mari mansi - 4 in Gujarati Love Stories by Dhaval Limbani books and stories PDF | મારી માનસી - ૪

Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

Categories
Share

મારી માનસી - ૪






                   ?  મારી માનસી - ૪ ?

                  રવિ દોડતા દોડતા ઘર ની બાહર નીકળી જાય છે અને સાથે જ માનસી ને પણ લેતો જાય છે. રવિ અને માનસી એક બાઈક ઉપર સવાર છે. રવી ના મન માં સતત એક જ પ્રશ્ન છે કે મારે માનસી મેં મારા દિલ ની વાત કઇ રીતે જણાવવી ?

રવિ મન માં ને મન માં ઘણા બધા વિચારો કરી રહ્યો છે..

શુ માનસી મારી વાત ને માનશે ?
શુ માનસી મને પોતાની લાઈફ માં આવવાની હા પાડશે ?

અને ખાસ વાત તો એ કે જો મેં માનસી ને મારા દિલ ની વાત જણાવી અને એને ખરાબ લાગ્યુ અને મારી સાથે બાળપણ ની આ ફ્રેન્ડશીપ પણ તોડી નાખી તો ?
અને મારી માનસી સાથે બાળપણ ની દોસ્તી તૂટી જાય એવું તો હું ક્યારેય નથી ઈચ્છતો.
પણ
મારે માનસી ને કઇ રીતે કહેવુ ?

             અરે રવિ. આજે કેમ બાઈક ધીરે ધીરે ચલાવે છે. આમ તો જો આપણે હજુ ક્યાં પહોંચ્યા છીએ અને તું શું વિચાર કરે છે ? કેમ કશું કઇ બોલતો નથી ?
કાઈ થયુ છે રવિ તને ? પાછળ થી માનસી બોલી.

રવિ - અરે ના ભૂત. કાઈ પણ નથી થયુ. બસ એમ જ.

માનસી - એ દોઢા. હુ કાઈ નાની છોકરી નથી હો. તને નાનપણ થી ઓળખુ છુ. તારા ચેહરા ના એક એક વર્તન થી મને ખબર પડી જાય છે હો.
બોલ મને શું થયુ છે ?
અને હા ડોબા વિચારવાનુ મારે હોય તારે નહી.છોકરો જોવા મને આવવાનો છે તને નહી તો મારે વિચાર કરવાનો હોય પાગલ સાવ.

રવિ - અરે બાબા કઇ નથી થયુ.. પહેલા એ કહે કે તને શુ વિચાર આવે છે ?
તું શુ વિચારે છે ?

માનસી - યાર શુ કહુ રવિ. મને અંદર થી ડર જેવુ લાગે છે કે છોકરો કેવો હશે ?
એમનો Nature કેવો હશે ?
મને સાચવી શકશે કે નહી ?
મારી સાથે સરખી રીતે રહેશે કે નહી ?
મને સપોર્ટ કરશે કે નહીં ?
અને સાથે જ મારા મમ્મી પાપા નુ માન રાખશે કે નહી ?
બસ આવા બધા વિચારો આવે છે રવિ મને..

રવિ - અરે મારી માનસી આ બધુ અત્યારે ના વિચાર. પહેલા છોકરાને આવવા દે. એને મળી ને વાતચિત કર. પછી ખ્યાલ આવશે ને કે છોકરો કેવો છે. અને હા આમ પણ દુનિયા ના કઈ એક જ છોકરો થોડો છે ! ઘણા બધા છે ભૂત.

                      રવિ ને એવુ લાગે છે કે આ સારો મોકો છે અને હુ અને મારા દિલ ની વાત કહી દવ. કારણકે જે માનસી ના વિચારો છે એના ઉપર થી તો મને એવુ લાગે છે કે હુ માનસી માટે પરફેક્ટ છુ. હુ માનસી ને સારી રીતે ઓળખુ છુ , માનસી ના વિચારો મને ખ્યાલ છે. માનસી ને શુ જોઈએ શુ ના જોઈએ એ બધુ પણ ખ્યાલ છે, માનસી ની જીદ પણ ખબર છે , માનસી ને મનાવતા પણ આવડે છે અને હા ખાસ તો માનસી નુ આખુ ઘર મને ઓળખે છે તો આ ચાન્સ જવા દવ કે પૂછી લવ !!!

            ચાલ હવે હુ પૂછી જ લવ..

            માનસી મને એ કહે કે આ દુનિયા માં તને સૌથી વધુ કોણ ઓળખે છે ?

           અરે રવિ તારા સિવાય ક્યાં મને કોઈ ઓળખી કે સમજી શકે છે. માનસી એ કહ્યું.

