--------------------બંધ આંખોનો પ્રેમ 3-----------------
'Hi ' શબ્દોથી શરૂ થયેલી વાતચીતમાં મેં મારી તમામ વાસ્તવિકતા કહી દીધી.મારું વર્તમાન , મારી ઘરની વર્તમાન પરિસ્થિતિ , મારો લખવાનો શોખ , મારા પરિવારની બહેનો , માં બાપ તમામ મારા મગજમાં રમતી હૃદયમાં તરતી વાતો મૂકી દીધી અને મારા ખુદના જિંદગીના સપનાઓ...
તમામ વાત તો મેં કરી લીધી પણ હું એ સમજી ન શક્યો કે મારાથી કોઈ અંગત મિત્રને કહી શકાય એવું બધું ઝીલ સામે કેમ બોલાઈ ગયું, કોઈ ફિલ્ટર નઇ, સીધી બાત નો બકવાસ જેમ! આટલું બધું બોલ્યા પછી 1 મિનિટ તો શાંત વાતાવરણ , બહાર ઘરના સભ્યો એક બીજા જોડે વાતો કરતા જેનો શોર બકોલ , મારી રૂમમાં પંખાનો ધીમો કરકશ ભર્યો અવાજ અને મારા શ્વાસની ધીમી ગતિનો અવાજ મારા કાનમાં સંભાળાયો , આટલી શાંતિ છવાઈ ગઈ , પછી મને થયું કે આટલુ મેં તો કઈ દીધું પણ છોકરીના મનમાં પણ કઈંક હશે ,એ કેમ સવાલ નથી કરતી..
મેં જેવું ઝીલ સામે જોયું તો એ એની આંગળીઓ સાથે રમતી હતી, જેમ તમામ છોકરીઓ વિચારતા વિચારતા હાથની આંગળીઓથી રમેં એમ!
હું સમજી ગયો કે કઈંક તો સવાલો હશે પણ છોકરી એ આટલું મારુ સાંભળ્યું પણ મેં એને પૂછ્યું જ નથી !પછી જ્યારે હું હજુ પૂછવા જ જતો હતો કે બેવ એકસાથે બોલ્યા! પછી પાછા બેવ ચૂપ, પછી એને જ કીધું કે તમે બોલી લ્યો!
મેં તો પૂછ્યું કે, જે સવાલ પૂછવા હોઈ એ પૂછી લે, મનમાં કંઈ રાખવું નહીં,આગળ ભણવું , જોબ , પ્રેકટીસ કઈ પણ!
બસ, આટલું હું બોલવાનું પૂરું કરું ત્યાં તો એને જ કીધું કે આગળ ભણવું તો છે પણ જે પ્રોફેસન પસંદ કર્યું છે એમાં આગળ વધવું છે, જોબ પણ કરવી છે, તો શું મેરેજ પછી જોબ કરી શકું ?
આ સાંભળતા જ સેકન્ડના સેકન્ડ ભાગમાં આવેલા વિચારો અને ગુસ્સો મનમાં રમતા હતા, સમાજની બેવડી નીતિ કે જેમાં પરુષોને સંપૂર્ણ સ્વતંત્રતા હોઈ , સ્ત્રીઓને ભણવા સુધીની સ્વતંત્રતા ખરી પણ ત્યારબાદ ની સ્વાંતંત્રતા પુરુષો પાસે હોઈ ! આવુ ના હોવું જોઈએ , સ્ત્રીઓ પણ પોતાના પ્રોફેસન માટે એક વિશેષ અભ્યાસ કરે છે તો એમની પણ ઈચ્છાઓ હોઇ , સપનાઓ હોઈ ...પણ મને ગુસ્સો એ વાતનો હતો કે છોકરીઓને આ સવાલ પૂછવો પડે એ કેવી માનસિકતા સમાજમાં હશે એની નિશાની છે, કોઈક પાસે માંગણી કરવી પડે એનો મતલબ એ નક્કી કરવાનો અધિકાર શું માત્ર પુરુષોને જ છે?
આ બધું વિચારતા વિચારતા મેં ઝીલની આંખો જોઈ ,જાણે એને આ જ એક સવાલ વધુ પરેશાન કરતો હશે એવું દેખાતું હતું , મેં એની આ અધીરાઈ બીજી જ સેકન્ડે જવાબ આપી સમાપ્ત કરી દીધી..મેં કીધું કે, તને તું જે ભણી છો , જેનું તારી લાઈફમાં મહત્વ છે એ હું જાણું છું, તારું પ્રોફેસન તે પસંદ કર્યું છે અને તને છૂટ છે ,તારે જોબ કરવી હોય ,કાઈ પણ કરવું હોય..
પણ મેં સાથે એ વાસ્તવિકતા પણ કીધી, પ્રોફેસન અને પરિવારની જવાબદારી બંને બેલેન્સ રાખી આગળ વધવું પડશે એમાં મારી તરફથી તને સંપૂર્ણ સમર્થન છે..બસ, એની આંખમાં મારો જવાબ સાંભળી એક ચમક મને દેખાઈ ગયેલી..મનોમન હું સમજી જ ગયેલો આ રિપોર્ટ કાર્ડમાં મને ફૂલ માર્ક્સ મળી જ ગયા છે.
