ભગવાન બહુજ મોટો નાટ્યકાર છે !
એક લેખક છે !
તે આપણને ગમતા લોકો આપણી પાસેથી છિનવી લે છે , આપણને લોહીના આંસુ રોવડાવે છે . જખ્મોની લહાણી કરે છે , અને તે જ મલમ પટ્ટી લગાવે છે અને આપણા મન ગમતા પાત્રની જગ્યાએ બીજાને ગોઠવી દે છે .
સત્યમ તે દિવસોમા' શેઠ બ્રધર્સ ' નામની જાણીતી એક્સપોર્ટ ઈમ્પોર્ટ પેઢીમા ઓફિસર તરીકે કામ કરતો હતો ! આ જોબ તેને અનિકેતના પિતરાઈ ભાઈ થકી હાથ લાગ્યો હતો .
સુહાનીના મોતનો જખમ હજી રૂઝયો નહોતો . તે ઘણો જ અપ સેટ રહેતો હતો . સુહાનીના મૃત્યુ બાદ કુદરતે તેને જબરો ફટકો માર્યો હતો . તેની માતા ગીતા બહેન પણ એક બીમારીનો ભોગ બની આ દુનિયામાંથી વિદાય થઇ ગયા હતા . ઉપરા છાપરી આઘાતોએ સત્યમની સંવેદન શક્તિને કુંઠિત કરી દીધી હતી :
તેમની હાલત અત્યંત ગંભીર હતી . તેઓ હૉસ્પિટલ માં હતાં .સત્યમ તેમને મળવા ગયો હતો . તેમની હાલત નિહાળી સત્યમની આંખોમાં આંસુ આવી ગયા હતા ! તે જોઈ ગીતા બહેને તેને ઠપકો આપી ઘરે મોકલી દીધો હતો . તેમના શબ્દો સતત સત્યમના કાનોમા પડઘાઈ રહ્યા હતા !
' તું ખુબજ ઢીલો પોચો છે ! તારું હોસ્પિટલમાં કોઈ જ કામ નથી ! '
સત્યમ ' શેઠ બ્રધર્સમાં ' જોડાયો તે જ રાતે ગીતા બહેનને બ્રેઈન હેમરેજ થઇ ગયું હતું અને ૩૦ કલાકમા જ તેઓ મૃત્યુ પામ્યા હતા . તે છેલ્લી ઘડીએ ગીતા બહેનને નહોતો મળી શક્યો .તે વાતનો સત્યમને ખુબજ રંજ થતો હતો . તેઓ આખરી શ્વાસ સુધી બેહોશ હતા !
તેણે' શેઠ બ્રધર્સ ' જોઇન કર્યું અને થોડા જ મહિનામાં એક નવી છોકરીની સ્ટેનોગ્રાફર તરીકે ભરતી કરવામાં આવી હતી . તેણે સત્યમને પહેલે જ દિવસે ગુડ મૉર્નિંગથી સત્કાર્યો હતો . સત્યમે પણ તેને વિશ કર્યું હતું .
તેનો ચહેરો તેમજ પહેરવેશ નિહાળી સત્યમે તે ગુજરાતી હોવાનું અનુમાન કર્યું હતું . પહેલી જ નજરે તેણે કોઈ આત્મીયજન હોવાની સત્યમના હૈયે પ્રતીતિ જગાડી હતી .માનો તે સુહાનીની ખાલી પડેલી જગ્યા પૂરવા જ આવી હતી ..
એક અર્જેંટ લેટર ટાઇપ કરવાનો હતો . સત્યમે આગલે દિવસે સાંજના જ ઘરે જતાં પહેલા લેટરનો ડ્રાફ્ટ બનાવી રાખ્યો હતો !
