Hallucinations - 1 in Gujarati Detective stories by Herat Virendra Udavat books and stories PDF | હેલ્યુસિનેશન ( એક ભ્રમ) - પ્રકરણ ૧

Featured Books
Categories
Share

હેલ્યુસિનેશન ( એક ભ્રમ) - પ્રકરણ ૧


રાત્રીના સાડા બારનો સમય. અમદાવાદમાં ચોમાસુ બરાબરનુ જામ્યું છે. આકાશ એના ઘેરા વાદળોથી ડૂબી ગયું છે. અચોક્કસ સમયાંતરે થતી વીજળી અને વાદળોની ગર્જના આજે કોઈ અજુગતી ઘટના ઘટવાની હોય એનો અંદેશો આપતી હતી. એટલામાં જ અચાનક “Indus Plaza” નામની મલ્ટીનેશનલ કંપની માંથી એક માણસ બહાર નીકળ્યો અને કંપનીના મેઈન ગેટ તરફ ચાલવા લાગ્યો. સહેજ કરીને છ ફૂટનો એ માણસ એકદમ પ્રોફેશનલ કપડામાં સજ્જ, મજબૂત બાંધો, જવાબદારીઓના સંપૂર્ણ બોઝને ખુશીથી ઉપાડી શકે તેવા તેના ખભા. ડાબા હાથના કાંડા પર rolex ની ઘડિયાળ ,જમણા હાથની આંગળી પર એક નાનો ચંદ્રનો નંગ તેના શાંત પણ ઊંડા સ્વભાવની  ચાળી ખાતા હતા. એક હાથ ખિસ્સામાં નાખી ચાલતી વખતે ખાબોચિયામાં પડતા તેના એક-એક પગલાં ત્યાંની પથરાયેલી નીરવ શાંતિનો ચિક્કાર વિરોધ કરતા હતા. શાંત પાણીમાં પથ્થર નાખો તેવો એક અવાજ થયો, 15 પગલાં દૂર પડેલી પોતાની audi ને આ માણસે unlock કરી. કારનો દરવાજો ખોલતાની સાથે જ થયેલા વિજળીના ચમકારાએ એના ચહેરા પર પ્રકાશ પાથર્યો.... !!  “શાંતનુ શાહ” તેનું નામ.
અલગ પ્રકારની દાઢી રાખવા ના જમાનામાં એકદમ ક્લીન શેવ તેનો ચહેરો, બ્લેક ફ્રેમના તેના ચશ્મા અને અતિશય કામ કરી થાકનું પુરાવો આપતા તેની આંખ નીચેનાં કાળાશ પડતા સર્કલ અને સૌથી વધુ રહસ્યમયી તેની આંખો.
જાતથી ‘વાણિયો’, કર્મથી ‘ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ’ અને દેખાવથી ‘બિઝનેસમેન’ જેવો લાગતો આ માણસ પોતાની કારને સ્ટાર્ટ કરી ઝડપથી પોતાના ઘરની તરફ આવવા નીકળ્યો. રાત્રીનો સમય હતો અને આજે ખાલી highway કંઈક વધારે જ ખાલી હતો.

શાંતનુ છ મહિના પહેલાં જ મુંબઈથી અમદાવાદ આવ્યો હતો, અને તે પણ પોતાની પત્ની “પ્રિયા” સાથે ઓફિસમાં બધા ને ફક્ત આટલું જ ખબર હતી. જલ્દી કોઈના જોડે તે ભળતો નહીં હંમેશા પોતાના જ વિચારોમાં રહેતો. 120 ની speed પર એસ.જી.હાઈવે પર ચાલતી કાર, અચાનક જ એની સામે રસ્તા પર કોઈના હોવાનો આભાસ થયો. કારની હેડલાઈટ ના અજવાળામાં ધ્યાનથી જોતા તેને બિલાડીની ‘તગતગતી આંખો’ દેખાઈ. અચાનક જ કાર પરનો તેનો કંટ્રોલ છૂટી ગયો, અનાયાસે મારેલી short break ના  લીધે કાર શાર્પ યુ ટનૅ લઈને રસ્તાની બાજુમાં જ ઊભી થઈ ગઈ. 2 મિનિટ માટે તો જાણે શાંતનુના રામ જ રમી ગયા હતા. પરસેવાથી રેબઝેબ, શ્વાસ ચડી ગયેલો પોતાના ધબકારા જાણે જીવન સાથે રેસ લગાવતા હોય તેટલી ઝડપથી તેને અનુભવ થતો હતો. તેના રોમરોમમાં એડ્રેનાલિન નો પ્રવાહ વહેતો હતો....! માંડ હિંમત કરી કારને રોડની એક્ સાઇડ મા લાવ્યો. શ્વાસ બેસતા જ અચાનક તેણે સૌથી પહેલાં પોતાની પ્રિયાને કોલ કર્યો, પણ સામેથી છેડે કોલ રીસીવ ના થયો..! શાંતનુને લગભગ રોજ આટલું જ મોડું થતું હતું, પણ પ્રિયા રોજ કોલ રીસીવ કરતી હતી
પણ આજે કોણ જાણે કેમ?  તેણે કોલ રીસીવ કેમ નહીં કર્યો હોય? હજારો અમંગળ વિચારો ની સાથે તે ફરીથી પોતાના ઘરની તરફ જવા નીકળ્યો.

