Atut dor nu anokhu bandhan - 11 in Gujarati Love Stories by Dr Riddhi Mehta books and stories PDF | અતુટ દોર નુ અનોખું બંધન -11

Featured Books
  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

  • आखेट महल - 7

    छ:शंभूसिंह के साथ गौरांबर उस दिन उसके गाँव में क्या आया, उसक...

  • Nafrat e Ishq - Part 7

    तीन दिन बीत चुके थे, लेकिन मनोज और आदित्य की चोटों की कसक अब...

Categories
Share

અતુટ દોર નુ અનોખું બંધન -11

રાતના દસ વાગી ગયા છે. નીર્વી નિસર્ગ ની રાહ જઈ રહી છે. તેણે સાજે સાત વાગે અડધો કલાક માં આવવાનું કહ્યુ હતુ પણ હજુ તે આવ્યો નથી.

નિર્વી એ તેને બહુ ફોન કરી જોયા પહેલા એકવાર તો રિગ વાગી પણ કોઈએ ઉપાડ્યો નહી અને બીજીવાર માં તો સ્વીચ ઓફ આવવા લાગ્યો.

નીર્વી બહુ ટેન્શનમાં આમતેમ હોલમાં આટા મારી રહી છે. એક તો પ્રથમ સાથે ના ઝઘડાથી તે બહુ અપસેટ હતો. એટલે નીર્વી ને વધારે ચિંતા હતી તે ટેન્શનમાં કંઈ કરે નહી.

ત્યાં સાચી આવીને તેને પુછે છે શુ થયું કેમ આટલી ચિંતા માં છે?? તારી તબિયત તો સારી છે ને ??

નીર્વી : હા તબિયત તો સારી છે પણ યાર મને નિસર્ગ ની ચિંતા થાય છે તે હજુ સુધી નથી આવ્યા અને ફોન પણ સ્વીચ ઓફ છે.

સાચી : તો ઓફીસ ફોન કરને??

એ પણ કર્યો તો ત્યાંથી એવુ કહ્યું કે "મારે ઘરે કામ છે એટલે હુ જલ્દી જાઉ છુ "કહીને સર ઓફીસ થી સાત વાગ્યા ના નીકળી ગયા છે.

સાચી : નીર્વી ચિંતા ના કર આવી જશે નિસર્ગભાઈ. તારી તબિયત બગડશે વધારે ચિંતા કરીશ તો....

                 *        *        *        *        *

આ બધી વાત પરી સાભળે છે તે તેમની પાસે આવે છે ત્યાં કોઈ હતુ નહી એટલે થોડી વાર વાત કરીને કહે છે નીર્વી તુ ધ્યાન રાખજે પણ આ સચ્ચાઈ જાણવા માટે આપણે હમણાં અલગ રહેવુ પડશે બકા. અને નિસર્ગભાઈ આવી જશે ભગવાન પર ભરોસો રાખ.

મે કાલે પ્રથમ સાથે વાત કરવા પ્રયત્ન કર્યો પણ તે કાલે રાત્રે પણ ગુસ્સામાં જ હતો એટલે બહુ વાત કર્યા વિના સુઈ ગયો અને મે પણ એની સાથે તેનો મુડ નહોતો એટલે વાત કરવાનો પ્રયત્ન ના કર્યો.

પણ આજે હમણાં તે આવશે એટલે રાત્રે શાંતિથી તેને સમજાવી ને વાત કરીશ.

               *        *        *        *       *

રાતના બાર વાગ્યા છે. હવે તો બધાને ખબર પડી ગઈ છે કે નિસર્ગ આવ્યો નથી.  બધા જ ચિંતા માં હોલમાં બેઠા છે બધી જ જગ્યાએ પુછી જોયુ હતુ કે જ્યાં તે હોવાની થોડી પણ સંભાવના હતી. તેની ફેવરિટ રેસ્ટોરન્ટમાં માં પણ તપાસ માટે જઈ આવ્યા જ્યા તે જ્યારે પણ અપસેટ હોય ત્યાં જઈને બેસતો.

ત્યાંથી કહ્યું કે સર તો હમણાં થી અહીંયા આવ્યા જ નથી. કદાચ થોડા દિવસ પહેલા તે મેડમ સાથે આવ્યા હતા હવે તે ક્યારેય એકલા આવતા જ નથી.

હવે પોલીસ કમ્પલેઈન કર્યા સિવાય કોઈ વિકલ્પ નહોતો પણ ચોવીસ કલાક પહેલાં તો તે પણ ફરિયાદ ના લખે.

