એ દિવસ મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ શું દિવસ હતો એ કે મેં એને પહેલી વાર જોઈ
પણ કદાચ તમને વચ્ચેથી મજા નહીં આવે ચાલો પહેલેથી સાંભળો મજા આવશે
ત્રણ કલાકની રાહ જોયા પછી ચેક-ઇન કાઉન્ટર ખુલ્યું અને ભાઈ લાગ્યા લાઈનમાં મારું હૈયુ તો જાણે થનગની રહ્યું હતું એ જગ્યા પર જાવા માટે અને હોય પણ કેમ નહીં એક સરસ પગારની નોકરી એય પાછી વિદેશમાં પણ એના કરતાં પણ કંઈક જોરદાર થવાનું હતું મારી જિંદગીમાં કદાચ મેં પણ વિચાર્યું નહોતું એવું કંઈક!
તમે એવું માનતા થઈ ગયા હશો કે વાત વિદેશયાત્રાની થાય છે. પણ તમે જો તમારો જવાબ હા હોય તો એવું જરા પણ નથી. તો સહજ સવાલ થાય, તો પછી છે શું? તો લો જરા આગળ વાંચો
લાઈનમાં મારો નંબર આવી ગયોને હું પહોંચ્યો કાઉન્ટરની પાસે મેં એમને મારા પાસપોર્ટ અને ટિકિટ અને બીજા બધાજ ડોક્યુમેન્ટ ચેક કરવા આપ્યા અને થઈ જોયા જેવી એ લોકો કહે માફ-કરજો પણ તમે ટ્રાવેલ નહીં કરી શકો કારણ મળ્યું કે એ દેશના વિઝા નિયમમાં ફેરફાર થયેલ છે એન્ડ હવે મારે વિઝા પેપર અહીં જોઈશે કઇ વિચાર આવતો નહોતો કે શું કરવું ? ત્યાં મેં બધું પૂછવા નું ચાલુ કર્યું અને જવાબ મળ્યો ફ્લાઇટ જતી રહે પછી અમે તમારી મદદ કરીશું ત્યાં સુધી રાહ જુઓ.
મગજે પણ કામ આપવાનું બંધ કરી દીધું હતું કે હવે શું કરવું અને પાછું ફોન પણ નહીં કેમ કે અહીંના ફોન ત્યાં ચાલે એમ નહોતા તો કોઈને કહેવું પણ કેવીરીતે ત્યારે ત્યાં સામેની બાજુમાં કેટલાક લોકો બેઠેલા એમની પાસે જઈને બેઠો અને બાજુમાં બેઠેલી વ્યક્તિનો ફોન લઈને મેં મારી કંપનીમાં કોલ કર્યો અને એમને જે થયું હતું એની બધી વાત કરી એમનો જવાબ પણ એજ હતો કે રાહ જુઓ શું થાય છે ? પછી જાણ કરો અમે તમારા વિઝાના પેપર કાલ સુધીમાં પહોંચાડી દઈએ અને પછી તો મારી પાસે એકજ કામ હતું જ્યાં સુધીમાં એ લોકો નવરાના થઇ જાય ત્યાં સુધી મારે એમની રાહ જોવી કેમ કે બહાર જવું હોય તો પણ એરપોર્ટના નિયમ મુજબ કોઈ પણ સ્ટાફ મેમ્બર તમને મુકવાના આવે તો તમે ડિપાર્ચર ગેટથી બહાર ન નીકળી શકો
હું પાછો એજ જગ્યા એ આવ્યો અને જેમને મને એમનો મોબાઇલ આપેલો એમનો આભાર માનતા મેં એમને મોબાઈલ આપી દીધો અને હું પણ બાજુમાં ગોઠવાયો
વિચારી રહ્યો હતો કે શું કરવું? અને કઈ રીતે કરવું એટલામાં મારી બાજુમાં બેઠેલી એ છોકરી એ મને પૂછ્યું શું કઇ તકલીફ થઈ અને હું જોઇ જ રહ્યો પછી થોડા ભાનમાં આવી ને પૂછ્યું શું તમે ગુજરાતી છો
