
કે હું હંમેશ માટે જતો રહેવાનો છું.બિઝનેસ અર્થે બીજા સિટી માં.

તે રાત્રીએ મને નીંદ ન આવી. એટલે નય કે બધાને મૂકીને જવાનું હતું.

પણ એટલે કે વિનોદ ને કેવી રીતે કૈશ ? કેવી રીતે માનવીશ...?
તેની સામે ક્યાં શબ્દો માં કેહવું કે હું હંમેશ માટે જતો રહું છું. તને અને આ શહેરને છોડીને.. હંમેશ માટે..

આખી રાત્રીનો સમય તે વાત કેવી રીતે કહેવી તે પ્લાનિંગમાં જતો રહ્યો....
* * * * * * * * * * * * * * * * *

આજે મારો કોલેજ નો છેલ્લો દિવસ હતો..એ વાત હું અને ક્રિષ્ના જાણતા હતા. ક્રિષ્ના એ વિનોદીની ની પાક્કી બેનપણી.
મારી પછી તેને સૈથી વધારે તેની સાથે બનતું...

એલા નિલ એમ જ ઓચિંતું જતું રેહવનું ! કેમ ? ક્રિષ્નાએ પૂછ્યું


હમ્મ..... બસ જતું રેહવનું. વડીલોની અમુક વાતોને આદેશ માનવો પડે ક્રિશું.

હા પણ ... હું તો ચલ સ્વીકારી લવ પણ......

શુ પણ....?

તે વીનું ને કીધું?

પછી તો જેને જેને વાત કરું તે બધા આશર્ય સાથે એક જ સવાલ પૂછે?

તે વિનોદીની ને કીધું ?

આખી કોલજ જાણતી અમારી દોસ્તી વિષે. મને ગોતવાનો હોય એટલે વિનોદીની મળી જાય એટલે હું મળી જાવ.
અને તેને ગોતવી હોય તો મને શોધો એટલે તે મળી જાય.

એક-બીજા નું સરનામું હતા અમે બન્ને. શુદ્ધ દોસ્તી હતી.કોઈ પ્રેમ-બેમ અમને ન ફાવે.. કોઈ તેવા પ્રેમી લલ્લુ પંજુને જોઈએ તો પણ અમે તેની મજાક ઉડાવતા.

कुछ कुछ होता है મુવીના શાહરુખ અને કાજોલ જેવી જોડી અમારી.
બોવ જ સારૂ બોન્ડિંગ અમારી બન્ને વચ્ચે. આંખ ફરે ત્યાં સમજી જતી વીનું.

તેની વિશે કવ તો...
તે 5.4 ફિટ ઉંચી..... મોટી આંખો.. શિલ્પા શેટી જેવો શરીર નો સુડોળ બાંધો..... ગોરી ગોરી નોહતી એ.. શ્યામ વર્ણી.
અને સ્વભાવે પણ શ્યામ વર્ણી જ.. એટલે કે કૃષ્ણ જેમ નટખટ.
અને બોવ જ કેરિંગ છોકરી. છોકરા માં હું એક જ તેનો દોસ્ત હતો.

હું કવ તેને બીજો કોઈ છોકરો પણ દોસ્ત તરીકે રાખવો જોઈએ તારે....

તો તે હસી ને કહેતી કે જરૂર જ નથી પડવા દેતો તું વાંદરા.

તો કેમ રાખું !!! તું તો રેહવાનો જ છો હંમેશા . દોસ્ત તરીકે મારી લાઈફ માં. તો મારે બીજા ની શી જરૂર... અને હસી પડતી..

તેનુ હસવું .... મને બધું જ ભુલાવી દેતું. તે હસે તો પ્રકૃતિ હસતી હોય તેવું લાગે. તેનું હાસ્ય નિર્દોષ ,નિખાલસ અને બાળક જેવું હતું.

અને આ હાસ્ય ને જોવાનો મોકો આજે છેલ્લો હતો..

ક્રિષ્ના સાથે વાત થઈ હતી કે તું અને વિનુ બન્ને બપોરે કેન્ટિંગ માં મળજો. અને તેને થોડી મેન્ટલી પ્રિપેર કરજે. જેથી મારા ઓચિંતા શહેર છોડવા નો ઝટકો ન લાગે.

બોવ મૂંઝવણ ભર્યા સવાલો વચ્ચે હું એકલો કેન્ટિંગ માં બેઠો હતો.
તેવા માં બન્ને દૂરથી આવતી જણાતી હતી.
તેની હાલ-ચાલ કે બોડી લેન્ગવેજ પર થી તેવું જરાઈ નહોતું વર્તાતું કે તેને આ વાતથી થોડી પણ માહિત ગાર કરી છે ક્રિષ્ના એ.
મને લાગતું જ હતું કે ક્રિષ્ના નહિ કહી શકે.

આવી ને સીધી જ મને મારવા લાગી ... કૂતરો ,બિલાડો,મીંદડો.....

બેવ એક જ થાય વીનું બિલાડો અને મીંદડો.... તારે આગળ ની ગાળ માટે ભૂંદ્રો કહેવાનું હતુ.... હા હા હા.. મેં કહ્યું.

જે રીતે તેણે મારવાનું શરૂ કર્યું હતું તેના પર થી લાગતું હતું કે તેને ક્રિષ્નાએ જાણ કરી દીધી.
અને તેણે મારી જવાની વાત બોવ જ સહજ સ્વીકારી લીધી.

પણ એટલા માં જ હું ખોટો પડ્યો. જ્યારે તેણે પૂછ્યું ?

આજે કેમ કોલેજ નોહતો આવ્યો? કહેવાતું નથી ડફોળ.
હું કોલેજ આવી ત્યાર ની રાહ જોઈને બેઠી છું તારી.
પેલો આવ્યો હતો જગ્યા ખાલી જોઇને બાજુ માં બેસવા મારી બેન્ચ પર..
પણ ઝાટકી નાખ્યો અને ન બેસવા દીધો.

પહેલો દિવસ એવો છે કે આજે તે બેન્ચ પર એકલી હતી.
નય તો અમે બન્ને સાથે બેસતા. અથવા બેન્ચ એકલી હોય. જો અમારી રજા હોય.

તો તું એટલા માટે મને મારે છે કે હું નોહતો આવ્યો ?
મેં પૂછ્યું.

હા જ તો વળી. જો તો ક્રિષ્ના.
પાછો ચાપલો પૂછે છે !!!
એમ કરી પાછો હાથ માં જે ચોપડો હતો તે માથા માં માર્યો.

મેં ઈશારા માં ક્રિષ્ના જોડે આંખો થી વાત કરી.... તો ક્રિષ્ના નીચું જોઈ ગઈ. હું બધું જ સમજી ગયો. તેણે મારી જવાની કોઈ વાત હજુ વિનોદીની ને નથી કરી.