Budhvarni Bapore - 16 in Gujarati Comedy stories by Ashok Dave Author books and stories PDF | બુધવારની બપોરે - 16

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

બુધવારની બપોરે - 16

બુધવારની બપોરે

(16)

કપડાં કેવા પહેરાય?

ગુજરાતીઓ અરીસામાં જેટલી વાર જુએ છે, ત્યારે જુઠ્‌ઠું જુએ છે. એ પોતાનું ફક્ત ઉપલું ફિગર જુએ છે. કોઇ એ જોવા નથી માંગતું કે, બાલ્કનીમાં ઉંધા સુકાતા લેંઘાની જેમ પેટ કેવું લટકતું ઝૂલી રહ્યું છે! આવું પેટ આખા બૉડીનો (...અને બાલ્કનીનો) આકાર બગાડી નાંખે છે. આ કાંઇ પૂર્ણકળાએ ખીલેલા પેટોની વાત નથી ચાલતી, બહાર આવું-આવું કરતા તોફાની પેટોની વાત થાય છે. મોટા પેટો બ્લૅક-મની જેવા હોય છે. જેટલા સંતાડી રાખો એટલા બહાર આવે ને પત્તેડી ઝીંકે. ઘરમાં શ્રી.ઠાકોરજી, મહાદેવજી કે મા અંબેના ગમે તેટલા સુંદર ફોટા લટકતા હોય, મેહમાનોની નજર કદી એમના ઉપર ન જાય પણ, સાલાઓની પહેલી નજર, ‘ભાભી, હમણાંથી તમારૂં પેટ જરા વધી ગયું છે...’ એવા બિહામણા દ્રષ્યો ઉપર જાય છે. (સુધારો : ગુજરાતીઓના એકે ય ઘરમાં ઠાકોરજી કે મહાદેવજીના ફોટા એક ઘરમાં કદાપિ સાથે હોઇ ન શકે. એ બન્ને વચ્ચે તો સગાભાઈઓ જેવા સંબંધો છે, પણ એમના ભક્તો એકબીજાના દેવી-દેવતાનું નામ તો નસકોરાંમાં ય ન બોલાવે!......મોટા ભાગના ધર્મો એવું શીખવાડે છે કે, આપણા ભગવાન સિવાય બીજાના ભગવાનોનું તો ભૂલમાં ય નામ નહિ લેવાનું! બીજાના ધર્મો કે ભગવાનો માટે નફરત કરો તો ય ખોટું નથી......હંહ....પાકિસ્તાનને હરાવવા નીકળ્યા છે...!) બધા વાચકોને સમજ નહિ પડે, પણ વર્ષો પહેલા જૅકી શ્રોફની ફિલ્મ ‘શિવા’ આવી હતી, ત્યારે મેં ‘સિક્સર’ લખી હતી. એક વૈષ્ણવજન આ ફિલ્મ જોઇને બહાર નીકળતા હતા ને કોક મળ્યું ને પૂછ્‌યું, ‘કઇ ફિલ્મ જોઇ...?’ જવાબમાં ઘડીભર મૂંઝાયા પછી પાટર્ી બોલી, ‘‘......આઆઆ’’.)

લટકતા પેટો માટે (પ્ર)દર્શનશાસ્ત્રોમાં ત્રણ પ્રકારો વર્ણવવામાં આવ્યા છે. (અ) ફક્ત આગળથી લટકતું પેટ, જેમાં ભાવક શર્ટની આગળ ચણાનો લોટ ઠાંસોઠાંસ ભરીને સંતાડીને ઊભો હોય એવું લાગે છે. (ફ્રા) પેટની બન્ને બાજુ સાઇડમાં લટકતા પેટ. આ પ્રકારના પેટોની સાઇઝોના પાટલૂનો તો ઠીક, કમર ઉપર પહેરવાના પટ્‌ટા ય મળતા નથી. પૅન્ટ તો હજી સિવડાવી ય શકાય, પણ કમરનો બૅલ્ટ બનાવવા માટે આટલું પહોળું ચામડું ક્યા જનાવરનું લાવવું? હાથી ફાડે તો કામ થાય! મકાન બંધાતું હોય ત્યાં તગારામાંથી ભીનો સીમૅન્ટ તગારાની આસપાસ ઢોળાયો હોય, એમ જાતકનું પેટ ચારે બાજુ ઢોળાયું હોય. પાટલૂનની કઇ સાઇડથી ક્યો હિસ્સો જમીન ઉપર પડશે, એની ધારણા કરી ન શકાય. આ પ્રકારના જાતકો બુધ્ધિ વગરનું એક કામ ઝનૂનપૂર્વક કરે છે. આવી અનૌરસ સંપત્તિને તો શક્ય હોય ત્યાં સુધી સંતાડી રાખવાની હોય, એને બદલે પૅન્ટમાં શર્ટ ઈન્સર્ટ કરીને એ પેટ-પ્રદર્શન જાહેરજનતા માટે ખુલ્લું રાખે છે. તારી ભલી થાય ચમના....કબુલ કે, ઈન્સર્ટ નહિ કરવાથી પેટ ઓછું થવાનું નથી પણ આપણે એનું પેટ જોવું તો ન પડે ને? (ઋ) વિશ્વની તમામ ફાંદો ફૂલેલી હોતી નથી. કેટલીક મધ્યમાં અટકી ગઇ હોય છે. એનું કાંઇ નક્કી ન હોય. વધારે બહાર આવે ય ખરી ને ૠષિની માફક એના સ્થાને અચલ રહ્યા કરે. અલબત્ત, એને ય ફાંદ કહેવાય તો ખરી. સઘળું સાવ સપાટ હોય નહિ.

