superstar - 1 in Gujarati Fiction Stories by Sandip A Nayi books and stories PDF | સુપરસ્ટાર ભાગ - 1

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

સુપરસ્ટાર ભાગ - 1

સુપરસ્ટાર

ભાગ -1

“માર્ટિના ઓપન ધ ડોર.....”

“માર્ટિના વેર આર યૂ આમ કમિગ પ્લીજ ઓપન ધ ડોર....”

હાથમાં ફૂલોનું બુકે અને બીજા હાથમાં પોતાને આજે મળેલો બેસ્ટ એક્ટરનો એવાર્ડ લઈને કબીર માર્ટિનાના ઘરની ડોરબેલ વગાડીને થાકી ગયો છે.રાતના બે વાગે પણ મુબઇમાં ચલપહલ છે.રસ્તાઓથી લઈને હોટલો બધુ ધમધમાટ ચાલે ! કબીરના હાથ ડોરબેલ પરથી હટીને હવે પોતાના મોબાઇલના સ્કીન પર આવી ગયા.મોબાઇલમા બાબુ(માર્ટિના) લખતા જ માર્ટિનાનો નંબર આવી ગયો.કબીરનાં હોઠ બસ સામેથી માર્ટિના બોલે એટલે એને ધમકાવવા તેયાર હતા.

“કેમ ડોર ઓપન નથી કરતી ?” કબીરે પોતાના ફોનને હથેલીમાં મારતા કહ્યું.આજે કબીરને બેસ્ટ એકટરનો એવાર્ડ મળ્યો હતો.કબીર આજે બહુ ખુશ હતો.આટલી નાની અને હમણાં જ ચાલુ થયેલી સફરમાં એણે ઘણું બધુ અચિવ કરી લીધું હતું.કબીર ગુજરાતી ફિલ્મ ઇંડસ્ટ્રીમાં ઘણું મોટું નામ કરી લીધું હતું.તેના નામ પર લોકો ફિલ્મો જોવા જાય,તેને સોશિયલ મીડિયા પર લાખોમાં લોકો ફોલ્લો કરે.આજે જ્યારે તેને બેસ્ટ એકટરનો એવાર્ડ મળ્યો ત્યારે તેણે પોતાના મમ્મી-પપ્પા સાથે સાથે પોતાની ગર્લફ્રેંડ માર્ટિનાનો પણ આભાર માન્યો હતો.તેમનો પ્રેમ હવે જગ-જાહેર હતો.આમ તો ન્યૂજ્પેપર વાળા બસ અફવા કહીને જ બંને નાં રીલેસન્સશિપને બિરદાવતા હતા. માર્ટિના આજે કબીરના સાથે આવી નહોતી શકી કેમકે એને મોડેલીગમાં રેપવોક માટે જવાનું હતું.માર્ટિના પોતે પણ મોડેલ અને કબીર એકટર,બંનેની મુલાકાત એક પાર્ટીમાં થઈ હતી.એ વખતે કબીર સ્ટગલીગ એક્ટર હતો ને તે વખતે માર્ટિના મોડેલીગની ક્વીન કહેવાતી.એના રેમવોકમાં એક અલગ જ અદા હતી.માર્ટિનાને દરરોજ કોઈને કોઈ પાર્ટીમાં જવાના ઈન્વીસ્ટેશન મળતા.માર્ટિના સાથે હાથ મિલાવવાથી લઈને તેના સાથે વાત કરવા લોકો પડાપડી કરતાં.બીજી-બાજુ ક્બીરને માર્ટિના કોણ છે એની પણ ખબર નહોતી.....

