SENMI - 1 in Gujarati Short Stories by Rohit Prajapati books and stories PDF | સેનમી - ભાગ ૧

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

Categories
Share

સેનમી - ભાગ ૧

“સેનમી-ભાગ ૧”

સુંદર સુંદર કોતરામણીઓથી ભરેલું ઘર કોઈએ જોયું છે? આમ ભાત ભાતના હાથી ઘોડા ને આમ ચારેય બાજુએ મહેંદીની ભાત્યો પાડી હોય એવું મારી સોનલ બેનનું ઘર. સોનલ બેનનો જનમ થયો એ દહાડે જ એના બાપા શંકરે એલાન કર્યું કે ભાઈ સેનમાંનું ઘર છે પણ જે મારે ઘેર આવીને મારી લાડકીને રમાડશે એને ચોખા ઘી ના લાડુ ખવડાવીશ. પણ એમ કોઈ આવતું હશે કે? સોનલની માં કંકુએ તો ગળું ફાડી ફાડીને કીધું હતું કે ના બગાડો ચોખા ઘી માં રૂપિયા આ તો શાવકારોનું ગામ છે. આમ કંઈ જ્યાં ચોખું ઘી ભાળે ત્યાં ના જઈને બેસી જાય. અને શંકરદાદાનું મન માળવે ચડીને નાચતું હતું એ ફસકો થઈને એજ માટીના ઘરના છેલ્લા ઓરડામાં આંસુ પાડતું બેઠું.

“આપણે હું ગુનો કર્યો હશે સોનલની માં,આપણો જનમ આ સેનમાના કુળમાં થયો એજ કે? આપણે કપડા એમના કરતા હારા પેરીએ, આપણે ચોખાય એમના કરતા હારા રહીએ, ભણતરય હાળું એમના કરતા આપણા ઘરમાં વધારે, તો આપણે પાછા ક્યાં પડીએ સોનલની માં?” ડુસકા લેતા લેતા શંકરના મોમાંથી બળાપો નીકળ્યો.

“કંઈ ભણતર ને ચોખાઈ થી તમારું કુળ નાં સુધરે સોનલના બાપુ, એના માટે તો કોક શવકારના ખોળીએ જનમ લેવો ઘટે. બાકી જો ચોખાઈ અને ભણતરથી માપ લેવાતા હોતતો તમનેય પાંચમાં બેહવાનો મોકોય મળત ને મંદિરના બારણે ઓલો પુજારી આપણી જાતી માટે પહેરોય ના ભરતો હોત.” પાણીયારાની બાજુમાં રહેલો માટીનો ચૂલો ફૂંકતા ફૂંકતા કંકુ બોલી.

કંકુ જાતથી નીચી હશે પણ ખુમારીથી નહી હોંકે? એને કોઈ સેનમી કહી જાય તો એ ખમી લેતી પણ ભીખારી કે ગરીબડી કે તો એનું મોઢું જ તોડી નાખતી. ઘણીય વાર શંકર ને કંકુમાં આ જ વાતને લઈને બખેડો રહેતો. શંકર એમ માનતો કે આપણે નીચી જાતિના,આપણે ગરીબ અને આપણે સૌની દયાના હકદાર. જયારે કંકુ કહેતી,”સેન્મી છું તો હું થયું,બે હાથ ને પગ મારેય છે ને એમનેય છે.એ એમની પચા (પચાસ) વીઘા જમીન ખેડી ખાતો હોયને ગામનો પટેલ હોય તો એના ઘરનો, અહી તો હું જ મારા ઘરની પટેલ ને પટલાણી બેય. એ એના ઘરે ખુશ તો હુંય કંઈ દુખી તો જરાયે નથી. કંકુને શંકર બે ય અલગ અલગ પાટાની ગાડીઓ હતી પણ જતી એક જ ઠેકાણે,બંનેનું ધ્યાન કંકુના ભણતરથી ભરપુર ભવિષ્ય પર હતું. અને એટલે જ તો સોનલના જનમ પછી કંકુએ તરત કહી દીધું હતું, “જુઓ બેબલી ના બાપા,મારે મન વસ્તાર નામે કોઈ છે તો આ સોકરી જ છે. હવે વધારે આશા ના રાખતા. મારો દીકરોય આ ને દીકરીય આ.”

