Return of shaitaan part 11 in Gujarati Fiction Stories by Jenice Turner books and stories PDF | Return of shaitaan part 11

Featured Books
Categories
Share

Return of shaitaan part 11

પેલા અવાજે કહ્યું ," લોરા લોરા કેટલી નાદાન છે તું તને ખબર પણ છે  કે  તું ક્યાં છે? વેલકમ ટુ હેલ લોરા. નરક માં તારું સ્વાગત છે." લોરા હજુ આ અવાજ સાંભળતી જ હતી ત્યાં તો તેને કોઈ બહુ મોટા પક્ષી ની પાંખો ફડફડવાનો અવાજ આવ્યો. અને થોડી વાર માં જ એક બહુ વિશાળ માનવ આકૃતિ તેની સામે ઉડીને આવી ને ઉભી રહી ગઈ.

લોરા એ બધી હિમ્મત એકઠી કરી ને તે આકૃતિ સામે જોયું. તેણે જોયું કે તે આકૃતિ ૭ થી ૮ ફૂટ ઊંચી હતી અને તેની પાસે વિશાળ પાંખો હતી જે અડધી બળી ગયેલી હતી.  એવું લાગતું હતું કે કોઈ ની સફેદ રૂ જેવી પાંખો ને બેરહમી થી બાળી નાખવામાં આવી હોય.એ વિશાળકાય આકૃતિ સામે લોરા બહુ નાની લાગી રહી હતી. લોરા માં હજુ પણ હિમ્મત હતી.

"વેલકમ ટુ હેલ લોરા. ઓળખાણ પડી તને કે હું કોણ છુ? અને તુ ક્યાં છે?"એ આકૃતિ એ પૂછ્યું.

"ના મને નથી ખબર કે તુ કોણ છે અને હું ક્યાં છુ."લોરા એ જવાબ આપ્યો.

" તુ અત્યારે નરક માં છે અને હું શેતાન નો રાજા લ્યૂસિફર  છુ. શેતાન છુ હું લોરા શેતાન અને તને અહીંયા બોલવા પાછળ ખાસ મકસદ છે મારો લોરા." લ્યૂસિફર એ કહ્યું.

" ઓકે તુ જે હોય એ પણ મને નથી તારી બીક લાગતી અને જો હું મરી ગઈ હોવ તો પણ હું નરક માં આવુજ નહિ આખી લાઈફ મારી મેં ઈશ્વર અને સાયન્સ પાછળ કાઢી છે મેં . મારા પિતાજી એક પ્રિસ્ટ હતા અને મને તેમને પહેલાથી જ ઈશ્વર નો ભય રાખતા શીખવાડ્યું છે. શું હું મરી ગઈ છુ?" લોરા એ પૂછ્યું.

"હા હા હા... શું ઈશ્વર લોરા હું છુ ઈશ્વર અને ના તુ નથી મરી ગઈ પણ તારા શરીર માંથી તારી રૂહ ને થોડા સમય માટે બોલાવી છે મેં અને એ પણ ખાસ મકસદ માટે." લ્યૂસિફર બોલ્યો.

"જૂઠ બોલે છે તુ આવું અશક્ય છે. હું ઈશ્વર ની દીકરી છુ અને તુ મને અહીંયા લાવી જ કઈ રીતે શકે? અને ખાસ કોઈ મકસદ હોય તો તુ તો આટલો શક્તિશાળી છે તો પછી મને અહીંયા બોલવાની તને જરૂર કેમ પડી?"લોરા એ ગુસ્સામાં તેને પૂછ્યું.

"લોરા મારી પાસે કઈ છે જે તારે જોવું જ રહ્યું અને શું તને   એમ લાગે છે  કે કોઈ પણ કામ મારી માટે નામુમકીન છે?હજુ તને નથી ખબર કે હું કોણ છુ.આટલું બોલી ને તેને પોતાની રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું.માથા ઉપર બે શીંગડા અને બળી ગયેલો ચેહરો જેની ઉપર ચામડી હતીજ નહિ આખો નું ખાનું પણ ખાલી અને બહુ જ ભયાનક ચેહરા સાથે તેની ઊંચાઈ વધી ગઈ અને તેનું શરીર પર જે પાંખો હતી તે અદ્રશ્ય થઇ ગઈ અને એની જગ્યાએ તેનું ધડ હવે અજગર નું રૂપ લઇ ચૂક્યું હતું. તેની માથું માણસ જેવું  અને નીચેનું શરીર અજગર નું અને તેની ઊંચાઈ   ૩૦ ફૂટ જેટલી ઊંચી .

