yarriyaan - 5 in Gujarati Love Stories by Dr.Krupali Meghani books and stories PDF | યારીયાં - 5

Featured Books
  • మీ టూ

    “సుకుమారమైన పువ్వుకి కూడా తుమ్మెద బరువు కాదు. మీరు మరీ అంత బ...

  • నెవెర్ జడ్జ్ ఏ Women - 5

    మౌనిక: రష్యా వెళ్లేముందు సార్ నాతో  చాలా మాట్లాడారు.ఒక వైపు...

  • ఆ ఊరి పక్కనే ఒక ఏరు - 23

    ఆ ఊరి పక్కనే ఒక ఏరు (ఏ స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్) శివ...

  • నెవెర్ జడ్జ్ ఏ Women - 4

    సూర్య ఇండియాకి వస్తుంది.తనకి తెలియకుండా కొంతమంది తనని Airpor...

  • మన్మథుడు

    "ఇక చెప్పింది చాల్లే అమ్మాయ్.. నీకు ఎంతవరకు అర్ధమయిందోకాని మ...

Categories
Share

યારીયાં - 5

જે સાંજ ની માઉંટેઈન કૉલેજ ના સ્ટુડન્ટસ ને રાહ હતી તે આવી ગઈ હતી.

આજે કૉલેજ કેમ્પસ રંગબેરંગી લાઈટો થી અને બલૂન્સ થી ખુબ સોહામણું લાગતું હતું ....કૉલેજ કેમ્પસ ના બધા વૃક્ષો પર પણ લાઇટિંગ ગોઠવેલી હતી ....ઉમદા પ્રકાર ના સેલ્ફી પોઈન્ટ્સ બનાવામાં આવ્યા હતા...

કેમ્પસ ની સેન્ટર માં ખુબ મોટું સ્ટેજ ઉભું કરવા માં આવ્યું હતું ....ત્યાંથી થોડે આગળ જઈને લેફ્ટ સાઈડ ટર્ન લેતા ડિનર ની વ્યવસ્થા કરવા માં આવી હતી ....ફ્રેશર્સ પાર્ટી માં ડ્રેસ કોડ રાખવામાં આવ્યો હતો બધી ગર્લ્સ બ્લેક લોન્ગ ગાઉન માં અને બધા બોય્સ બ્લેક એન્ડ રેડ જિન્સ શર્ટ માં સાથે બ્લેક બ્લેઝર...

બધા સ્ટુડેંટ્સ પોતપોતાનું ગ્રુપ બનાવીને આખા કેમ્પસ માં પથરાઈ ગયા હતા..એકબીજા ને કોમ્પ્લીમેન્ટ આપતા હતા...

સ્ટેજ ની રાઈટ સાઈડ બેસવા માટે ચેઇર અને ટેબલ્સ ની વ્યવસ્થા કરવામાં આવી હતા
ત્યાં જ ધ રોયલ્સ પોતાનું 1 ટેબલ રોકીને બેઠા હતા ....અને બધા પર કોમેન્ટ કરીને હસીથીઠોલી કરતા હતા .

આ પાર્ટી ના નજારા માં કોઈ સ્ટુડન્ટ કે પ્રોફેસર ધ રોયલ્સ ને જોવાનું ચુકતા ના હતા.ડ્રેસ કોડ હોવા છતાં પણ ધ રોયલ્સ ના આઉટફિટ અલગ તરી આવતા હતા ...બધાના આઉટફિટ ફૅમસ ફેશન ડિઝાઈનર પાસેથી સ્પેશ્યલી રેડી કરાવેલ હતા ....બધી છોકરીઓ ની નઝર સમર્થ પર જ હતી ...જાણતાં અજાણતા પણ જો સમર્થ ની નજર કોઈ છોકરી પર પડે તો તે ખુશી થી ઉછળી પડતી. 

આ બાજુ એનવીશા અને શ્રુષ્ટિ ગેઇટ માં એન્ટર થાય છે.થોડી વાર તો બને પાર્ટી નો નજારો જોઈને સ્તબ્ધ થઇ જાય છે ...એનવીશા પણ આજે બ્લેક ગાઉન માં કોઈ નૂર થી ઓછી નહોતી લાગતી ..કેમ્પસ માં ચાલી રહેલા પવનના સુસવાટા થી વારંવાર તેના લાંબા કારા વાળ મોઢા પર આવી રહ્યા હતા જે તેની અદાને વધારે મોહક બનાવી રહ્યા હતા.

બધી છોકરીઓ ની સમર્થ પર નજર હતી .પણ સમર્થ ની નજર એનવિશા પર પડતા તે જાણે તેની ખુબસુરતી માં ખોવાઈ જ ગયો હોઈ તેમ તેને જોવા લાગ્યો. 

