Astha: ek Navi Rah in Gujarati Moral Stories by RAKESH THAKER books and stories PDF | આસ્થા એક નવી રાહ

Featured Books
  • ડિજિટલ અરેસ્ટ

    સાયબર માફિયાઓનો નવો કિમીયો : ડિજિટલ અરેસ્ટડિજિટલ અરેસ્ટ : ઓન...

  • કભી ખુશી કભી ગમ - ભાગ ૪

    SCENE 4  [ સ્ટેજ ઉપર લાઈટ આવે કપિલા અને નીલમ ચિંતામાં બેઠા છ...

  • નિતુ - પ્રકરણ 33

    નિતુ : ૩૩ (લગ્ન) નિતુ રાત્રે ઘરે પહોંચી તો ઘરમાં શારદા સિવાય...

  • ભીતરમન - 39

    મારી વિચારધારા સવિતાબેન ના પ્રશ્નથી તૂટી હતી તેઓ બોલ્યા, "મા...

  • ખજાનો - 39

    ( આપણે જોયું કે અંધારી કોટડીમાં કોઈ મૂર્છિત માણસ મળી આવ્યો....

Categories
Share

આસ્થા એક નવી રાહ

વલોપાત ના વમળને આટોપી તારુન્ય ના ઉંબરે  ઉછાળા મારતો ઉરનો ઉદધિ જીવનસફરના નવા તટ પર પદચિહ્ન છોડી જવા તત્પર થઈ રહ્યો હતો.જીવનની ઘટમાળમાં દસમાં ધોરણનો ઉંબરો 95% સાથે વટાવી આસ્થાએ અગિયારમા ધોરણમાં શહેરની પ્રતિષ્ઠિત સ્કૂલમાં સાયન્સ ફેકલ્ટી માં એડમિશન મેળવી લીધું હતું.
અજાણી શાળાનો અજાણ્યો માહોલ-હૃદયમાં અજાણ્યા ને અજુગતા ઉચાટ  વચ્ચે શાળાના આજના પ્રથમ દિવસે શાળાના ગેટમાં પ્રવેશતા જ નજીક રહેલા શાળાના બગીચામાં રહેલા મઘમઘતાં ફૂલોએ આસ્થાના મનને પ્રફુલ્લિત કરી દીધું.ઉત્કર્ષ ઇન્ટરનેશનલ સ્કૂલમાં એડમિશન મળ્યાના એક અનેરા આનંદ સાથે ગેટમેનને સસ્મિત નમસ્તે કરી શાળાના મેઈન કોરિડોરનું કે જાણે એના જીવન ઘડતર નું પ્રથમ પગથિયું ના હોય..! તે સર કરી , ધોરણ 11 સાયન્સ ના વર્ગખંડના બારણે ટકોરો મારતી ઊભી રહી.ને તાર સપ્તક ના મૃદુ રણકારી સ્વરે,May i come in,sir?! -ને વર્ગમાં રહેલ આછેરી ચહલપહલ ને મંદ ગણગણાટ નો દૃષ્ટિપાત અનિમેષ નજરે બારણે જ અટકી ગયો.!?
11 સાયન્સ ના કેમેસ્ટ્રી ના કેયૂર સર તમામ વિદ્યાર્થીઓ ને ssc માં સારા ગુણ પ્રાપ્ત કરવા બદલ અભિનંદન પાઠવી,શાળાની વિવિધ સુવિધાઓ તેમજ અન્ય જનરલ ઇન્સ્ટ્રકશન આપતાં આપતાં ,'Yes,come in,' કહી એનું વેલકમ કર્યું.એમને બધા વિદ્યાર્થીઓ નું ગેટ ટુ ગેધર કરાવ્યું.હવે,આસ્થાનો વારો આવતાં તેણેપોતાનો પરિચય એ જ મધ જેવા મીઠા સ્વરે આપ્યો," આસ્થા અનંતકુમાર અવસ્થી, આઈ હેવ ગેટ 95% ઇન sscબોર્ડ..ને એટલામાં પિરિયડ પૂર્ણ થવાનો એલાર્મ વાગતાં કેયુર સરે તમામના અભિવાદન ને આભરના સ્મિત તળે સ્ટાફરૂમ તરફ પ્રયાણ કર્યું.

