love like these one - 1 in Gujarati Fiction Stories by Parimal Parmar books and stories PDF | એક ઇશ્ક એસા ભી - ભાગ ૧

Featured Books
Categories
Share

એક ઇશ્ક એસા ભી - ભાગ ૧

એક ઇશ્ક એસા ભી


ઓય....આજે હોસ્ટેલ મા જ રહેવાનો ઇરાદો છે કે શુ મેડમ ? પ્રિયા એ નિશા ને  ટોન્ટ મારતા પુછ્યુ 

હા યાર.... હવે તો અહી  હોસ્ટેલમા જ રહેવુ છે આમ પણ કોલેજ મા કોણ આવે છે હવે તો તમે બધા પોતપોતાના આશિકો જોડે ફરતા હોવ છો કોઇક બગીચામા તો કોઇક થિયેટર મા વળી તારા જેવા કોઇક વાયડીના હોટેલ મા આશિકો ના બેંક બેલેન્સ ખાલી કરાવતા હોય છે હસતા હસતા નિશા એ પ્રિયા ને જવાબ આપ્યો 

ઓય ચાપલી ચુપ થા જબ તુમ્હે ઇશ્ક હો જાયેગાના તબ પતા ચલેગા યે પ્યાર કયા હોતા હે  

એક મીઠા  અહેસાસ હોતા હે 

જબ હમારા દિલ કીસી ઔર કે પાસ હોતા હે......


ઓય શાયર... ચુપ કર તારી આ શાયરી મને કોઇ રસ નથી અા પ્યાર ઇશ્ક મહોબ્બત વિશે ની તારી ફીલોસોપી કોઇ બીજાને સંભળાય  જા

એ હો...... હુ તો આ ચાલી કોલેજે આજ તો એ મારા માટે સરપ્રાઇઝ ગિફ્ટ લાવવાના છે પ્રિયા એ નિશા ને જીલસ કરાવ વા કહ્યુ


હા તો રહેજે  એની પાસે જ,હોસ્ટેલમા આમ ય તારુ કામ નહી  હો એક ચિબરી ની બકબક ઓછી થાસે અમારે ?? નિશા એ મજાક ના મુડમા પ્રિયા ને કહ્યુ

સારુ ચલ બાય હુ જાવ હવે આજે મારે બે લેક્ચર અટેન્ડ કરવાના છે અને  પેલા નીરવ ને થોડુ ફિઝીક્સ  સમજાવવાનુ છે  પ્રિયા એ નિશા ને કહ્યુ


હમ તો લાસ્ટ બેન્ચ પે બેઠને વાલે લોગ હે

ઔર તુમ

અવ્વલ નંબર પે આને વાલી લડકી 

જાઈએ જનાબ જાઇએ 


નીશાએ પ્રિયા ને ટોન્ટ માર્યો  અને ગાલ ખેચીને બાય કહ્યુ
 

નિશા મનોમન  વિચારે છે  હવે શુ કરુ પ્રિયા પણ જતી રહી વાંચવા બેસુ કે સુઇ જાવ કે પછી બાલકની મા જઇને ઉભી રહુ ને આજુબાજુ ડાફોળીયા મારુ  ?
 
બીજી જ ક્ષણે વિચાર આવે છે આના કરતા ટ્યુશન કલાસીસ જોઇન કરી લવ એટલે થોડો રિજલ્ટમા પણ ફરક પડે અને મારો ટાઇમ પણ નીકડી જાય અને હવે તો થોડા દિવસો મા કોલેજનુ છેલ્લુ વર્ષ શરુ થાસે આ વર્ષ મા થોડી મહેનત કરીશ અેટલે સારુ મેરીટ બનશે 

વિચારો મા ખોવાયેલી નિશાને કાઇ સમજણ નથી પડતી હવે આગળ શુ કરવુ પપ્પાએ તો છોકરો શોધવાનુ ચાલુ પણ કરી દીધુ છે તો આગળ ભણીને પણ શુ કામનુ ? ગમે એટલુ લખુ વાંચુ પરંતુ લગ્ન પછી તો ઘરમા જ રહેવાનુ થશે ને ? તો પછી આટલી બધી મહેનત કરીને ભણવાનો શુ અર્થ ? આવાને આવા વિચારો મા નિશા બેડ પર ઢળી જાય છે ને ઉંડા વિચારોમા ગરકાવ થઇ જાય છે

ઓય....પાપડી ઉભી થા  મારા બેડ પર સુઇ ગઇ શરમ નહી આવતી ચલ જલ્દી જલ્દી ફ્રેશ થા મને ભુખ લાગી નાસ્તો કરવા જાવી પ્રિયા એ નિશાને જગાડતા કહ્યુ

અરરર.... પાંચ વાગી ગયા આટલી બધી નિંદર આવી ગઇ આજ  વિચારોનુ વાવાઝોડા મા હુ એટલી બધી અંદર ઘુસી ગયી   આળસ મરોડીને નિશા ઉભી થઇ

પ્રિયા યાર તુ જલ્દી કરને મને બોવ ભુખ લાગી છે નાસ્તો કરવા જવુ છે યાર જલ્દી ફ્રેશ થા ચલ

