(ગતાંક થી શરુ)
"હા, આજ ના જમાના માં આવા છોકરા હોવા એક સારા કર્મ ની વાત છે... કંઈક સારા પુણ્ય કર્યા હશે કે, આપણ ને કિશન જેવો પુત્ર મળ્યો..."
આ બધું સંભાળી ને ખુશી ફરી પોતાના માઁ - બાપ ને યાદ કરી ને રડવા લાગે છે... અને પોતાની વિચાર વાયુ માં ખોવાય જાય છે...
"(મન માં) મેં શું આપ્યું મારાં માઁ - બાપ ને? જસ્ટ હર્ટ? કેટલું કર્યું છે મારાં માઁ - બાપ એ મારાં માટે... ઉભાઉભ સારી કૉલેજ માં એડમિસન માટે પપ્પા એ સીધી પોતાની એફ - ડી તોડાવી હતી... ને મેં એમને શું આપ્યું? એક બાર ના છોકરા માટે હું કઇ વિચાર્યા વગર ચાલી નીકળી... "
ફરી આ જ વિચારો માં ખુશી ને સામે બેસેલા અંકલ આંટી ની વાતો સંભળાય છે...
"લગ્ન ની વાત માં પણ કિશન આપણ ને પૂછે છે... હજુ સુધી એણે છોકરી આપણા માટે પસંદ નથી કરી... આપણી જે પસંદ હશે એમાં જ એની હા હશે એવુ કહી રહ્યો હતો..."
"હા, કિશન ના પપ્પા મેં પણ કિશન ને પૂછવા ની ટ્રાય કરી હતી અને કહ્યું કે, અહીં કોઈ સારી છોકરી હોય અને તને ગમતી હોય તો તું વાત કરી શકે છે... છતાં એની ના જ હતી કે, તમે જ કહેશો અને જેની સાથે કહેશો હું તેની સાથે જ લગ્ન કરી લઈશ... "
આ બધું સાંભળતા જ ખુશી બહું જ રડવા લાગે છે... અને પોતાની જાત ને બહું જ કોસે છે...
"(મન માં રડતા રડતા ) સૉરી ડેડ્ડી સૉરી મમ્મી... બહું જ ખોટું કરી નાખ્યું... મારે રેવું જ ના જોઈ એ... મારે મરી જવું છે... હું નહીં જીવી શકું... મેં મારાં પેરેન્ટ્સ સાથે બહું જ ખોટું કરી નાખ્યું છે..."
આ જ વિચારો માં ખુશી એટલી રડવા લાગે છે કે સામે બેસેલા અંકલ આંટી ને પણ ખ્યાલ આવી જાય છે કે કંઈક પ્રોબ્લેમ માં છે ખુશી... અને તેની સાથે વાત કરવા ની ટ્રાય કરે છે...
"બેટા !! કેમ રડે છે? કઇ થયુ છે?"
"ના, આંટી... બધું ઠીક છે..."
"તો આટલી બધી કેમ રડે છે?"
"એ તો તમારી વાત સંભાળી ને મને જરાં મારાં પેરેન્ટ્સ ની યાદ આવી ગઈ એટલે..."
"ઓહહ!! ઠીક છે... આ લે... પાણી પી લે... "
"ના ના આંટી પાણી તો છે... "
"ઠીક છે... તું ઘરે ફોન કરી લે... આટલી બધી યાદ આવે છે તો !! એ લોકો પણ તને યાદ કરતા હશે... "
"હમમમ... "
આગળ કઇ બોલી શક્તિ નથી અને ફર પાછી વિચારો માં ખોવાય જાય છે... અને હાથ માં મોબાઈલ લે છે...
"(મન માં) શું કરું? ફોન કરું? કરીશ તો ખીજાશે અને પૂછસે... અને પૂછશે તો શું જવાબ આપીશ કે ક્યાં હતી હું!! શું કામ આ રીતે કીધા વગર જતી રહી... એક તો પપ્પા ને હાર્ટ ની બીમારી..."
આ જ વિચાર માં ખુશી ફરી મોબાઈલ મૂકી દે છે... અને ટ્રેન પણ ઉભી રે છે... ત્યાં બારી ની બહાર ખુશી ની નજર જાય છે... ત્યાં એક બેન પોતાની નાની દીકરી જે લગભગ પાંચ વર્ષ ની હોય છે તેને તેડી ની ઉભા હોય છે... અને ખૂબ જ લાડ કરતા હોય છે... પહેરવેશ ઉપર થી તો બહું કઇ પૈસા વાળા ઘર ના લાગી નથી રહ્યા હોતા પણ માઁ - દીકરી વચ્ચે નો પ્રેમ ને ક્યાં પૈસા નળવા ના...
માઁ પોતાની દીકરી ને વહાલ ના દરિયા માં નવડાવતી હોય એ રીતે તેડી ને એને ખૂબ જ લાડ કરે છે... આ બધું ખુશી જોઈ રહી છે અને પોતાના વિચારો માં ફરી...
(વધૂ આવતા અંકે)