KABIR SINGH in Gujarati Film Reviews by JAYDEV PUROHIT books and stories PDF | KABIR SINGH

Featured Books
Categories
Share

KABIR SINGH


કબીર સિંહ : યે ક્યાં હૈ...બે...!!

એક જ બાપના બે પુત્રો એ પણ ટ્વીન્સ. પણ સાથે જન્મ્યા નથી બસ એજ... આ બે પુત્રો એટલે તેલુગુ ફિલ્મ "અર્જુન રેડ્ડી" અને એની જ ઝેરોક્ષ કોપી હિન્દી ફિલ્મ "કબિર સિંહ". બન્નેના ડાયરેકટર સંદીપ વાંગા.

આ ફિલ્મની ઓફર સૌ પ્રથમ રણવીર સિંહને થઈ હતી પરંતુ બીઝી સેડ્યુલને લઈ સ્ટોરી શાહિદ કપૂર પાસે પહોંચી. વચ્ચે અર્જુન કપૂર પણ જોડાયો હતો પરંતુ અંતે શાહીદના હાથમાં જ આ ફિલ્મ રહી. આમ પણ શાહીદને વાયલન્ટ, અગ્રેશન વાળા રોલ ફાયદો કરાવે છે. ઉડતા પંજાબ, આર, રાજકુમાર... કિઆરા અડવાણી પહેલા આ ફિલ્મ તારા સુતરિયાને મળી હતી પણ એ કરણ જોહરની ફિલ્મમાં વ્યસ્ત હતી. ધોની ફિલ્મમાં કરેલું નાનું પણ લાજવાબ કામ કિઆરાને ફળી ગયું અને સંદીપને પણ કિઆરાનો ચહેરો ફિટ લાગ્યો. આ રીતે કાસ્ટ ભેગી કરી રિમેક ફિલ્મ બનાવ્યું.

રીવ્યુ

માત્ર ફિલ્મને ફિલ્મ ગણીને જોઈએ તો કબીર સિંહ ફિલ્મ એકદમ મનોરંજક છે. પાગલપન, ગુસ્સો, શરાબ, અને ડ્રગ્સ.

બેકગ્રાઉન્ડમાં દુહા વાગતા હોય અને ફિલ્મની શરૂઆત બીચ પર સફેદ પલંગમાં સુતેલા કબીર અને પ્રીતિથી થાય છે. કબીર સિંહ એક શરાબી સર્જન. પ્રીતિ એક સારી છોકરી. કોલેજમાં કબીરનો દબદબો. દિલ્હીની એ કોલેજ આખી કબીરથી થરથર કાંપે. પ્રિન્સિપાલ પણ. હવે બતાવે છે કબીરનો ગુસ્સો.. ફૂટબોલના ગ્રાઉન્ડમાં દાદાગીરી, ક્લાસમાં બેફામ જવાબો આપવા સાથે કોલેજનો ટોપર તો ખરો જ. એવામાં કોલેજમાં નવા એડમિશન થાય અને એન્ટ્રી થાય એક માસૂમ લાગતી સ્ટુડન્ટ પ્રીતિ. પહેલી નજરનો પ્રેમ થવો, કબીર તરત એ પ્રીતિ પર હક જમાવી લે છે.

ક્લાસરૂમમાં જઈને ધમકી આપે છે કે "પ્રીતિ પર કોઈએ નજર કરી તો.. ખલાસ... એ મારી છે..." કલાસ પિન ડ્રોપ સાયલન્સ. પછી તો ગમે ત્યારે પ્રીતિને લઈ ફરવા નીકળી જવું. એક વાત વિચાર્યા જેવી ખરી કે કોઈ છોકરી આ રીતે આટલી ઝડપથી તૈયાર થયી હશે. પ્રીતિના પપ્પા કોલેજમાં આવીને કબીરના ભરોસે જ પોતાની છોકરીને છોડી જાય છે. અને એ બન્નેએ જ ઇશકિયા કરી લીધું.

પછી તો કબીરનું અગ્રેશન જ ફિલ્મમાં ત્રાડો પાડે છે. પ્રીતિને બોયઝ હોસ્ટેલમાં લઈ આવે. પ્રીતિ માટે ગમે તે કામ કરે અને જો બીજા પ્રીતિ સામે જુએ તો માત્ર ધોલાઈ. કોલેજ પુરી થવી, કબીરનું બહાર જવું, "બસ દો દિન રૂક જાઓ" પ્રીતિની જીદ. પ્રીતિનું વિદેશ મળવા જવું.