આ જ કારણે, સ્ત્રી હોય કે પુરૂષ, બન્નેને ખુશ કરવા હોય તો દૂરથી એમને આવતા જોઇને મુસ્કુરાતા મુસ્કુરાતા (પુરૂષ હોય તો ભેટીને) કહો, ‘‘ઓહ વાઉ....હમણાં તો બહુ ઉતાર્યું...નહિ? આજકાલ ઘેર જમો છો....??’’

એ ખુશ એવો થશે કે, શ્વાસ ઊંડો ખેંચીને પેટ અંદર લઇને સ્માઇલો સાથે વિગતો જાહેર કરશે, ‘‘ઓહ યા...હમણાંથી તેલ-બી-બટર-ચીઝ-મૅયોનીઝ.....બધું બંધ....! ચાલવાનું રોજ ૧૫-કી.મી. અને ખાસ તો ‘યોગા’ નિયમિત કરવાનો!’ આટલું બોલતા સુધીમાં ખેંચી રાખેલો શ્વાસ પૂરો થવા આવ્યો હોય એટલે પેટ હતું ત્યાંનું ત્યાં પાછું આવી જાય. આપણે કેવળ હળવું સ્માઇલ આપી દેવાનું. (ભલે સંસ્કૃત ન ભણ્યા હોય, પણ યોગ શીખવવાના તગડા પૈસા લેતા યોગગુરૂઓને એક વિનંતિ ચોક્કસ કરી શકાય કે, તમે ‘ભારતીય છો. કમ-સે-કમ તમે તો ‘યોગ’ બોલો.....શેના ‘યોગા યોગા યોગા’ કરીને મંડી પડ્યા છો? રામા, લક્ષ્મણા, ભરતા....કઇ રામાયણમાં આવે છે? તમારા બાપનું નામ ‘ધીરજલાલ’ હોય ને અમે ‘ધીરા’ કહીશું તો ચાલશે? ભારતીય સંસ્કૃતિનું સર્વોત્તમ માન તમે આયની પેઢીને ‘યોગ’ જેવી મૂલ્યવાન ચીજ શીખવાડીને રાખો છો, તો એ જ સંસ્કૃતિની ભાષાનો આદર તો કરો!)

મસ્ત મજા તો સ્ત્રીઓ કરાવે છે. ફૂલ-સાઇઝ અરીસા સામે ઊભી ઊભી લટક-મટક કરતી આયનામાં પોતાની ખૂબસુરતી કેવળ ઉપર સુધીની જોઇને મલકાયે જાય છે. ‘ઓ બેન....જરાક અમથું નીચું ય જો. માઉન્ટ ઍવરેસ્ટ ગમે તેવો રૂપાળો હોય.....બધા એનું ટોચકું જ જુએ છે....ઉપર જવું હોય તો તળેટી ય જોવી પડે! જરાક અમથું ય નેહરૂ બ્રીજના ઢાળ જેવું પેટ લટકતું દેખાય તો આ માતાઓ અને બહેનો દુપટ્‌ટા વડે એને કામચલાઉ ઢાંકીને અરીસા સામે સ્માઇલો આપે છે કે, ‘આ બરોબર...આમાં હું બહુ જાડી નથી દેખાતી! આટલું તો બધીઓને હોય...!’ આરોપી ય પોતે ને ન્યાયાધીશે ય પોતે!