કબીર તેના મુબઇમાં રહેતા દોસ્ત સાથે આ પાર્ટીમાં આવેલો.આમદવાદની ગલીમાથી નીકળેલો છોકરો કાંઇપણ વિચાર્યા વગર મુબઇ આવી ગયો હતો.ફર્સ્ટ ટાઈમ મુબઇ જોયું હોય એ સ્ટાર બનવાના સપના જોતો હતો. એ ક્યાં જઈને રહેશે ? શું કરશે ?ક્યાં ખાવા મળશે કાંઇ કહેતા કાંઇ ખબર નહોતી,બસ ખબર એટલી હતી કે સ્ટાર બનવું છે.ફિલ્મોમાં આવવું છે.મુબઇ આવીને કબીરે પોતાના ભાઈના દોસ્તને ફોન લગાવ્યો હતો કે જે ત્યાં ફિલ્મમાં મેકઅપમેનનું કામ કરતો.તેના ભાઈના દોસ્તે તેને કહ્યું હતું કે તે એની કોઈ ખાસ મદદ નહીં કરી શકે કેમકે કબીરે જાતે જ અહી કામ શોધવું પડશે એટલા માટે જ તે આજની કોઈ પ્રોડ્યૂસરની પાર્ટીમાં કબીરને પોતાનો આસિસ્ટંટ છે એમ કહીને લાવ્યો હતો.

પાર્ટી કોઈ પ્રોડ્યૂસરની હોવાથી બધા મનફાવે એમ નાચી રહ્યા હતા.અહી બધા ફીલ્મોના લોકો કબીરના સામે હતા.એક્ટરથી લઈને ડાઇરેક્ટર થી લઈને બધા જ.પોતાની બાપની ઉમરના લોકો છોકરીઓના બાહોમાં હાથ નાખીને અડપલાં કરતાં જરાપણ શરમાતા નહોતા. કબીરની નજર ચારે તરફ ફરી રહી હતી.ચાલુ સોંગ્સ પર ગણા મન-મૂકીને નાચી રહ્યા હતા ને પોતાના ડાંસનું ટેલેન્ટ બતાવી રહ્યા હતા.બીજબાજુ ગણા લોકો પોતાના ડ્રિંક્સને એન્જોય કરતાં એકબીજા સાથે સીરીયસ વાતો કરી રહ્યા હતા.

“હે...કબીર આઈ મ જસ્ટ ક્મીગ તું અહી બેસ હું હમણાં જ આવ્યો.....એન્જોય.” કબીરના દોસ્તે કબીરના હાથમાં ડ્રિંક્સ આપતા કહ્યું.કબીર થોડીવાર ડ્રિંક્સ સામે જોયું ને એને બાજુમાં મૂકી.પેલો દોસ્ત જતો રહ્યો હતો.કબીર બધાની વચ્ચે જાણે એકલો હોય એવું અનુભવી રહયો હતો.કબીરને હવે કંટાળો આવવા લાગ્યો હતો,એને વિચાર્યું કે આના કરતાં કાલે સીધો ઓડિશન આપવા ગયો હોત તો સારું હતું.તે આમ થી આમ ફરતા ને ડ્રિંક્સ શેર કરતાં વેટર્સ સામે જોઈ રહ્યો હતો.કબીર ઊભો થયો અને તેણે એક વેટરને રોક્યો.

“વોશરૂમ કહાં પે હે ?” વેટરને પૂછતાં કબીરે કહ્યું.

“સાબ...યહાં સે સીધે જાવ ઓર ડાએ મૂડ જાના આ જાયેગા.....”વેટરે રસ્તો બતાવતા કહ્યું.

“થેન્ક્યુ.....” કબીર આભાર માનીને વોશરૂમ તરફ જવા લાગ્યો.

“સાબ......નએ લગતે હો કુછ મદદ કરૂ વો ફેમસ પોડ્યુસર કે પાસ આપકા મેસેજ ભેજ દૂ ક્યાં.....” વેટરે ક્બીરના સામે આંખ મારતા કહ્યું.

“નહીં....નહીં.....થેન્ક્યુ.....”કબીરે ના પાડતાં કહ્યું.

“આપકી મરજી સાબ હમારા તો પાર્ટ ટાઈમ કામ હે યે,કભી જરૂરત હો તો બોલના...”વેટર આટલું કહીને જતો રહયો.કબીર તેના સામે જોઈ રહ્યો.કબીરના સામે એવા લોકો હતા જે તેને ફિલ્મમાં ચાન્સ આપી શકતા હતા,પણ કબીરને હાલ કાંઈ ખબર નહોતી પડી રહી કે તેને શું કરવું ? કબીર વોશરૂમ તરફ જવા ઉપડયો.