એ હા બે મિનિટ મા આવી નિશા વોશરુમમા જઇને ફ્રેશ થાય છે  ને કપડા ચેન્જ કરીને બહાર આવે છે

આય હાય આજ શુ નક્કી કર્યુ છે હે તે નિશા તુ તો આ પિંક ટી-શર્ટ મા જબરદસ્ત લાગે છે આજે તો નક્કી કોઇ તને પ્રપોઝ કરવાનુ જ

યાર જવા દેને તુ અા બધુ પ્રેમની વાતો નઇ કર મારી સામે તુ તને મુબારક આ પ્યાર વ્યાર તને તો ખબર છે ને મારી લાઇફ કેવી ચાલે છે ને ઉપર થી પપ્પા નુ મારા માટે છોકરો પસંદ કરવાનુ પ્રેશર યાર સમજ ને

સોરી નિશુ જવા દેને હવે એ બધુ ચલ હવે મુડ ખરાબ નઇ કર આપડે નાસ્તો કરવા જઇએ

બંને બેસ્ટીઓ રસ્તા પર થોડે દુર આવેલા નાસ્તા હાઉસ તરફ ચાલવા લાગે છે

યાર પ્રિયા મારે ટ્યુશન કલાસીસ જોઇન કરવુ હોસ્ટેલ મા રહીને તો કંટાળી જવાય છે અને આમ પણ હવે T.Y છે એટલે થોડી મહેનત તો કરવી પડશે મારે જેથી તમારી જેટલુ રિજલ્ટ લાવી શકુ 

હમમ..... મારી નજર મા છે એક ટ્યુશન કલાસીસ પણ ત્યા તો એક મહીના પહેલાથી જ T.Y. ના કલાસ શરુ થઇ ગયા છે અહી રસ્તામા જ છે નાસ્તો કરીને ત્યા જતા આવશુ ને બધી પુછપરછ કરી આવસુ  પ્રિયા એ નિશાને કહ્યુ 

સારુ ચલ હવે નાસ્તા મા શુ ખાઇસુ આપણે બોલ મને તો પાવભાજી ખાવી તારે શુ ખાવુ  નિશા એ પ્રિયાને પુછ્યુ 

નાસ્તાનુ બીલ તુ પે કરવાની હોય તો ગમે ઇ ચાલસે મારે પ્રિયાએ મજાક મા કહ્યુ

પાગલ હુ આપી દઇસ બસ એમા શુ તારી માટે એટલુ તો કરી જ શકુ ને 

લવ યુ નિશુ ?  ચલ મારા માટે પણ પાવભાજી જ મંગાય એક પ્લેટમા જ બંને ખાવી 

બંને નાસ્તો પુરો કરીને ટ્યુશન ક્લાસિસ ની માહીતી મેળવે છે અને બીજા દિવસથી જ નિશાને ટ્યુશન કલાસીસ જોઇન કરવાની સુચના અાપે છે

નિશા અને પ્રિયા કોલેજ તો સાથે જ જતા પરંતુ પાછા વળતી વેળાએ નિશા કલાસીસ મા રોકાઇ જતી અને પ્રિયા કા તો બોયફ્રેન્ડ જોડે ફરતી ને કા તો પોતાના હોસ્ટેલ જઇને વાચવા માંડતી

નિશા ને ટ્યુશન નો પહેલો દિવસ હતો એટલે થોડી ગભરામણ હતી નિશા મનમા થોડા ડર સાથે કલાસીસ મા પહોચે છે કલાસીસ મા જુએ છે તો ઘણાબધા પોતાની કોલેજ ના સ્ટુડન્ટ હતા એટલે ડર દુર થાય છે ને બધા જોડે વાતો કરવા લાગે છે

નિશા એ ટ્યુશન એક મહીનો મોડુ જોઇન કર્યુ હતુ એટલે બુકસ બનાવવામા ને કોર્સમા થોડી પાછળ હતી એટલે સર તેને યોગ્ય લાગે એવા સ્ટુડન્ટ પાસેથી રિફર કરી લેવાનુ કહે છે

સરની વાત સાંભળતા જ પાછળની બેંચમા બેઠેલો રાજ નિશા ને પોતાની બુક લઇ જવા કહે છે નિશા પણ હળવુ સ્મિત કરીને ઓકે થેંકયુ કહે છે.