સાચ્ચે જ ખૂબ અહોભાવ થાય આપણી આપણા કે અમારા જમાનાની હીરોઇનોને જોઇને! નૂતન, નંદા, વહિદા કે આજની તાપસી પન્નુ કે કૅટરિના કૈફો માટે કે, વર્ષોથી ફિલ્મોમાં કામ કરવા છતાં એમના શરીરો એ જ માપના જીંદગીભર રહ્યા છે જે માપો આપણને જોવા ગમતા હોય! એનો મતલબ કે, જીવનભર ખાવા-પીવા ઉપર કેટલો કન્ટ્રોલ રાખ્યો હશે? આપણે જોઇ જોઇને ત્રાસી જઇએ, કંટાળી જઇએ કે થાકી જઇએ એટલી કસરતો રોજ બબ્બે કલાક કરે ત્યારે આ ફિગરો જળવાયા હોય છે! નહિ તો, ફાઇવ-સ્ટાર હોટલોમાં જમવાની ને બટરમાં પલાળેલા પરાઠા ખાવાની એમને ક્યાં નવાઇ હોય!

જમાનો રોજ પોતાના ઘેર જમવાનો હતો, એટલે છોકરીઓ ફાટીને ઢમઢોલ નહોતી થઇ, માપસરની હતી. એ જમાનાના લૅડીઝ-ટૅલરોની અમને બધાને ઇર્ષા થતી....આજે દયા આવે છે. એ વખતના દરજીઓ છોકરીઓના કપડાંનું માપ બન્ને હાથ પહોળા કરીને છોકરીની કમર ફરતે વીંટાળીને લઇ લેતા....આજે તો સાંભળ્યું છે કે, ગુજ્જુ સ્ત્રીઓના ડ્રેસનું માપ લેવા દુકાનમાં બે દરજીઓ રાખવા પડે છે, એક આગળથી અને એક પાછળથી માપો લેવા માટે.....!

સિક્સર

ઓ યાર.....આમ વારંવાર શાયરીઓ ફટકારવાને બદલે ટ્રક કે રીક્ષાનો નંબર કહી દેતો હોય તો?

-------

ભાગ - ૨ - કપડાં

પણ સલામ છે આપણી મહાન સ્ત્રીઓને કે, કમરનું માપ ભલે કાબુ બહાર જતું રહ્યું હોય, ડ્રેસીઝ તો પ્રિયંકા ચોપરા કે આલીયા ભટ્‌ટને શોભે એવા જ લેવાના. નવાઇ લાગે કે, બહેન પચાસ વર્ષમાં એકે ય વખત પોતાની કમર સામે જોતા જ નહિ હોય? એ ચર્ચા કે સખીઓને પૂછપરછ કરશે તો ય ડ્રેસના કલરની, મૅચિંગની કે ભારે સિલ્કની અને.....ખાસ તો....કેટલા હજારનો આ ડ્રેસ છે? આમાં કોઇ ભૂલમાં ય એટલું સૂચન કરવા જાય કે, ‘આં તો બધું બરોબર છે....એક સહેજ....કમર થોડી ઓછી કરાવવી હતી ને...? હવે તો ઍસ.જી.હાઇ-વે ઉપરની ક્લબોમાં કોઇ માતા પેલું શું કહે છે....હા, ઘરારા પહેરીને રૂમઝૂમ કરતી મૅઇન ગૅટમાંથી દાખલ થાય છે, ઉપસ્થિત કવિઓ બે પંક્તિ અચૂક લખી મારે છે, ‘બાદલ ઘીરઘીર આયે રે...’

.....અને સુનો મેરી બાત અને થઇ જાવ ભાયડા...! હવે જીન્સ કે પૂરા પાટલૂનો ય ગયા. હવે ચડ્‌ડા આવી ચઢ્યા છે. ઍરપૉર્ટ પર પહેરવાનો તો આ ખાસ ડ્રેસ બની ગયો છે. ઢીંચણ સુધીના ચડ્‌ડા, લટકતી ફાંદ અને છાતી ઉપર ચ્ચ્ર્છઘ્ક્કઊં છાપેલું ઓળખપત્ર હોય. આવું છાપેલું ચ્ચ્ર્છઘ્ક્કઊં પહેરીને એ આપણને કહી રહ્યો છે કે, પોતે જે જ્ઞાતિમાં જન્મ્યો છે, એનું પબ્લિસિટી-સ્લોગન છે, એ ખબર પડતી નથી.

