Maa ni munjvan - 14 in Gujarati Motivational Stories by Falguni Dost books and stories PDF | માઁ ની મુંજવણ - ૧૪

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

માઁ ની મુંજવણ - ૧૪

આપણે જોયું કે શિવ એક જીત મેળવીને એના ઘર તરફ પ્રયાણ કરે છે. હવે આગળ...

ઘર તરફનું મારુ આ પ્રયાણ છે,
ઘણી જીલી વેદનાનું આ પ્રમાણ છે,
મારી મૌતને ટક્કર પછી જીતનું આ વરદાન છે,
શું કહું "દોસ્ત"! હવે હરખનું પણ ક્યાં ભાન છે??....

શિવ ઘરે આવી ગયા બાદ એકદમ નોર્મલ બની ગયો હતો. પેલાની જેમ વાતચીત કરવા લાગ્યો હતો. એને જોઈને પરિવારના દરેક ખુબ જ ખુશ થઈ ગયા હતા. પણ આ ખુશી બહુ લાંબો સમય ટકાવી મુશ્કેલ હતી, કારણ કે આ વાત કુદરતને મંજુર નહોતી.

દિનાંક : ૧૨/૫/૨૦૧૪

આજ રોજ શિવને ફરી તાવ આવ્યો હતો. શિવને ૪ દિવસ હોસ્પિટલે દાખલ રાખી એને ૧૭/૫ ના રજા આપી હતી. આવી જ રીતે ફરી એ બહુ બીમાર પડ્યો આથી ફરી એને ૨૯/૫ થી ૨/૬ સુધી હોસ્પિટલે દાખલ રાખ્યો હતો. દિવસો ખુશી ના કહો કે દુઃખના પણ વીતવા લાગ્યા હતા. એમના જીવનમાં હવે જાણે આ બધું સહન કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નહોતો. તૃપ્તિ બારી પાસે ઉભી હતી, ઊંડા વિચારોમાં એ ડૂબી ગઈ હતી. પોતે ઘણી વાર એમના ગાયનેક ડૉક્ટર ઉપર પણ ગુસ્સે થઈ જતી હતી. આજ પણ એને એ ડૉક્ટર પર ગુસ્સો આવ્યો હતો કે, જો એ ગર્ભવસ્થા દરમિયાન થેલેસીમિયા રિપૉર્ટ કરાવવાનું ભૂલ્યા ન હોત તો આજ તૃપ્તિના બાળકની આવી સ્થિતિ નહોત... શિવ ખુબ પીડા ભોગવી રહ્યો હતો એ અધૂરી માહિતી અને પુરા રિપૉર્ટ ન કરાવ્યાનું પરિણામ હતું. આવા વિચારોમાં એ ખુબ દુઃખી થતી હતી. અને અફસોસ પણ બહુ કરતી હતી.

દિનાંક ; ૮/૬/૨૦૧૪

આજ તૃપ્તિની તબિયત બગડી હતી, એને ખુબ મુંજારો થતો હતો, ખુબ ગભરામણ પણ થતી હતી. વળી રવિવાર હતો તેથી હોસ્પિટલે પણ ડૉક્ટર ને ઈન્ફોમ કરવું પડે તો એ ચેકઅપ કરવા માટે આવે, તુરંત ડૉક્ટર ન મળી શકે. તૃપ્તિએ આસિતને કીધું કે, "મારુ મન આજ બહુ બેચેન છે, બહુ ગભરામણ થાય છે ડૉક્ટરને બતાવવું છે." આસિતએ તરત જ હોસ્પિટલ જવા માટે
કીધું હતું. આજ આસિતને પણ શિવની સ્થિતિ ઠીક લાગતી નહોતી, શિવ સરખું tv પણ જોતો નહોતો. એની નજર પ્રોપર લાગતી નહોતી. શિવની હાલત જાણે એ સરખો ભાનમાં ન હોય એવી લગતી હતી. આસિતએ શિવને પેન આપી એ શિવ પકડી શક્યો નહીં, એને પોતાની પાસે ચાલીને આવવા કહ્યું તો શિવ ચાલતો ચાલતો પડી ગયો, શિવ પર આવનારી આફતનો અંદાજ એના પપ્પાને આવી ગયો હતો, અને એવા જ અંદાજની અનુભૂતિ તૃપ્તિને થઈ રહી હતી કે જેથી એ બેચેની અનુભવી રહી હતી. કહેવાય છેને કે જે વહાલું હોય એની પર કોઈ આફત આવવાની હોય તો એની અનુભૂતિ થઈ જાય છે... આવી જ કંઈક લાગણી આસિત અને તૃપ્તિને થઈ ગઈ હતી.

તૃપ્તિને ડૉક્ટરએ ECG રિપોર્ટ કઢાવવાનું કીધું હતું. એ એની ફોર્માલિટી કરી રહી હતી.

