Uday - 24 in Gujarati Moral Stories by Jyotindra Mehta books and stories PDF | ઉદય ભાગ ૨૪

Featured Books
Categories
Share

ઉદય ભાગ ૨૪

ઉદય હજી અસમંજસ માં હતો કે આટલી મોટી ભૂલ કરવા છતાં તેના પાર વિશ્વાસ કેવી રીતે કરવામાં આવી રહ્યો છે.ભભૂતનાથે કહ્યું કે તમે નિશ્ચિંન્ત રહો જે થયું તે તો થવાનું જ હતું . તમે ભૂતકાળ માં જય અસીમનાથ નો સામનો કર્યો અને જીવતા પાછા ફર્યા તે પણ એક સિદ્ધિ છે બાકી અસીમનાથે વાર કર્યા પછી કોઈ જીવતું રહ્યું નથી. તમે એક વાત સમજી લો કે ભવિષ્ય હંમેશા અનિશ્ચિત હોય છે તમે વર્તમાન માં જે કર્યો કરો છો તે પ્રમાણે ભવિષ્યકાળ બદલાય છે . તમે કદાચ ઓજાર લાવવામાં સફળ થયા હોત તો અત્યારની પરિસ્તિથી જુદી હોત પણ શક્ય છે કે તે વખતે એવું કંઈક થયું હોત કે તમને તેનો પછતાવો રહેત . શક્ય છે અસીમાનંદે રોનક ના પરિવાર ને મારી નાખ્યો હોત અને તેમના મૃત્યુ નો ભાર તમારા હૃદય પર હોત. એટલે વધારે વિચારવાની છોડો અને અત્યારની પરિસ્તિથી માં શું કરવું જોઈએ તેના પર વિચાર કરો .આપણી પાસે ચાર દિવસ નો સમય છે પણ આ ચાર દિવસ એટલે ચોથા પરિમાણ ના ચાર દિવસ એટલે ત્રીજા પરિમાણ ના હિસાબે ચાર માસ નો સમય છે . તમને જુદી જુદી વિદ્યા નો અભ્યાસ કરાવવામાં આવશે . તેમાં યુદ્ધ કળા અને વેશાંતર ની કળા નો પણ સમાવેશ છે . તમને વેશાંતર ની કળા નો અભ્યાસ તે ગુરુ કરાવશે જેમને અર્જુન ને પણ વેશાંતર ની કળા શીખવી હતી .

ઉદયે પૂછ્યું કે અર્જુન ને તો આ બધું સ્વર્ગ માં શીખવા મળ્યું હતું અને તે ઇન્દ્ર નો પુત્ર હતો . ભભૂતનાથે હસીને કહ્યું કે બાકીના પરિમાણો ને ગુપ્ત રાખવાનો શ્રેષ્ઠ રસ્તો બીજો શું હોય ? સ્વર્ગ અને નર્ક ની કલ્પના ત્રીજા પરિમાણ માં ફેલાવી દો એટલે બાકી પરિમાણો ગુપ્ત રહે .ઉદયે પૂછ્યું કે મારા મનમાં ઘણા પ્રશ્નો છે તમે સાતેય પરિમાણો વિષે મને વિસ્તાર થી કહો તો મનનો સંશય દૂર થાય .

ભભૂતનાથે વિસ્તારથી જણાવ્યું આ જગત ખુબ વિશાલ છે તેમાં ઘણી બધી આકાશગંગાઓ છે અને ઘણા બધા તારાઓ અને ગ્રહો છે તેમાંથી એક આપણી પૃથ્વી છે જે સાત પરિમાણ ની બનેલી છે . પૂર્ણ સૃષ્ટિ ની રચના કોને કરી તે તો અમને ખબર નથી પણ પૃથ્વી પર એક દિવ્યશક્તિ છે જેને મહાશક્તિઓ ની રચના કરી છે . દિવ્યશક્તિ સાતમા પરિમાણ માં રહે છે અને મહાશક્તિઓ છઠા પરિમાણ માં રહે છે આ રચના મહાશક્તિઓ ની છે . ત્રીજા , ચોથા અને પાંચમા પરિમાણ માં જે કોઈ રચના છે તે મહાશક્તિઓની છે . જયારે મહાશક્તિઓ નો સમય પૂરો થાય છે ત્યારે દિવ્યશક્તિ મહાશક્તિઓ નો નાશ કરે છે અને બીજી મહાશક્તિઓ ની રચના કરે છે . અને દિવ્યશક્તિ નો સમય પૂરો થાય છે ત્યારે તેનું પણ રૂપ બદલાય છે એટલે કે અહીં બધું નાશવંત છે . મહાશક્તિઓ એ દિવ્યપુરૂષો અથવા કહો કે દિવ્યજીવો ની રચના ધરતી પર શક્તિ નું સંતુલન સાધવા કરી છે . અત્યારે ત્રીજા પરિમાણ માં મનુષ્યો નું રાજ છે તેથી મહાશક્તિ એ દિવ્ય પુરુષો ની રચના કરી છે અને સહસ્ત્રાબ્દિઓ પહેલા મહાકાય જીવો નું રાજ હતું ત્યારે દિવ્યજીવો ની રચના કરી હતી . ચોથું પરિમાણ ફક્ત સંતુલન સાધવા માટે છે . ત્રીજા પરિમાણ માં જે જીવો પોતાના કર્મ થી ઉન્નત થાય તેમને ચોથા પરિમાણ માં પ્રવેશ મળે છે અને તેમને ઊંચી તાલીમ આપવામાં આવે છે .

