DIl ka rishta - 12 in Gujarati Love Stories by તેજલ અલગારી books and stories PDF | દિલ કા રિશ્તા A LOVE STORY - 12

Featured Books
Categories
Share

દિલ કા રિશ્તા A LOVE STORY - 12

(ભાગ 12)


રોહન એ રશ્મિ ને કહી તો દીધું કે એ વિચારી ને જવાબ આપશે પણ એ ખુદ અત્યારે એ વિચારવા સક્ષમ નહોતો કે શુ નિર્ણય લેવો....

આવતી કાલ થી પૂજા ના લગ્ન ની વિધિ શરૂ થવાની હોવાથી બધા અત્યારે એ તૈયારી માં લાગે છે પૂજા અને રશ્મિ બન્ને બ્યુટીપાર્લર માં જાય છે પ્રીમેરેજ બ્યુટી ટ્રીટમેન્ટ માટે પૂજા ના પપ્પા જયેશ ભાઈ રોહન અને અજય ને મંડપ અને ડેકોરેશન નું કામ બરાબર ચાલે છે કે નહીં એ જોવા મોકલે છે અજય બધું કામ બરાબર છે કે નહીં એ તપાસે છે પણ રોહન નું મગજ અત્યારે કોઈ પણ કામ માં નથી લાગતું એ અજય ને કહે કે એક કામ યાદ આવ્યું તો હું હમણાં આવું છું એમ કહી એ ચોપાટી એ જાય છે ખલ્લુ આકાશ અને સામે વિશાળ દરિયો અત્યારે કોઈ ની અવરજવર હતી નહિ એ દરિયા ની સામે રાખેલી બેન્ચ પર બેસે છે અને વિચારે છે કે શું કરું હું કેમ પતો લગાવું કે એ કોણ હતી ક્યાં રહે છે અત્યારે સોશિઅલ મીડિયા નો જમાનો છે જો એનું ખાલી નામ પણ ખબર હોત તો 5 મિનિટ માં એને ગોતી લેત પણ એ કઈ નથી જાણતો એ વિચારે છે કે ભગવાન પણ ક્યારેક શુ કરે કાઈ ના સમજાય જો એ મારા માટે જ બની છે તો એને ક્યાંય તો મળાવી દેવાય અને જો મારા નસીબ માં એની સાથે જિંદગી વિતાવવા નું લખ્યું છે તો રશ્મિ ને શા માટે મારી સાથે પ્રેમ થયો અને રશ્મિ સાથે જીવન વિતાવવાનું છે તો એ મને શા માટે મળી ભવિષ્ય માં શુ થશે એતો ખબર નહિ પણ જે થશે એમા કોઈ એક તો દુઃખી જરૂર થશે જો મને એ મળશે તો રશ્મિ દુઃખી થશે અને એ નહિ મલે તો હું દુઃખી થઈશ ...રશ્મિ ખૂબ જ સારી છોકરી છે દેખાવે પણ સારી છે પણ જે એને એક નજર જોતા દિલ ધડકન ચુક્યુ એ ફીલિંગ રશ્મિ ને જોઈ ને નથી આવતી..શુ કરું શુ નહી કાઈ નથી સમજાતું એટલે એને મોરારી બાપુ ના વિડિઓ જોવાનું ચાલુ કર્યું જ્યારે પણ મન અશાંત હોઈ એટલે રોહન મોરારી બાપુ ની કથા સાંભળતો અથવા નારાયણ સ્વામી ના ભજન સાંભળતો એને શાંતિ મળતી હતી આ બન્ને ને સાંભળી ને થોડીવાર એને સાંભળી મન થોડું શાંત થયું એને વિચાર્યું કે આમ કાઈ નહિ થાય મારે એને શોધવા ની કોશિશ કરવી જોઈએ પણ કઇ રીતે અને ક્યાં ??? રોહન ના દિલ એ જવાબ આપ્યો કે એ જરૂર મળશે રોહન એ વિચાર્યું હા હું કોશિશ તો જરૂર કરીશ અને મારો પ્રેમ સાચો હશે તો હું એને શોધી ને જ રહીશ ..