આસિતને જેવો શિવ પડી ગયો કે તરત જ એને અણસાર આવી ગઈ કે શિવની હાલત કંઈક વધુ જ ગંભીર છે. એને શિવને તરત જ તેડી લીધો અને ફટાફટ એક હાથે લોક મારીને હોસ્પિટલ માટે દોડ્યો, એમનું ઘર ત્રીજા માળે હતું, આસિત ખુબ ઝડપે દાદરા ઊતરીને આવ્યો અને ત્યાંથી કોઈક ભાઈ બાઈક પર જતા હતા એમને વિંનતી કરી કે ખુબ અર્જન્ટ છે મને હોસ્પિટલ લઇ જાવને! પેલા ભાઈએ લિફ્ટ આપી, ને એ હોસ્પિટલ પહોંચી ગયા હતા. જે બેડ પાસે તૃપ્તિના રિપોર્ટ્સ ની કાર્યવાહી થતી હતી એની બાજુના બેડ પર શિવને રાખ્યો. હજુ તૃપ્તિ ની કાર્યવાહી શરૂ થાય એ પહેલા જ શિવ જોરથી અવાજ સાથે નીચે પડ્યો. તૃપ્તિનું એ તરફ ધ્યાન ગયું, એને ધ્રાસ્કો પડી ગયો કે શિવ અહીં? એ તરત ત્યાં દોડી શિવ શું થયું બેટા? મમાં તને બોલાવે છે દિકા, શું થાય છે કંઈક તો બોલ.. પણ શિવ સાવ ઠંડો થઈ ગયો હતો. એ બેભાન અને લાકડા સમાન બની ગયો હતો. શિવની આંખ બંધ હતી પણ આંસુ વહી રહ્યા હતા. તુરંત જ ડૉક્ટર એની સારવારે લાગી ગયા હતા. શિવનું BP ૧૮૦/૧૯૦ જેટલું વધી ગયું હતું. ડૉક્ટર એવું વિચારી રહ્યા હતા કે શિવને પેરાલીસીસનો એટેક આવ્યો લાગે છે. ડૉક્ટર સહીત સૌ ચિંતામાં આવી ગયા હતા. શિવને ICU માં રાખવામાં આવ્યો હતો. શિવનું ઓક્સિજન લેવલ પણ ઓછું થઈ ગયું હતું. હીમેટોલોજીસ એની સારવાર કરી જ રહ્યા હતા ત્યાં જ શિવના હાથના આંગળા ખેંચવા લાગ્યા હતા. શિવને જોરદાર આંચકી આવી રહી હતી, ૨ નર્સે એના હાથ પકડ્યા હતા, ૨ નર્સે એના પગ પકડ્યા હતા એક નર્સ ઈન્જેકશન ભરી રહી હતી, અને બીજી નર્સ એને ફટાફટ ઈન્જેકશન મારી રહી હતી. આ બધું ફક્ત ૫ મિનિટમાં જ થઇ ગયુ હતું. તૃપ્તિ શું થઈ રહ્યું છે એ સમજી શક્તિ નહોતી એ પૂછી રહી હતી કે શિવને શું થઈ ગયું છે? એક નર્સે જોરથી તૃપ્તિને હાથથી ધક્કો માર્યો અને ફટાફટ પડદો બંધ કરી દીધો. નર્સ શિવને શક્ય એટલી ઝડપથી બધી ટ્રીટમેન્ટ ડૉક્ટર સૂચવે એ મુજબ કરી રહી હતી. તરત જ ત્યાં ૨ પીડિયાટ્રીટ અને ૫ હીમેટોલોજીસ ની ટિમ પહોંચીને સારવારમાં જોડાય ગઈ હતી. શિવના નશીબ એટલા સારા કે એ હોસ્પિટલ હતો ને આંચકી આવી નહીતો આજ શિવનું બચવું મુશ્કેલ હતું!

શિવને MRI રિપોર્ટ કરાવવાનો હતો. શિવ અત્યારે ૬ઠા માળે હતો ત્યાંથી રિપોર્ટ્સ માટે એને ગ્રાઉન્ડફ્લોર પર લાવવાનો હતો. ૬ઠા માળેથી ગ્રાઉન્ડફ્લોર સુધી લાવતા શિવને ફરી કંઈક થાય તો એના જીવને જોખમ હતું, એટલી નાજુક હાલતમાં શિવ પહોંચી ગયો હતો. શિવને ત્યાં સુધી લઇ જવાની વ્યવસ્થામાં અડધો કલાક નો સમય નર્સને લાગી ગયો હતો. લિફ્ટમાં પણ શિવના બેડની આસપાસ કેટલી બધી મશીનરી હતી. ડૉક્ટર શિવ માટે શક્ય એટલો પ્રયત્ન કરી રહ્યા હતા કે જેથી શિવને માટે કોઈ જ ભૂલ ન થાય.

તૃપ્તિ અને આસિત બંને ખુબ ચિંતામાં પડી ગયા હતા. તૃપ્તિ ખુબ રડી રહી હતી કે મારા દીકરાને આ શું થયું?