“હાશ......હવે શાંતી થઈ......” કબીરે વોશરૂમમાંથી બહાર નીકળતા કહ્યું.તે હજૂપણ બહાર નીકળીને પેલા ડ્રિંક્સ આપતા વેટર સામે જોઈ રહયો હતો.વોશરૂમ એવી જગ્યા પર હતું કે જ્યાથી કબીર બધાને જોઈ શકતો હતો પણ કોઈ કબીરને ના જોઈ શકે.કબીર થોડીવાર બધાની સામે જોઈ રહયો,કેવી રીતે લોકો એન્જોય કરી રહયા છે,જૂમી રહયા છે.કોઈને બસ એક ચાન્સ મળી જાય એની રાહ જોતાં ભીખ માગી રહયા છે બધા....................

“આઈ મ સોરી બટ યે મે નહીં કર શકતી.....” અચાનક કબીરના કાને કોઈ છોકરીના અવાજો પડ્યા.તે કોઈના પર ગુસ્સો કરી રહી હતી.એના મુદુલ અવાજમાં ગુસ્સાનું પ્રમાણ ઘણુ વધારે હતું.

“આપ નેતા હોગે અપને ઇલાકેમે.....યહાં મેરા ઇલાકા હે,આપકા રેપ કર લૂગી ઔર આપકો પતા ભી નહીં ચલેગાં......” અચાનક એ છોકરીએ સામે ઊભેલા નેતાને ધમકાવી દીધા.કબીરે પોતાની પીઠ પાછળ કરી અને નાની આખે નાનકડા સ્ટોર રૂમ તરફ જોયું.એકદમ કબીરના ઊમરની પચીસેક વર્ષની છોકરી,જેની આંખો બોલતા-બોલતા બે –ચાર પલકારા મારે ને દિલ ત્યાંજ લઈ જાય,જેના હોઠ બોલતા પહેલા એના બોલવાના અહેસાસને અસ્ખય વગર અનુભવી લે,જેના વાળ હવામાં સ્લો-મોશનમાં ઊડીને પાછા તેના ગાલ પર આવીને અડે ને ધીમે રહીને તે તેને હટાવી દે એવી મુબઇની ફેમસ મોડેલ માર્ટિના કોઈ નેતાને ધમકાવી રહી હતી.

“યે તુમ્હારે લીએ અચ્છા નહીં હોગા સોચ લો એક બારી ઔર.....” નેતાએ પોતાના સામે પડેલી પૈસાની બેગ માર્ટિના સામે ધરી.

“બેટા યે જો દે રહે હો ના વો અપને પિછવાડે મે ડાલ દો.......માર્ટિના પૈસો સે નૈ પ્યાર સે પાઇ જતી હે....સમજે ના ઉઠાવો ઔર નીકલો યહાં સે.......” માર્ટિના એ પોતાના સામે ઊભેલા નેતાને હતો એટલો પાવર બતાવી દીધો.

“દેખ લુગા તુજે તો મે....”નેતા આટલું કહીને પોતાની બેગ લઈને ચાલી નીકળ્યો.

“યહી ખડી હું દેખ લે ......” માર્ટિનાએ પાછો તેને ટોંટ મારતા કહ્યું.

માર્ટિના પોતાના પાસે પડેલા પર્સમાંથી સિગારેટ નીકાળીને મોંમાં મૂકી.તેના ચેહરાના હાવ-ભાવ હવે બદલાયા હતા.તે કોઈ અલગ જ દુનિયામાં હોય એ રીતે ધારી-ધારીને સામેની દીવાલ તરફ નિસ્તેજ બનીને કઈક વિચારી રહી હતી.કબીરની આંખો તેના નિસ્તેજ ચેહરા પર જ મંડાયેલી હતી.માર્ટિનાએ સિગારેટ તો મોંમાં મૂકી પણ તેને જલાવવા માટે લાઇટર નહોતું મળી રહયું.તેના હાવ-ભાવ ફરી બદલાયા...

“સાલા....લાઇટર કો ભી અભી હી ખોના થા......” તેણે નિસાસો નાખ્યો.