રશ્મિ હજી સુધી આવી નહોતી . આ હાલતમાં સત્યમે ઇંટેરકોમમાં ઑપરેટર સોન્યાને સૂચના આપી હતી :
' પ્લીઝ સેંડ ન્યૂ ગર્લ ટુ માય ટેબલ ! '
અને તરતજ તે છોકરી નોટ બુક અને પેન્સિલ લઈ તેની સામે ઊભી રહી ગઈં હતી !
' યસ સર ! વૉટ કેન આઈ ડૂ ફૉર યુ ? '
' વૉટ ઈઝ યોર ગુડ નેઈમ પ્લીઝ ? '
' ફ્લોરા ડિસોઝા ! '
નામ સામ્ભળી સત્યમને અચરજની લાગણી નિપજી હતી . તે કેથોલિક હતી . તેણે વિવેક દર્શાવતા કહ્યું હતું .
' પ્લીઝ બી સીટેડ .'
અને ફ્લોરા તેની સામેની ખુરશીમાં ગોઠવાઈ ગઈં હતી .
સત્યમે લેટરનો ડ્રાફ્ટ ફ્લોરા ભણી લંબાવતા સવાલ કર્યો .
' કેન યુ ટાઇપ ધીઝ લેટર ફૉર મેઁ ? '
ફ્લોરા લેટરનો ડ્રાફ્ટ પોતાના હાથમાં લઈ તેને વાંચવા માંડી .
તે જોઈ સત્યમે તેને સવાલ કર્યો .
તમને મારા હેંડ રાઇટિંગ તો વંચાય છે ને ? '
' યસ ! નો પ્રોબ્લેમ ! ' કહી તે ડ્રાફ્ટ લઈ પોતાની સીટ પર ચાલી ગઈં .
ફ્લોરા પાસે કામ લેવાનો સત્યમને પહેલો મોકો મળ્યો હતો . તે બદલ તેણે આનંદની લાગણી અનુભવી હતી .
થોડી વારે લેટરનો ડ્રાફ્ટ લઈ તે સત્યમ પાસે પાછી આવી હતી .
' યસ કોઈ પ્રોબ્લેમ ? ' સત્યમે તેને જોઈ સવાલ કર્યો ?
' સર ! આ કયો શબ્દ છે ? '
સત્યમે તેનો જ્વાબ આપતા નિખાલસપણે પોતાની નબળાઈ સ્વિકારી લઈ કહ્યું .
' મને ખબર છે . મારા રાઇટિંગ બરાબર નથી . તેથી જ મેઁ તમને સવાલ કર્યો હતો . તમે એક સ્ટેનોગ્રાફર છો . મારે તમને ડિક્ટેશન આપવું જોઈતું હતું . પણ આ લેટર મેઁ તમારા આવ્યાં પહેલા જ બનાવી રાખ્યો હતો . આ લેટર રશ્મિ પાસે જ ટાઇપ કરાવવાનો હતો . પણ તે હજી સુધી આવી નથી અને મારે તેને લઈ બેંકમાં જવાનું છે ! '
' કંઈ વાંધો નહીં એ તો મારી ડ્યૂટી છે ! '
' થેન્ક્સ ' .
અને તે પુનઃ પોતાની સીટ પર ચાલી ગઈં ! .
બહું જલ્દી બંને એકમેકની નિકટ આવી ગયા .હતા . બન્ને એકમેક સાથે બધીજ વાતો શેર કરતા હતાં . બન્ને વચ્ચે સમજણ ભર્યો સમ્વાદ સેતુ બંધાઈ ગયો હતો . બંને વચ્ચે ઉમદા કોટિનું ટ્યુનિંગ થઈ ગયુ હતું .બન્ને નિષ્કપટ , નિખાલસ હતાં ! તેમના હૈયે ખેલદિલીની ભાવના ભરી પડી હતી .
બન્નેના સ્ટાર પણ એક જ હતાં .
બંને સેગેટેરિયન હતાં .
ફ્લોરા એક યુવકને ચાહતી હતી .
