દોસ્તો આગળના ભાગમાં આપણે જોયેલું કે અક્ષય તંત્ર મંત્ર કરાવવા મથે છે પણ હવે આગળ શું થાય છે તે જાણવા આ ભાગ વાંચતા રહો.
ભાગ - 7 શરૂ હવે અંદાજે 4 દિવસ પછી જ અમાસની રાત હોય છે.અંધારું જ અંધારું હોય છે ઠંડી હવા સુસવાટા સાતેહ ફૂંકાઈ રહી હોય છે.બધા લોકો મધરાતે ઘસઘસાટ ઊંઘી રહ્યા હોય છે ત્યારે આ અક્ષય તે હવેલી માં હવન માટે આવે છે અને હવન શરૂ કરવામાં આવે છે.જેવો હવન શરૂ થાય છે થોડીકવાર માં જ માનસીની રોળહ ત્યાં આવી જાય છે અને આ હવન ને ભંગ કરાવવાની કોશિશ કરે છે પણ હવન શરૂ જ રહે છે છેલ્લે વારો આવે છે તેને કરેલા ગુનાઓને કબૂલ કરવાનો ત્યારે અક્ષય તેના બધા ગુનાઓ કબૂલ કરે છે.અને હવન સફળતાપૂર્વક પૂરો થતાં તે પોતાના ઘરે જવા નીકળી જાય છે.
સવાર થતા એકાએક અક્ષયને ત્યાં વિહાન પોલીસોનો કાફલો લઈને આવી જાય છે.આ જોઈને અક્ષય તો એકદમ હેરાન રહી જાય છે એ પોલીસ સાથે પેલા બાબા પણ હોય છે.હવે અકસજી કહે છે"હા સર કેમ તમે બધા અહીંયા?"
"બસ તમને અમે એરેસ્ટ કરવા આવ્યા છીએ" ઇન્સ્પેક્ટર સલમાને કહ્યું.
"પણ મેં કર્યું છે શું એ તો મને કહો" અક્ષય અંજાન થઈને બોલ્યો.
"તમે જે કર્યું છે એ ઓલરેડી અમારી પાસે સબૂત છે જો તમે તમારા મોઢે જ ગુનો કબૂલ કરી લેશો તો વધારે સારું રહેશે" ઇન્સ્પેક્ટર સલમાન બોલ્યા.
"પણ મેં ગુનો કર્યો જ નથી તો કબૂલ શું કરું" અક્ષય અંજાન થઈને બોલ્યો.
અક્ષય હજુ એટલું બોલતો હોય છે ત્યાં જોરદાર પવન આવવા લાગે છે ચારેય બાજુ અંધારું થઈ જાય છે અને આખરે માનસીની રૂહ બધાની સામે આવે છે અને કહે છે કે"આ અક્ષય મારી મોત નો ગુનેગાર છે અને હું તેને આજે નહિ છોડું" આવું કહીને માનસીની રૂહ વિહાનના શરીર માં આવી જાય છે અને પછી વિહાન માનસીના વશ માં હોય છે માનસીને તો પોતાની મોત નો બદલો અક્ષય પાસેથી લેવો હોય છે હવે વિહાન પૂરેપૂરો માનસીની રૂહ ના વશ માં હોય છે.એટલે તે બાજુમાં પડેલું બેટ ઊંચકી ને અક્ષયના માથામાં મારે છે અને અક્ષય લોહી લુહાણ થઈ જાય છે.ત્યાં બાજુમાં એક કટર મશીન હોય છે તેના થી અક્ષયને મારવા દોડે છે અને અક્ષયની એક આંગળી કાપી નાખે છે.અને હવે તે અક્ષય નું ગળું પકડીને મારી.નાખવાની હોય છે એટલામાં ઇનસ્પેક્ટર સલમાન કહે છે કે"હું તારા દર્દ ને સમજી શકું છું,પણ જો તમે કાનૂન હાથમાં લેશો તો અમને કાંઈ વાંધો નથી પણ જો અક્ષય કદાચ મરી ગયો તો જેલ ની ઉંમર કેદ ની સજા વિહાને ભોગવવી પડશે.આ સાંભળી તરત જ માનસીની રૂહ વિહાન ના શરીર માં થી નીકળી જાય છે.અને હવે અક્ષય એકદમ ડરી ચુક્યો હોય છે હવે ઇન્સ્પેક્ટર સલમાન તેને રેડોર્ડિંગ અને CCTV ની ફુટેજો દેખાડે છે જે સાબિત કરતું હોય છે કે અક્ષય જ માનસીની મોત નો જવાબદાર છે.આ બધું સાંભળી અક્ષય કહે છે કે આ બધુ તમે કર્યું ક્યારે?"
ત્યારે વિહાન જવાબ આપે છે કે બકા જ્યારે તે મને તારા ઘરે બોલાવેલો ને ત્યારે હું એક સીક્રેટ કેમેરો અને એક ઓડિયો રેકોર્ડર લઈને આવેલો જે કદાચ કોઈને દેખાઈ ના શકે એ મેં સનતાડીને મૂકી દીધેલું હવે તું જ્યાં જા એનું ટ્રેકિંગ મને અને ઇ સોએક્ટર સલમાન ને મળતું હતું તું શું બોલે છે એ પણ અમને સંભળાતું ગતું તું જ્યારે આ બાબા ઓએસે ગયો ત્યારનું પણ અમને બધું સંભળાતું હતું અને તે જ્યારે તારા ગુનાઓને કબૂલ કર્યા એ પણ આ રેકોર્ડ આમ આવી ગયું છે..એમાં તે ખુદ કિધેલ છે લે મેં માનસીની હવસનો શિકાર બનાવી હતી અને મારો બદલો પૂરો કર્યો હતો.જેથી અમને ખબર પડી કે તું જ માનસીની મોત નો જીમ્મેદર છે.પણ અમને હજુ એક વાત ખબર નથી પડી કે તે આ બધું કર્યું શું કામ???
ત્યારે અક્ષય રડતા રડતા કહે છે...
ભાગ - 7 પૂર્ણ
હવે અક્ષયે માનસી સાથે આવું શું કામ કર્યું તે જાણવા જોતા રહો બદલો-રહસ્ય મોતનું....