Aryariddhi - 15 in Gujarati Love Stories by અવિચલ પંચાલ books and stories PDF | આર્યરિધ્ધી - ૧૫

Featured Books
Categories
Share

આર્યરિધ્ધી - ૧૫

આગળના ભાગ માં જોયું કે મૈત્રી અને મીના પર બે શખ્સો હુમલો કરે છે પણ મૈત્રી અને મિના તે બંને શખ્સો પર વળતો હુમલો કરી ને તે શખ્સો ને માત આપી દે છે ત્યાર બાદ પોલીસ તે શખ્સો ને અરેસ્ટ કરીને લઈ જાય છે. સાંજે વિપુલ અને નિમેશ ઘરે આવે છે ત્યારે મૈત્રી વિપુલ ને મોલ માં બનેલી ઘટના વિશે જણાવે છે અને મીના એ કઈ રીતે તે બદમાશો ની પીટાઈ કરી તે પણ જણાવે છે. ત્યાર બાદ નિમેશ મૈત્રી અને મીના ને જણાવે છે કે વિપુલ ને તેની કંપની માં બીજા ડીપાર્ટમેન્ટ માં જોબ મળી ગઈ છે. મૈત્રી આ સાંભળી ને ખૂશ થાય છે. હવે આગળ..

બીજા દિવસ થી દરરોજ વિપુલ અને નિમેશ એકસાથે ઓફિસે જવાનું શરૂ કરી દીધું. પછી તેમનો આખા અઠવાડિયા નો નિયમિત કાર્યક્રમ થઈ ગયો. સોમવાર થી શનિવાર સુધી ઓફીસ માં કામ અને રવિવારે બહાર ફરવા માટે જવાનું.

મૈત્રી તેના નવા જીવનચર્યા થી ખૂબ જ ખુશ હતી. હવે તે ક્યારેય ભૂતકાળ ના સમય ને યાદ કરીને દુઃખી થતી ન હતી. હવે તે આર્યા , વર્ધમાન કે તેના ભૂતકાળ ના આઇબી ના દિવસો ને યાદ કરતી ન હતી. 

પણ વિપુલ ક્યારેક મન માં જ વર્ધમાન ને યાદ કરી લેતો. વિપુલ માટે તેની અને વર્ધમાન દોસ્તી ભુલાવવી સહેલું ન હતું. તે તેના જીવ થી વહાલાં દોસ્ત ને ભુલી શકે તેમ નહોતો. પણ આ વાત નો કોઈને અહેસાસ થવા દેતો નહોતો.

વિપુલ ની જોબ શરૂ થયા ના બે અઠવાડિયા પછી મૈત્રી અને મીના એ સાથે મળી ને તેમના ઘર ની નજીક આવેલા બગીચામાં  નાના બાળકો ને કરાટે ની ટ્રેનિંગ આપવા નું શરૂ કર્યું. 

જેથી કોઈ બાળક ક્યારેય પણ કોઈ પણ પરિસ્થિતિ માં ગભરાઈ જવાના બદલે  પોતાનું આત્મરક્ષણ કરી શકે. અને આ રીતે મીના અને મૈત્રી પોતાનો સમય પણ પસાર થઇ ગયા ની ખબર પણ પડતી નહીં.

રિધ્ધી એ સ્કૂલ માં જવાનું શરૂ કર્યું  ત્યારે મૈત્રી અને મીના નું એકલાપણું પાર્થ દૂર કરતો હતો. પછી ધીમે ધીમે વર્ષો વીતવા ની સાથે પાર્થ અને રિધ્ધી મોટા થયા. તેમની સ્કૂલમાં જ્યારે પણ પેરેન્ટ્સ મીટીંગ હોય ત્યારે તે ચારેય જણ સાથે જ જતાં હતાં.