લોરા આ જોઈ ને  બે કદમ પાછળ હટી ગઈ.  

"કેમ શું થયું લોરા હવે બીક લાગી?" લ્યૂસિફર બોલ્યો.

" ના મને નથી લાગતી બીક તારાથી થાય એ કરી લે." લોરા દાંત કચકચાવી ને બોલી.

" હવે લાગશે તને બીક." આટલું બોલી ને લ્યૂસિફર એ તેના હૃદય નું ખાનું ખોલ્યું. લોરા એ ત્યાં જોયું તો ત્યાં હૃદય ની જગ્યા નું  ખાલી  હતું અને તેના સ્થાને જેલ માં હોય તેવા સળિયા હતા અને તેની પાછળ કોઈ હતું.લ્યૂસિફર   ની ઊંચાઈ આટલી હતી કે લોરા ને સ્પષ્ષ્ટ દેખાતું ના હતું કે  એ સળિયા ની પાછળ  કોણ છે. તેને ધ્યાન થી જોયું પણ કઈ દેખાયું નહિ. લ્યૂસિફર એ લોરા ને પોતા ની પૂંછડી થી પકડી ને ઉચી કરી લોરા એ જોયું કે તે સળિયા ની પાછળ તેના પિતા હતા.તેના પિતાજી ત્યાં સળિયા પાછળ હતા અને લોરા જેવો હાથ આગળ કરવા ગઈ ત્યાં તો લ્યૂસિફર એ હૃદય નું એ ખાનું બંધ કરી દીધું. લોરા ને લ્યૂસિફર એ જોરથી નીચે ફેંકી લોરા ફંગોળાઈ ને દૂર નીચે જમીન પર પડી ગઈ.

એ અત્યારે આઘાત માં હતી. લ્યૂસિફર બોલ્યો,"લોરા તારા પિતાજી ખુબ સારા માણસ હતા અને મર્યા પછી તેમની આત્મા ને  સ્વર્ગ માં જવાનું હતું હતું પરંતુ મેં તેમની આત્મા ને કેદ કરી લીધી છે હવે જો તારે એવું જોઈએ છે કે તારા પિતાજી ની આત્મા અહીંયા જ અનંતકાળ સુધી કેદ રહે તો તો તારી મરજી માં આવે એ કર અને એવું જોઈએ છે કે તારા પિતાજીની આત્મા ને હું કેદ માં થી મુક્ત કરી ને સ્વર્ગ માં જવા દવ તો પછી હું તને જે કહું એ તારે કરવું પડશે. "

લોરા અત્યારે ખુબ જ આઘાત માં હતી તેણે તેના પિતાજી નો ચેહરો જોયો હતો તે ખુબ જ તકલીફ માં હોય એવું તેને સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. લોરા  તેના પિતાજી ની આત્મા ની મુક્તિ માટે અત્યારે   કઈ પણ કરવા માટે તૈયાર હતી તે બોલી," બોલ મારે શું કરવાનું છે?અને હું કેવી રીતે તારી પર ભરોષો કરું કે તુ મારા પિતાજી ની આત્મા ને મુક્ત કરી દઈશ આ નરક માં થી ?"

"અત્યારે તુ લ્યૂસિફર ની દુનિયા માં છે અને તને જે કહેવામાં આવે એ તારે કરવું જ પડશે અને ભરોષો પણ તારે રાખવો પડશે." લ્યૂસિફર બોલ્યો.

"પણ કરવાનું શું છે મારે એ તો કહે."

" હા એ પણ કહું છુ તને પહેલા હું તને જે કહું છુ એ ધ્યાન થી સાંભળ." આટલું બોલી ને તે તેના અસલ રૂપ માં પાછો આવી ગયો હવે લોરા તેણે નજીક થી જોઈ શકતી હતી.

" હું શેતાન છુ અને મારુ નામ લ્યૂસિફર છે. પહેલા હું આવો ના હતો. હું  એક દેવદૂત હતો અને સર્વ શક્તિમાન ઈશ્વર નો એકદમ ખાસ માણસ હતો.અને એમની સાથે સ્વર્ગ માં રહેતો હતો. અત્યારે તુ જે પાંખો જોઈ રહી છે તે આવી બળી ગયેલી ના હતી પરંતુ સફેદ રૂ ના ઢગલા જેવી એકદમ સફેદ અને મુલાયમ હતી. હું ઈશ્વર નો એકદમ નજીક નો માણસ અને સલાહકાર હતો મારી જેટલી સમજશક્તિ કોઈના માં ના હતી. ધીરે ધીરે મને અભિમાન ચડવા લાગ્યું. હું પોતાને જ ઈશ્વર માનવા લાગ્યો. ઈશ્વર ને ખબર પડી ગઈ હતી કે પાપે સ્વર્ગ માં પ્રવેશ કર્યો છે કેમ કે અભિમાન કરવું એ પણ એક પ્રકાર નું પાપ જ છે આથી ઈશ્વર એ મને બોલાવી ને વાત કરી પરંતુ મેં ઇન્કાર કર્યો આ વાત નો કે હું અભિમાની છુ.