બીજા દિવસે પૂજા ના લગ્ન લખવાના હતા વિધિ માટે રશ્મિ અને પૂજા બન્ને તૈયાર થઈ નીચે ઉતર્યા મરૂન કલર ની સાડી માં રશ્મિ ખૂબ જ સુંદર લાગી રહી હતી બધા એ ખૂબ વખાણ કર્યા કે દુલ્હન તો આજ રશ્મિ લાગી રહી છે રશ્મિ શરમાઈ ગઈ અહીંયા બધા રશ્મિ ના વખાણ કરતા હતા પણ રશ્મિ ની આંખો તો રોહન ને શોધતી હતી કારણ કે એને આ શણગાર એના માટે તો કર્યો હતો રશ્મિ આમ તેમ ગોતે છે રોહન ને ત્યાં અજય નું ધ્યાન પડ્યું એ સમજી ગયો કે રશ્મિ કોને શોધી રહી છે એ રોહન ને હાથ પકડી અને રશ્મિ પાસે લઈ જાય છે રોહન કહે અરે ક્યાં લઈ જાય છે તું આ રીતે?? પણ અજય જવાબ આપ્યા વિના બસ લઈ જાય છે અને રશ્મિ સામે ઉભો રાખી દે છે

અજય:- આમને જ શોધતા હતા ને આ લ્યો હાજર બસ આ ઉપકાર ઉધાર રહ્યો ભાભીજી એમ કહી હસવા લાગે છે

રશ્મિ અજય નો મોઢે પોતાને ભાભી સાંભળી શરમાઈ જાય છે

રોહન અજય ને કહે શુ ભાભી? અને અહીંયા શા માટે લઈ આવ્યો છો

અજય :- એતો રશ્મિ ભાભી કૈક પૂછવા માંગે છે એમ કહી આંખ મિચકારી ભાગી જાય છે

રોહન (ગુસ્સે થતા) ઓય ઉભ તું .. સોરી રશ્મિ એ મસ્તીખોર છે અને કાલ ની વાત એને સિરિયસ લઈ લીધી ખોટું ના લગાડીશ

રશ્મિ ( મન માં) હું એજ ઈચ્છું છું કે અજય મને આખી જિંદગી ભાભી કહી ને જ બોલાવે ) ના કાઈ વાંધો નહિ મને કાઈ ખોટુ નથી લાગ્યું..

રોહન :-હા બોલ શુ પૂછવું હતું ? અજય એ કહ્યું કે તું કૈક પૂછવા માંગે છે
રશ્મિ :- ના કહી જ નહીં (મન માં) બુદ્ધુ ને એટલું પણ નથી સમજાતું કે કોઈ છોકરી આટલી તૈયાર થઈ ને ઉભી હોઈ અને એ પણ ખાસ એના માટે જ તો વખાણ કરવાના હોય..

રોહન :- આ અજય પણ છે ને એને હમેશા મસ્તી જ સુજે છે એમ કહી જવા જાય છે તો રશ્મિ કહે રોહન એક મિનિટ હવે આવી જ ગયો છે તો એતો કહી દે કેવી લાગુ છું?

રોહન :- હમ્મ સરસ લાગે છે.

આટલું કહી ચાલી જાય છે રશ્મિ ને થોડું અજીબ લાગે છે કારણ કે કાલ ની વાત પછી રોહન રશ્મિ થી દુર દુર રહેવા લાગે છે રશ્મિ ને થોડું દુઃખ થાય છે પણ એ એમ વિચારી મન મનાવી લે છે કે લગ્ન ના કામ માં હશે એટલે અને એ પણ વિધિ ચાલતી હોય ત્યાં જાય છે વિધિ પુરી થાય છે બધા જમી અને મહેમાનો ના સ્વાગત ની તૈયારી કરે છે કારણ કે કાલ મહેંદી રસમ હોવાથી આજ સાંજ સુધી માં લગભગ બધા મહેમાનો આવી પહોંચશે જ્યોતિ બેન એ રશ્મિ અને પૂજા ને થોડી વાર આરામ કરવા કહ્યું કારણ કે મહેમાનો આવશે તો પછી છેક લગ્ન પુરા ના થાય ત્યાં સુધી નિરાંતે આરામ નહિ થાય એ બન્ને રૂમ માં જાય છે જ્યોતિ બેન અજય અને રોહન ને પણ થોડી વાર આરામ કરવાનું કહે છે પણ અજય ને એના મિત્ર નો ફોન આવતા બહાર જાય છે રોહન રૂમ માં જવા જાય છે ત્યાં જ્યોતિબેન એને રોકે છે અને કહે છે

