Love You Jindagi Bhag-2 in Gujarati Short Stories by SENTA SARKAR books and stories PDF | લવ યુ જિંદગી (ભાગ - 2)

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

લવ યુ જિંદગી (ભાગ - 2)

શું કારણ હતું ? આરવની ઉદાસીનું આખરે કેમ તે આટલો બધો સ્તબ્ધ થઈ ગયો હતો ? તેની સાથે એવી તે કઈ ઘટના ઘટી ગઈ કે જેના કારણે આરાવની જિંદગી પલટો મારી ગઈ.

એક સવારે આરવના મમ્મી-પપ્પા તેમના રિલેટિવ ને ત્યાં લગ્ન પ્રસંગે જવા નીકળે છે, આરવને સાથે આવવાનું કહે છે, પરંતુ આરવ સાથે જવાની ના પાડે છે, આરવ ના મમ્મી આરવને પોતાનો ખ્યાલ રાખવાનું કહે છે, અને સમયસર જમી લેવાનું કહે છે, આટલી વાતચીત પછી આરવ મમ્મી-પપ્પાને બહાર છોડવા માટે ગેટ સુધી સાથે કારમાં બેસીને જાય છે, ગેટ સુધી પહોંચી જતા આરવ બહાર નીકળે છે અને બંનેને બાય કહીને પાછો અંદર આવતો રહે છે.

આરવ કે આરવના મમ્મી-પપ્પા કોઈને ખબર નથી હોતી કે આજે કઇ ઘટના ઘટવાની છે, લગભગ 30 મિનિટ ગાડી ચલાવ્યા બાદ આરવના પપ્પાને અચાનક છાતીમાં હળવો દુખાવો થાય છે, અને શરીરમાંથી પરસેવો છૂટવા લાગે છે, અચાનક છાતીનો દુખાવો એટલો અસહ્ય થઈ જાય છે કે આરવના પપ્પા ગાડીના સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી બેસે છે, અને ગાડી રોડ પરથી નીચે ઉતરી બાજુની એક ખીણમાં પલટી મારીને જતી રહે છે, થોડી જ વારમાં જોરદાર ના અવાજ સાથે ગાડી પટકાય છે.

આજુ-બાજુ રસ્તા પરના વાહન વાળા ગાડીઓ રોકે છે, પાંચ જ મિનિટમાં ખાસ્સું એવું ટોળું એકઠું થઇ જાય છે.આ ટોળામાંના એક વ્યક્તિએ તુરંત એમ્બ્યુલન્સને કોલ કરી દીધો, તો એક વ્યક્તિએ આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી, આશરે એક કલાક બાદ ખીણમાંથી ગાડી બહાર કાઢવાની કામગીરી શરૂ થઈ ગઈ, બહુ જહેમત પછી ગાડી ને બહાર કાઢવામાં આવી, ગાડી ના હાલ તો જાણે એવા હતા કે કાગળનો ડૂચો કરીને ફેંકી દીધો હોય, એકઠા થયેલા માણસો મહામહેનતે બંનેને ગાડીમાંથી બહાર કાઢે છે, પરંતુ બંનેના ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યા મૃત્યુ થઈ જાય છે, બંને લાશો એવી હાલતમાં હતી કે તેમને ઓળખી શકાય તેમ ન હતા, પોલીસ તપાસ કાર્યવાહી હાથ ધરે છે ત્યારે આરવના પિતાના ખિસ્સામાંથી મોબાઇલ અને એક ટેલીફોન ડાયરી મળે છે, આ ડાયરીમાં આરવના પિતાની ઓળખ પહેલા પાને લખેલી હોય છે, અને બીજા પાના પર "આરવ" એવું લખેલું હોય છે, તેની નીચે એક નંબર છે પોલીસે એ નંબર ડાયલ કરે છે તો રીંગ વાગે છે, થોડીવારમાં આરવ કોલ રીસીવ કરે છે.

"હેલ્લો"

"આપ આરવ વાત કરી રહ્યા છો ?"

"હા, કરી રહ્યો છું."

"બોલો આપ કોણ ?"

"હું પોલીસ અધિકારી મિશ્રા વાત કરી રહ્યો છું."

"હા, બોલો."

"મહેશભાઇ ને તમે જાણો છો ?"

"હા, એ મારા પિતાજી છે."

ત્યારબાદ મિશ્રાજી આરવને ઘટના બાબતે તમામ જાણ કરે છે, અને આરવ નાં પગ નીચેથી તો જાણે જમીન જ સરકી ગઈ, આરવ બેબાકળો થઇ જાય છે, ફોન પર જ ધ્રૂસકે ને ધ્રૂસકે રડવા લાગે છે, મિશ્રાજી ની ઘણી કોશિશો કરવા છતાં આરવ શાંત પડતો નથી, આખરે ઘણા પ્રયત્નો પછી આરવ તેની વાત સાંભળે છે.

