Budhvarni Bapore - 17 in Gujarati Comedy stories by Ashok Dave Author books and stories PDF | બુધવારની બપોરે - 17

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

બુધવારની બપોરે - 17

બુધવારની બપોરે

(17)

હો કાહ્ન, ક્યાં રમી આવ્યા રાસ, જો?

શહેરના ભરચક ટ્રાફિક વચ્ચે છુટો પડેલો આખલો આખા ટ્રાફિકને નડતો હોય, એમ મારો તૂટેલો ખભો રોજની મારી તમામ ઍક્ટિવિટીઓને ખુલ્લેઆમ નડી રહ્યો છે. એક જ અથવા એકલે હાથે તો માણસ કેટલું પહોંચી વળે? ફાવે ય કેટલું? જીવનસંગ્રામમાં એકલે હાથે ફાઇટ આપવાની ફિશીયારીઓ કવિઓ બહુ મારે છે, પણ તૂટેલા ખભે ભ’ઇ.....એક હાઇકૂ તો લખી જો! સાલી ખંજવાળ આવતી હોય તો બાજુમાં ઊભેલાને લાચારીથી આપણો પાટો બતાવીને રીક્વેસ્ટ કરવી પડે કે, ‘‘સર-જી, જરા અહીં પેટ પાસે થોડું ખણી આપશો....? ઇફ યૂ ડૉ’ન્ટ માઇન્ડ...!’’ એ તો પેલો સજ્જન હોય તો ખંજવાળી આપે, પણ બધા સજ્જન સ્માર્ટ નથી હોતા. ચોક્કસ ક્યાં ખણવાનું છે, એ લૉકેશન સમજાવતા સુધીમાં તો એણે ૩-૪ નવા વિસ્તારો ખોતરી કાઢ્યા હોય!

એમાં, બધા સહકાર આપે એવા ય નથી હોતા. આટલું અમથું ખંજવાળવાની રીક્વૅસ્ટ કરીએ, એમાં તો આપણને બાથરૂમમાં લઇ જઇને નવડાવવાનું કામ સોંપ્યુ હોય એમ મોંઢું બગાડીને આઘા જતા રહે. શું આ આપણો ભારત દેશ છે? આ આપણા સંસ્કાર છેં? માણસ જ માણસના કામમાં નહિ આવે તો ખાસ ખણાવવા આપણે કોની પાસે જઇશું? વાઇફ પણ આપણને નવડાવવા-ધોવડાવવાના બે કામોમાંથી ફક્ત ‘નવડાવવાનું’ જ કામ કરી આપે છે... આ તો એક વાત થાય છે!

‘‘કઇ રીતે પડ્યા?’’ ખબર કાઢવા આવનારનો આ પ્રથમ પ્રશ્ન હોય. એ તો પૂછે હવે, પણ આપણાથી ફરી પડી બતાવવાની રીત દર્શાવી શકાતી નથી. દરેકને આપણા પડવાની રીતરસમ જાણવી હોય છે. કહી કહીને કંટાળો તો ય કહેવું તો પડે જ છે, ‘‘હું જરા ‘ઍક્ટિવા’ ઉપર જતો હતો....આ બાજુથી રીક્ષા આવી....આ બાજ્થી ગાય આવી......ગાયે રીક્ષાને ન જોઇ ને રીક્ષાવાળાએ ગાયને ન જોઇ....સરવાળે બન્નેએ મને ન જોયો એમાં હું ભમ્મ થઇ ગયો...’’

એટલામાં વાત પતતી નથી. વિસ્તારથી વાત કહેવી પડે છે, જે એકની એક પચાસ વાર કહીને તમે ઑલમોસ્ટ તોતડા થઇ ગયા હો, મ્હોંમાંથી થૂંકો ઊડે ને સાલું.....સ્ટેજ પર અડધો કલાક બોલવાના તગડા પૈસા મળે, અહીં તો ઢીંઢા આપણા ભાંગી ગયા હોય, હસવું એમને આવે અને રૂપીયો ય મળે નહિ....! ભારે કળજગ બેઠો છે, ભાઇ.....!

એકની એક સ્ટોરી કહેવાનો કંટાળો ન આવે, એ માટે મારા પડવાની આખી ઘટનાને વિગતવાર હકી પાસે લખાવીને ૬૦૦-કૉપી ઝેરોક્સ કરાવી લીધી. જે ખબર કાઢવા આવે, એના હાથમાં ફરફરીયું પકડાવી દેવાનું. એક જમાનામાં, હકીએ મને લખેલા પ્રેમપત્રો ભાષા અને અક્ષરો ન સમજાવાથી હું એની બા પાસે વંચાવવા જતો. કંટાળીને એની બાએ એને મારી સાથે પરણાવી દીધેલી. એ જ જુલમ મારા ખબરકાઢુઓ સહન ન કરી શકે અને મારી સ્ટોરી વાંચવાને બદલે સાવ ખોટું હસીને એ કાગળની ગડી વાળીને કહે, ‘અચ્છા, તો એમ વાત છે....બીજી વાર ધ્યાન રાખજો, દવે સાહેબ....’

આ આઇડીયો ય બદલવો પડ્યો. લોકો ફર્માઇશ કરવા લાગ્યા કે, ‘આની બીજી આઠ-દસ કૉપીઓ હોય તો આપશો...અમારા ઘરમાં તો તમારા લેખો વાંચીને બધા બહુ હસે છે...!’