છોકરો તેની બિરાદરીનો નહોતો .
તેનો ધર્મ પણ અલગ હતો .
છતાં બંને એકમેક સાથે વચનથી બંધાઈ ગયા હતાં .
તે હર ત્રીજે દિવસે તેની મંગેતરને મળવા ઑફિસે આવતો હતો . બન્નેની સગાઈ પણ થઈ ગઈ હતી . ટૂંક સમયમાં તેઓ લગ્ન બંધનમાં પણ બંધાવાના હતાં .
ફ્લોરા એ સત્યમની તેના મંગેતર જોડે ઓળખાણ કરાવી હતી .
તેનું નામ રવિચંદ્રન પરમેશ્વર હતું !
તે પણ એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરતો હતો . તે એક ઉત્સાહી અને સ્વપ્નસેવી ઇન્સાન હતો . બન્ને વચ્ચે ઘણી જ સામ્યતા હતી . બંને ખુબજ લાગણી પ્રધાન , સંવેદનશીલ હતાં . આસાનીથી ગુસ્સે થઈ જતાં હતાં . છતાં બન્નેના દિલ બિલકુલ નાના બાળક જેવા સાફ હતાં . તેમની અંદર કોઈ જ પાપ નહોતું .
એક દિવસ ઑફિસ
છૂટવાના અડધો કલાક પહેલાં ફ્લોરાએ ફરિયાદ કરી હતી !
તેની તબિયત સારી નથી અને તે ઘર જઈ રહી છે . તે જ સમયે સત્યમ પણ ઑફિસના કામે ટેક્ષીમાં તેના ઘર ભણી જઈ રહ્યો હતો . તેણે ફ્લોરાને ટેક્ષીની લિફ્ટ આપી હતી . બંને સાથે જ ઑફિસની બહાર નીકળ્યા હતાં . તે જોઈ સોન્યા અને રશ્મિની આંખો પહોળી થઈ ગઈ હતી .
સત્યમ તો તેને ઘર સુધી પહોંચાડવા માંગતો હતો પણ તેની માતાના વિચિત્ર સ્વભાવને કારણે તેણે ફ્લોરાને ગલીના નાકે છોડી દીધી હતી .!
તેમના સમ્બન્ધોને લઈને ઑફિસમાં તરેહતરેહની વાતો થવા માંડી હતી .
ફ્લોરા ખૂબ જ ખુલ્લા મનની હતી . બધા જોડે ખુલ્લા મને વાત કરતી હતી . તે નાના મોટા હર કોઈને એક જ નજરે જોતી હતી . તે જોઈ સોન્યાએ તેના બદલ અઘટિત ટીકા કરી હતી .
' શું નોકર , શું ઘાટી બધા જોડે બેફામ વાતો કરે છે ! '
આ સામ્ભળી સત્યમને જબરો ઝટકો લાગ્યો હતો .
ફ્લોરા અને સત્યમ વચ્ચે ભાઈ બહેનનો પવિત્ર સમ્બંધ હતો . તે વાત પણ સોન્યા સહી સકતી નહોતી . તેણે બન્નેના પવિત્ર નિષ્પાપ સમ્બંધ પર ગંદો કાદવ ઉછાળ્યો હતો .
' દિન કો સિસ્ટર રાત કો બિસ્તર ! '
તે જોઈ ઑફિસના એક અન્ય છોકરાએ પણ આવી ટકોર કરી હતી :
' દિન કો દીદી રાત કો બીવી ! '
આ છોકરા સાથે ફ્લોરાને લઈને ચડભડ થઈ હતી . સત્યમે તેને ઠપકો આપ્યો હતો જેનો તેણે આ રીતે ક્રૂર બદલો વાળ્યો હતો !
તેણે બીજી પણ અઘટિત વાત કરી હતી .