“યે લો ગુસ્સા સેહદ કે લિયે અચ્છા નહીં હોતા...” કબીરે પોતાના હાથમાં જલતા લાઇટર સાથે માર્ટિનાની સિગારેટ જલાવી આપતા કહ્યું.માર્ટિના ઘડીકવાર કબીર સામે જોઈ રહી.વીતી ગયેલી ફેશનના જમાનાનું જીન્સ,તેના સાથે મેચ ના થતી લાબી બાંયની ટીશર્ટ,એકદમ ભોળો ચેહરો ને હમેશા કાઈને કાઇ બોલતી તેની નાની-નાની પાંપણો,માર્ટિના કઈ સમજે એ પહેલા જ કબીર બોલ્યો,

“નેતાથી પણ નથી ડરતી ?” માર્ટિના હજૂપણ કબીર સામે જોઈ રહી હતી.

“હા નહીં ડરતી કિસી સે ભી...... હા તો બેટા ગુજરાતી લગતે હો....?”માર્ટિનાએ સિગારેટનો એક કશ લેતા કહ્યું.

“કેવી રીતે ખબર પડી કે હું ગુજરાતી છું?” કબીરે તેના સામે જોતાં કહ્યું.

“બેટા તુંમ ગુજરાતી લૉગ હિન્દી હો યા ઇંગ્લિશ સબ અપને લેહકે મે હી બોલતે હો પતા ચલ જાતા હે...” માર્ટિનાએ હસતાં કહ્યું.

“વૈસે તું કોન?”” માર્ટિનાએ તરત જ કબીર સામે સવાલ ફેકયો.

“હેલો આઈ મ કબીર શાહ ફ્રોમ ગુજરાત....” કબીરે અચાનક જ પોતાના મોમાંથી બોલી ગયો,પછી એને ખબર પડી કે એને અહી પોતાની સાચી ઓળખણ આપવાની જ નહોતી.તેના દોસ્તે તેને ના પાડી હતી સાચી ઓળખણ આપવાની.....

“ઔર આપ ?” કબીરે કદીપણ કોઈએ માર્ટિનાને ના પૂછ્યો હોય એવો સવાલ કર્યો.

માર્ટિના થોડીવાર કબીરના સામે જોઈ રહી.કબીરના નિસ્તેજ ચેહરા પર કાઇ હાવભાવ નોહતા.કબીર જાણતો પણ નહતો કે માર્ટિના કોણ છે.

“તુમ મુઝે નહીં જાનતે બડીયા હે...... (થોડીવાર વિચારીને) અચ્છા હે કી તુમ મુઝે નહીં જાનતે મજા આયેગા તુમ્હારે સાથ......” માર્ટિનાએ કબીરના સામે આંખ મારતા કહ્યું.

“મતલબ.....” કબીરે કન્ફ્યુજ ફેસ સાથે માર્ટિના સામે જોયું.

“ચલો બતાતી હું.....” માર્ટિનાએ કબીરનો હાથ અચાનક પકડી લીધો.કબીરના હાથ જાણે પહેલા કદીપણ ના અનુભવ્યા હોય એવા સ્પર્શને લીધે નિસ્તેજ બની ગયા.તેના ધબકારા એટલી સ્પીડમાં દોડતા હતા કે,બે ધબકારા અથડાય તો ખબર પણ ના પડે.કબીરની આંખો બસ માર્ટિના પર સ્થિર થઈ ગઈ હતી. માર્ટિના તેને ખીંચી ને બહાર લઈ જઈ રહી હતી.પાર્ટીના હોશમાં ખોવાયેલા લોકોથી માર્ટિના અને કબીર દૂર જઈ રહયા હતા.માર્ટિનાએ બહાર આવીને પોતાના બુલેટને બહાર નીકાળ્યું.કબીર અચાનક જ મળી ગયેલી આ છોકરીને તાકી-તાકીને જોઈ રહયો હતો.

“ચલ બેસ.....” માર્ટિનાએ બુલેટ સ્ટાર્ટ કરતાં કબીરને કહ્યું.

“તને ગુજરાતી આવડે છે ?” માર્ટિનાને ગુજરાતી બોલતા જોઈને કબીર અચબામાં હતો.

“બેઠ તો જા પહેલે બતાતી હું...” માર્ટિનાએ કબીરને પાછળ બેસવા ઈશારો કરતાં કહ્યું.કબીરના પગ માર્ટિના તરફ આગળ વધ્યા.તે થોડીવાર માર્ટિના સામે જોઈ રહયો,ને તરત તેની પાછળ બેસી ગયો.માર્ટિનાની કમર એટલી પાતળી હતી કે કબીર તેના બે હાથ વડે પકડે તો કદાચ માર્ટિના બૂમ પડી જાય.કબીર થોડીવાર તેની કમર સામે જોઈ રહયો.