બે પિરિયડ વચ્ચેનો સમય એટલે વિદ્યાર્થી જીવનનો ચિરસ્થાયી, અવિસ્મરણીય યાદોને સાચવીને જીવનભર જીવનના ગમે તે પડાવે વાગોળવાનું મન થાય એવું રંગીન ભાથું..!
આસ્થાને હવે તેની રસ,રુચિ ને પોતાની લાગણીઓને વાચા આપે તેવા મિત્રો..આ..અજાણ્યા વતાવરણ માં થી શોધી ને આ બે પિરિયડ વચ્ચેનું અનુસંધાન અવિસ્મરણીય બનાવવું હતું. પણ ઉતાવળે કોઈ અયોગ્ય સિલેક્શન ના થઇ જાય તેવો વિચાર આવતાં તે આ બાબતે પોતાને સમય આપી સમય પર જ આ જવાબદારી નાખી દીધી.

ધીરેધીરે વર્ગખંડમાં બધા સાથે મળતા મળતા તેના રસ અને રુચિ પ્રમાણે નું એક મિત્ર વર્તુળ બનવા માંડ્યું.
આસ્થા આમ તો ખૂબ જ મહેનતુ અને હોશિયાર પણ, પોતાના ઉમંગો અને તરંગોને વાચા મળી રહે તેવું આ મિત્ર વર્તુળ હવે વહાલસોયું લાગવા લાગ્યું. પોતાના હૃદયના ભીતરે સાચવીને રાખેલી લાગણીઓને પ્રદર્શિત કરવાનું ખુલ્લું આકાશ મળતા તે પોતાની જાતને ધન્ય માની રહી હતી.આસ્થાના આ મિત્રો એકબીજા માટે જિગરી- દિલોજાન બની ગયા હતાં.
આસ્થાને ગીત-સંગીત પ્રત્યે ખૂબ જ લગાવ હતો, સાથે સાથે હૃદય ઉર્મિઓને કોરા કાગળ પર કંડારી ગીતના ઢાળ રચી ક્યારેક આલેખતી પણ કરી. આ બધું જે એના અંતર મનમાં રમતું ભમતું, રચાતું તે ક્યારેય માબાપ સાથે પ્રદર્શિત કે શેર કરી શકતી નહીં.
આસ્થાના મિત્ર વર્તુળમાં રાકેશ રાજ્યગુરુ-વાંસળી ના સૂર નો સાથી-એનો એકએક શ્વાસ જાણે વાંસળીના વાસંતી વાયરે મઘમઘતો,જોસેફ -gitarist-તારના તોખાર પર સવાર થઈ સૂર ના વંટોળે બાથ ભીડતો,નિરાલી-ડફ ને તબલાં પર ફરતાં એના ટેરવાં તાલના તલસાટ માં તરતાં, હર્નિશ નું હાર્મોનિયમ ને આસ્થા પોતે કંઠીલા ગળા ની સ્વામી-પોતે પોતાની રચનાઓ ને કંઠ આપવાનો પ્રયત્ન કરતી ને રાકેશ તેને આ બાબતે ખૂબ મદદરૂપ થતો.

આસ્થાના માં બાપને આસ્થાને સાયન્સ કરાવી ડૉક્ટર બનાવવાની ખેવના હતી.જેથી સાયન્સના ટાઇટ શિડયુલ માં ટ્યુશન,સ્કૂલ ને ઘરે માં બાપના દબાણથી આસ્થા ક્યારેક ડિપ્રેશનમાં આવી જતી.

