Hereditary love - 5 in Gujarati Fiction Stories by આર્યન પરમાર books and stories PDF | વારસાગત પ્રેમ ( ભાગ ૫)

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

વારસાગત પ્રેમ ( ભાગ ૫)


પાછળના ભાગમાં આપણે જોયુ કે પંચાયતની સભા મોકૂફ રાખવામાં આવી કારણ ? આરોપો ગંભીર હતા અને આરોપોની છાનાવણી કર્યા વગર કોઈપણ ચુકાદો આપી શકાય એમ નહોતો, સભા તો મોકૂફ કરાઈ પરંતુ શંકર અને શશીકાંતના વાર્તાલાપ વચ્ચે લક્ષ્મણકાકા પણ જોડાયા ,વાર્તાલાપ ઉગ્ર હોય એમ જણાયું એટલે લક્ષ્મણકાકા એ સાંભળી લેવાનું વિચાર્યું પરંતુ શંકર એવી કોઈક વાત જણાવા જઇ રહ્યો છે જે પંચાયતમાં નથી કરવામાં આવી શાયદ વાત જણાવી શકાય એવી નહિ હોય અથવા બીજા આરોપો વચ્ચે ક્યાંક અટવાઈ ગઈ હશે.

આ શી વાત હશે ? તે જાણવા આગળના ભાગમાં જવું પડશે તો ચાલો....

વારસાગત પ્રેમ ( ભાગ ૫)

શંકરના હાવભાવ જોઈને લક્ષમણકાકા પારખી ગયા કે કોઈ અગત્યની વાત જરૂર છે,શંકર એ પણ વાતની શરૂઆત કરતા પહેલા કહ્યું, " લક્ષ્મણકાકા હું તમને જણાવું છું તે વાત કરતા મને થોડો સંચોચ અનુભવાય છે પરંતુ કરવી પડે એમ છે, સામે પક્ષે લક્ષ્મણકાકાએ પણ શંકરની વાતનું સન્માન કર્યું, " બોલ બેટા બોલ હું સાંભળીશ અને શી ખબર આ જ વાત અમને ચુકાદામાં પણ મદદરૂપ બને,શંકરે માથું ધુણાવ્યું અને હા કહેતા વાત શરૂ કરી !
લક્ષમણકાકા વાત જાણે એમ છે કે આજથી એકાદ મહિના પહેલા,
એ દિવસ બુધવાર હતો એટલે મારે કામથી બીજે ગામ જવાનું થયું,દરેક બુધવાર હું મારા કામથી અન્ય ગામમાં જતો પણ ભગવાન ને કરવા એ દિવસ બસ મળી નહિ એટલે મેં જવાનું બન્ધ પડ્યું,
સમય સવારનો ૧૦:૦૦ વાગ્યાનો હશે હું ફરી પાછો મારા ઘર તરફ આવી ગયો,
હરરોજ કરતા આજનું વાતાવરણ મને થોડું અજુગતું લાગ્યું છતાં મેં મનમાં વિચાર્યું કે દિવસ બગડેલો હશે.
ઘરના આગળના ભાગમાં દરરોજ તુલસીના છોડને પાણી રેડાતું પણ આજે આપવાનું રહી ગયું હશે એવો મેં અંદાજો લગાવ્યો,
દાદર ચઢીને ઠીક જમણી બાજુ એક રાખેલા પગરખાનામાં પગરખાં મુકવા જતા અચાનક જ મારી નજર જોડા પર ગઈ,આશ્ચર્ય સાથે થયું આ પગરખાં મારા તો નથી.
કોના હશે?
પણ મેં અવગણીને દરવાજો ખટખટાવ્યો,
થોડો સમય ઉભો રહ્યો પરંતુ કોઈ અણસાર ન જણાતા મેં ફરીથી એક વખત પ્રયાસ કર્યો,રોજ તો નંદિની દરવાજાને મારા એક જ ટકોરા પર ખોલી દેતી કોઈપણ કામ પડતું મૂકીને
પણ આજે શુ હશે ? કદાચ ન્હાવા ગઈ હશે એવુ મેં વિચારી ઉતાવળ ન કરી,
થાક ગણો હતો એટલે રહેવાયું નહિ,બાજુમાં રહેતા જીવી માસીને ત્યાં ગયો,
તેમણે પાણી આપ્યું અને જમવાનું પણ પૂછ્યું પણ મેં સીધા જ કહ્યું કે ના ના માસી...ઘરે બનાવ્યું હશે નંદિનીએ ! અને ઉમેરતા મેં કહ્યું હું ઘરે જ ગયો હતો પણ કદાચ નંદિની નહાવા ગઈ લાગે એટલે દરવાજો ખોલ્યો નહિ.
ના ના બેટા નહાઈ તો તેણે લીધું છે,
જીવી દાદીએ જવાબ આપ્યો.
હું થોડો મુંજાયો પણ વળતો જવાબ આપ્યો કે કદાચ જમવાનું બનાવતી હોય એવું બને ને ?
હા બેટા એવું બની શકે.

