jyare dil tutyu Tara premma - 13 in Gujarati Fiction Stories by Nicky@tk books and stories PDF | જયારે દિલ તુટયું તારા પ્રેમમાં - 13

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

Categories
Share

જયારે દિલ તુટયું તારા પ્રેમમાં - 13

'આખી રાત ફોન પર વાતચીત બરાબર હતી. પણ સામે બેસીને આખી રાત વાતો...!' હજી દિલ આવું કાઈ વિચારે તે પહેલાં જ રવિન્દે તેના વિચારોને તોડ્યો 

"શું વિચારે છે?? મન ન હોય તો આપણે અહીંથી જ્ઈ શકયે છીએ."

"હા..... ,ના......,હાં..... "

"હા કે ના !! કોઈ એક જવાબ આપને, કે પછી ડર લાગે છે મારાથી??"

"ડર લાગતો હોત તો તમારી સામે ન બેઠી હોત અત્યારે"

"તો એમાં આટલો ગુસ્સો કેમ કરે છે. હું તારી સાથે વાત કરવાં બેઠો છું તને મારવાં કે ખાવા નહીં "

"મારો ચહેરો જોઈ,તમને લાગે છે કે, હું કયારે કોઈ ના પર ગુસ્સો કરતી હોવ."

"લાગતું તો નથી. પણ, અત્યારે તારો ચહેરો થોડો ફિકો પડી ગયો હોય તેવું લાગે છે!!!"

"તો પછી તમારી આખોની આટલી ખરાબી હશે. બાકી મને કયારે કોઈના પર ગુસ્સો નથી આવતો."બંનેને લડતાં જોવામાં મનન અને રિંકલને મજા આવી રહી હતી. એટલી વારમાં નેહલને પિયુષ પણ આવી ગયાં. ચારેય કાંઈ સુધી બંને ને જોતાં રહ્યાં. આ પ્રેમ છે કે એકબીજા પત્યેની નફરત તે સમજવું તે લોકો માટે મુશ્કેલ હતું.  રવિન્દના પ્રેમને તે જાણતા હતા. પણ રીતલના મનને કોઈ સમજી નહોતુ શકતું તે કહે છે બીજુ ને કરે છે પણ કંઈક અલગ.

લડાઈમાં જ પ્યાર ઊભરાતો હતો ને દિલ કંઈ કહ્યા વગર ઘણું સાંભળી રહ્યું હતું. કયારેક લડાઈ તો કયારેક પ્યાર ભરી વાતો થતી. ગાડૅનમાંથી આવતી સુગંધી ફુલોની હવાં આખા ગાડૅનને મહેકાવી રહી હતી. ખુબસુરત આ રાત ઘડિયાળના કાટાં સાથે વહી રહી હતી. નવા બનેલાં સાથીની સાથે જુના કપલ પણ હાથમાં હાથ પરોવી પ્રેમ ભરી વાતોમાં ખોવાઈ ગયાં. ત્રણેય કપલ અલગ અલગ બાકટા પર બેસી સાપુતરાની ઠંડી હવાની મજા લઈ રહ્યાં હતાં. વાતોમાં સમય કયાં ખોવાઈ ગયો તે ખબર ના રહી ને રાતના અગિયાર વાગી ગયાં. આ પ્રેમની  મહેફીલ હવાની સાથે મનના મિતને સજાવી રહી હતી. 

"પિયુષ, હવે સુવા જવું નથીં કે પછી અહીં જ આખી રાત બેસી રહેવું છે.?? " મનન ને રિકલ ઊભા થઈ ને પિયુષ પાસે આવ્યાં. વાતોમાં ખોવાયેલ પિયુષનું ધ્યાન મનન પર ગયું.

"ચલો, અમે તો તમારી જ રાહ જોતા હતા."

"હંમેશા તું મારી જ રાહ જોતો હોય. કયારેક મને પણ જોવા દેને..!""

"ઓકે, કાલે સવારે વહેલા ઊઠી તું અહીં આવી ઊભો રહેજે. અમારી રાહ જોઈને." મજાકના મૂડમાં ચડેલ બંને મિત્રોની ખીચ તાણ લાંબી થતી જતી હતી. પાસે ઊભેલ નેહલને રિકલ તેની વાતોથી બોરીગ થતી કયારની હાલો હાલો કરતી હતી 

"અરે, તમે બંને અમારી પાછળ લાગ્યું. પહેલા ઓલા બંનેને તો બોલાવો..! નહીંતર ,તેની સવાર તો અહીં જ થઈ જશે." 

નેહલને પાસે આવતા જોઈ, જાન માં જાન આવી હોય તેમ રીતલ ખુશ થઈ ગઈ. હવે તેને થોડોક સમય તો આ બોરીગ વાતોથી આઝાદી મળશે એમ વિચારીને તે ત્યાંથી જલ્દી ઊભી થઈ ગઈ ને ' ચલો' કેહતાં તે ત્યાંથી ચાલવાં લાગી તેની પાછળ બધા જ હોટલમાં પહોચ્યા. 