આરવ ને ઘટના સ્થળ પર આઇડેન્ટિફાય કરવા માટે બોલાવે છે, આરવ ઘટનાસ્થળ પર પહોંચી ને જુએ છે તો લાલ રંગના કપડામાં આરવના મમ્મી-પપ્પા તરબતોળ હોય છે, એટલી ગાઢ નિદ્રામાં પોઢી ગયા હોય છે કે આરવના વારંવાર બોલાવવા છતાં તેને કોઈ જવાબ આપતા નથી, ઘડીક મમ્મી પાસે તો ઘડીક પપ્પા પાસે આમ તેમ ફાંફા મારે છે, બંનેને ખૂબ હલાવે છે, જોરજોરથી રડવા લાગે છે, ક્યારેક ગાલ પકડીને મોઢું હલાવે છે તો ક્યારેક પગ પકડીને હલાવે છે, પરંતુ હવે આરવના મમ્મી-પપ્પા આરવને ક્યારેય જવાબ આપવાના હતા નહીં, બાજુ પર ઊભેલા લોકો આરવને ખૂબ ખેંચે છે પણ આરવ તેના મમ્મી ને એટલા કસથી પકડી રાખે છે કે આરવ ના હાથ ને એ લોકો છોડાવી શકતા નથી.

હરી-ભરી આરવ ની જીંદગી ગમગીન બની જાય છે, અને આરવના માતા-પિતા આરવ માટે એના દિલમાં સમાઈ જાય છે, માત્ર 23 વર્ષની ઉંમરે આરવ સાવ એકલો પડી જાય છે.

આરવને હવે તેના ઘરે ગમતું નથી, ઘરનો એ હિચકો, ગાર્ડન, ઘરનું પરિસર, આ બધું જ મમ્મી પપ્પા વગર સુનુ સુનુ લાગે છે, માત્ર એક જ કામ એ કરતો, બધી વસ્તુને તાકી-તાકીને જોઈ રહેતો અને બધું યાદ કરીને સતત રડ્યા કરતો, મમ્મી પપ્પા જાણે આરવની નજર સામેથી દૂર થતાં ન હતા.

થોડા સમય બાદ આરવ પોતાના મનને મજબૂત કરવા લાગ્યો અને એ સદમા માંથી બહાર નીકળવાની કોશિશ કરવા લાગ્યો, આખરે એ બહાર તો નીકળ્યો પરંતુ પોતાના માતા-પિતા ને ભૂલી શક્યો નહીં, તે વિચારવા લાગ્યો કે જો પોતે અહીં જ રહેશે તો એ ક્યારેય આ પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકશે નહીં, એટલે તેણે બહાર કોઈ બીજી જગ્યા પર જઈ એક સારી એવી જોબ કરી લેવાનું નક્કી કર્યું.

બે-ત્રણ જગ્યા પર તેણે પોતાનું રીઝયુમ મોકલ્યું અને જોબ માટેની થોડી ઘણી પ્રિપેરેશન અને પ્રીપેર થવા લાગ્યો, આખરે સાત દિવસ બાદ એક મેન્યુફેક્ચરિંગ કંપનીમાંથી ઇન્ટરવ્યૂ માટે કોલ આવે છે, આરવ ઇન્ટરવ્યૂ અટેન્ડ કરે છે અને ફાઇનલ જોબ માટે સિલેક્ટ થાય છે.

એક ગમગીની ભર્યુ દ્રશ્ય ફરી વખત ઉભુ થાય છે જ્યારે પોતાનું ઘર છોડીને તે બહાર જાય છે, પોતાના બેડરૂમમાં, હોલમાં, કિચનમાં, હીંચકા પર, ગાર્ડનમાં, આ બધી જ જગ્યાએ પોતે ફરે છે અને મમ્મી પપ્પાને યાદ કરતો અશ્રુભીની આંખો કરે છે, પહેલા પોતાના બેડરૂમ ના બારણાં બંધ કરે છે, ત્યારબાદ મમ્મી-પપ્પાના રૂમના બારણા બંધ થાય છે, ત્યાર બાદ મેઈન ડોર બંધ થાય છે, અને છેલ્લે બહારનો ગેઇટ બંધ કરીને આરવ ઘર સામે ઉભો રહે છે, અને તેના ઘર પર મોટા અક્ષર માં લખેલું "આરવ"જોવે છે.

પેલો whatsapp પર મેસેજ કોનો હતો ? એ વ્યક્તિ કોણ છે ? આરવને શું કામ એ મેસેજ મોકલે છે ? આરવ સાથે એ વ્યક્તિનો શું સંબંધ છે ? અને માતા-પિતા પછી આ ત્રીજુ અજાણ્યુ વ્યક્તિ કોણ છે ? અને આરવ ને કેમ એમ લાગી રહ્યું છે કે કોઈક જાણીતું તેની સાથે સંપર્ક બનાવવાની કોશિશ કરી રહ્યું છે, આ બધું જ વિગતવાર હવે આવતા અંકમાં.

સેંતા શક્તિકુમાર

(ડેઝી)