“મેરી બાહો મે હાથ ડાલ દેના બિન્દાસ ક્યુકી મે રફ ડાઇવર હે,તું ગીર ગયા તો મેરી જવાબદારી નહીં...” માર્ટિનાએ કબીરના હાથને ફરી સ્પર્શ કરતાં કહ્યું.કબીરે હળવેકથી માર્ટિનાની કમર પર હાથ મૂકી દીધા.

“મારી રૂમમેટ ગુજરાતી છે એટલે મને એના લીધે ગુજરાતી આવડી ગઈ છે.” માર્ટિનાએ સ્પષ્ટા કરતાં કહ્યું.

માર્ટિના મુબઈના રસ્તાઓ પર બુલેટ સરેઆમ ચલાવતી હતી.તેને કોઈનો ડર નોહતો.તે બસ ખૂલી હવામાં પોતાને એન્જોય કરી રહી હતી.કબીર બસ માર્ટિના સામે જોઈ રહયો હતો.તેના નિખાલસ ફેસ સામે કેટલું બધુ કહીને પણ હજુ કઈ ના કહી શકી હોય એવા ભાવ તેના ફેસ પર હતા.માર્ટિનાનું બુલેટ ધીરે-ધીરે ચોપાટી તરફ જઈ રહ્યું હતું.અચાનક બુલેટને ઊભું કરીને માર્ટિના બોલી,

“અહી સામે એક મસ્ત જગ્યા છે જ્યાથી બસ તમને દરિયો જાણે ગહેરી નીંદમાં સૂતો હોયને એમ લાગે તેના મોંજાને તેમાથી ધીરે-ધીરે ફૂકાતો પવન મને હમેશા તરો-તાજા કરી દે છે.ચલ ત્યાં જઈશું ?”

માર્ટિનાએ કબીરના સામે હાથ લબાવતા કહ્યું.કબીર ફરી તેના લબાયેલા મુલાયમ હાથ સામે જોઈ રહયો.

“શું વિચારે છે ચાલ...?” માર્ટિનાએ સામેથી કબીરનો હાથ પકડીને એને ખેંચીને લઈ ગઈ.કબીર બસ તેના સામે જોઈ રહયો હતો.બંને એક સૂમસામ જ્ગ્યા પર જઈ બેઠા જ્યાથી બસ દરિયા સિવાય કઈ જ નજરે નહોતું પડતું.લોકોના અવાજો,વેહિકલ્સના પે-પે અવાજો બધુ જ અહી એકદમ શાત થઈ ગયું હતું.બસ હતું તો એક દરિયાનું વિશ્વ જે કદીપણ ખતમ નહોતું થવાનું.

“મને લાગે છે દરિયાને પણ બોલતા આવડવું જોઈએ....કેટલો મોટો છે જો છતાં શાંત છે,એકદમ નિસ્તેજ જાણે કઈ થયું જ ના હોય......ઘણા લોકો આ દરિયા જેવા હોય છે.કઈ-કેટલુયે પોતાની અંદર દબાવીને બેઠા હોય છે.તે જોયા છે એવા લોકો ?” માર્ટિનાએ કબીર સામે અમસ્તા જ પ્રશ્ન કરતાં કહ્યું.કબીર તેના સામે જોઈ રહયો.

“બહુ ફિલોશોફી વાળી વાતો કરે તું તો,એન્ડ હા મે જોયા છે એવા લોકો.....” કબીરે માર્ટિના સામે પહેલીવાર નજર મિલાવતા કહ્યું.

“ચાલ બધી વાત જવા દે તું કેમ અહી ? તને પહેલીવાર જોયો ?કોઈ પ્રોડ્યૂસરનો છોકરો છે કે શું ?” માર્ટિનાએ કબીરના સામે જોતાં કહ્યું.

“ના ...”

