Safar - 9 in Gujarati Adventure Stories by Ishan shah books and stories PDF | સફર (એક અજાણી મંજિલની) - 9

Featured Books
  • दिल से दिल तक- 1

    दिल से दिल तक: शादीशुदा आभा के प्यार का क्या था अंजाम (Part-...

  • बैरी पिया.... - 41

    अब तक : संयम उसकी ओर घुमा और उसे गले लगाते हुए बोला " मेरा इ...

  • अग्निपरीक्षा!

    अग्निपरीक्षा !             कुछ ही दिन पहले वह मुझे नर्सिंग ह...

  • My Devil Hubby Rebirth Love - 42

    रूही वाशरूम में अइने के सामने खड़ी अपने गले के निशान को देख...

  • द्वारावती - 62

    62चार वर्ष का समय व्यतीत हो गया। प्रत्येक दिवस गुल ने इन चार...

Categories
Share

સફર (એક અજાણી મંજિલની) - 9

( આપને અગાઉ જોયુ એમ લક્ષ્ય અને એના સાથીદારોને એમેઝોન જંગલમાં પ્રવેશતા જ કેટલાક આદિવાસીઓ આંતરે છે. પણ એમાંથી એક એડમ નાવિક અબાનાને સારી રીતે ઓળખે છે અને આ લોકોની મદદ કરવા તૈયાર થઈ જાય છે. હવે આગળ.. )



હવે મેં મારા સાથીદારો સાથે વાતચીત કરી , અબાના પણ હવે સરસ રીતે અમારી સાથે હળીભળી ગયો હતો. અમારે ઝડપથી હવે માઈકલ અને એના સાથીદારોનો પીછો કરવો પડે તેમ હતુ કારણ કે છેલ્લા દસ કલાકથી અમે એમનાથી અલગ થઈ ગયા હતા. વધુ સમય વેડફીએ અને તેઓ કદાચ મળે જ નહિ તો ! અમે અમારી વાત એડમ આગળ મૂકી પણ એણે ઘસીને ના પાડી દીધી. ઘણી રકઝક ચાલી અને અમે અમારી વાત પર મક્કમ હતા પરંતુ એને એક જ રટણ ચાલુ રાખ્યુ કે અમારે સવારે પ્રસ્થાન કરવુ જોઈએ. વચ્ચે વચ્ચે એ કંઇક વિચારતો આંટા-ફેરા મારતો અને એના મિત્રો સાથે એમની પ્રાદેશિક ભાષામાં કંઇક વાત કરતો.

મને એમની ભાષા તો સમજાતી નહોતી પણ તેમના વાતચીતના હાવભાવ અને શારીરિક ભાષા દર્શાવી રહ્યા હતા કે તેઓ કોઈક વાતને લઈને ચિંતિત હતા. મેં એડમને પૂછ્યું પણ એ કંઈ સ્પષ્ટ બોલ્યો નહિ બસ એટલુ જ કહેતો રહ્યો કે સવારે પ્રસ્થાન કરીએ અત્યારે ન જવાય. છતા અમે અમારા નિર્ધાર પર મક્કમ હતા અને અંતે એ અમને જવા દેવા તૈયાર થયો પણ એની એક શરત હતી કે એ પણ અમારી સાથે જોડાશે જ્યાં સુધી અમે જંગલમાંથી બહાર ના આવી જઈએ.
જંગલનો માણસ અને અહીંનો ભોમિયો અમારી સાથે જોડાઈ જાય તો એ અમારા માટે લાભદાયી જ હતુ અમે એને હસતા મોંએ આવકાર્યો.એટલે હવે અમે કુલ ૬ વ્યક્તિઓ થઈ ગયા. હું , દેવ , એલ અને એનો પતિ , અબાના અને એડમ. સવારી માટે અમારા માટે જંગલમાંથી ખચ્ચર જેવા પ્રાણી લાવવામાં આવ્યા.અમને સૌને કઈ રીતે સવારી કરવાની તે શીખવાડવામાં આવ્યુ ,એક ખચ્ચર પર સામાન લાદ્યો અને બાકીના ત્રણ પર અમે બે-બે એમ છ લોકો ગોઠવાઈ ગયા. આમ કુલ ચાર ખચ્ચર હતા. અમને સૌને ગળામાં પહેરવા માટે ક્રોસનુ લોકેટ આપવામાં આવ્યુ.મને આશ્ચર્ય થયુ અને મેં એડમને પુછ્યુ પણ ખર્યુ પણ એણે પ્રથા છે એમ કહીને વાત ને ટાળી. પરંતુ ચોક્કસ એ કંઈ છૂપાવી રહ્યો હતો , એનુ આમ બેચેન રેહવુ , સવાર સુધી રાહ જોવાની જીદ અને આ લોકેટ ,આવનારી કોઈ અક્લપિત , ભયાનક અને રહસ્યમય ઘટનાનુ સ્પષ્ટ નિર્દેશ કરી રહ્યા હતા.પણ શું થવાનું હતુ એનો જવાબ તો માત્ર ભવિષ્યના ગર્ભમાં છૂપાયેલો હતો.