(આજે મેં એને પહેલી વખત જોઈ )
એ બોલી હા અને પછી તો શું મેં એને મારી સાથે થયેલી ઘટનાની બધીજ વાત કરી અને વાતો ચાલુજ રહી અમારી વચ્ચે ઘણીબધી વાતો થઈ ત્રણ કલાક ક્યાં નીકળી ગયા ખબરજ ના રહી એ પણ એજ જગ્યા એ જવાની હતી જ્યાં હું અને પછી મેં પૂછ્યું કે કોની સાથે આવેલા છો તો એણે એના દાદા-દાદી તરફ ઈશારો કરીને મને એમનો પરિચય આપેલો (એના દાદા વર્ષોથી ત્યાં સેટલ થયેલ એક NRI બિઝનેસમેન હતા અને એમનું કુટુંબ પણ ત્યાંજ છે વર્ષોથી કોઈક વાર દાદા આમ વર્ષમાં એક-બે વાર અહીં વતનમાં આવે અને આવખતે પહેલી વાર એ પણ આવેલી)
અને ફ્લાઈટનો ટાઈમ થઈ ગયો અને એ લોકો નીકળી ગયા હું એને છેલ્લે જ્યાં સુધી મારી દ્રષ્ટિ પહોંચતી હતી ત્યાં સુધી હું એને નિહાળી રહ્યો હતો
(તમે વિચારતા હસો કે જે માણસની ફ્લાઈટ છૂટી ગઈ કઇ રીતે જવાનું છે એના ઠેકાણા નથી અને પાછો છોકરી ઓ સાથે વાત કરવામાં મસ્ત છે શું થશે આનું? )
(પણ કહેવાય છે ને કે ભગવાન જે કરે એ સારા માટેજ કરે છે બસ એવુંજ કઈક મારી સાથે પણ થયું. શું ? એ જાણવા તમે આગળ વાંચો તો મજા આવશે)
ફ્લાઈટ મેનેજરે આવી અને મને બધી મદદ કરી અને મને રાત્રે 4:00 વાગે મુંબઇ એરપોર્ટની બહાર મોકલી દીધો સમજી જ ગયાં હસો કે કેવી મદદ કરી હશે પછી શું બધી પ્રોસેસમાં 3 દિવસ લાગ્યા અને પાછા આપડે તૈયાર આપણી મંઝિલ સુધી પહોંચવા હવે મારી પાસે ખુશ થવાનું એક બીજું પણ કારણ હતું કેમ કે
એ મને એનો મોબાઈલ નંબર આપીને ગઈ હતી કે ત્યાં આવીશ ત્યારે તું નવો હોઈશ અને આજ હતું મારી ખુશીનું કારણ હું બધી પ્રોસેસ પુરી કરીને મારી મંઝિલ તરફ ઉડવા તૈયાર હતો અને 45કલાકના સફર પછી હું પહોંચી ગયો મારી મંઝિલ
(પહેલો દિવસ વિદેશમાં)
હું પહોંચ્યો ત્યાં કંપનીનો માણસ મને લેવા આવ્યો ઘરે પહોંચ્યો બધું જોયું જાણ્યું સાંજે એ શહેર કેપટાઉનને જોવા નીકળ્યો ખુબજ સુંદર સિટી ચારે બાજુ દરિયા કિનારાથી ઘેરાયેલું મારા સ્વપ્નનું શહેર બીજા દિવસે હું જોબ પર ગયો ત્યાં કામ શરૂ થઈ ગયું અને આવ્યો રજાનો દિવસ અને મને યાદ આવ્યું મેં મારી બેગમાંથી નંબર નીકાળી એની સાથે વાત કરી એને મને મળવા બોલાવ્યો મેં મારા કલીગને કહ્યું ભાઈ આ જગ્યાએ જવું છે તો એને ટેક્ષી કરી આપી એને હું ગયો એને મળવા.