“કેવી નાની વાત કરી તે બેબલીની માં, તે તો હમણાં નક્કી કર્યું,પણ મેં તો તું પેટથી હતી ત્યારથી જ મનોમન નક્કી કરી રાખ્યું હતું, માતાજી જે આલે એ પ્રસાદ. લક્ષ્મી તો લક્ષ્મી ને દેવનો દીકરો આલે તો દેવ. તું ચિંતા ના કર. આ જ આપણી ઝાંસીની રાણી ને આ જ રાણો પરતાપ.

મારી સોનલબેન આજે પુરા એકવીસની થઈને બેઠી હતી.શાળા અને કોલેજમાં ભણવામાંતો આગળ પડતી હતી જ પણ એની સાથે સાથે કોલેજના એન્યુલ ફંકશનમાં ડાન્સ કરવામાં કે ગાવામાં પણ સોનલબેનનું નામ જ માસ્તર આગળ કરતા. યુથ ફેસ્ટીવલમાં સોનલના ઘેર ટ્રોફીઓની હારમાળા સર્જાતી. એને તો આમ પાકાપાયે ડાન્સર જ બનવું હતું પણ બિચારા કંકુ અને શંકર ને આ ફિલ્ડ વિષે ઝાઝી ખબર નહીં. એકાદ બે જણને પૂછવાનો પ્રયત્ન કર્યો પણ કાગડા બધેય કાળા,

“વળી નાચવાવાળી તો બનાતું હશે?, હા ઘડીક નિશાળમાં બે ઠુમકા માર્યા એ ઠીક છે, પણ કઈ આખી જિંદગી એ થોડું થાય”

એટલે શંકર અને કંકુએ સોનલને બી.એ પત્યું એટલે શાંતિથી લાકડાના ખાટલા પર બેસાડીને કીધું,”બેટા તું એક કામ કર. હમણાં તારું એમ.બી.એ પૂરું કર, અને પછી આગળ જે કરવું હશે એ જોયું જાશે. શું છે કે એકાદ સરકારી નોકરી હોય તો આગળ વાંધો ના આવે.“ કંકુએ સોનલનો હાથ હાથમાં લઈને કીધું.

“પણ માં.” સોનલ કંઈક કહેવા ગઈ પણ તરત જ,

“બેટા તને ખબર જ તો છે કે છોકરા વાળા કેવી કેવી માગો કરતા હય છે? હવે આપણે કેમના એમને પહોંચી વળીશું?” શંકરદાદા સોનલની બાજુમાં ખાટલામાં બેસતા બોલ્યા”

સોનલને ઉડવું તો ઘણે ઊંચું હતું,અને ઉડવાની પણ હતીજ. પણ એને થયું કે ચાર ઘરડી આંખોની ખુશી માટે બે વરસ એમ.બી.એ કરી લઈશું તો કઈ ખાટું-મોડું નહિ થઇ જાય. આજે એમ.બી.એ પણ પૂરું થયું છે ને હવે સોનલ અલગ અલગ ભારતીઓ માટેના ફોરમ ભરતી થઇ ગઈ છે. સાથ સાથે પેલી ડાન્સર બનવાની ઈચ્છાતો હજુયે અંદર દબાયેલી છે જ પાછી. શંકર અને કંકુ હવે સોનલ માટે છોકરા જોવા લાગ્યા છે. એવું સાંભળ્યું છે કે કોક અશોક નામ નો છોકરો પસંદ પણ આવ્યો છે. પણ હજુ સોનલે નથી જોયો. એ પણ કંઈક સારું એવું ભણીને નોકરી પણ કરે છે. આવતા રવીવારે બંને ની મીટીંગ ગોઠવી છે. જોઈએ હવે શું થાય છે? ...ક્રમશ...