“તો “

“બસ આજે જ મુબઇ આવ્યો છું એક સ્ટાર બનવા,બહુ બધા સપનાઓ લઈને આવ્યો છું.અહી કોઈને પહેચાનતો નથી.પહેલીવાર મુબઇ અહી આવીને જોયું છે.આજની પાર્ટીમાં પણ મારે કઈ લેવાદેવા નથી બસ દોસ્ત સાથે આવ્યો હતો કે કોઈ પ્રોડ્યૂસર મળી જાય તો કામ આપે........મને નથી ખબર ક્યાં જઈશ,શું કરીશ હું ????” કબીરે બધુ માર્ટિના સામે બકી દીધું.

“તને ખબર છે હું તને ગેરકાયદેસર પાર્ટીમાં આવવા બાબતે પકડાઈ શકું છું...” માર્ટિનાએ કબીરના સામે ડોળા કાઢી હસતાં કહ્યું.

“મને ખબર છે તું એવું નહિ કરે....” કબીરે હસતાં જવાબ આપ્યો.હવે બંને વચ્ચે નોર્મલ વાતો થવા લાગી હતી.એકબીજાની શરમ હવે તૂટી રહી હતી.બંને એકબીજાની આંખોમાં જોઈ શકતા હતા.

“તને ખબર નથી હું કોણ છું છતાં તું મારા સાથે આવ્યો, તને લૂંટી લઇશ તો હું.....?” માર્ટિનાએ હસતાં ફરી કહ્યું.

“શું કરીશ મને લૂંટીને મારી પાસે કઈ છે જ નહિ.....”કબીરે તેના સામે વળતો જવાબ આપ્યો.

“તું કેમ મારા સાથે આવી ? “ કબીરે તેના સામે તરત જવાબ માગતા કહ્યું.

“કેમકે તું મને ઓળખતો નથી ને હું એવા જ લોકો સાથે ટાઇમ સ્પેન્ડ કરવા માગું છું જે મને ઓળખતા ના હોય .” માર્ટિનાએ કબીરની આંખોમાં જોતાં કહ્યું.

“હું કઈ સમજ્યો નહિ....”કબીરે તેના સામે જોતાં કહ્યું.

“સમજી જઈશ ચાલ તને તારા દોસ્ત પાસે મૂકી આવું બહુ રાત થઈ ગઈ છે તું ક્યાં જઈશ.અને તારા દોસ્તને ખાલી એટલુ પૂછજે કે માર્ટિના કોણ છે એ તને બધુ કહી દેશે.બાય ધ વે મારૂ નામ માર્ટિના છે.” માર્ટિનાએ પોતાની પહેચાન આપતા કહ્યું.

“મારૂ નામ કબીર છે.” કબીરે પોતાની પહેચાન આપતા કહ્યું.

“હાં તે આગળ કહ્યું હતું કબીર શાહ.તો કબીર આ લે મારો નંબર પ્લીજ તારા દોસ્ત સાથે શેર ના કરતો અને કામ જોઈએ તો કાલે આવજે મારા પાસે અપાવી દઇશ” કબીરે કોળા-કાગળ પર લખેલો નંબર જોયો અને ખિસ્સામાં મૂક્યો.માર્ટિનાએ બુલેટ સ્ટાર્ટ કર્યુને મારી મૂક્યું.પાર્ટી હતી ત્યાં પહોચીને માર્ટિનાએ કબીરને એક ટાઈટ હગ કર્યું અને કહ્યું,

“અચ્છા લગા તુમ્હારે સાથ બાત કરકે.....” કબીર માર્ટિના સામે જોઈ રહયો.માર્ટિના તેના બાહોપાશમાં હતી.અહી આવીને આવું થશે એની એને કલ્પના પણ નોહતી.માર્ટિના તરત જતી રહી અને કાલે ફોન કરજે એમ કહેતી ગઈ.કબીર તરત પાર્ટીમાં ગયો.તેનો દોસ્ત તેની રાહ જોતો ક્યારનોએ ઊભો હતો.કબીરને જોતાં તરત એ એના પાસે આવ્યો,

“ક્યાં હતો યાર ક્યારનો તારી વેટ કરૂ.....?” દોસ્તે ગુસ્સાના ભાવ સાથે કબીરને કહ્યું.

“અહી જ હતો “ કબીરે કહ્યું.ત્યાં જ પાર્ટીમાં માઇક પર કોઈનો અવાજ સંભળાયો.