પછી મેં ફરીથી એક વાર પૂછ્યું , કાંઈ પણ મનમાં સવાલ કે શંકા હોઈ એ પૂછી લે જે..એને એ જ સેકન્ડે જવાબ આપ્યો કે ,બધું તો તમે કઇ જ દીધું છે , હવે મારે કઈ જ પૂછવાનું નથી.
હું મોઢે મોઢ એને મારી તો 'હા' જ છે એમ કહીને (બેવ હાઈટમાં ઊંટ જેવા ઊંચા છીએ)? એટલે મેં એને કીધું કે મારે તારી હાઈટ કેટલી છે એ જોવી છે ! મારી બાજુમાં ઉભી રે હું જોઈ લવ!
ખબર નહીં, આ હું બોલ્યો અને આવી રીતે મેં હાઈટ મેં પૂછી અને પાછું બાજુમાં ઊભી રહે એમ માપી પણ ખરા! આ વાત આજે પણ વિચારું તો હસવું આવે કે આવું મોઢે મોઢ 'હા ' પાડવું અને હાઈટ માપવી આવું ગાંડપણ મેં કરેલું!! પણ આ ગાંડપણ જેવી જિંદગીમાં થોડી મુર્ખતા હોઈ તો જ મજા છે એટલે મેં કોઈ ફિલ્ટર વગર આ ઘટના અહીં લખી છે , મારે નિખાલસ રહેવું છે જેવી ઘટના ઘટી એ જ સંપૂર્ણ પણે લખી છે..
મને તો ઘરે ગયો ત્યારે ખબર જ હતી જવાબ 'yes' જ આવશે ભલે મારી કોઈ પણ વર્તમાન પરિસ્થિતિ હોઈ ! અને એવું જ થયું થોડા દિવસોમાં જવાબ પણ આવી ગયો..
શરૂઆત હતી આ બંધ આંખોના પ્રેમની , બાકી એક વર્ષમાં સાથે વિતાવેલી , જીવેલી ક્ષણોથી આ સંબંધ વધુ ઊંચાઈ પામતો જાય છે..
------------------બંધ આંખોનો પ્રેમ --------------------
ઝીલ સાથે વાતચીત કરવા જતાં પેહલાં પપ્પાએ મને કિધેલું જે વાત એક નવું સાહસ આપ્યું મને!!
પપ્પા !!
મારા તમામ વિચારોમાં એમનો પ્રભાવ હોઈ પણ નિર્ણય હું મારા વિચાર અને મનોમંથનથી લવ છું , મને એમની કોઈ વિચારધારાથી અણગમો હોઈ તો તરત જ જણાવી દવ છું આટલી નિખાલસતા અમારા વચ્ચે છે , હા, થોડા કડવા શબ્દો એમને ઘણી વાર મોઢા પર જ કહી દવ છું પણ આજે એક એમની કીધેલી વાત તમામ યુવાનોને કહેવાની ઈચ્છા થાય છે.આજકાલ સબંધો કરવામાં ખોટું બોલવું , ખોટું કહેવું, ખોટી જમીનો કે ઘર , ધંધાના હવાતિયાં મારવાથી સબંધ બની પણ જાય પણ શું એમાં એ પ્રેમ , લાગણી રહેશે, ખોટું ગમે તેટલું ઉપર જાય પણ એ એક વાર તો જમીન પર પટકાશે જરૂર!
ખાસ વાત બીજી એ કે, છોકરીવાળાઓએ ઘર, ગાડી , પ્રોપર્ટી , ધંધો જોવા કરતા છોકરો કેવો છે ? , એનામાં લાયકાત વિકસાવવાની ક્ષમતા છે? , કંઈક નવું કરવાનું સાહસ છે? આવું જોઈ રિપોર્ટ કાર્ડ બનાવવું જોઈએ.
ઝીલ સાથે વાતચીત કરવા જતાં પેહલાં પપ્પાએ મને કિધેલું કે , " તારુ કે આપણાં ઘરનું કાંઈ પણ છુપાવતો નહીં, દંભ રાખવાથી કશું મેળવી નઇ શકાય અને કદાચ મેળવી લો તો પણ એ સંબંધ કયારેય પૂર્ણ નહિ થાય, જો તારામાં અને તારા વર્તમાનમાં એક સાચ હશે તો એ લોકો કે છોકરી ઓળખી જ લેશે , તારી વર્તમાન સ્થિતિ , તારા ખુદનો વિકાસ કેટલો, જીવનના તારા ભવિષ્ય વિશે તારા વિચારો સાચા જ કહેવાના ,કાંઈ પણ છુપાવતો નહીં કે વધારીને બોલતો નહીં, બાકી કોઈના નસીબનું કોઈ લઈ નથી જવાનું ,તારી પ્રામાણિકતા સામે નિયતિ ઝુકસે તારી સામે , સંઘર્ષ વધશે પણ તું એવો બનીશ જે તું ખુદનો હોઈશ, ઉધારનું કાંઈ નહીં હોય એ જ સાચું વ્યક્તિત્વ "