 આ બધી વાતો થઇ પછી મને બીક લાગવા લાગી કે ઈશ્વર મને સ્વર્ગ માં થી કાઢી મુકશે તો હું ક્યાં જઈશ? આથી હું મારા અનુયાયી બનાવા લાગ્યો. હું બધાને સાત સૌથી મોટા જે પાપ છે એ કરવા મજબુર કરવા લાગ્યો.તેમાંનું સૌથી મોટું પાપ જે અભિમાન છે એ મેં કર્યું અને હું તેનો રાજા બન્યો.

બીજું પાપ જે ઇર્ષા છે તે એક બીજા એન્જલ એટલે કે દેવ દૂતે કર્યું તેનું નામ હતું બિલ્ફ ઝબેબ.અને તેનો રાજા તે બન્યો.

ત્રીજું પાપ છે કોઈ પણ વસ્તુ નો હદ થી વધારે ઉપભોગ કરવો આ પાપ બેલફે ગોડ નામના દેવ દૂતે કર્યું અને તેનો રાજા બન્યો.

ચોથું પાપ છે હવસ , કામના રાખવી આ પાપ એમોડીઉમ નામના દેવ દૂતે કર્યું અને રાજા બન્યો.

પાંચમું પાપ છે ગુસ્સો ક્રોધ આ પાપ મેં જ કર્યું હતું કેમ કે મને ઈશ્વર પર બહુ જ ગુસ્સો આવી રહ્યો હતો.એટલે આ પાપ નો રાજા પણ હું જ બન્યો.

છઠ્ઠું પાપ હતું લાલચ આ પાપ મેમોન નામ ના દેવદૂતે કર્યું અને તેનો રાજા તે બન્યો.

સાતમું   અને છેલ્લું પાપ છે આળસ જે એબેડોન નામ ના દેવદૂતે કર્યું અને તેનો રાજા તે બન્યો. 

આ પાપ જેવા થયા કે તરત જ ઈશ્વર ને આની જાણ થઇ ગઈ કે સ્વર્ગ માં સાતે પાપ એ પગ પેશારો કર્યો છે અને દેવ દૂત દ્વારા જ પાપ એ સ્વર્ગ માં પ્રવેશ લીધો છે આથી ઈશ્વર બહુ જ નારાજ થયા અમારી ઉપર અને અમને સ્વર્ગ માં થી બહાર હાંકી કાઢ્યા ને અહીંયા નરક માં લાવી ને કેદ કરી દીધા. અને એ સાથે તેમને અમારી સુંદર સફેદ પાંખો ને પણ જલાવી દીધી પરંતુ આ બધા થી ઉપર પણ તેમને જે કર્યું એ હદ થી વધારે સજા હતી અમારા માટે.

 તેમણે અમારી શક્તિ ને છીનવી લીધી અમારા થી અને તેમણે એ શક્તિ નું રૂપાંતર કાળી શક્તિ એટલે કે ડાર્ક એનર્જી માં કરી દીધું અને તેણે બ્રહ્માંડ માં છુપાવી દીધી.આ ડાર્ક મેટર કે એનર્જી જે કહેવાય છે તે અમારી જ શક્તિ છે જે ઈશ્વર એ અમારાથી છીનવી લીધી હતી.જે બ્રહ્માંડ માં મોજુદ તો છે પણ કોઈ ને નજર માં નથી આવતી.

ઈશ્વરે અમને અહીંયા નરક માં કેદ તો કરી દીધા પરંતુ અમારી એક શક્તિ ના છીનવી શક્યા જે છે મનુષ્ય ના મન ને ભ્રમિત કરવાની શક્તિ. હા એ અમે લોકો જ છે જે મનુષ્ય ના મન સાથે રમત રમીએ છે.કેમ કે જેટલા અનુયાયી અમારા થશે આટલી મોટી સેના અમારી તૈયાર થશે ઈશ્વર સામે લડવા માટે.અને આ દુનિયા માં એક પણ મનુષ્ય એવો નથી જેને આ સાત માં થી એક પણ પાપ ના કર્યું હોય. 