          માનસી તારે એવો છોકરો જોઈએ છે જે તારા Mom Dad ની સાર સંભાળ લે બરોબર ?

       માનસી બોલી -  હા રવિ હા.. 

રવિ - તારે ખાસ તો એવો છોકરો જોઈએ છે જે તને સમજે , તારી જીદ ને સમજે , તને સપોર્ટ કરે અને ખાસ તો પોતાની જાત થી પણ વધુ વિશ્વાસ તારા પર કરે બરોબર ને ?
                
            એલ્યા રવિ તું આ બધુ શા માટે પૂછે છે ? મારા વિચારો કાઈ ઓછા છે કે તુ આ લઈને બેસી ગયો.
મને અત્યારે કશુ પણ સમજમાં નથી આવતુ કે હુ શુ કરુ ? એક તો હું અહીં મારા પ્રશ્નોના જવાબ ગોતી રહી છું અને તું મને તારા સવાલ ના જવાબ માં ફસાવી રહ્યો છે.

એટલી વાત કરતા રહે છે ત્યાં નાસ્તા નિલેશભાઈ ની દુકાન આવી જાય છે.

નિલેશભાઈ -  ઓહ હો હો જુગલ જોડી શુ વાત છે ? ઘણા બધા દિવસો પછી આજે તમે બંને નજરે આવ્યા.બોલો શુ ખાવુ છે ?
સમોસા , પકોડા , વડી , મસાલા બટેટા વડા ,  દાબેલી , વડાપાવ કે પછી તમારી ફેવરીટ સ્પેશિયલ ડીશ.

           અરે ઓ કાકા શુ તમે પણ. આવતા વેત સીધા દાબેલી પકોડા. શ્વાસ તો લેવા દો. તમારે તો બસ અમને ખવડાવી ખવડાવી જાડા કરી દેવા છે. રવિ હસતા હસતા કહ્યું.

નિલેશભાઈ -  હા બાપા હા. તમને બંને  જાડા જ કરી દેવા છે. સાવ બંને જણા સૂકી લાકડી જેવા છો. બોલો શુ ખાવુ છે?

રવિ - અરે કાકા અત્યારે કશું પણ ખાવુ નથી બસ હુ કહું એ પાર્સલ કરી આપો.

         રવિ ને જે લેવાનુ હતુ એ નિલેશભાઈ ને કહે છે અને નિલશેભાઈ એમને બધુ પાર્સલ કરી આપે છે. રવિ પૈસા આપીને બહાર જાય છે ત્યાં જ નિલેશભાઈ માનસી ને કહે છે .

         એ માનસી તું ક્યાં જાય છે ? આ ભૂમિ ( નિલેશભાઈ ની છોકરી ) ને સાથે લઈ જા ને.એમને બસ તારા ઘર ની બાજુ માં જ આવવાનું છે..

               આ સાંભળી રવિ ના પાડવા જાય જ છે ત્યાં જ માનસી કહે છે કે હા કઈ વાંધો નહીં આમ પણ અમે બે જ છીએ બાઈક માં. અમે ત્રણ આરામ થી આવી જઈશુ.
અને કઈ ચિંતા ન કરતા અમે ભૂમિ ને જ્યાં જવાનું છે ત્યાં  છેક ઘર સુધી મૂકી આવીશુ. ( રવિ નાખુશ દેખાઈ રહ્યો છે કારણ કે એને માનસી ને બધી વાત કેવી હતી)

           ત્રણેય જણા બાઈક પર જાય છે. રવિ ના મન માં બસ એક જ વિચાર છે કે મોડુ ના થઇ જાય તો સારું.હું માનસી મેં ક્યારે કહીશ મારા દિલ ની વાત. ( ભૂમિ ને જે ઘરે જવાનું હતું એ એક દમ માનસી ના ઘર ની બાજુ માં જ હતુ તો રવિ ભૂમિ ને ત્યાં ઉતારે છે અને માનસી અને રવિ ઘરે પહોંચી જાય છે )

           હજુ આમ તેમ વાત થઈ રહી હોય છે ત્યાં મહેમાન આવી જાય છે અને રવિ ને જે વાત જણાવવાની હતી એ અધૂરી રહી જાય છે.

           મહેમાન આવીને બેસે છે.એક બીજા જોડે ઓળખાણ કરે છે.માનસી રસોડા માંથી પાણી ભરીને આવે છે અને બધા ને પાણી આપે છે. માનસી બધા પાસેથી ગ્લાસ લઈને રસોડા માં જાય છે અને રવિ એની પાછળ રસોડા માં જાય છે.