“હેલો દોસ્તો,આપકો આજ કી પાર્ટી મે મજા આયા હોગા તો ચલો ઇસ પાર્ટી કો ઔર ભી મજેદાર બનાતે હે આપકે સામને આ રહી હે હમારી હમ સબકી પ્યારી,ઔર ફેમસ મોડેલ માર્ટિના.......” બધા લોકો ખુશ થઈ ગયા.બધા માર્ટિનાને મળવા માટે પડાપડી કરવા લાગ્યા.માર્ટિના હાથ ઊંચો કરી અંદર આવી રહી હતી.કબીર બસ તેના સામે જોઈ રહયો.લોકોની ભીડ જામી હતી માર્ટિનાને હાથ મિલાવવા માટે,કબીર થોડીવાર માટે પોતાના હાથને જોઈ રહયો.જે લોકો પડા-પડી કરી રહયા હતા માર્ટિનાને હાથ મિલાવવા એ જ માર્ટિનાએ તેનો હાથ સામેથી પકડ્યો હતો.

“જો આ છે મુબઇની ફેમસ મોડેલ માર્ટિના આને મળવું એટલે જન્નત મળ્યા બરાબર છે.” તેના દોસ્તે કબીર સામે જોતાં કહ્યું.કબીર તેના સામે જોઈ રહયો.કબીરના ફેસ પર સ્માઇલ હતી.

“માર્ટિના પ્લીજ ઓપન ધ ડોર.....” કબીર હજૂપણ માર્ટિનાના ઘરની બહાર ઊભો હતો.રાતના બે વાગે પોતાના હાથમાં બેસ્ટ એકટરનો એવાર્ડ લઈને કબીર તેના ડોર ઓપન કરવાની રાહ જોઈ રહયો હતો.કબીરે પોતાના મૅનેજર થી લઈ બોડીગાર્ડ બધાને નીચે ઊભા રાખ્યા હતા,તે માર્ટિનાને સ્પરાઈજ આપવા માગતો હતો.

“માર્ટિના.....ઓપન ડોર પ્લીજ.....” કબીરે ફરી ડોરબેલ વગાડતા કહ્યું.માર્ટિના ડોર ઓપન નહોતી કરી રહી.કબીરને હવે ચિંતા થવા લાગી હતી.માર્ટિનાનો રેપવોકનો શો રાતે બાર વાગે જ પતી ગયો હતો.માર્ટિનાએ આ સમયે ઘરે જ હોવું જોઈએ.

“હેલો આશુતોષ પ્લીજ જલદી માર્ટિનાના ઘરની ચાવી લઈને ઉપર આવ...” કબીરે પોતાના મેનેજરને આદેશ આપતા કહ્યું.કબીર પાસે તેના ઘરની ચાવી હમેશાં રહેતી.મેનેજર તરત ઉપર આવ્યો.તેણે આવીને માર્ટિના ઘરને ઓપન કર્યું.કબીરને બંને અંદર ગયા.

“માર્ટિના ક્યાં છે તું ? “ કબીરે ફૂલોનું બુકે નીચે મુકતા કહ્યું.કબીરના પગ ધીરે-ધીરે માર્ટિનાના બેડરૂમ તરફ વળી રહયા હતા.

“માર્ટિના.......” કબીર બેડરૂમમાં આવ્યો ને તેના આભ તળેથી જમીન ફાટી ગઈ.તેની આંખોના ડોળા જાણે હમણાં જ બહાર નીકળી જશે એવા થઈ ગયા.તેના પગ જમીન પર ફસડાઈ પડ્યા.તેના વિચારોએ આપ-લે કરવાનું બંદ કરી દીધું.

“આશુતોષ.......” કબીરના મોઢામાંથી બૂમ નીકળી ગઈ.

આશુતોષ તરત રૂમમાં આવ્યો.તેની પણ આંખો ફાટી ગઈ.કબીર જમીન પર ફસડાઈને પડયો હતો અને તેના સામે માર્ટિના લોહી-લુહાણ હાલતમાં પડી હતી.તેનો બેડરૂમ અસ્થ્વયસ્થ થઈ ગયો હતો.માર્ટિના ફેસ પરથી લોહીના રેલા નીકળી રહયા હતા.કબીર બસ ડોળા ફાડી-ફાડીને તેને જોઈ રહયો હતો.

(ક્મશ:)