પરંતુ હવે અમે થાકી ગયા છે આ રીતે રમત રમતા રમતા હવે મારે બધી જ જગ્યા એ અમારો કબ્જો જોઈએ છે  હવે સમય થઇ ગયો છે મારા પાછા ફરવાનો અને લોરા તને ખબર છે કે આ રસ્તો કોણે આસાન કરી આપ્યો?"

લોરા એ નકાર માં માથું હલાવ્યું.

"તારા પિતાજી એ. લોરા તારા પિતાજી એ આ રસ્તો આસાન બનાવી દીધો.તેમણે અમારા થી છીનવાઈ ગયેલી અમારી શક્તિ ની ખોજ કરી છે.અને એ શક્તિ તારે પછી લાવવાની છે લોરા અને જયારે એ શક્તિ મારી મને પાછી મળી જશે ત્યારે હું મારી સેના લઇ ને ફરીથી આવીશ અને હું રાજ કરીશ આ દુનિયા ઉપર. મારો પાછો ફરવાનો સમય થઇ ગયો છે લોરા. 

it 's  time  to  return .

Return  of shaitaan "

" એ ક્યારેય પણ નહિ બને લ્યૂસિફર " લોરા ગુસ્સામાં તમ તમતાં અવાજે બોલી.

"હા હા હા......." લ્યૂસિફર ના અટ્ટહાસ્ય થી એ જગ્યા ગુંજી ઉઠી લોરા ને લાગ્યું કે તેના કાન ના પડદા ફાટી જશે તેણે પોતા ના બંને કાન પર હાથ મૂકી દીધા.

" લોરા કોણ રોકશે મને ? જયારે સર્વ શક્તિમાન ઈશ્વર મને ના રોકી શક્યા મને  તો તુ એક તુચ્છ પામર મનુષ્ય મને સત્તા માં આવતા રોકશે? અત્યારે તારી પાસે બે જ રસ્તા છે એક તો એ કે એન્ટી મેટર ને પૃથ્વી પર જ રહેવા દે અને બ્લાસ્ટ થઇ જવા દે અને નાશ થવા દે અને બીજો એ કે એન્ટી મેટર શોધી ને અહીંયા લઇ ને મને આપી દે અને તારા પિતા ને આ દોજખ ની આગમાંથી છોડાવી લે.  

 હું તને ફરીથી બોલાવીશ અને તારે એન્ટી મેટર લઇ ને કેવી રીતે અહીંયા આવાનું એ  રસ્તો પણ બતાવીશ.એન્ટી મેટર લઇ ને તારે નરક માં આવા માટે સ્પેશ્યલ વસ્તુઓ ની જરૂર પડશે અને પૃથ્વી પર થી અહીંયા આવા માટે માત્ર ત્રણ જ રસ્તાઓ છે. માટે તુ જેટલું જલ્દી કરે એટલું જલ્દી તુ તારા પિતા ને છોડાવી શકીશ. અને બહુ જ અગત્ય ની વાત કહું છુ તને કે કોહલર ને કોઈએ ખોટો કાલ કર્યો છે. એન્ટી મેટર પેરિશ માં નહિ રોમ માં છે.હવે તુ નક્કી કરી લે તારે શું કરવાનું છે.અને તુ જે પણ કરીશ એ હું તને જોઈ શકું છુ એ યાદ રાખજે અને કોઈ પણ ચાલાકી કરવાની કોશિશ ના કરતી નહિ તો અંજામ તને ખબર જ છે અને આ કોઈ સપનું નથી તુ જયારે પ્લેન માં પાછી જઈશ અને તારા હાથ માં આ ટેટુ( છૂંદણું  ) બનેલું   મળે તો સમજી જજે કે તુ સાચે જ નરક માં આવી હતી."

" છોડી દે મારા પિતાજી ને છોડી દે પ્લીસ હું તારા પગે પડું છુ. પ્લીસ પ્લીસ પ્લીસ........" રાજે ઘભરાઈ ને લોરા સામે જોયું અત્યારે લોરા પસીના થી લથ પથ હતી અને ડર તેના ચેહરા પર સાફ દેખાઈ રહ્યો હતો.

" લોરા .....લોરા...લોરા .... શું થયું તમે  ઓકે છો ? " રાજે લોરા ને ખભા પાસે  પકડી ને  ને પૂછયુ.

"રાજ ઓહ્હ્હહહ રાજ....." આટલું બોલી ને તે રાજ ને ભેટી પડી.