( શંકરના ચહેરા પર દેખાતી મૂંઝવણ અને ચિંતા સ્પષ્ટપણે દેખાઈ રહી હતી જેને પારખીને કદાચ જીવી દાદીએ જવાબ આપ્યો હોઈ શકે )
અને
મને ચિંતા વધારે હતી એટલે ત્યાંથી રજા લેવાનું સ્વીકાર્યું અને દાદીને કહ્યું, " આભાર તમારો દાદી હું રજા લઉં અને મેં પોતાના ઘર તરફ જવા માટે ડગલાં મંડ્યા.

(થોડી ચિંતા તો સ્પષ્ટ શંકરના ચહેરા પર જણાઈ જ રહી હતી કે શું હશે ?
કારણ કે અગાઉ પણ આવું જ એક વખત બની ચૂક્યું હતું,
તે દિવસની યાદ હમણાં જ શંકરના વિચારોમાં છવાઈ હશે.)

આગળ ઉમેરતા શંકર એ વાત આગળ વધારી ,
કાકા વાત જાણે એમ હતી કે, કોઈક પ્રસંગ હતો નંદિનીના પિતાના ઘરે આમંત્રણ તો નહોતું પરંતુ નંદિનીએ જીદ પકડી કે એને જવુ જ છે,હું પણ પોતાના કામમાં વ્યસ્ત હોવાને કારણે જવાનું શક્ય બન્યું નહિ.
નંદિનીની જીદ અડગ રહી અને ઘરનો દરવાજો બંધ કરીને રસોડાને લગીને જ એક પંખા પર પોતાના સાડીના પાલવની ગાંઠ મારીને લટકવા જઇ રહી હતી,
એ સમયે તો મેં સાવચેતી દાખવી કઈક થતા અટકાવી દીધી પરંતુ આજે શુ હશે ?
એ જ વિચાર મારા મનમાં છવાયેલો હતો,
હું ફરી પાછો પોતાના ઘર તરફ આવ્યો અને દરવાજો ખટખટાવ્યો,
ફરીથી મારી નજર એ જ મુકેલા જોડા અને ઘરના અવ્યવસ્થિત વાતાવરણ પર હતી.
ફરીથી થોડો સમય રાહ જોઈ પરંતુ કોઈ અણસાર આવ્યો નહિ, મારા ધીરજના શ્વાસ રૂંધાઇ રહ્યા હતા થોડો ગુસ્સો થોડી ચિંતા થોડી મૂંઝવણમાં મુકાયો એટલે મેં વિચાર્યું પાછળના ભાગમાં જે બારી છે એ બાજુ જઈને જોઈ લઉ શુ હશે એવું,
હું ઝડપથી ત્યાં પહોંચ્યો અને જોતા જ મારી આંખ આડે કાન થઈ ગયા.
લક્ષમણકાકા હું તમને કેવી રીતે વર્ણવુ.
બીજા ત્રીજા નંબરના સળિયા પરથી મારો હાથ છટકી ગયો અને મને ભાન ન રહ્યું,
એક એક આંસુ મારુ મને આજે અફસોસ કરાવી રહ્યું હતું.

ક્રમશ :