રાત બરાબર જામી ગઈ હતી . જંગલમાં નીરવ શાંતિ હતી , ખચ્ચરના પગના અવાજ સિવાય ખાસ કંઇ સંભળાતુ નહોતુ.અમે ધીમી પણ મક્કમ ગતિથી આગળ વધી રહ્યા હતા. પગલાના નિશાન તો હવે દેખાતા નહોતા પરંતુ એડમ નકશામાં અંકિત કરેલા રસ્તા મુજબ પેલી ⭕ નિશાની તરફ અમને આગળ વધારી રહ્યો હતો. એના ચેહરા પર કંઇક અજીબ હાવભાવ જોવા મળી રહ્યા હતા. ઘડીકમાં એ આગળ જોતો ને વળી ઘડીકમાં આકાશ તરફ. મને આ થોડુ અજીબ લાગી રહ્યુ હતુ, પણ પછી મને થયુ કે એડમ પણ કદાચ જંગલના આ ભાગમાં પેહલી વાર આવ્યો હોય એટલે આટલી ઝીણવટપૂર્વક જોઈ રહ્યો હશે.

થોડીવાર થઈને અચાનક સૂસવાટાભેર પવન વહી રહ્યો. વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી ગઈ.પવન ખરેખર ખૂબ ઠંડો હતો.જંગલ હતુ એટલે વાતાવરણમાં ઠંડક હોવી સ્વાભાવિક છે પણ આટલી જલ્દી પલટો મને કઈક અજીબ લાગ્યો. અચાનક દૂર ક્યાંકથી " ફિયુ ફિયુ " એવો અવાજ આવવા લાગ્યો. અમે ચોંકી ઉઠ્યા કે અવાજ ક્યાંથી આવતો હશે.અમે એડમ સામે જોયુ , એ કંઈ બોલ્યો નહિ પણ અમને ચૂપ રેહવા કહ્યુ. આટલા ઠંડા પવનમાં પણ એના કપાળે પરસેવો વળી ગયો.

અચાનક એડમ ને શું થઈ ગયુ !! એ ક્રોસના લોકેટ વડે ક્રોસની નિશાની બનાવવા લાગ્યો.એણે કાન બંધ કરી લીધા અને જોર-જોરથી બૂમ પાડવા લાગ્યો કે એણે કંઈ સંભળાતુ જ નથી !! અમે આશ્ચર્યથી એણે જોઈ રહ્યા. એ કેમ આમ કરતો હશે !! એ કહી રહ્યો હતો કે એણે કંઈ સંભળાતુ જ નથી જ્યારે અમે સ્પ્ટતાપૂર્વક " ફિયુ ફિયુ" આવાજ સાંભળી શકતા હતા.

( એડમ ના આ વર્તનનો શું મતલબ હશે ? પેલી ❎ વાળી નિશાનીઓ શું દર્શાવતી હશે !! અમારી સાથે આગળ શું થશે અને કેવી રહેશે અમારી આગળની સફર એ જોઈશું આગળના ભાગમાં ....)