' તમે ફ્લોરા જોડે આવ જાવ કરો છો તેની તમારી વાઇફને ખબર છે ? '
સત્યમે તેના સવાલનો કોઈ પણ જ્વાબ ના આપતા ચૂપ રહેવું મુનાસિબ લેખ્યું હતું ..
દિવાળી બાદ ડિસેંબર મહિનામાં એક દિવસ સત્યમે ફ્લોરાને પોતાની પાસે બોલાવી સવાલ કર્યો હતો .
' તું પરમ દિવસે રવિને લઈ ચર્ચ ગેટ સ્ટેશન આવીશ ? '
' વેલ શું વાત છે ? ' ફ્લોરાએ સહજ સવાલ કર્યો હતો !
' મારા બર્થ ડે નિમિતે હું તમને નાનકડી ટ્રીટ આપવા માંગુ છું ! '
' વાઉ ! શું વાત છે ? ધેટ્સ ગ્રેટ . બે દિવસ પછી મારો પણ બર્થ ડે છે ! '
સત્યમે ફ્લોરા મારફત રવિ ચન્દ્રનને ઇન્વાઇટ કર્યો હતો . અને તે નિયત સમયે અને દિવસે સાંજના ઑફિસે આવી ગયો હતો . અને બધા જ સાથે ચર્ચ ગેટ પાસે આવેલી હોટેલમાં ગયા હતાં ! સત્યમે તેમની પસંદ પ્રમાણે વાનગીનો ઑર્ડર આપ્યો હતો .
લગભગ એકાદ કલાક તેઓ સાથે હતાં . તે દરમિયાન તેમની વચ્ચે ઘણી બધી વાતો થઈ હતી .
સત્યમે રવિ અને પોતાના માટે કોલ્ડ કૉફી તેમજ ફ્લોરા માટે ગોલ્ડ સ્પોટ મંગાવ્યા હતાં !
કૉફી સીપ કરતા રવિએ પોતાના ભવિષ્યની યોજના વિશે વાત કરી હતી .
તે નોકરી માટે મિડ્લ ઈસ્ટ જવા માંગતો હતો . તેણે પાસપોર્ટ માટે અરજી કરી હતી .એમ્પ્લોયમેન્ટ એક્ષચેન્જ સાથે પણ તેની કાર્ય વિધિ ચાલું હતી .
તે જાણી સત્યમે હરખની લાગણી અનુભવી હતી . તેની કામયાબી માટે શુભેચ્છા પણ વ્યક્ત કરી હતી ! તેમની ત્રણેની વચ્ચે મધુર મીઠો સંવાદ સેતુ પણ રચાઈ ગયો હતો .
રવિનું લક્ષ્ય ઊંચું હતું . આ જ તેની સફળતાની સીડીનું પ્રથમ પગથિયું હતું .સત્યમ પણ ઉંચા લક્ષ્યમાં વિશ્વાસ ધરાવતો હતો . તેણે ક્યાંક વાંચ્યું હતું .
લક્ષ્ય ચૂક માફ પણ નીચું નિશાન નહીં માફ ! '
' પરમ દિવસે ફ્લોરાનો બર્થ ડે છે . તમારે અમારી ખુશીમાં સામેલ થવાનું છે ! '
' સ્યોર ! પ્લેઝર ઇઝ માઇન ! '
ગુડ નાઇટ ' કહી છૂટા પડ્તી વખતે રવિએ તેને ભાવ ભીનું આમંત્રણ આપતા ઉમેર્યું હતું .
' ભાભીને પણ આવવાનું કહેજો ! '
તેની સામે સત્યમે તેની માફી માંગતા ખુલાસો કર્યો હતો ..
' તેને સાંજનાં બાળકોને લેવા સ્કૂલ જવાનું હોય છે . તેથી તે આપણી સાથે નહીં જોડાઈ શકે ! ' '
' ઇટ્સ ઓ કે ! '
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
એક મીઠાં , ઉષ્મા ભર્યા સમ્બંધની શરૂઆતે
સત્યમના હૈયે ખુશીનો નાયગ્રા છલકાવી દીધો .