ઉદય આ બધા રહસ્યોદ્ઘાટન થી અચંબિત હતો. તેને પૂછ્યું કે તો પછી ત્રીજા પરિમાણ માં ધર્મ , ભગવાન ,દેશ આ બધું કેમ છે . કેટલા જુદા જુદા ધર્મો છે અને દરેક ધર્મ ના ભગવાન જુદા જુદા . ભભૂતનાથે કહ્યું તે બધી માયા છે જે ત્રીજા પરિમાણ માં રહેનાર મનુષ્યો એ રચના કરી છે . બધી રચના ફક્ત સ્વાર્થ માટે જ થયી છે તેવું પણ નથી. ધર્મ અને ભગવાન ની રચના ફક્ત સહુલિયત માટે છે દેશ ની રચના પણ તેના માટે જ છે પણ અમુક શક્તિ ભૂખ્યા લોકો એ તેનો દુરુપયોગ કર્યો છે . ધર્મ એ તો જીવન જીવવાની કળા છે તે એક આચારસંહિતા છે કે કેવી રીતે જીવવું કેવા કર્મો કરવા તેનું માર્ગદર્શન છે પણ તમને ખબર છે કે મહાશક્તિઓ માં અમુક શક્તિઓ કાલી પણ છે જે ત્રીજા પરિમાણ માં પાપ ને ફેલાવે છે અને અનૈતિક કાર્યો કરાવે છે અને તેનું સંતુલન કરવા માટે જ આપણી રચના થયી છે .

હવે તો મનમાં કોઈ સંશય નથી ને ? ભભૂતનાથે પૂછ્યું .

ઉદયે કહ્યું હજી એક સંશય મનમાં છે આપણા બધા ના નામમાં નાથ એ શું છે ભભૂતનાથે કહ્યું કે નાથ શબ્દ ફક્ત આપણે એક છીએ તે દર્શાવવા માટે છે બાકી કઈ નહિ તમે પોતાને ફક્ત ઉદય નામ થી ઓળખાવવા માંગો તો પણ કોઈ વિરોધ નહિ કરે બાકી નામ નો ભાર માથે ન રાખશો . બીજું કઈ ?

ઉદયે કહ્યું ના હાલ પૂરતા તો બધા સંશય મટી ગયા છે . ઉદયે વિચાર્યું કે તેનું જ્ઞાન કેટલું અધૂરું છે આ જગત માં જાણવા જેવું ઘણું છે જે તે નથી જાણતો . હવે તેની જ્ઞાનપિપાસા વધી ગયી હતી . તે કુટિર માં થી નીકળ્યો અને સર્વેશ્વરનાથ ને મળ્યો. ઉદય ની તાલીમ નો બધો ભાર સર્વેશ્વરનાથ ના માથે હતો. સર્વેશ્વરનાથે કહ્યું તમે હાલ થોડો આરામ કરો પછી તાલિમ શરુ કરીયે .

પણ આ ઉદય તે ઉદય નહોતો જેને આરામ ની જરૂર હતી . ઉદયે કહ્યું ના હવે જ્યાં સુધી ઓજાર નો નાશ ન થાય ત્યાં સુધી કોઈ આરામ નહિ . અને સર્વેશ્વર નાથ તેને એક કુટિર તરફ દોરી ગયા .