તેના ફ્રેંડ્સ હજી પણ બધાની મજાક ઉડાવતા હતા ત્યારે જ મંથન ની બાજ નજર સમર્થ પર પડી ....જયારે સમર્થ એનવીશા ને નિહારવામાં મશગુલ હતો ...મંથન એ ધીમે થી સમર્થ ને કોણી મારીને તેનું ધ્યાન ભંગ કર્યું ...અને નેણ ઉંચા કરીને પૂછવા લાગ્યો ક્યાંક ઘાયલ તો નથી થઇ ગયો ને ભાઈ ? ધ્યાન રાખજે પંછી બાજુ માં જ બેઠી છે જો ભૂલ માં પણ એ તને એનવીશા ને જોતા જોઈ ગઈ ને તો તારું તો આવી જ બનશે ...પછી કરતા રેજો બેય સોરી બાબુ સોરી બેબી....એમ કહીને મંથન હસવા લાગ્યો .

સમર્થ : શું યાર તું હું તો બસ પાર્ટી ના નજારા માં મશગુલ હતો એમ કહીને વાત ટાળી ....પણ મંથન આ વાત ને છોડે એમ ના હતો.

પ્રિન્સિપાલ એ વેલકમ સ્પીચ આપીને બધા સ્ટુડેંટ્સ નું સ્વાગત કર્યું.ત્યારબાદ સ્ટેજ પર ફંકશનલ એકટીવીટીસ સ્ટાર્ટ થઇ .

બધા પાર્ટિસિપન્ટ્સ એક પછી એક 
પર્ફોર્મન્સ આપવા લાગ્યા ...બધા તેમના પર્ફોર્મન્સ ને માણી રહ્યા હતા .

પાર્ટીમાં સ્ટુડન્ટ્સ ને પ્રોત્સાહિત કરવાનું અને જજ કરવાનું કામ મિસ્ટર પારેખ ને સોંપવામાં આવ્યું હતું.જે બોલિવૂડ ડાન્સર્સ અને સિંગર્સ ને તાલીમ આપતા હતા.

બધાના પર્ફોર્મન્સ પછી લાસ્ટ માં ધ રોયલ્સ નો પર્ફોર્મન્સ રાખવામાં આવ્યો હતો .

ધ રોયલ્સ ને હંમેશા ની જેમ જ પોતાની રોકિંગ પર્ફોર્મન્સ આપી ...સમર્થ ના માંઝા સોન્ગ એ બધાનું દિલ જીતી લીધું .
 
તેમનું પર્ફોર્મન્સ પૂરું થતા આખી કૉલેજ તાળીઓ ના ગડગડાટ થી ગુંજવા લાગી .

બધાની સ્ટેજ ઇવેન્ટ કમ્પલિટ થતા મિસ્ટર પારેખ સ્ટેજ પર આવ્યા ...તેમણે બધાના પર્ફોર્મન્સ માટે ૨ ૩ લાઈનો બોલી ...સાથે સાથે ધ રોયલ્સ ના પણ ભરપૂર વખાણ કર્યા. 

તેમને પોતાના મનની એક વાત પણ સામે રાખી ...તેમણે કહ્યું કે આજે આપણું ભારત વેસ્ટર્ન સંસ્કૃતિ અપનાવી રહ્યું છે મારી આશા હતી કે હું કોઈ ભારતીય સંસ્કૃતિ ને લાગતું પણ પર્ફોર્મન્સ જોવ ...પણ આજ ની યુવા પેઢી પુરેપુરી વેસ્ટર્ન કલચર માં ઢળી ગઈ છે ....તમારી આવડત ને પણ હું નકારતો નથી ...તમે બધા એ ખુબ મેહનત કરી છે તેના માટે હું તમને સાબાશી પાઠવું છું ...

મિસ્ટર પારેખ રિઝલ્ટ એનાઉન્સ કરવા જતા હતા ત્યાં જ પાછળ થી કોઈએ  શાસ્ત્રીય સંગીત નો સુર છેડ્યો...અને સ્ટેજ પર કોઈ છોકરી માસ્ક પેહરીને  શાસ્ત્રીય સંગીત ની ધૂન માં કલાસિકલ ડાન્સ કરવા લાગી .

મિસ્ટર પારેખ થોડી વાર માટે સાઈડ માં જતા રહ્યા ...આ છોકરી ને આમ ડાન્સ કરતી જોઈને બધા વિચારમાં પડી ગયા કોણ છે આ છોકરી.

ધ રોયલ્સ પણ તેને ડાન્સ કરતી જોતા જ રહ્યા ....ડાન્સ પૂરો થતા જ બધા વન્સ મોર વન્સ મોર ની બૂમો પાડવા લાગ્યા કોણ છે આ માસ્ક પાછળ તે જાણવા બધા અધીરા બની ગયા ...એટલાંમાં પાછળ થી માસ્ક પહેરેલી બીજી છોકરી આવી જેને શાસ્ત્રીય સંગીત નો સુર છેડ્યો હતો ...ધ રોયલ્સ પણ વિચારમાં પડી ગયા કે આ બને ગર્લ કોણ છે કે જેને તેમને બરાબર ની ટક્કર આપી .

બને છોકરીઓ એ પોતાનું માસ્ક હટાવ્યું તે કોઈ નહી પણ એનવીશા અને શ્રુષ્ટિ હતી બધા તેમને જોઈને ચોકી ગયા ...