ફ્લોરામાં સુહાનીના પુનઃ જન્મના અહેસાસે તેની આંખોમાં હરખના આંસૂ ઉભરાવી દીધા .
તે પ્રતિપળ બંનેને ફરીથી મળવાની કાગડોળે વાટ જોઈ રહ્યો હતો . બંને સાથેની મુલાકાતની પળો તે આગલી રાતે મોડે સુધી વાગોળી રહ્યો હતો .
સવારના ઘરેથી નીકળતી વખતે તેણે પત્નીને સૂચના આપી હતી .!
' હું ફ્લોરાની બર્થ ડે પાર્ટીમાં જવાનું છું . તું મારી રાહ ના જોતી અને જમી લે જે ! '
' ઠીક છે ! '
અને સત્યમ ઑફિસ જવા નીકળી ગયો . રસ્તામાં તેને સતત ફ્લોરા અને રવિ ચંદ્રનની યાદ આવી રહી હતી .
તે ઑફિસે પહોંચ્યો ત્યારે ફ્લોરા આવી નહોતી . તે રોજ ઑફિસના ટાઇમ કરતાં દસ મિનિટ વહેલી આવી જતી હતી . દસને ચાલીસ થઈ ગઈ હતી .અને તે આવી નહોતી ! .આ હાલતમાં તેના દિમાગમાં તરેહતરેહની ચિંતા થઈ રહી હતી . ' શું થયું હશે ? તેના દિમાગમાં સવાલ જાગી રહ્યો હતો !
તેના મનમાં એક જ વિચાર સદૈવ ઘૂમ્યા કરતો હતો . ના જાણે કેટલી વાર તેણે એવું માની લીધું હતું ' કોઈ કેથોલિક છોકરી જ તારી બહેનની જગ્યા લઈ તને સાચી લાગણીનો સાક્ષાત્કાર કરાવશે ! ' કદાચ આ જ કારણે તે ફ્લોરાના મામલામાં વધારે પાડતો ઉત્સાહી બની ગયો હતો ! અને તેને આ વાત સાર્થક થઈ રહ્યાનો ભાસ થઈ રહ્યો હતો !
ફ્લોરામાં તેને સુહાનીનો ચહેરો દેખાતો હતો !
તેણે ભોળા ભાવે પોતાની ફ્લોરા તરફના લાગણીના વહેણની સોનિયાને વાત કરી હતી . તેણે સત્યમની વાત પર કોઈ પ્રતિભાવ દાખવ્યો નહોતો . પણ તેની બૉડી લેંગ્વેજે સચ્ચાઈ બયાન કરી હતી . તે મનોમન સત્યમ અને ફ્લોરાના સમ્બન્ધો થી જલી જતી
હતી .આથી તે ઑફિસના અન્ય સ્ટાફની પંગતમાં બેસી જઈને ગમે તેવી ટકોર કરતી હતી .
ઑફિસમા રશ્મિ પણ ટાઇપિસ્ટ તરીકે કામ કરતી હતી . તે ફ્લોરાની સિનિયર હતી . બન્ને સારી સહેલીઓ હતી . તેને હજી ઑફિસનો રંગ લાગ્યો નહોતા .તેના હૈયે ફ્લોરા પ્રત્યે કૂણી લાગણી ધબકતી હતી . તે જાણતી હતી . ફ્લોરાનો જન્મ દિવસ હતો . આગલે દિવસે તે વહેલી ઘરે જતી રહી હતી . તેની વાતથી એક વાત સાફ થઈ ગઈ હતી . ફ્લોરા આવી નહોતી !