પછી તો આ દરરોજ નો નિત્યક્રમ બની ગયો કોલેજ થી છુટા થઇને ક્લાસીસ જવાનુ અને રાજની બુકમાથી સ્ટડી કરવાનુ અને પોતાની બુકસ પુરી કરવાની 

રાજ ને નિશા પસંદ હતી બંને વચ્ચે થોડી વાતો થતી પરંતુ ફક્ત અભ્યાસ પુરતી સિમીત રહેતી રાજ પોતાની બુકમા કયારેક શાયરી તો કયારેક નિશા માટે કઇક ને કઇક લખતો જેથી કરીને નિશા વાચે

રાજ ના ફ્રેન્ડ્સ પણ ફ્લર્ટીંગ કરતા જ્યારે પણ રાજ બુક આપતો ત્યારે ધ્યાનથી વાંચજો એમ કહીને નિશાને હેરાન કરતા 

નિશા ને પણ રાજ પસંદ હતો રાજ ની દરેક શાયરી અને પોતાના માટે લખેલી લાઇનો વાંચતી પણ કયારેય પોતાના ચહેરા પર આ વાત જતાવતી નહી પણ અંદરથી બહુ જ ખુશ થતી

રાજ અને રાજ ના મિત્રો વચ્ચે શરત પણ થયેલી કે નિશા કોને પહેલા ફ્રેન્ડ બનાવે છે રાજ ના મિત્રો નિશાને સંભળાય એવી જ રીતે બધુ બોલતા જેથી કરીને નિશા કઇક બોલે 

નિશા બધુ નોટીસ કરતી પણ પોતાના ચહેરા પર કયારેય જાહેર નહોતી થવા દેતી મનમા ને મનમા હસતી કયારેક   નિશા ને પણ રાજ નો સાથ પસંદ હતો એટલે ફ્રેન્ડશીપ ડે ના દિવસે નિશા પોતે ફ્રેન્ડશીપ કાર્ડ બનાવીને રાજ ના મિત્રોને દેખાય એવી રીતે રાજ ને બધા વચ્ચે ફ્રેન્ડશીપ કાર્ડ આપે છે જેથી કરીને રાજ ના મિત્રોના બોલતી બંદ થઇ જાય

કાર્ડ મા  મોટા અક્ષરે લખ્યુ હતુ 

WILL YOU BE MY TRUE AND REAL FRIEND ?

કાર્ડમા ફક્ત આટલુ જ લખેલુ હતુ 

રાજ કાર્ડ જોવે છે અને હસતા ચહેરાથી જ પોતાની હા બતાવી દે છે રાજના મિત્રો શરત હારિ ચુક્યા હતા એમની સામે પણ ત્રાસી નજર કરે છે અને બધા હસી પડે છે

નિશા પ્રિયાને પણ આ વાત જણાવે છે એ દિવસે પ્રિયા તો પાગલ થઇ ગઇ હોય એમ ખુશી મનાવે છે કારણ કે અાજ સુધી નિશાએ કયારેય કોઇ છોકરાને ફ્રેન્ડ બનાવ્યો નહોતો બંને  બોવ જ મજાક મસ્તી કરે છે છેલ્લે પ્રિયા ટોન્ટ મારતા કહી પણ દે છે 

"અબ દોસ્તી હો ચુકી હે પ્યાર ભી હો જાયેગા"

ને ફરી બંને હસી પડે છે ને એકબીજા ને ભેટી પડે છે


નિશા ની લાઇફ ચેન્જ થવા લાગી હતી પહેલા જે હોસ્ટેલમા કંટાળો આવતો અને દિવસ કાઢવો મુશ્કેલ બનતો હવે એ રાજ ની યાદોમા અને શાયરી વાચીને નીકળી જતો કયારેક રાજની બુક વાંચતી તો કયારેક રાજના વિચારોમા  જ ખોવાઇ  રહેતી

નિશા ને એક નવો અહેસાસ થવા લાગ્યો હતો રાજનો સાથ પસંદ પડવા લાગ્યો હતો હવે તો ટ્યુશન પુરુ થયા પછી પણ કલાસીસની બહાર થોડો ટાઇમ એકબીજા જોડે વાત કરતા અને બંને એકબીજાને સમજવાની નિર્દોષ કોશિશ કરતા

નિશા ને રાજની અવનવી વાતો, નિર્દોષ હાસ્ય, લાગણીસભર સ્વભાવ પસંદ આવતો નિશુ ને આ પાંચ ફુટ છ ઇંચ ના મજબુત બાંધાવાળુ સુડોળ શરીર ધરાવતા રાજની વાતોમા હવે રસ પડવા લાગ્યો હતો 

ક્લાસીસ ની બહાર મળવુ એકબીજા સાથે પોતાના પ્રોબ્લેમ શેયર કરવા મજાક મસ્તી કરવી અને એકબીજાની  લાગણીઓ ને સમજવાની કોશિશ હવે આ બધુ નિશા અને રાજને એકબીજાને વધારે નજીક લાવી રહ્યા હતા

to be continued.....

વધારાનુ આગળ ના અંકે ( ભાગ ૨ ) મા

શુ નિશા રાજની કલોઝ આવીને રાજ ના પ્રેમમા પડશે ?

જે છોકરીને પ્રેમની વાતો મા રસ નહોતો એ શુ પ્રેમમા પડી જશે ?

પ્યાર,પ્રેમ,ઇશ્ક અને મહોબ્બતની ફિલોસોફી થી દુર રહેવા વાળી નિશા શુ બધુ ભુલીને પ્રેમ કરી બેઠસે ?

તમારો અભિપ્રાય જરુર થી અાપશો

લી.
પરિમલ પરમાર

instagram :- parimal_1432

whatsapp :- 9558216815