(મારી અને એની પહેલી મુલાકાત)
એક સરસ મજાના સુંદર ઇન્ડિયન રેસ્ટોરન્ટ માં અમે બંને મળ્યા ખૂબજ સુંદર લાગતી હતી એ
મેં એને બોલાવી
હું : હેલો
તેણી:હાઈ,હાઉ આર યુ ?
હું: ફાઈન, થેંક્યું
(પછી થોડીક ઔપચારિક વાતચીત થઈ અને મેં એને કહ્યું ) (સાચેજ એ અતિસુંદર લાગતી હતી તેથી હું મારા શબ્દોને રોકી ના શક્યો અને)
હું :યુ આર લૂકિંગસો ગોર્જીયસ
એનો જવાબ આવ્યો હું સાંભળીને જ એની ઉપર જાણે ફિદા થઈ ગયો
તેણી: થેંક્યું
બટ નાવ વી આર ટોકિંગ ઇન ગુજરાતી ઓકે
હું : જેવી આપની ઈચ્છા
કદાચ એને ગુજરાતી બોલવુ ગમતું હશે એવું મને લાગ્યું અને પછી એ મને ત્યાંની બધી વાતો જણાવી રહી હતી પણ મને તો ખાલી એને જોવામાં જ રસ હતો અને એ જે પ્રકારે મારી સાથે પહેલી મુલાકાતમાંજ મારી સાથે જે પ્રકારે વાતો કરતી હતી એ જોઈને મને તો થયું કે અમે એક બીજાને વર્ષોથી જાણતા હોઈએ બસ એની આજ વાત એને ખાસ બનાવતી હતી અને જોતા જોતામાં ઘણો સમય નીકળી ગયો હતો ખબરજ ના પડી કે સમય કયાં વીત્યો છુટા પડતી વખતે એને મારા ઘરનું અડ્રેસ લીધું અને મને એના ઘરનું અડ્રેસ આપ્યું પછી અમે ચાલ્યા એને કહ્યું ફરી મળીશું બાય અને અમે છુટાપડ્યા
(સાચું કહું તો એ બાય મને બાર મણનું લાગ્યું હો)
એના પછી હું અને એ ઘણી વાર અમે મળ્યા જ્યારે પણ કામમાં રજા હોય ત્યારે અમે બંને સાથે જ હોઈએ અને આજ મુલાકાતોમાં અમે બંને એક બીજાની નજીક પણ આવવા લાગ્યા કદાચ એને મારી સાથે વાતો કરવી ગમતી અને મને એની સાથે એને આપણા દેશની ગુજરાતની વાતો કરવી ગમતી કારણ કે એ ફક્ત જન્મે જ ગુજરાતી હતી બાકી તો એ અહીજ મોટી થઈ હતી પણ એની વાતોમાં ઇન્ડિયા અને ગુજરાત પ્રત્યેનો પ્રેમ ચોખ્ખો દેખાઈ આવતો હતો એ મને બધી વાતો પૂછતી બસ એમને એમ બધું સરસ ચાલી રહ્યું હતું ને
આમ કરતા કરતા અમારા વચ્ચેની મિત્રતાને છ મહિનાથી પણ વધુ સમય વીતી ગયો હતો ને એમાં આવ્યો વેલેન્ટાઈન-ડેની આગલી રાત્રે મેં એને મેસેજ કર્યો અને કહ્યું મળીશું કાલે એને તરતજ હા કહી દીધી ભગવાન જ જાણે કે એ રાત મેં કેમ કરીને નીકાળી હતી મનમાં હજારો સવાલ કે જેના જવાબ કાલે મળવાના હતા કે
સવાર ક્યારે પડે?