પ્રથમ પણ ઘરે આવ્યો નથી તેને ફોન કર્યો તો તે એક બિઝનેસ પાર્ટીમાં હતો તો કહે મને વાર લાગશે અને અવાજ બહુ હતો તેની સાથે બહુ વાત ના થઈ. આમ તો તે હંમેશા પરીને પાર્ટી માં સાથે લઈ જતો પણ આજે તેને પાર્ટીનુ પરીને પણ કહ્યુ નહોતું.

પરી વિચારે છે બે ત્રણ દિવસમાં હુ મમ્મી પાસે ગઈ એટલામાં પ્રથમ માં આટલો બધો બદલાવ કેમ આવી ગયો. મારે કારણ તો શોધવુ જ પડશે પણ ત્યાં તે બધાની વચ્ચે બીજુ કંઈ ન કહેતા કહે છે તે મને કહીને ગયો હતો પણ હુ ભુલી ગઈ હતી.

રાત્રે મોડું થતા નિસર્ગ ના પપ્પા બધાને સુવા માટે કહે છે એટલે બધા સુવા જાય છે.પછી તે, નિસર્ગ ની મમ્મી, નીર્વી, પરી અને સાચી બેઠા છે.

સાચી પરી પણ પ્રેગનેન્ટ હોવાથી તેને કહે છે તુ જઈને આરામ કર .અને તેને ધીમેથી કહે છે તુ રહીશ તો તારા સાસુને એમ થશે કે તુ પ્રથમ નો સાથ નથી આપતી તને આ લોકોની જ પડી છે. એટલે પછી પરી તેના રૂમમાં જતી રહે છે.

                *        *        *        *       *

પરીને રૂમમાં જઈને પણ ઉઘ આવતી નથી. એકબાજુ પ્રથમ અને આ બાજુ નિસર્ગ. શુ કરવુ તેને કંઈ જ સમજાતુ નથી. એટલામાં રાત્રે એકવાગે પ્રથમ ઘરે આવે છે તે ઘરમાં આવતા જુએ છે કે બધા હજુ જાગે છે પણ તેના મનમાં નિસર્ગ પર ગુસ્સો હતો એટલે બધાને જોયા છતાં ત્યાંથી કંઈ પણ પુછ્યા વિના તેના રૂમમાં જતો રહે છે.

નીર્વી અને તેના સાસુ સસરા ને આ જોઈને દુઃખ થાય છે પણ તેઓ કંઈ બોલતા નથી. પણ સાચી બધુ સાચવી લે છે. તે પરાણે નીર્વી ને પણ જમાડે છે જેથી તેની તબિયત ના ખરાબ થાય.

                *        *        *        *        *

સવારે સાત વાગી ગયા છે. નિસર્ગ ના કોઈ સમાચાર નથી.નીર્વી  અને તેના સાસુ સસરા થાકીને ત્યાં હોલમાં જ સોફા પર સુઈ ગયા છે. નિહાર તેની એક ટુરમા ગયેલો હતો. તે સવાર માં ઘરે આવે છે તે બધાને આમ સુતા જોઈને તેની મમ્મી ને જગાડી ને પુછે છે શું થયું??

નિહાર ને બધી વાતની જાણ થતા તે પણ ચિંતા માં આવી ગયો. પછી તે ફ્રેશ થવા રૂમમાં જાય છે...એટલામાં તે ફ્રેશ થઈ ને રૂમની બહાર આવતો હોય છે ત્યાં જ તેના મોબાઈલમાં રિગ વાગે છે. કૃતિ નો ફોન હતો.....

નિસર્ગ ના ના પાડ્યા પછી તેને કૃતિ સાથે વાત બહુ ઓછી કરી દીધી છે. પણ કૃતિ તેની સાથે વાત કરવા ફોન કર્યા જ કરતી. પણ છેલ્લા બે દિવસ થી તેનો કોઈ ફોન નહોતો.

આજે અચાનક ફોન કરીને કહેવા લાગી આપણી સગાઈ માટે તુ વાત કરને ??.તારા ભાઈને સમજાવ ને??

નિહાર તેને નિસર્ગ કાલનો નથી આવ્યો એની વાત કરે છે. તો કૃતિ કહે છે તો એના આવે તો ?? આપણી  સગાઈ તો થશે જ ને ?આપણી લાઈફ થોડી થંભી જશે ??

આજે પહેલી વાર કૃતિ ને આવુ બોલતા સાભળી ને નિહાર કહે છે તને અત્યારે સગાઈ ની પડી છે આ બાજુ મારા ભાઈનો કોઈ પતો નથી..એમ કહીને નિહાર ગુસ્સામાં ફોન મુકી દે છે.

શુ ચાલે છે આ બધુ ?? શુ થયું નિસર્ગ નુ ?? તેને કંઈ થયુ હશે કે કોઈ નો આ પ્લાન છે???

જાણવા માટે વાચતા રહો, અતુટ દોર નુ અનોખું બંધન -12

next part............. come soon .........................