Lagniona Sathvare - 1 in Gujarati Motivational Stories by Manisha Hathi books and stories PDF | લાગણીઓના સથવારે - 1

Featured Books
Categories
Share

લાગણીઓના સથવારે - 1

?લાગણીઓના...સથવારે ...?પાર્ટ-1
     ★■★■★■★

ભાગતી - દોડતી જિંદગીની અમૂલ્ય ક્ષણો ...
એટલીજ ઝડપથી વહી જતા જિંદગીના અટપટા રસ્તા ...
ઉબડ-ખાબડ , ખાડા-ટેકરા વાળી સડકો ...
માનવીની પસાર થતી જિંદગીનું પણ કૈક આવું જ હો ....
સુખના સથવારે તો દોડી સકાય પણ દુઃખમાં તો એક -એક ડગલું ભરવું પણ કઠિન લાગે .
ક્યાંક હંમેશા નિરાશા જ હાથ લાગે તો ક્યાંક  ખોબો ભરી-ભરીને સુખના ઢગલા ....
     અને દુઃખ હોય તો પણ પથ્થર બની જીવી જવાય છે ....
   ભાગતી જિંદગીની રફતાર માં શાંતિને ક્યાં સ્થાન છે ? 

એમાં પણ વળી મેટ્રો સિટીની રફતાર  એટલે તો પૂછવાનું જ નહીં !!     સવારનો ઓફીસ ટાઈમનો ટ્રાફિક અને રસ્તા પર ગાડીઓની લાંબી કતારો ...

ટ્રાફિક સિગ્નલ આવતા જ નાના બાળકો પોતાની રોજી-રોટી કમાવવા નાની-મોટી વસ્તુઓ 
લઈને વેચવા નિકળી પડતા હોય છે .
રસ્તે રોકાતી ગાડીઓના કાંચ આગળ જઈ વિવશ બની વસ્તુઓ લેવાનો આગ્રહ રાખતા હોય છે . 

આવો જ  એક છોકરો લાલ કલરના ગુલાબો ના બુકે લઈને વેચતો હતો . ત્યાંજ બરાબર એની સામે કાળા કલરની કાળા કાંચની મર્સીડિસ આવીને ઉભી રહી . ગુલાબ નું બુકે વેચનાર એ છોકરો કાર જોઈને વિચારમાં પડી ગયો . પોતાના પિતા પાસે પણ આવી જ એક શાનદાર ગાડી હતી . 
        પરંતુ  આજ ?   આજે એની પાસે શુ છે ?
એટલું વિચારતા જ કારના એ કાળા કાંચમાંથી પ્રતિબિંબિત થતું પોતાની જ પાછળ  નવું બનેલું એ મલ્ટીસ્ટોરી બિલ્ડીંગ એને દેખાય રહ્યું હતું . 
અંદર બિરાજમાન વ્યક્તિ નો ચહેરો બરાબર નજર નો 'તો આવતો . ખેર , એ બાળક ને અંદરના ચહેરા કરતા બિલ્ડીંગ જોવામાં વધારે રસ હતો . 

સાત વર્ષ વીતી ગયા આ વાતને ....
સાત વર્ષ પહેલાં આજ જગ્યાએ એક મોટો શોપિંગ મોલ હતો .
 મોલની બહાર ગાડીઓની લાંબી કતાર , અને એમાં આવી જ એક શાનદાર ગાડી નિલના પપ્પાની હતી .   જેમાં બેસી મમ્મી , પપ્પા અને  નાની બહેન સાથે ખરીદી કરવા આવેલા . પોતાની બહેનનો જન્મદિવસ હોવાથી નવા કપડાની ખરીદી કરીને મોલ માંથી બહાર નીકળતા હતા . મોબાઈલ પર ગેમ રમવામાં મશગૂલ  'હું ' ... મમ્મી-પપ્પા અને બહેન થી થોડો પાછળ રહી ગયો હતો .અને એ લોકો આગળ નીકળી ગયા . 

ત્યાં તો થોડીવારમાં કુદરતનો કાળો કહર , ચક્રવાર્તી તુફાન અને બરોબર એ જ વખતે ભૂકંપનો જોરદાર જટકો...
  પુરા શહેરને હલાવી દીધું  . શહેરની આસપાસના બીજા 
નાના -નાના ગામો પણ ધ્રુજી ઉઠ્યા . શોપિંગ મોલ તો પૂરો ધરાસાઈ થઈને ધ્વસ્ત બની કાટમાળ સાથે જમીનમાં સમાઈ ગયો . .... 
ચારે તરફ કાળો કેર વર્તાય ગયો . પલક ઝબકતા તો બધુજ 
તહસ-નહસ થઈ ગયું . ચારે તરફથી રડવાની અવાજો , રોડ પર ચાલતી એમ્બ્યુલન્સ ની અવાજો , અને કેટલીક તો સ્થળ પર જ નિપજેલી દર્દનાક મૌત . 

થોડા કલાકો પહેલા તો બિઝનેસ કલાસની ગાડીઓથી ધસમસતી અને ચકાચોંધ કરતી રોડ હતી .
    ઉંચી-ઉંચી બિલ્ડીંગો , 
ખાણી-પીણીના રેસ્ટોરેન્ટ બધું જ જાણે એક જટકે ફંગોળાઈ ગયું હતું .          
   શોટસર્કિટ થવાથી આકાશમાં   ઉઠેલા પીળા કલરની અગનજ્વાળા , ચીખતી-ચિલ્લાતી અવાજો જાણે ધીરે-ધીરે મૌનનું રુપ ધારણ કરી રહી હતી . ચારેય તરફ આક્રંદ સિવાય કોઈ અવાજને સ્થાન નહોતું .
 કોઈની ફેમિલીમાંથી કોણ ક્યાં ગયું કોઈને ખબર જ ના પડી . છુટ્ટા છવાયા કોઈના ચપ્પલ ,મોબાઈલ અને એવી તો કેટલીય વસ્તુઓ રસ્તા પર વેરવિખેર થઈને પડી હતી . 
      ★■★■★■★

  ★મોલ માંથી નીકળેલ એ સુંદર અને સંસ્કારી ફેમિલી નું શુ થયું ?
  ★ એ નાનકડા બાળકને સાચવનાર કોણ હતું ? 
આવો જાણીશું આગળના ભાગ માં  ( Coming soon  part  2) 
 ?‍?‍?‍????