એ સંભાળ ને માનસી મારે તને એક ખૂબ જરૂરી વાત કહેવી છે. રવિ એ કહ્યું.

માનસી - શુ યાર રવિ તું પણ તને અત્યારે સાંભર્યું વાત કહેવાનું  એમ કહી ને કામ માં લાગી જાય છે અને રવિ ને બહાર જવાનું કહે છે.

     માનસી બધા મહેમાન ને નાસ્તો પીરસે છે સાથે ચા લઈને પણ આવે છે.આશામાસી અને છોકરાના માતાપિતા વાતો ચિતો કરે છે. આખરે આશામાસી પેલા છોકરા ને એવું કહે છે કે તારે અને માનસી ને કાઈ વાત કરવી હોય તો તમે બંને વાત કરી શકો છો.

છોકરો હા પાડે છે.

આશામાસી - એ રવિ આમને માનસી ના રૂમ માં લઇ જા અને સાથે માનસી ને પણ કહેજે કે બંને જણા એક બીજા ને જે વાત કરવી હોય એ કરે.

        રવિ ઉદાસ ચેહરા સાથે પેહલા છોકરાને માનસી ના રૂમ માં લઇ જાય છે સાથે માનસી ને લેવા માટે પણ જાય છે.

       માનસી ચાલ તારા રૂમ માં પહેલો નમૂનો તારી રાહ જોવે છે અને એને તારી સાથે વાત કરવી છે એને. રવિ એ કહ્યું.

       અરે રવિ જે ડર હતો એ જ થયુ. કહી નહી જય બજરંગ બલી. વાત તો કરી લવ..જે થશે એ જોઈ લઈશુ.
એમ કહી માનસી અને રવિ  માનસી ના રૂમ માં જાય છે.
દરવાજા પાસે પહોચતા રવિ ત્યાં થી પાછો વળી જાય છે ત્યાં જ માનસી પાછળ થી કહે છે.
 
           " એ રવિ આજે મારી ખૂબ મોટી બધી પરીક્ષા છે. તારી આ માનસી ને બેસ્ટ ઓફ લક નહીં કહે ? "

           અરે હા બાબા બેસ્ટ ઓફ લક. અને જે વાત કરવી હોય એ બધી વાત કર.જે પૂછવુ હોય એ બધુ પૂછી લેજે. જરા પણ ઘબરાતી નહીં હો ભૂત. રવિ એ ધીમી સ્માઈલ આપતા કહ્યું.

          માનસી પોતાના રૂમ ની અંદર જાય છે. જેમ જેમ સમય જાય છે તેમ તેમ રવિ તો શ્વાસ વધતો જાય છે. વિચારો કરવા લાગે છે. આમતેમ ચાલવા લાગે છે.
ઘણો સમય વીતી જાય છે.

            માનસી રૂમ ની બહાર નીકળે છે એ જોતા જ રવિ માનસી પાસે ફટાફટ પહોંચી જાય છે અને માનસી ને પૂછે છે કે શું થયુ ? કેવો લાગ્યો છોકરો ? ગમ્યો કે ?

માનસી  - રવિ યાર મને છોકરો................

                                     ક્રમશઃ

આપના પ્રેમ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ...

અને હા જો તમને આ નોવેલ સારી લાગી હોય તો શેર કરવાનું ના ભૂલતા..

એક ખાસ નોંધ - હમણાં મારો Birthday આવી રહ્યો છે
( 07 -05 ના રોજ ) તો હું આપના માટે એક નવા જ પ્રકાર ની નોવેલ મારા Birthday પર Publish કરીશ. એ નોવેલ માં અનોખો રોમાન્સ , રોમાંચ , ભરપૂર પ્રેમ , રહસ્ય ,નવા નવા ટ્વિસ્ટ અને સાથે જ એક અદ્ભૂત પ્રકારનો પ્રેમ જોવા મળશે.જેમાં કોમેડી છે , હાસ્ય છે અને સાથે જ અલગ અલગ પ્રેમ ની વાતો છે. તો બસ તમારે થોડોક જ wait કરવો પડશે.

પણ પણ પણ નોવેલ ના નામ નો wait ના કરાવતા હુ આપને એ નોવેલ નુ નામ કહી આપૂ છુ.

So એ નોવેલ નુ નામ છે !!!!!

                  ? " નામ મેં ક્યાં રખ્ખા હે.."?

Thank U So Much All The Readers.
I really Thankful All Of You

                  ? Mr.NoBody.?

for More Updates..
My Instagram Id - i_danny7
Facebook page - Mr Danny
Facebook Id - Danny Limbani