એનવીશા એ મિસ્ટર પારેખ ને કહ્યું સર સોરી ટુ સેય યુ પણ આપણી આજની યુવા પેઢી ભારતીય સંસ્કૃતિ માં પણ વિશ્વાસ કરે છે .

મિસ્ટર પારેખ એ તેમની આ ખુબી ને બિરદાવી ....અને બંને નો તેમના પર્ફોર્મન્સ માટે આભાર વ્યકત કર્યો .

આટલું બોલતા ની સાથે જ આખી કૉલેજ શ્રુષ્ટિ અને એનવીશા ના નામ ની બૂમો પાડવા લાગી .

ધ રોયલ્સ ને પણ આ બને ને જોઈ ને થોડા સમય માટે જટકો લાગ્યો. 

સ્ટેજ પર બને બેહનો ઉભી હતી જેમાં એક શાસ્ત્રીય સંગીત ની ઉસ્તાદ તો બીજી કલાસિકલ ડાન્સ ની ....જે વાત થી તેમની કૉલેજ ના બધા અજાણ હતા .

મિસ્ટર મેહતા પણ સ્ટેજ પર આવી પહોંચ્યા અને બન્ને ને ખુબ વખાણી પછી મિસ્ટર પારેખ ને રિઝલ્ટ એનાઉન્સ કરવા કહ્યું ...

મિસ્ટર પારેખ : આઈ એમ સોરી તમે બને એ પાર્ટિસિપેટ ના કર્યું હોવાથી હું તમને જજ નહિ કરી શકું ...પણ તમારા આ ઉમદા પર્ફોર્મન્સ ને 
પણ નહીં ભૂલું .

ત્યારબાદ તેમને રિઝલ્ટ એનાઉન્સ કર્યું મને જજ કરવાનો મોકો આપ્યો તેના માટે તમારો ખુબ આભાર જેમને આજે બધાને પાછળ મૂકી દીધા છે તેમનું નામ છે ધ રોયલ્સ ....આખી કૉલેજ માં તેમનું નામ ગુંજવા માંડ્યું ...ધ રોયલ્સ પણ ખુશી થી ઉછળી પડ્યા ...

મિસ્ટર પારેખ : હા પણ એ વાત ના ભૂલવી કે એમને બરાબર ની ટક્કર પણ મળી છે ...બસ વાત એટલી છે કે તેમણે કોમ્પિટિશન માં પાર્ટિસિપેટ નહોતું કર્યું .

આ સાંભળતા જ ધ રોયલ્સ ના ચેહરા પરની ખુશી ગાયબ થઇ ગઈ અને તે બધા શ્રુષ્ટિ અને એનવીશા ને તીખી નજરે જોવા લાગ્યા ....તેમણે પોતાની જીત જીત ના લાગી ...સમર્થ કઈ પણ બોલ્યા વગર ત્યાંથી ચાલ્યો ગયો તેના બધા ફ્રેંડ્સ પણ તેની પાછળ પાછળ  ચાલવા લાગ્યા.
 
પંછી : (ગુસ્સામાં) આ બે છછુંદર એ બધું બગાડી નાખ્યું આવો જ શોખ હતો તો કોમ્પિટિશન માં પાર્ટ લેવો જોઈએને.

 પંથ : કામ ડાઉન ...જે થવાનું હતું એ થઇ ગયું ...નાવ લિવ ઈટ. 

રાશિ : હા અત્યારે તો આપણે જ કોમ્પિટિશન જીત્યા છે ..તો ઇન્ટર કૉલેજ કોમ્પિટિશન માં પણ આપણું જ નામ હશે .

મંથન અને સમર્થ કઈ પણ બોલ્યા વગર ચૂપ ઉભા હતા અને તેમના ફ્રેંડ્સ ની વાત સાંભળતા હતા .

*   *   *   *   *   *   *   *   *  
તે બધા કેન્ટીન તરફ ચાલવા લાગ્યા ...પંછી હજી પણ તે બને ની વાતને લઈને એકલી મનમાં ને મનમાં બોલ્યા કરતી હતી. 

ત્યાં જ તેને સ્ટુડેંટ્સ ની ભીડ માં કોઈક નો ચેહરો નજરે પડ્યો ...તેને જોઈને તે ખુબ ડરી ગઈ ...તેના મોઢા પર પરસેવો વળવા લાગ્યો ...ડર થી તે કાપવા લાગી. 

પંછી સામે જોઈને તે ચેહરો લુચ્ચું હસ્સી રહ્યો હતો ..ધ રોયલ્સ એ પાછળ વળીને જોયું ....પંછી ને આમ ડર થી કાંપતી જોઈને તેની પાસે આવ્યા અને પૂછવા લાગ્યા ....પંછી શું થયું ....કેમ આટલી બધી ડરી ગઇ છો. 

પંછી : (સામે ની તરફ આંગળી નો ઈશારો કરીને ) ...કાપતા કાપતા બોલી આદિ આદિત્ય ...