પ્રીતિ અને કબીર જયારે જયારે સાથે મળ્યા છે ત્યારે સંવાદ હોઠોથી જ શરૂ થતો અને હોઠે જ પૂરો થતો. "ઇટના પ્રેમ... હાઈ..લા.."

કબીરનો મિત્ર શિવા આખા ફિલ્મમાં મિત્રતા નિભાવે છે. પોતાની બેનને આવા શરાબી સાયકો ડ્રગિસ્ટ કબીર સાથે પરણાવા તૈયાર થઈ જાય છે એ લેવલની મિત્રતા બતાવી છે. બન્નેના લગ્ન માટે પ્રીતિના ઘરેથી ના આવે. કબીરનો પ્રીતિ પર ગુસ્સો. અને બન્ને અલગ થઈ જાય. કબીર હવે માત્ર શરાબ, શરાબ અને શરાબ. એમના ભાઈના લગ્નમાં એટલો દારૂ પીવે છે અને ડ્રગ્સ લે કે બેભાન થઈ જાય. ત્યારે પ્રીતિ તેમને મળવા પહોંચે છે પરંતુ મુલાકાત થતી નથી. પછી કબીરને જાણ થાય છે કે પ્રીતિના લગ્ન થઈ ચુક્યા છે એટલે કબીર બની ગયો ભડકેલ આશિક.

ઈન્ટરવલ પછી પ્રીતિ ગાયબ માત્ર કબીર ને એમનો મિત્ર શિવા. એમની એક્ટિંગ ખરેખર 5 સ્ટાર છે. પ્રીતિની યાદમાં પોતાને નષ્ટ કરતો જતો કબીર દારૂમાં ગળાડૂબ ઘુસી ગયો હોય છે. ઘર છોડીને જવું, હિરોઈન જોડે મિત્રતા થવી, દારૂ પીને ઓપરેશન કરવું વગેરે થોડું ખેંચાય ગયું એટલે આ ફિલ્મ 172 મિનિટ જેટલી લાંબી છે.

અંતે કિઆરા ક્લાઈમેક્સમાં આવી હેપ્પી એન્ડીગ આપે છે.

વાર્તાને માત્ર એન્જોય કરો તો સારી લાગશે, સિનેમાહોલમાં સિટીઓ વાગશે પણ રિયલ લાઈફ સાથે જોડો તો આ એક અસામાજિક ફિલ્મ છે. આમાંથી અત્યારની લવ-જનરેશન શું શીખે?? દારૂ પીવાનું કે ડ્રગ્સમાં પાગલ બની જવાનું.

પ્રીતિના પાત્રને સાવ નિર્બળ બતાવ્યું છે. જેમ કબીર ચલાવે તેમ ચૂપચાપ ચાલે જાણે કોઈ રોબોટ. સ્ત્રીની ગરિમાને લઈને ઘણા ડાયલોગ્સ ચોટ પહોંચાડે એવા છે. જો આને લવ કહેવતો હોય તો આવો લવ રોજિંદી જિંદગીમાં ન થવો જોઈએ. જાતને બરબાદ કરી નાખે એ પ્રેમ ન હોય શકે.

આ ફિલ્મને માત્ર ત્રણ કલાકની કાલ્પનીક
સ્ટોરી તરીકે માણવાની અને બધું ભૂલી જવાનું. એમાં જ બધાનો ફાયદો છે.

રહી વાત અભિનયની તો બધાનો અભિનય એક નંબર...!!

મ્યુઝિક-ગીત

બેગ્રાઉન્ડ મ્યુઝિક ફિલ્મની જાન છે. અને તડપતા દિલના ગીતો હર એકના હોઠે રણકે જ છે... બેખયાલી મેં ભી તેરા હી ખયાલ આયે...!!

ઓલઅવર ફિલ્મને ફિલ્મ તરીકે જુઓ તો મુવી સારી છે. બટ જો આ લવને પ્રમોટ કરે તો બોસ... આ અશક્ય છે. અને સમાજ માટે હાનિકારક પણ. રોમિયોગીરી કરનારાઓને આ સ્ટોરીમાં જલસો આવી ગયો હશે.

એક વાર જોઈ તો લો... !!

- જયદેવ પુરોહિત