કાલે એને પૂછીશ કેવીરીતે?
એ હા પડશે કે ,,,?
અને એમ કરતાં કરતાં સવાર પડી ગઈ એ દિવસ આવી ગયો હું સવારનો તૈયાર થઈને બેઠો હતો બસ એના કોલની રાહ જોઈને બેઠો જ હતો ને એટલામાં એનો કોલ આવ્યો એને મને એજ હોટેલમાં બોલાવ્યો કે જ્યાં અમે પહેલીવાર મળ્યાં હતાં હું ઉપાડ્યો દિલ માં અરમાન લઈને રસ્તામાંથી એક મસ્ત ગુલાબનું બુકે લીધું અને પહોંચી ગયો ત્યાં એ ટેબલ પર મારી રાહ જોતી બેઠી હતી મેં બુકે વેઈટરને આપીને સમજાવ્યો કે હું ઇશારો કરું એટલે મોકલાવજે
અને હું ટેબલ પર ગોઠવાઈ ગયો એ મને જોઈને બોલી ઓહો મસ્ત લાગે છે યાર. હું પણ થોડો શરમાઈ ગયોને યુ આર ઓલ્સો લુકિંગ સો બ્યુટીફૂલ રીયલી કહી ને પછી મેં એને પૂછીને કોફી મંગાવીને વાત ચાલુ કરી મારા મનમાં તો એમ હતું કે પૂછવું કઈ રીતે અને એણે સામેથી જ પૂછી લીધું
એ: મને લાગે છે કે તું કંઈક વિચારી રહ્યો છે મને કહે તો હું તને કંઈક એડવાઇસ આપું
હું: કઈ નહીં બસ એમજ વિચારીરહ્યોં હતો કે તને કંઈક કહેવાનું હતું પણ યાદ નથી આવતું...
એ: શું કહેવું હતું બોલ ?
હું :એજ યાદ નથી આવતું ને કે શું કહેવાનું હતું!
એ:હમ્મ
(કહેવું તો હતું પણ હિંમત ક્યાંથી લાવવી અને પછી અચાનકજ વિચાર આવ્યો કે 'આજે નહીં બોલે તો ક્યારેય નહીં બોલી શકે કહી દે' અને હું એક દમ હિંમત આવી હોય એમ)
હું:હા યાદ આવ્યું
(વેઈટરને ઈશારો કરતા એ આવ્યો હું બુકે લઇને તૈયાર થઈ ગયોને પછી )
મેં બુકે લઈ ઘૂંટણીએ બેસીને એક આત્મવિશ્વાસથી એને કહ્યું આઈ લવ યુ
એણે કંઈ બોલ્યા વગર બુકે લઇ લીધું અને ટેબલ પર મૂકી દીધું કઇજ બોલી નહીં અને હું ટેન્શનમાં કે સાલું થયું શું કઈક ખોટું તો નથી થઈ ગયુંને પછી દિલને સંભાળતાં હું પણ 5 મિનિટ કઈ બોલ્યો નહીં,,,,, 5મિનિટ પછી હિંમત કરીને હું બોલ્યો સોરી યાર જો કોઈ ભૂલ થઈ હોય કે તને નગમ્યુ હોયતો પ્લીઝ યાર કંઈક તો બોલ એ કંઈ ન બોલી અને હું પાછો ચૂપ થઈને બેસી ગયો
( સાચું કહું તો મારા પરસેવા છુટી ગયા હતા એ સમયે મને તો એમ લાગી રહ્યું હતું કે જાણે મેં આ દુનિયાનું સૌથી મોટું પાપ કરી નાખ્યું હોય!)
એટલામાં તો ચમત્કાર થઈ ગયો એ ધીમે ધીમે હસવા માંડી અને મારી સામે જોતા મને કે જો તારું મો કેવું થઈ ગયું છે અને એ બોલી સોરી હું મઝાક કરતી હતી પણ યાર તે બહુ ટાઇમ લગાડી દીધો આ કહેવામાં!