સત્યમે વિચારોના વહેણમાંથી પોતાની જાતને બહાર કાઢી અને પોતાનાં કામમાં વ્યસ્ત બની ગયો . તેને એક વિશ્વાસ હતો . ફ્લોરા જરૂર ફોન કરશે . તેને ફોન કરવાનો વિચાર આવતા તેણે રવિને ફોન જોડ્યો હતો . પણ તે ઑફિસમાં આવ્યો નહોતો !
૧૧ વાગ્યે સત્યમ પોતાનો પોર્ટ ફોલિયો લઈ ઑફિસમાંથી બહાર નીકળી રહ્યો હતો . તેને રોકતા સોન્યાએ કહ્યું હતું !
' તમારો ફોન છે ! '
' કોનો ફોન છે ? '
' હું તમારા ટેબલ પર લાઇન આપું છું . તમે વાત કરી લ્યો ! '
સત્યમે તરતજ પાછા આવીને ફોન ઉપડ્યો .
' હેલ્લો ! '
' હાં ! ભારતીય ભાઈ હું ફ્લોરા બોલું છું ! '
' હાં ફ્લોરા ! હેપ્પી બર્થ ડે ! '
' થેન્ક્સ ! ભારતીય ભાઈ ! '
' કેમ આજે દાંડી મારી ? રવિ પણ ઑફિસ ગયો નથી ! શું વાત છે ? '
તેનો સવાલ સુણી ફ્લોરાના અવાજમાં ઢીલાશ આવી ગઈ . તેણે ખુલાસો કર્યો :
' રવિની તબિયત સારી નથી ! '
' ઓહ ! આઈ એમ સૉરી ! વેલ તેને શું પ્રોબ્લેમ છે ?
કાલે સાંજથી તેને તાવ આવી રહ્યો છે . સતત પેટમાં દુખાવો થતો હોવાની ફરિયાદ કરી રહ્યો છે ! '
' ડોકટરને બતાવ્યું કે નહીં ? '
' અમે લોકો ડોક્ટર પાસે જ જઈ રહ્યા છીએ ! '
' ઠીક છે ! તેનું ખાસ ધ્યાન રાખજે . અને મારું કંઈ કામ હોય તો બેઝિઝક મને ફોન કરજે ! '
' થેન્ક્સ ભારતીય ભાઈ અને સોરી ! '
' તે ભલા શા માટે ? '
' આજે આપણે નહીં મળી શકીયે ! '
હેવ યુ ગોન મેડ ઑર વૉટ ? આવા ટાણે એવી બધી વસ્તુનો વિચાર નહીં કરવાનો . મળવા માટે અને પાર્ટી સારતી કરવા માટે આખી જિંદગી પડી છે ! '
' ઓ કે તમારી લાગણી બદલ ખૂબ ખૂબ આભાર .'
' દોસ્તી , સમ્બંધમાં સોરી કે થેન્ક્સને કોઈ અવકાશ નથી !
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
બીજે દિવસે નિયત સમયે ફ્લોરા ડ્યૂટી પર હાજર થઈ ગઈ હતી . સત્યમે તેને જોઈ નિરાંતની લાગણી અનુભવી .
ફ્લોરાએ રવિની તબિયતનો હવાલો આપ્યો .
' રવિને કમળો થઈ ગયો છે ! '
તે સામ્ભળી સત્યમ ઉદાસ થઈ ગયો . પોતાની જાણકારીના આધારે તેણે ફ્લોરાને સલાહ આપી !
' ભૂલેશ્વરમાં એક જગ્યાએ કમળાના પડીકાં મળે છે ! ચાર પડીકા લેવાથી તે મટી જાય છે ! '
તેની વાત સામ્ભળી ફ્લોરાએ તેમાં રસ દાખવતા સવાલ કર્યો ! '
' મારે આ પડીકાં લેવા છે . તમે આજે સાંજના મારી સાથે આવશો ? '
' એ કંઈ પૂછવાની વાત છે ? તારે માટે તારા કોઈ પણ કામ માટે હું સદાય તારી સાથે છું ! '
સત્યમે મના કરી હતી છતાં ફ્લોરાના મોઢે થેંક્સ શબ્દ નીકળી ગયો ! તે જોઈ સત્યમે તેના પર મીઠો ગુસ્સો કર્યો .