આ બનાવ બપોરના ૪ વાગ્યે બન્યો હતો. રાતનાં ૧૦:૩૦ એ ફરી શિવને આંચકી આવી, રાત્રે ૨:૩૦, ૫:૩૦, અને ફરી બીજે દિવસે ૧૧ વાગ્યે એમ કુલ ૫ વખત શિવને આંચકી આવી હતી. દરેક વખતે તૃપ્તિને ધ્યાન જતું હતું કે શિવને આંચકી આવી અને નર્સને બોલાવે એ ફરી બધા ઈન્જેકશન આપે અને ડૉક્ટર જરૂરી બધા ચેકઅપ કરે, શિવ હજુ બેભાન જ હતો. રવિવાર અને સોમવારની આખી રાતદિવસ તૃપ્તિ જાગી હતી. એ ૐ નમઃ શિવાય બોલતી હતી અને લખતી હતી. એ ભગવાનને પ્રાથના કરતી હતી કે શિવને સારું થઈ જાય!

વેદના હવે સહેવાતી નથી,
બાળકની સ્થિતિ હવે જોવાતી નથી,
કેવી લાચારી હશે એ માઁ ની?
હવે એ કલ્પના પણ સહેવાતી નથી!

મંગળવારે સવારે શિવ ૯/૧૦ ની આસપાસ ભાન માં આવે છે. આસિત તૃપ્તિને ઘરે જવા કહે છે કે શિવ હવે ભાનમાં આવી ગયો છે તું ૨ દિવસથી જાગે છે તો તું ઘરે જા અને આરામ કરીને આવ. તૃપ્તિ ઘરે જાય છે. એ આરામ કરીને ૫ વાગ્યે ઉઠીને ૭ વાગ્યે જમવાનું લઇને હોસ્પિટલ આવે છે. આસિત તૃપ્તિને જાણ કરે છે કે, "શિવનું આંચકીના લીધે આંખનું વિઝન જતું રહ્યું છે, શિવ જોઈ શકતો નથી." આ સાંભળીને તૃપ્તિ પર જાણે આભ તૂટી પડ્યું! એ આસિતને કહે તમે શું કહો છો? એમ કેમ થયું? એ માનવા તૈયાર નહોતી કે શિવ હવે જોઈ શકતો નથી. આ વાત શિવને જણાવી નહોતી કે શિવ જોઈ શકતો નહોતો. તૃપ્તિ બહુ જ નિરાશ થઈ જાય છે એ ખુબ રડે છે. આસિત કહે મને ઘણી વારથી ખબર હતી પણ તું આરામ કરતી હતી માટે મેં તને નહોતું કીધું. ફરી દુઃખનું જોરદાર આવરણ છવાય ગયું હતું.

ડોક્ટરના મત મુજબ સાયન્સની ભાષામાં આને પ્રેસ કહે છે, BP હાઈ થવાથી આંચકી ના લીધે આ સ્થિતિ થઈ હતી, એ રિકવર થઈ શકે છે. પણ એ રિકવર થતા ૧ દિવસ, ૧ મહિનો કે ૧ વર્ષ લાગે એ ચોક્કસ પણે જણાવી ન શકાય કે શિવ ક્યારે જોઈ શકશે, પણ એ ફરી જોઈ શકશે. આ ટ્રિટમેન્ટ લાંબી ચાલે આથી શિવને ડિલક્સ રૂમના બદલે ડૉક્ટરએ ખુદ એને સેમી રૂમમાં દાખલ કરવા કહ્યું હતું. બહુ જ નાની ઉંમરમાં શિવ જોડે કેટકેટલું વીતી ચૂક્યું હતું. શિવ તો પોતાની પરિસ્થિતિ સમજવા પણ અસમર્થ હતો પણ એ વેદના જરૂર અનુભવી રહ્યો હતો. જેને પેલેથી દેખાતું જ ન હોય તો એને દ્રષ્ટિ શું એ ખબર જ ન હોય પણ શિવ તો જોઈ શકતો હતો અને હવે એકદમ અંધારપટ! કેવું વીતતું હશે એ બાળકને એવા વિચાર માત્રથી જ શરીરમાં કંપન આવી જાય તો એ બાળક કેમ જજુમતું હશે? શિવની હાલત ખુબ દયનિય બની ગઈ હતી. તૃપ્તિ પણ ખુબ પીડાતી હતી. વળી સંજોગ એવા બન્યા હતા કે તૃપ્તિ અને આસિત બંને પૂનામાં એકલા હતા. આ પરિસ્થીનો સામનો એમને એકલા જ કરવાનો હતો.

શું શિવને ફરી આંખનું વિઝન આવશે?
શું થશે બાળકની આવનારી સ્થિતિ?
શિવને દેખરેખમાં માઁ શું સ્થિતિમાં મુકાશે ? એ જાણવા જરૂર વાંચજો પ્રકરણ :૧૫...