રોજેરોજ આટઆટલું શરીર જાળવી રાખ્યા પછીનો કસબ એમના કપડાંમાં દેખાય છે. મારી જે કાંઇ કલાસૂઝ છે, એ મુજબ સૌથી વધુ કપડાં જો કોઇને શોભતા હોય તો ‘જાની’ રાજકુમારને! ફિલ્મ ‘વક્ત’માં ચીનોય સેઠ સામે ગ્લાસ પછાડીને સંવાદ બોલતા એ કહે છે, ‘જીન કે અપને ઘર શીશે કે હો, વો દૂસરોં પર પથ્થર નહિ ફેંકા કરતે...’ ત્યારે આજે આપણને વિચિત્ર લાગે એવું હાફ-સ્લિવ્ઝનું શર્ટ અને વ્હાઈટ-શૂઝ સાથે સ્કિન-ટાઈટ વ્હાઇટ પૅન્ટમાં એ કેવો રૂઆબદાર લાગે છે! મને યાદ છે, ૧૯૬૫-માં અમદાવાદના કૃષ્ણ સિનેમામાં આ ફિલ્મ જોઇ આવ્યા પછી અમારામાંથી જેટલાની પાસે સગવડ હતી, એ બધા પાંચકૂવા સિંધી માર્કેટમાંથી પીળા શર્ટનું પતલું અને વ્હાઇટ પૅન્ટનું કાપડ તાકામાં લઇ આવ્યા હતા, જેથી રાજકુમાર બહુ મોંઘો ન પડે! હૅન્ડસમ શશી કપૂરને હાફ-સ્લિવ્ઝની જર્સીઓમાં જોવો આંખ માટે ઠંડક હતી. અમે બધા એવી જર્સીઓ પણ લઇ આવેલા. ભૂલ એ થઇ ગયેલી કે, જથ્થામાં ખરીદવાને કારણે બધાની જર્સીઓનો રંગ એક જ હોવાથી સ્કાઉટના વિદ્યાર્થીઓ માઉન્ટ આબુના જંગલોમાં ટ્રૅકિંગ માટે આવ્યા હોય એવા લાગતા. દોઢડાહ્યાઓ બધા સાથે પહેરીને પોળને નાકે ઊભા રહેતા.

સદનસીબે, સિંધી માર્કેટમાં કાપડ જ મળતું, મોટી મોટી ટમીઓ નહિ, એટલે એવા એવા ય અમે સારા લાગતા. (એમ તે કાંઇ, પોળને નાકેથી પસાર થતી બધીઓ કાંઇ માલા સિન્હાઓ કે નંદાઓ નહોતી......અમે કરેલા અમારે જ ભોગવવાના હતા!...આ તો એક વાત થાય છે!)

એ વાતે ય સાચી કે, એ જમાનાના લોકો આજની જેમ પાપી પેટને ખાતર નહોતા જીવતા. પેટ છુપાવવાની જરૂરત

પડતી નહોતી. આજની જેમ, મોટા ભાગના કપડાં લોકો તૈયાર નહોતા ખરીદતા....સિવડાવતા. જીન્સના પાટલૂનો ’૭૦-ની સાલમાં હજી શરૂ નહોતા થયા. જીન્સ સિવડાવવું પડતું અને પૂરા ગુજરાતમાં રીલિફ રોડ ઉપર એનો એક જ દરજી હતો. ઝાઝી સમજ ન પડે, એટલે સફેદ લેંઘા અને બ્લ્યૂ જીન્સની મોરી વચ્ચે કોઇ ફરક રહેતો નહોતો.

શૂટ તો આખી લાઇફમાં એક જ સિવડાવી શકાતો અને એ પોતાના લગ્ન હોય ત્યારે. લગ્ન પછી તો શામળીયો તનમનથી પૂરેપૂરો ઉઘડ્યો હોય એટલે પહેલા જ વર્ષે શૂટ (બ્લૅઝર) સ્ત્રીઓના બ્લાઇઝ જેવો ટાઇટ થઇ જતો. નાના ભાઈની સગવડ ફાધર-મધરે કરી ન હોય અને અમસ્તા ય એસ.ટી. બસ સ્ટેશને કોઇને લેવા-મૂકવા શૂટ પહેરીને ન જવાય...બા ખીજાય એટલે પહેલા જ વર્ષે નવોનક્કોર શૂટ પ્યાલા-બરણીવાળીને પિત્તળની એક તપેલીના બદલામાં આપી દેવો પડતો.

***