મીના અને નિમેશ ને પાર્થ અને રિધ્ધી ના કારણે ક્યારેય પોતાના સંતાન હોવાની જરૂરિયાત નોહતી જણાઈ. મૈત્રી અને વિપુલે  મીના ને બાળક માટે અનેક વાર સમજાવ્યા હતા પણ મીના એ માતૃત્વ ધારણ કરવા ની ના પાડી દીધી હતી.

પોતાના નો પ્રેમ રિધ્ધી ને જ આપવા માંગતી હતી. અને રિધ્ધી ના ઉછેર માં કોઈ કમી ના રહી જાય એટલે મીના પોતાના બાળક ને જન્મ આપવા માંગતી ન હતી. એટલે પોતાની વાત માં અડગ રહી હતી. છેવટે મૈત્રી એ પણ તેની વાત નો સ્વીકાર કર્યો.

હવે આજે પંદર વર્ષ પછી એક સવારે વિપુલ નાસ્તો કરી ને બેઠો હતો ત્યારે તેના ફોન પર એક અજાણ્યા નંબર પર થી કોલ આવ્યો. વિપુલે ફોન રિસીવ કર્યો તો સામે છેડે થી તેને પરિચિત અવાજ સાંભળ્યો.

તે અવાજ વર્ધમાન નો હતો. વિપુલ વર્ધમાન ના અવાજ પર થી સમજી ગયો કે વર્ધમાન અને આર્યા કોઈ મોટી મુસીબત માં છે. એટલે વિપુલ ઝડપ થી મૈત્રી ને બધી વાતો જણાવી સાથે નિમેશ તથા મીના ને કઈ પણ કહેવા ની ના પાડી અને મૈત્રી ને તૈયાર થઈ જવા માટે કહ્યું.

પણ મૈત્રી એ તૈયાર થઇ ને મીના અને નિમેશ ને બધી વાતો ટૂંકમાં કહી ને તેમની પાછળ આવવા માટે કહ્યું. વિપુલ અને મૈત્રી ઝડપથી વિપુલ ની કાર માં વર્ધમાને કહેલી જગ્યાએ જવા માટે નીકળી ગયા.

મૈત્રી એ પોતાની સાથે એક GPS ટ્રેકર રાખ્યું હતું અને તેનું રીસીવર નિમેશ ને આપી રાખ્યું હતું જેથી નિમેશ અને મીના તેમને શોધી શકે. વિપુલ ઝડપથી કાર ચલાવી રહ્યો. તે શક્ય એટલી જલદી વર્ધમાન પાસે પહોંચવા માંગતો હતો.

બીજી બાજુ નિમેશ અને મીના સમજી ગયા હતા કે ચોક્કસ વર્ધમાન ની સાથે વિપુલ પણ મુસીબત માં ફસાઈ ગયા છે અને તેમની સાથે રિધ્ધી અને પાર્થ નો જીવ પણ જોખમ માં હોઈ શકે છે. એટલે નિમેશ રિધ્ધી અને પાર્થ ને તેના મિત્ર સ્મિથ ના ઘરે મુકીને આવ્યો જે FBI ઓફિસર હતો.

રિધ્ધી અઢાર વર્ષ ની થઈ ગઈ હતી એટલે જ્યારે નિમેશ તેને અને પાર્થ ને મુકવા માટે હતો ત્યારે રિધ્ધી એ તેને વિપુલ અને મૈત્રી કયા છે એ સવાલ કર્યો ત્યારે નિમેશે જણાવ્યું કે તેઓ એક કામ થી બહાર ગયા છે. એટલું કહી ને નિમેશે વાત પૂર્ણ કરી દીધી.

ત્યાં સુધી માં તેઓ સ્મિથ ના ઘરે પહોંચી ગયા. રિધ્ધી અને પાર્થ ને નિમેશે ઘર માં જવા માટે કહ્યું. સ્મિથ ને ઘર ની બહાર બોલાવી ને નિમેશે બધી વાત ટુક માં જણાવી દીધી અને રિધ્ધી, પાર્થ નું ધ્યાન રાખવા નું કહી ને ત્યાં થી ઝડપથી નીકળી ગયો.