હવે, તો શાળા ને ટ્યુશન બંને જગ્યાએ અગિયાર સાયન્સમાં જ બારમાં સાયન્સનો અભ્યાસક્રમ ચાલુ થઇ જતો.અગિયારમાની વાર્ષિક પરીક્ષા પણ નજીકમાં જ આવી ને ઊભી હતી.. ને આ બધું આસ્થાને ક્યારેક અસહ્ય થઈ પડતું.ચકરાવે ચડી જતી...,તે વધુ ને વધુ ડિપ્રેશન માં આવવા લાગી...?!
આવી જ કંઈક હાલત તેના મિત્ર વર્તુળ માં પણ હતી..???
અગિયારમાં ની પરીક્ષા બાદ થોડા સમયમાં જ સ્કૂલનો જન્મ દિવસ આવવાનો હતો.આ દિવસ શાળા માટે ખાસ હોવાથી ઉજવણી ના ભાગ રૂપે વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવાના હતાં.
આ કાર્યક્રમ ને સફળ બનાવવા સંચાલન નું કાર્ય આચાર્યશ્રીએ રાકેશ ને સોંપ્યું.અગાઉ પણ રાકેશે તેની આ નવીનતમ આવડત થી દસમાં ના વિદાય સમારંભ ને યાદગાર બનાવેલ..!
સાયન્સના બોજ તળે દબાયેલા આ મિત્રવર્તુળ ને હળવા થવાનો, હૃદયોર્મી ને ઉજાગર કરવાનો આ અવસર રાકેશ રાજ્યગુરુના સહકાર ને સાથથી મળી ગયો. સ્કૂલ બર્થ ડે ના સ્પેશીયલ પ્રોગ્રામ માં તેમણે પોતાનો સ્પેશીયલ કાર્યક્રમ- એક નવી રાહ રજૂ કર્યા. જેમાં એમની મોનો એક્ટિંગ ની સાથે સાથે, એમના ગૃપે જે સુરોની રંગત રેલાવી કે જેનાથી સમગ્ર ઓડિયન્સ ભાવવિભોર થઈ વન્સ મોર...વન્સ મોર.. ના નારા સાથે તાળીઓના ગડગડાટ કરવા માંડ્યું..
એનો ગુંજારવ હજુ પણ આસ્થાના કર્ણ પટલ પર પડઘાઈ રહ્યો હતો..તે મનોમન રાકેશ નો આભાર માની આંતરિક ખુશીના મહાસાગરમાં ગરકાવ થઈ રહી હતી.
આસ્થાને હવે પોતાના જીવનની નવી રાહ  જાણે  પગદંડી મળી ગઈ હતી.ને એનો રાહબર રાકેશ બની રહેશે એવી આસ્થા -આસ્થાના મનમાં બંધાઈ.

માં બાપના -એના પોતાના વ્યક્તિત્વ પરના કુઠારાઘાતનો પ્રતિકાર કરવાની ચિનગારી ધીરે ધીરે આસ્થા ના મનમાં પ્રજ્વલિત થવા લાગી.જેના પ્રતાપે માં બાપનું દબાણ હવે અસહ્ય નહોતું લાગતું.
'મેં આઝાદ હું ' નો હું કાર આસ્થા ના મનમાં નવીન આકાર લઈ રહ્યો હતો.તેની કુદરતી ને આંતરિક શકિત ના સહવાસે જીવનપંથ નો નવીન પ્રવાસ ખેડવા તે અલગ રાહ ચિધવા મક્કમ બની ગઈ.!'અંતર મમ વિકસિત કરો.અંતર મમ'-રાકેશે કહેલાં રવીન્દ્રનાથ ની પંક્તિ ના શબ્દો ફરી આસ્થા ના કાનમાં ગુંજવા લાગ્યાં..!
માં- બાપની ઈચ્છા ને આધીન ના થઇ, નવી દિશા ના રાહબર તમામે પોતાનું મ્યુઝીકલ ગૃપ આસ્થાના નામે જ "આસ્થા-અ પ્યોર મ્યુઝીકલ સોલ"બનાવ્યું. જે સફળતા ના શિખરે બિરાજમાન થઈ દેશ વિદેશ માં ધૂમ મચાવવા લાગ્યું.ને ચીલાચાલુ જિંદગીની તરાહ થી કંઈક હટકે કરવાના ઝનૂને એમને વિશ્વ ફલકની યાદગાર તસવીર માં નામ રોશન કર્યું.

રાકેશ ઠાકર "અંતરંગ"
તારીખ 07 06 2019