રાતના બાર વાગી ગયાં હતાં. થાક ના કારણે નિદર જલ્દી આવી ગઈ. રાત કયાં ગઈ તે ખબર ના પડી ને સવાર વહેલું થયું. સવારના ઉગતા સૂર્યના કિરણની જાખી થતાં તે લોકો તે પહાડી પર ગયાં. અહીં નો સૂર્ય એકદમ નજીક દેખાય છે. તેમાં પણ વરસાદના મોસમમાં તો આ ઘરતી વધારે રંગીન લાગે છે. પહાડી પરથી વરસતો વરસાદ જાણે પહાડે પહરેલ સાદર હોય તેવું પ્રતિબિંબ દેખાય છે. ખુબસુરત ગણાતા આ હિલ સ્ટેશનમાં ફરવાની મજા વધારે આવી. રીતલને રવિન્દ બંનેનો  આ પહેલો પ્રવાસ હતો જે એક યાદગાર બની ગયો. આખો દિવસ સાપુતારામાં ફર્યા પછી તે લોકો ઘરે આવ્યા. બે દિવસ નો થાક હોવા છતાં પણ રુટીન સમયની જેમ આજે પણ રવિન્દનો ફોન રાતે આવ્યો મોબાઈલની રીંગ વાગતાં રીતલે ફોન કટ કર્યો ને મેસેજ મોકલ્યો- 'આજે હું થાકી ગઈ છું કાલે વાત કરીશું.' સામે થી કંઈ રીપલાઈ ના આવતા તે ફોન સાઈટ પર મુકી સુઈ ગઈ પણ નિંદર ના આવી.

મનમાં ચાલતા વિચારો તેના મનને જકડી રહ્યાં હતા. ખામોશ ચહેરો આજે ખીલી રહ્યો હતો. ઘીરે ઘીરે મહોબ્બતનો અહેસાસ થવા લાગ્યો હતો. બધુ બદલાઈ રહ્યું હતું. રીતલ પણ બદલી રહી હતી. દિવસોની સાથે બંને વધારે નજીક આવી ગયા હતાં. હવે વાત કરવા વિચારવું નથી પડતું. શબ્દો એમ સરી રહયા હતાં ને દિલ વગર વાતે ઘણું સમજાવી દેતું. પ્રેમ થયો કે નહીં તે ખબર નહીં પણ બંને વચ્ચે દોસ્તી જરુર થઈ ગઈ હતી. રોજ રાત ભર બેસી વાતો કરવીને દિવસમાં એક વાર મળવું. આ બધું રુટીન બનતું જતું હતું. રીતલને હવે આ બધું ગમવા લાગયું હતું. પણ રવિન્દને જવાના દિવસમાં હવે ખાલી પાંચ દિવસ જ બાકી હતાં. તે વાતથી બંનેના દિલમાં ખામોશી હતી.  હવે ના આ પાંચ દિવસ તે રીતલની સાથે વિતાવા માગતો હતો. આ પળ ને પોતાના કેમેરામાં કેદ કરી પોતાની સાથે હમેશાં રાખવા માંગતો હતો. 

બીજે દિવસે સવારે, જયારે રવિન્દ રીતલના ઘરે આવ્યો ત્યારે રીતલ હજી સુધી મસ્ત નિંદર લઇ રહી હતી. તેણે આજુબાજુ નજર ઘુમાવી પણ રીતલ ન દેખાતા તેને નેહલ ને પુછ્યું -

"ભાભી, રીતલ..... " હજી તે વાકય પુરુ કરે તે પહેલાં જ નેહલ તેને ઉપર લઇ ગઇ. ઘરમાં કોઈ ન હતું સિવાય નેહલ ને રીતલ.

"ભાભી, રીતલ હજી સુતી છે..??? "

"ચલો તમે જ જોઈ લો" આટલું કહેતા નેહલે દરવાજો ખોલ્યો બેડ પર આરામથી સુતેલી તેને જોઈને રવિન્દને તેના પર પ્રેમ ઊભારાતો હતો.

"કેટલી આરામથી સુતી છે જયારે તેને ખબર છે આમારે બહાર જવાનું છે. "

"તો જગાડો એને" 

"હું... કેમ.... " પાછળ ફરીને રવિન્દ જોવે તો નેહલ ન હતી. તે થોડીક વાર ત્યાં જ ઊભો રહ્યો. કયાં સુધી તે રીતલને ત્યા ઊભા રહીને જોતો રહ્યો. નજર રીતલ પર હતી ને દિમાગ વિચારોમાં ખોવાઈ ગયું હતું.

♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥

આ વઘેલા પાચ દિવસની સફર કેવી હશે..!! શું  રવિન્દ તે સફરને મન ભરી જીવી શકશે???શું ચાલતું હશે અત્યારે તેના  દિમાગમાં?? આવનારા દિવસો બંને ની જિંદગીમાં શું મોડ લઇને આવશે. આ સંબધ જિંવન ભર આમ જ ખાલી ખાલી ચાલતો રહશે કે તેમા કંઈ ધમાકેદાર પણ હશે ને હશે તો શું ???? તે જાણવા વાંચતા રહો જયારે દિલ તુટયું તારા પ્રેમમાં...... (ક્રમશઃ) 


તમે મારી વાર્તાને વાંચીને પ્રતિભાવો આપ્યો તે બદલ હું તમારો આભાર વ્યક્ત કરું છું. પણ આ ભાગ વાંચવા તમારે વધારે રાહ જોવી પડી તે બદલ હું દિલથી માફી માંગુ છું. અત્યારે હું કોઈ બીજા કામમાં વ્યસ્ત હોવાથી લગભગ આગળનો ભાગ લખવામાં મને થોડો સમય લાગી શકે . તે બદલ હું ફરીથી મારા વાંચક મિત્રોની માફી માંગુ છું. ધન્યવાદ ???