નિમેશ ને વિપુલ ની ખુબ જ ચિંતા થઈ રહી હતી એટલે તે પાછો ઘરે આવી ને મીના ને લેસર ગન અને પિસ્તોલ લઈ ને આવવા માટે કહ્યું. પછી તેઓ મૈત્રી એ આપેલા રીસીવર ની મદદ થી એ જગ્યાએ પહોંચી ગયા જ્યાં મૈત્રી નું છેલ્લું લોકેશન હતું.

ત્યાં એક જૂની ખંડેર થઈ ગયેલી એપાર્ટમેન્ટ હતું. નિમેશ અને મીના હાથમાં પિસ્તોલ લઈ ને કાર માં થી બહાર નીકળ્યા. એ એપાર્ટમેન્ટ ના બધા ફ્લોર ઝડપથી જોઈ લીધા પણ વિપુલ કે મૈત્રી બે માં થી કોઈ પણ ત્યાં જોવા મળ્યું નહીં.

એટલે નિમેશે  ફરી રીસીવર માં જોયું તો મૈત્રી નું લોકેશન એપાર્ટમેન્ટ ના પાછળ ના ભાગ માં બતાવતું હતું એ તરફ નિમેશ દોડી ને ગયો ત્યાં એક નાનું આઉટહાઉસ હતું. 

નિમેશ ત્યાં જઈને આઉટહાઉસ ની કાચ ની બારી ઓ માં જોયું અંદર નું દ્રશ્ય જોઈને તેનું હદય ના ધબકારા વધી ગયા. તે આઉટહાઉસ ની અંદર ખુરશી ઓ પર વર્ધમાન, વિપુલ , આર્યા અને મૈત્રી બંધાયેલા  હતા અને એમના શરીર પર બૉમ્બ બાંધેલા હતા.

તેમની સામે એક પુખ્ત વય નો છોકરો ઉભો હતો અને તે છોકરા ના હાથમાં એક રિમોટ હતું. નિમેશ ઝડપથી દોડી ને આઉટહાઉસ ના દરવાજા તરફ ગયો પણ અંદર જાય તે પહેલાં જ એક મોટો વિસ્ફોટ થયો.
 
એ વિસ્ફોટ નો અવાજ સાંભળી ને  મીના ઝડપથી દોડી ને આવી જોયું તો આઉટહાઉસ તૂટી ચૂક્યું હતું. ચારે બાજુ તેના ટુકડા વિખેરાઈ ગયા હતા. મીના એ નિમેશ ને શોધી જોયો તો નિમેશ ત્યાં થી થોડા અંતરે જખમી હાલત માં પડયો હતો.

મીના એ ત્યાં જઈને જોયું તો નિમેશ બેભાન થઇ ગયો હતો. મીના એ તેના ચહેરા પર પાણી નાખીને ભાન માં લાવી. જેવો નિમેશ ભાન માં આવ્યો એટલે ઉભો થઇ દોડી આઉટહાઉસ ના કાટમાળ પાસે ગયો પણ ત્યાં તેને કોઈ ના શરીર નો એક ટુકડો પણ જોવા મળ્યો નહીં.

નિમેશ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. તેને લાગ્યું કે જો તે થોડા વહેલો આવ્યો હોત તો વિપુલ અને મૈત્રી બચી જાત...

વર્ધમાન અને આર્યા બંધી ની હાલત માં કેમ હતા ? જે છોકરા એ બૉમ્બ ના રિમોટ થી વિસ્ફોટ કર્યો તે કોણ હતો ? નિમેશ રિધ્ધીને વિપુલ અને મૈત્રી વિશે શું કહેશે?  જાણવા માટે વાંચતાં રહો આર્યરિધ્ધી...

આ નોવેલ અંગે આપના કિંમતી પ્રતિભાવ મારા whatsapp નંબર 8238332583 પર મને આપી શકો છો.