જ્યોતિબેન :- બેટા હું જાણું છું કે હજી તે લગ્ન વિશે નથી વિચાર્યું પણ હું ઈચ્છું છું કે હવે તું લગ્ન કરી લે રશ્મિ મને ખુબ જ પસંદ છે અને એના થી સારી છોકરી તને નહિ મળે હું ઈચ્છું છું કે જો તારી હા હોઈ તો પૂજા ના લગ્ન પછી તરત તમારી સગાઈ કરી દઈએ

રોહન :- હા મમ્મી મેં કહ્યું ને કે મને થોડા દિવસ નો સમય આપો

જ્યોતિબેન:- ના થોડા દિવસ નહીં પણ તું રાત સુધી માં વિચારી લે બધા મહેમાનો આવશે એટલે એજ પૂછશે કે હવે રોહન ને શુ વાર છે તો તું હા પાડ એટલે હું બધા ને જણાવી શકું અને હું પણ ઈચ્છું છું કે હવે તારા લગ્ન થઈ જાય તો તું રાત સુધી માં વિચારી ને મને આજ રાતે જ તારી ઈચ્છા જણાવ અને આશા રાખું છું કે તું તારી મા ની પસંદ ને નહિ ઠુકરાવે અને હા માં જવાબ આપીશ

રોહન :- ,ઓકે મમ્મી હું રાતે જણાવું છું

રોહન રૂમ માં જાય છે એને કાઈ સમજાતું નથી કે શું કરે એને એકવાર તો થયું કે એ મમ્મી ને જણાવી દે કે એ રશ્મિ ને નહિ પણ કોઈ બીજી છોકરી ને પ્રેમ કરે છે પણ કેમ કહે જો એ એને ઓળખતો હોત તો તો એને એની સામે ઉભી રકહી અને કહી દેત કે માં હું આને પ્રેમ કરું છું પણ જે એના માટે પણ અંજાન છે એના વિશે શું કહે અને એ એને ક્યારેય મળી જ નહીં તો ??? અત્યારે જાણે વિચારો નું વવાજોડું ચાલી રહહુ છે એના મગજ માં એ વિચારો ની ગડમથલ મા હોઈ છે ત્યાં સામે દીવાલ પર એનો અને એના મમ્મી નો ફોટો જુવે છે અને વિચારે છે કે મારા મમ્મી ને રશ્મિ પસંદ છે અને મારીમાં મારા માટે સૌ થી સારું હશે એજ પસંદ કરશે મારી મા એ મારી ખુશી માટે ઘણું કર્યું છે તો શું હું એની ખુશી માટે આટલું ના કરી શકું ???( નિસાસો નાખી) હા કદાચ એ પ્રેમ હું રશ્મિ ને ક્યારેય નહીં કરી શકું જે એક અંજાન છોકરી સાથે પેલી નજર માં થઈ ગયો ?? પણ હા એને ખુશ રાખવાની કોશિશ જરૂર કરીશ.. આજ પહેલીવાર રોહન ની આંખ માં આંસુ હતા જે કહી રહ્યા હતા કે એને કેટલો અફસોસ છે કે એ એની પ્રથમ નજર ના પ્રેમ ને ક્યારેય મેળવી નહિ શકે પણ એ દિલ પર પથ્થર રાખી અને અંતે નિર્ણય લે છે કે એ એની માં ની ખુશી માટે રશ્મિ સાથે લગ્ન ની હા પાડશે...


to be continue...


( તો શું રોહન એના પ્રથમ પ્રેમ ને ક્યારેય નહીં મલી શકે??? રોહન એના પ્રથમ પ્રેમ ને ભૂલી શકશે?? રશ્મિ અને રોહન ના લગ્ન થશે?? રશ્મિ ક્યારેય રોહન ના પ્રેમ વિશે જાણી શકશે??? એ જાણવા વાંચતા રહો દિલ કા રિશ્તા....
આપનો અમૂલ્ય પ્રતિભાવ આપવાનું ચૂકશો નહિ..