બોપલ વિસ્તારમાં આવેલું તેનું ઘર, 4 બીએચકેનો તેનો સુંદર ફલેટ પણ તેમાં રહેવાવાળા ફક્ત બે જ લોકો. તે અને તેની પત્ની પ્રિયા. કાર પાર્ક કરતી વખતે શાંતનું નું ધ્યાન તેના મકાનની બાજુના જ ઘરની અગાસી ઉપર ગયુ. ત્યાંથી જીણો જીણો પ્રકાશ આવતો હતો. એ પ્રકાશમાં ઉભેલા એ માણસને શાંતનુ બરાબર ઓળખતો હતો. એ માણસ એટલે “સ્ટોક માર્કેટનો કિંગ” ગણાતો ‘મોસીન પઠાણ’. કેટલીય વાર એ પુષ્કળ પૈસો કમાયો અને કદાચ એટલી જ વાર એ પૈસા માં નાહ્યો, એટલી હદે નાહ્યો કે દેવામાં જ ડૂબી ગયો..! વ્યસનના લીધે તેની આંખોમાં ઉતરેલી લાલાશ અને તેની નિખારતો એ સૂરમો.....! શાંતનું કારમાં બેઠાં બેઠાં જ આ બધું જોઈ રહ્યો. બંનેમાંથી કોની આંખો માં કેટલાં ‘રહસ્યો’ છે એ કહેવું ઘણું મુશ્કેલ ગણાશે. આ  રોજનો બંનેનું નિત્યક્રમ હતો. આખો થી બંને વચ્ચે બે જ મિનિટમાં જાણે આખા દિવસની વાતો થઇ જતી હોય એમ લાગતું હતું. શાંતનુ ને પગલાં ઘરની તરફ માંડ્યા, ડોરબેલ વગાડ્યો, પણ દરવાજો ન ખોલ્યો...!
શાંતનુ પાસે ઘરની હંમેશા એક એક્સ્ટ્રા key રહેતી હતી. શાંતનુને એ key થી દરવાજો ખોલ્યો અને ઘરમાં પ્રવેશ્યો. ડ્રોઇંગ રૂમની લાઈટ ચાલુ હતી અને અચાનક જ શાંતનુ ચમક્યો..!

ખુલ્લી આંખોએ પ્રિયા સોફામાં બેઠી હતી અને તેની નજર પંખાની તરફ હતી. તેની આંખોમાં આંસુ હતાં એના eyelashનો એ પીંક કલર એના ‘વાંકડિયા વાળ’ અને તેમાં પણ તેની એક ‘લટ’ જ્યારે તેના સફેદ સુવાડા ગાલ ની છેડતી કરતાં હોય, ત્યારે કોઇપણ માણસને તેને જોતા વેંત જ પ્રેમ થઈ જાય તે સ્વાભાવિક હતું. lipstick વગર પણ લાલાશ પડતાં તેના હોઠ જાણે કે બધો જ રસ “ચુમી”  લેવા માટે હંમેશા આવકારતા હતા. મુલાયમ જેવી સુંવાળી તેની ગરદન અને મરુન ગાઉનમાં “ઉપસેલા” અનેં “ઢળેલા” શરીરના બધા જ વળાંકો કામદેવની સાધના જેવા લાગતા હતા. શાંતનુ ફક્ત તેને જોતો જ રહ્યો, અચાનક શાંતિ ને તોડતા,
પ્રિયાએ કહ્યું:આવી ગયા શાંતનુ?  આજે ઘણું મોડું થયું કેમ?
શાંતનુએ સીધી જ પ્રિયાને પોતાની બાહુપાશ માં જકડી લીધી અને તેના ગાલ અને કપાળ પર  કિસીસનો વરસાદ કર્યો.
‘સોરી પ્રિયા, હું તને ટાઈમ નથી આપી શકતો એટલે જ તું દુઃખી રહે છે ને?’
પ્રિયાની આંખોમાં હજી પણ એ જ ભીનાશ હતી. આંખોના પૂરને સમાવીને હોઠ ઉપર થોડુંક હાસ્ય લાવીને પ્રિયા ફક્ત એટલું જ બોલી શકી,
‘તમે ફ્રેશ થઇ જાવ, હું જમવાનું તૈયાર કરું છું..!’
અને તે ઉભી થઈને ચાલવા લાગી. શાંતનું હજી સોફામાં જ હતો તેને  આજે પ્રિયાના શરીર માં થી એક અલગ જ લાગણીનો અહેસાસ થયો. પ્રિયાની મહેકની સાથે આજે એને બીજી એક ‘વિશિષ્ટ’ મહેક પણ આવી જે ઘણીવાર પહેલા બીજા કોઈ પાસેથી મહેસૂસ કરી ચૂક્યો હતો.
અચાનક તેને ખ્યાલ આવ્યો આતો “મોસીન પઠાણના” અત્તરની સુગંધ.....!!


To be continued....!!