જો કે, પત્ર પૈકીની એક કલમ ઘણાને ગમી નહોતી કે, ખબરકાઢવા આવનારા સુજ્ઞ ‘દર્શકો’એ થેલા ભરી ભરીને લીલાં નારીયેળો તથા ફ્રૂટ્‌સ લાવવાની જરૂર નથી. એની કૂપનો આપી દેશો તો ચાલશે. અથવા તો સરળ અને સીધો રસ્તો, નારીયેળ-ફારીયેળને બદલે ‘ડૉમિનોઝ પિત્ઝા’ અને/અથવા ‘હૅવમોર’નું લંચ-પૅક સ્વીકારાશે. (ખાસ વિનંતિઃ ઊભો થતો દરેક ખબરકાઢુ ગઝલના મીસરાની માફક એક શે‘ર કહેતો જાય છે, ‘ઓહ...કાંઇ કામકાજ હોય તો કહેવડાવજો. અમે ઘરના જ છીએ....’ તારી ભલી થાય ચમના, કામકાજમાં તો બસ......આ હૉસ્પિટલનું બિલ

ભરવાનું અને અઠવાડીયાથી દદર્ીના કપડાં ધોવાના બાકી છે....એ લેતા જાઓ તો મોટો ઉપકાર....!’ આવી યાચના સાંભળીને એ ‘‘કે.કે.’’ (એટલે કે, ‘ખબરકાઢુ’) આવનારા નવા છ્‌સ્સો દદર્ીઓની ખબર કાઢવા જવાનું માંડી વાળે!

રડી તો ત્યારે પડાય કે, આવામાં આ બધા ‘કે.કે’ઓ કેવા આશ્વાસનો આપે, ‘‘ભ’ઇ, આ તો સારૂં થયું, હાથ ભાંગ્યો.....એક કે બન્ને પગ ભાંગ્યા હોત તો ઘરમાં ય ફરી ન શકાય! અમારા ફૂવાને તો હાડકાના કકડા થઇ ગયેલા, તે સળીયો નાંખવો પડેલો....’’

‘તમે હૅલમૅટ પહેરેલી કે નહિ?’ મેં કીધું, ‘પહેરેલી, પણ એ ય ઉછળીને દૂર પડી...’

‘ધૅટ્‌સ ફાઇન.....ઘણાના કૅસમાં તો માણસ મરી જાય છે, પણ હૅલમૅટને કાઇ થતું નથી.....આવું હૅલમૅટ બનાવનારી કંપનીઓ ય છાપામાં ઍક્સીડૅન્ટવાળા ફોટા સાથે છાપામાં ઍડ. આપે છે, ‘જુઓ સાહેબો....માણ્ણસ મડી જાય છે, પણ અમારી હૅલમૅટને ઘસરકો ય પડતો નથી...’

કેવી બીકો લાગે આવું સાંભળીને? કંટાળીને મેં નવો નૂસખો કાઢ્યો. હું પોતે ન કંટાળું, એ માટે દરેક નવા ગ્રાહકે નવી સ્ટોરી કહું, ‘ખાસ તો કાંઇ નહતું, પણ જગન્નાથજીના મંદિરે છોકરાઓને હાથી બતાવવા લઇ ગયો. એ લોકો રાજી થાય એટલા માટે એક હાથીની સૂંઢ ઉપાડી જોઇ....એમાં ખભો ઉતરી ગયો.’ બીજી સ્ટોરીમાં, સરહદના જવાનોને હિમ્મત આપવા હું રાયફલ ચલાવતા શીખવા ગયો....બે-ત્રણ વખત રાયફલ ઉપાડી એમાં, યૂ નો....!’ કોકને વળી એવું ય કહું કે, ‘ભ’ઇ....આ તો લગ્નજીવન છે.....દર વખતે તો સત્યનો જય ના થાય ને?’

દર ખબરકાઢુ વખતે જુદી જુદી સ્ટોરી કહેવાનો ફાયદો એ છે કે, એ લોકો મળે ને આપણી વાત નીકળે ત્યારે છેક સુધી નક્કી થઇ શકતું નથી કે, આપણને ઍક્ચ્યૂઅલી થયું’તું શું? ‘‘અરે હોય કાંઇ....? દાદુએ મને પર્સનલી આખી સ્ટોરી કીધેલી કે, સાસણ-ગીરમાં સિંહને બદલે એક વાંદરૂં એમને બચકું ભરી ગયું ને ભાગવા જતા ખભો ઝાડ સાથે અથડાયો...’’ તો બીજો એને ઝાટકી નાંખતા કહેશે, ‘‘....તો તમને અસલી સ્ટોરીની ખબર જ નથી. હકીકતમાં....(અવાજ નીચો કરી, વાંકા વળી, આજુબાજુ જોઇને)....આ તો કોઇ મારૂં નામ ના દેતા, પણ....એ તો પોતે ‘ઍક્ટિવા’ ચલાવતા જ નહોતા.....પાછળ બેઠા હતા.… સૉરી.....પણ આગળ કોણ બેઠું હતું...એ મારા મોંઢેથી ના બોલાવશો ને, ભ’ઇ....એં....સમજી જાઓને, બૉસ!’’

બસ. લોકોને છેલ્લી સ્ટોરીમાં જ રસ પડ્યો......!

સિક્સર

- અમદાવાદનો સી.જી.રોડ નવોનક્કોર બની રહ્યો છે.....

- સાહેબો.....ત્યાં કમસેકમ ૫-૬ પબ્લિક-ટૉયલૅટો મૂકાવજો....

-------