રાજ લોરા ના અચાનક  આ વર્તન થી હેબતાઈ ગયો. પરંતુ તેણે લાગ્યું   કે લોરા ને તેની જરૂર છે અત્યારે આથી તેણે પણ લોરા   ને પોતાની મજબૂત બાહો માં સમાવી લીધી.તેઓ હજુ પણ પ્રાઇવેટ જેટ માં જ હતા અને તેમના સિવાય માત્ર પાઇલોટ જ હતો આ પ્લેન માં જે અત્યારે કોકપીટ માં હતો.રાજ અને લોરા ને અહીંયા જોવા વાળું કોઈ ના હતું.  

લગભગ બે કે ત્રણ મિનિટ સુધી લોરા એ રાજ ની બાહો માં જ રહી અને પછી અલગ થઇ. અત્યારે તે પોતાના વર્તન પર શર્મિંદા હતી. તેને લાગ્યું કે કોઈ અજાણ્યા માણસ સાથે આવું કરવું યોગ્ય ના હતું આખરે એ રાજ ને જાણતી જ કેટલું હતી.

" મિસ લોરા તમે ઓકે તો છો ને? શું થયું કોઈ ડરામણું સપનું જોયું?" રાજે બહુ જ પ્યાર સાથે પૂછ્યું.

"રાજ હું શું કહું તમને આપણે અત્યારે ઉંધી દિશા માં જઈ રહ્યા છે. એન્ટી મેટર તો અત્યારે પેરિસ માં નહિ પણ રોમ માં છે."

"તમને કોણે કહ્યું કોહલર ને જે પ્રમાણે ફોન આવ્યો હતો એ પ્રમાણે તો એન્ટી મેટર પેરિશ માં છે નોતરે ડેમ કૈથેડરલ   ને બ્લાસ્ટ કરવા માટે એ લોકો એ એન્ટી મેટર ચોરી કરાવ્યું   છે અને તમારા પિતાજી ની હત્યા કરી છે.પ્લેન માં આવી ને આપડે કોઈ ને મળ્યા નથી ના કોઈ ફોન આવ્યો છે તમારી પર ના કોઈ સાથે વાત થઇ છે તમારી તો તમે કઈ રીતે કહી શકો છે એન્ટી મેટર રોમ માં છે પેરિસ માં નહિ?" રાજે સામો સવાલ કર્યો.

"રાજ આ બહેજ કરવાનો સમય નથી." આટલું બોલી લોરા એક ઝટકા સાથે ઉઠી અને પછી કોકપીટ તરફ જવા લાગી રાજ પણ તેની પાછળ ગયો. તેને પાઇલોટ ની કેબીન નો દરવાજો એકદમ જોરથી ખોલી દીધો . પાઇલોટ એકદમ ડરી  ગયો લોરા ના આવા વર્તન થી.

"મી. પાઇલોટ હમણાં જ આ પ્લેન ને પાછું વાળો અને રોમ તરફ લઇ જાવ. હમણાંજ કોઈ જ સવાલ ના જોઈએ મારે." લોરા એકદમ જોર થી બોલી.

પાઇલોટ રાજ સામે જોવા લાગ્યો.

" મિસ લોરા આ શું કોઈ મજાક ચાલી રહી છે? કોહલર સર ના કહ્યા મુજબ મારે તમને પેરિસ લઇ ને જવાના છે  અને હું મારો રસ્તો આવી રીતે ના બદલી શકું." પાઇલોટ બોલ્યા.

"મી. પાઇલોટ હું તમને કેવી રીતે સમજવું કે રોમ માં બહુ મોટી દુર્ઘટના થવા જઈ રહી છે અને હું જ છુ ખાલી કે જે એ દુર્ઘટના થતા અટકાવી શકું છુ.જો અત્યારે આપડે ત્યાં નહિ જઈએ તો હું મારી જાત ને કયારે પણ માફ નહિ કરી શકું.

" મને વિસ્તાર થી કહો બધું." પાઇલોટ એ કહ્યું.

"અત્યારે એટલો સમય નથી બસ તમે રૂટ ચેન્જ કરવાની પેરમીસન લઇ લો." લોરા બોલી.

"મારે કોહલર સર ને પૂછવું પડશે" આટલું બોલી ને પાઇલોટે કોહલર ને ફોન લગાવ્યો.

ક્રમશ:

થેન્ક યુ વાંચક મિત્રો તમારા પોઝિટિવ કોમેન્ટ માટે. મારો પ્રયત્ન રહેશે કે હું હજુ વધુ સારું લખાણ લખું અને આ સ્ટોરી ને હજુ રોમાંચક બનાવું. તો વાંચતા રહો રીટર્ન ઓફ શેતાન.