આ શબ્દો જ્યારે મારા કાનમાં પડ્યા એ સમયે મારુ હૃદય ધબકારો ચુકી ગયું હશે ચોક્કસથી હું કેટલો ખુશ હતો કહી શકું એમ નથી
અને પછી તો શું હું ઉભો થયો અને એને જોરથી બાથમાં ભરી લીધી અને આમ અમારી પ્રેમ કહાની ચાલુ થઈ ગઈ પછી અમે બંનેએ એક બીજા સાથે બહુ બધી વાતો કરી અને પછી છુટા પડવાનો સમય પણ થઈ ગયો હતો અમે એક બીજાને બાય કહ્યું પણ ટેબલ પરથી ઉભું પહેલું કોણ થાય કેમ કે આજે કોઈને છુટાપડવાનું મન નહોતું અને આખરે અમે બંને સાથે ઉભા થઇ નીકળ્યા આજે હું એને ટેક્ષીમાં બેસાડીને ટેક્ષી સામે જોઈ રહ્યો હતો જ્યાં સુધી ટેક્ષી અદ્રશ્યના થઇ ત્યાં સુધી હું એને જોઈ રહ્યો હતો આજે એ પણ સામેથી મારી સામે જોઈ રહી હતી મારા મન અને હૃદય માં આજે એક અદ્દભુત લાગણી ની અનુભુતી થઈ રહી હતી
એના પછી અમે બહુ બધી વખત મળ્યા અને સાથે ફર્યા પણ અમે બહુ સમય સાથે વિતાવ્યો હું દરરોજ રાત્રે સૂતા પહેલા કોલ કરતો અને એ પણ મારા કોલની રાહ જુએ બંને એક બીજા વગર રહી નહોતા શકતાં એવો થઇ ગયો હતો અમારો પ્રેમ અમે પ્રેમમાં બહુજ આગળ આવી ગયા હતા
આમ ને આમ સમય ક્યાં વિતતો ગયો જરા ખબર પણ ના પાડી આ સમયમાં હું ઘણી વખત એના ઘરે પણ ગયો એના પરિવારના સભ્યો પણ એના જેવાજ મળતાવડા સ્વભાવના હતા એટલે મને બહું તકલીફ ન પડી
મને તો લાગ્યું કે લાઈફમાં હવે વધુ કઈ નહીં જોઈએ જે જોઈતું હતું એ તો ભગવાને આપી દીધું એક સુંદર છોકરી અને એક સરસ મજાની નોકરી એ પણ ફોરેનમાં નસીબદાર વ્યક્તિ નેજ મળે આટલું બધું તો એક સાથે આના માટે તો ભગવાનનો ગમ્મે તેટલો આભાર માનું ઓછો છે.
અમારા પ્રેમ ને 2 વર્ષ વીતી ચુક્યા હતા અને અમેબંને પણ પ્રેમના એક એવા સંવેદનશીલ સમયમાં હતા કે જ્યારે પુરી જિંદગી બસ એક બીજાના થઇને રહીશું એવી ઇચ્છઓ મનમાં આવેગોની જેમ ઉછળી રહી હતી. હવે એક બીજા વગર રહેવું તો દૂરની વાત પણ આવો વિચાર પણ આવે તો દિલમાં કંપારી છૂટી જતી હતી
પણ કહેવત નથી કે જિંદગી કોઈ દિવસ સીધી લીટીમાં નથી ચાલતી બસ મારી સાથે પણ કંઈક એવુંજ બન્યું
{જો વાચક મિત્રો આ લવ સ્ટોરી પસંદ આવે તો જરૂર જણાવજો અને આપનો સારો પ્રતિસાદ રહ્યો તો બીજો ભાગ પણ જલ્દીજ પ્રકાશિત કરીશું }