કિંજલની આંખોમાંથી આંસુનો ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો, બધા ઘરવાળા ટેન્શનમાં આવી ગયા કે કિંજલ ને શું થઈ ગયું.
કિંજલ ના સાસુ સસરા તરત દોડીને આવ્યા,
"બેટા, તું ચિંતા ના કરીશ, તને દુઃખ નહીં પડે અમારી જોડે..!"
પણ હવે એમને કેમનું સમજવું કે દુઃખ નું કારણ કંઈક અલગ હતું.
કિંજલ તરત ઊભી થઈને બધાથી દૂર થોડીક ચાલી ગઈ, તેની પાછળ-પાછળ મારા પગલા ક્યારે ઉપડી ગયા એનો મને ખ્યાલ જ ના રહ્યો.
કિંજલની એકદમ પાછળ હું ઊભો હતો, પૂનમની રાત હતી, બરાબર અજવાળું એના પર ફેંકાતુ હતું.
ચાંદના એ પ્રકાશમાં તેના વાળ જાણે સોનેરી રંગથી ચમકતા હતા.
મારા હોઠ ફફડ્યા,
"કિંજલ......!"
તે તરત પાછળ ફરી.
બે મહિના બાદ પહેલીવાર કિંજલની સાથે મે નજર મિલાવી હતી. વહાલનો દરિયો દિલમાં ઉમટેલો અને આંખોથી એ વહાલ સીધો જ વરસી રહ્યો હતો.
વધારે સમય હું મારા પગ પર ઉભો ના રહી શક્યો, કિંજલ ની સામે હું મારા ઘૂંટણ પર આવી ગયો.
તે દોડીને આવી અને ગળામાં ભરેલા ડુમા સાથે બોલી, "સોરી....!"
વાક્ય પૂરું આ પહેલા બે જીવ જાણે એક બાહુપાશમાં લપેટાઈ ગયા, કંઈ કેટલીય વાર સુધી.
અચાનક કિંજલ ના ફોનમાં રીંગ વાગી,
ફોન તેના પપ્પાનો હતો. તેણે કહ્યું,
"સોરી, વિશ્વેશ હવે કંઈ નહીં થાય, પપ્પાની અગેન્સ્ટમાં હું નહીં જઈ શકું..!"
"છેક સુધી વિચારી જોજે, હું મેરેજના આગલા દિવસ સુધી તારા માટે રાહ જોઇશ..!" મેં કિધું.
કિંજલ તરત નીકળી ગઈ.
કિંજલ ના પપ્પા એ પસંદ કરેલો છોકરો એમના બેસ્ટ ફ્રેન્ડ નો છોકરો હતો જેને તેવો ઘણા સમયથી ઓળખતા હતા.
એંગેજમેન્ટ બાદ કિંજલે મારાથી દૂર રહેવાનું પસંદ કર્યું. અમે બંને જણા મન મનાવવાના પ્રયાસો કરી રહ્યા હતા, પેરેન્ટ્સના નિર્ણયને માન આપવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, પણ આ વસ્તુ ઘણી અઘરી હતી.
મેરેજ નો દિવસ આવી ગયો. હું મેરેજમાં પણ ગયો એના પેરેન્ટ્સને, કિંજલ ને હું મળ્યો. ભીના હૃદયે બળજબરીપૂર્વક અમે એકબીજાને અમે વિદાય આપી.
કિંજલ યુએસ સેટલ થઇ ગઈ.
થોડાક જ વર્ષોમાં છોકરા ની સાચી વાસ્તવિકતા એના ફ્રેન્ડ્સની સામે આવી.
કિંજલને યુએસમાં પોતાના વિચારને રજૂ કરવાની ફ્રીડમ ના મળી,
એના જે ડૂડલ પર હું એપ્રિસિએશન નો વરસાદ વરસાવતો , એ બધા જ ડૂડલની મજાક એનો હસબન્ડ બનાવતો હતો.
એકલા ફરવાની ફ્રીડમ પણ એના સાસુ સસરા આપતા નહીં.
એ ત્યાં યુએસમાં મેરેજ નિભાવી રહી હતી અને હું અહીંયા મારી જિંદગીને નિભાવવામાં પડ્યો હતો...!કાંકરિયાના મેન ગેટ આગળ રાતના ૧:૦૦ વાગ્યે વિશ્વેશ ભાઈએ પોતાની આ વાતનો એન્ડ કરતા કહ્યું. "હેરતભાઈ, એક રિલેશનમાં કેટલા વર્ષો તમે સાથે રહો છો એના કરતા એ રિલેશનમાં કેટલા ઉંડા તમે ઉતરો છો એ વધારે અગત્યનું છે, કિંજલ સાથે મારું બ્રેક-અપ ક્યારે થઈ જ ના શક્યું.
હજી તેની સાથે મને એટલું જ અટેચમેન્ટ છે જેટલું પહેલાં હતું, હા ફરક એટલો છે કે એ મારી જોડે નથી પણ એની આત્મા એનું મન હજી મારી પાસે જ છે. લાઇફમાં બીજી કોઈ વ્યક્તિ જોડે હું આ રીતનો રિલેશન નહીં રાખી શકું , આ અટેચમેન્ટ જે કિંજલ તરફથી મળ્યું છે એ આજ પછી ક્યારેય બીજા કોઈની સાથે નહીં થાય.
જો અમારા મેરેજ થાત અને આ સમાજ જો અમારા રિલેશનને સ્વીકારત તો કદાચ જીંદગી કંઈક અલગ હોત, પણ મેરેજ એ કોઈપણ રીલેશનનું એન્ડ ડેસ્ટિનેશન નથી કોઈની સાથે સાચો પ્રેમ થવો એ જ બહુ અગત્યની વાત છે..!"
હું વિશ્વેશ ભાઈને ખાલી જોઈ રહ્યો હતો મેં એમને ફક્ત એક જ સવાલ પૂછ્યો,
"મેરેજ પછી ક્યારેય તમે એમને મળ્યા હતા?"
"મારા ફ્રેન્ડના ઘરે જ્યારે અમારું ગેટ-ટુગેધર થયું ત્યારે હું તેને છેલ્લી વાર મળ્યો હતો."
એને જોઈને ફક્ત મે એટલું જ કીધું હતું કે જે આજે પણ મને યાદ છે,
"इन फासलों ने हमें अब तक मिलने ना दिया मगर,
तेरी मोहब्बत मेरी रूह को हर शाम चूमा करती है़!!!!
રસ્તામાં પાછા ફરતી વખતે મારા મગજમાંથી આ સ્ટોરી નીકળતી જ નહોતી.
મને વારંવાર એક જ વિચાર આવતો,
સ્ટોરી હજી પૂરી નથી થઈ,
ભલે વિશ્વેશ અહીં હોય અને કિંજલ યુએસ હોય,પણ ક્યારેક કોઈક દિવસ કિંજલ પોતાના વિશ્વેશને શોધતી અહીં આવશે,
અને "કાસ્ટ"ની માયાજાળમાં ફસાઈ ગયેલી ૩ ફેમિલીને મુકિત આપશે, અને કદાચ આ વાર્તા પર પૂર્ણવિરામ મૂકાશે.
અને જો તે પાછી નહીં આવે તો....,
તો આ "વાર્તા" એક "કિસ્સો" બનીને રહી જશે...!!
ડૉ. હેરત ઉદાવત.