જય શ્રી કૃષ્ણ મિત્રો...(માફ કરજો મિત્રો મારાથી ભૂલ થઈ ગઈ હતી તમને એ જણાવાનું રહી ગયું હતું...કે સંજના રાહુલ સાથે એના ઘરે ઈન્ટરનેટ connected કરાવેલું હતું એના દ્વારા એ લેપટોપ માંથી ફેસબુક પર વાત કરતી હતી... મિત્રો આ ભૂલ માટે હું તમારી પાસે માફી માગું છું)આગળ નાં ભાગ મા આપણે જોયું કે રાહુલ સંજના સાથે messages પર વાત કરે છે...પોતાના ફોન થી... સંજના એને નંબર પણ આપી દે છે... પણ હવે રાહુલ વિચારે છે કે સંજના સાથે ફોન પર વાત કેવી રીતે કરું ?કેમ કે રાહુલ ને સંજના નો અવાજ સાંભળવો હોય છે...હવે આગળ...
.
.
.
.
.
.
એક દિવસ બંને એક બીજા સાથે message પર વાત કરતા હોય છે... ત્યારે રાહુલ સંજના ને કહે છે... સંજના મારે તારા સાથે ફોન પર વાત કરવી છે....
.
.
.
.
સંજના પૂછે છે કે કેમ?રાહુલ કહે છે કે મારે તારો અવાજ સાંભળવો છે...આટલા સમય થી મિત્ર છે તો વાત તો કરવી જોઈએ કે નઈ....
.
.
.
સંજના કહે છે કે વાત તો મારે પણ કરવી છે વાત તો તારી સાચી છે... વાત તો કરવી પડે...પછી રાહુલ પૂછે છે કે હું તને ફોન કરું?...
.
.
.
.
.
સંજના કહે છે કે હા કરને એમાં શું?...રાહુલ સંજના ને ફોન કરે છે... ફોન ની રિંગ વાગે છે... ને સંજના ફોન ઉઠાવે છે....
.
.
.
.
.
રાહુલ કહે છે...hi સંજના.... કેમ છે...અને સંજના જેવું બોલવાનું ચાલું કરે છે...એવો રાહુલ હૃદય નો એક ધબકારો ચુકી જાય છે... એને સંજના નો અવાજ એટલો બધો ગમી જાય છે... કે અડધો પ્રેમ તો એને ત્યારે જ થઈ જાય છે.... બસ એ વાત કરતો જાય છે સંજના સાથે.. એ સંજના ને પૂછે છે કે...તું આટલી ફ્રી થઈને મારા સાથે કેમની વાત કરી શકે છે?તને ઘર માં કોઈ બોલતું નથી?...
.
.
.
.
.
.
.
તો સંજના કહે છે કે મારા પરિવાર ને બધું જ ખબર હોય છે.. કે એ એના મિત્ર સાથે જ વાત કરતી હોય છે.... બીજું કોઈ તો હોય નહીં...રાહુલ કહે છે કે.. સારું કેવાય તને કે તું આવી રીતે વાત કરી શકતી હોય તો...તને એવી freedom મળે છે તો સારું કેવાય....પછી બંને એક બીજાના હાલ ચાલ પૂછે છે...રાહુલ કહે છે કે હું જમીને બહાર ચાલવા માટે આવ્યો છું...મારા બીજા મિત્ર સાથે... બસ આવી થોડી વાતો કરીને ફોન કટ કરી દે છે...
.
.
.
.
.
.
ફોન કટ કર્યા પછી બંને એકબીજાને message કરીને વાત કરે છે...બંને એક બીજાને કહે છે...કે બહુ સારું લાગ્યું તારા સાથે વાત કરીને...રાહુલ સંજના સાથે વાત કરીને તો ખબર નઈ એને તો શું થઈ ગયું હતું જાણે બસ સંજના નો અવાજ જ સાંભળ્યા કરે એને તો બસ એ જ જોઈતું હતું...ના જાણે એને કેમ એવું તે સુ હતું સંજના ના અવાજ માં જેને રાહુલ સાંભળીને બસ એનામાં જ ખોવાઈ ગયો હોય છે....
.
.
.
.
.
.
.
રાતે જ્યારે સંજના અને રાહુલ એક બીજાને શુભરાત્રી કહીને સુવા પડે છે... તો સંજના તો સુઈ જાય છે.. પણ રાહુલ .....રાહુલ ને ઊંઘ નથી આવતી...એતો બસ સંજના નાં અવાજ માં ખોવાઈ ગયો હતો.... બસ એનો અવાજ એના કાન માં ગુંજયા કરતો હતો... એને બહુ જ સારું લાગી રહ્યું હતું.... અને વિચાર કરતો હતો કે આ બધું શુ થઈ રહ્યું છે... હું કેમ બદલાઈ રહ્યો છું...રોજ કેટલી બધી છોકરી ના અવાજ સાંભળું છું...પણ આજે અચાનક મને કેમ એવું થઇ રહ્યું છે....
.
.
.
.
.
.
રાહુલ તો જાણતો નતો પણ એનું મન જાણી ગયું હતું કે રાહુલ ને સંજના સાથે પ્રેમ થઈ ગયો છે.....
.
.
.
મિત્રો..તમને એમ લાગતું હશે કે પ્રેમ આવી રીતે કેમનો થઈ શકે છે કે..જે લોકો એ એકબીજાને જોયા નથી ...એમને એકબીજા સાથે પ્રેમ કેવી રીતે થઈ શકે છે...પણ પ્રેમ તો મન થી થાય છે... ને આગળ સંજના અને રાહુલ ને આવો જ પ્રેમ થવાનો હતો એક બીજા સાથે એતો એ બંને પણ જાણતાં ના હતા....
.
.
.
શું રાહુલ પોતાનાં મન ની વાત જાણી શકશે?કે એ સંજના ને પ્રેમ કરે છે? શું સંજના ને રાહુલ સાથે પ્રેમ થશે?કે પછી સંજના ની જિંદગી માં કોઈ બીજી વ્યક્તિ છે?જાણવા માટે વાંચતાં રહો..જીવન નો સંગાથ પ્રેમ....મિત્રો મારી કોઈ ભૂલ હોય તો માફ કરશો...મને તમે ચેટ બોક્સ માં પણ કહી શકો છો ...કોમેન્ટ પણ લખી શકો છો....ને રેટિંગ આપવાનું ચુકતા નહીં....
.
.
.
તમે મને instragram પર પણ follow કરી શકો છો.. surbhi parmar.581 પર....ધન્યવાદ મિત્રો...,?