અને સાંજના ૬ વાગ્યે બંને સાથે જ ઑફિસમાંથી બહાર નીકળ્યા ! અને ધીમી ગતિએ વાત કરતા બસ સ્ટોપ ભણી આગળ વધ્યા !
થોડી વારે બસ આવી અને ફ્લોરાને પહેલા ચઢાવી સત્યમ પણ તેની પાછળ બસમાં ચઢી ગયો !
બંને એક જ સીટ પર બાજું બાજુમાં બેઠા હતાં . ફ્લોરાએ પોતાની વાત શરૂ કરતા તેના પરિવાર વિશે માહિતી આપી હતી !
તેનું કુટુંબ મોટું હતું .શરૂઆતથી જ તેના પરિવારના સભ્યો તેની અવહેલના કરતા હતાં ! તેની વધારાના સંતાનમાં ગણતરી કરતા હતાં !
એક સવારે તે જાગી ત્યારે તેના કપડાં લોહીથી તરબતર હતાં .તે જોઈ ફ્લોરા ગભરાઈને તેની માતા પાસે દોડી ગઈ હતી ! તેને બાજુમાં બેસાડી પ્રેમથી જિંદગીના ઘટના ક્રમને સમજાવવાને બદલે ઝાટકી નાખી હતી .
સામાજિક પરિભાષામાં તેના માસિક ધર્મની શરૂઆત હતી .
મા ના નિર્મમ વ્યવહારે તેની સંવેદન શક્તિને કુચલી નાખી હતી ! મા ના આ પ્રકારના વ્યવહારમાં તેને નફરતની છાંટ સાફ દેખાઈ હતી ! મા દીકરી વચ્ચ વાતચીતનો વ્યવહાર પણ રહ્યો નહોતો . તે ઘરનું એક રમકડું બનીને રહી ગઈ હતી !
પોતાની આપવીતી બયાન કરતા તેની આંખો છલકાઈ ઉઠી હતી !
સત્યમે તેના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા વાતની દિશા બદલતા સવાલ કર્યો હતો !
' રવિ ચંદ્રન ક્યાં અને કેવી રીતે મળી ગયો ? '
સત્યમ માનતો હતો વાતનો વિષય બદલતા ફ્લોરાનું મૂડ પણ બદલાઈ જશે ! પણ તે પોતાની વ્યથાને ઓકવામાં કાર્યરત હતી !
' ભારતીય ભાઈ ઘરના વાતાવરણે મને સાવ એકલી નોધારી બનાવી દીધી હતી .કોઈ મને લાઇક કરતું નહોતું ! મને ચાહતું નહોતું ! મારું મન તો સંસારની મોહમાયાથી વછૂટી ગયું હતું .હું જિંદગીથી કંટાળી ગઈ હતી .મેઁ સાધ્વી બનવાનો નિર્ણય પણ કરી લીધો હતો . તે જ વખતે રવિ મારો તારણહાર , નાખુદા બનીને મારી જિંદગીમાં દાખલ થયો હતો .તેના અસીમિત પ્રેમના વહેણે મને જિંદગી જીવવાની નવી દિશા પ્રદાન કરી હતી ! તેણે મારી સમક્ષ પ્રસ્તાવ રજૂ કર્યો હતો !
' તું મારી જીવન સંગીની બનીશ ? '
અને મેઁ તરતજ તેના પ્રસ્તાવને હરખભેર વધાવી લીધો હતો . ઘરમાં બધાએ મારો નિર્ણય સ્વીકારી લીધો હતો ! '
૦૦૦૦૦૦૦૦૦ ( ક્રમશ )