એમ આઈ ડેડ? શું હું ગુજરી ગઈ છું? આઈ એક્ચ્યુલી હેવ ટુ આસ્ક માયસેલ્ફ. શું હું મરી ગઈ હોઈશ? પહેલી નજરે તો મને એમ જ લાગ્યું. ઓબવીયસલી આઈ વોઝ ડેડ. શું હું ફરી કલ્પના કરવા લાગી હોઈશ? હું કોઈ સપનું જોઈ રહી હતી?
અને પછી મેં જાણ્યું કે હું મરી નહોતી કારણ કે મને મારા દેવતાનો અવાજ સંભળાયો, એ મારું નામ લઇ રહ્યો હતો, એ મને સજીવન થવા પોકારી રહ્યો હતો.
“ઓહ! નો. અનન્યા, નો.” એના અવાજમાં દુખની ગહેરી અસર હતી.
પણ મારા મનમાં કોઈ અલગ જ અવાજ સંભળાતો હતો. મારું મન મને કહી રહ્યું હતું કે તું મારવાની છો. એ અવાજ મારા મગજના પાછળના ભાગથી આવતો હતો. એક પળ માટે મારી આંખ સામેના અંધકારમાં મને સપનામાં જોયલા અઘોરીની ઝાંખી આકૃતિ દેખાઈ. મેં એ ભયાવહ ચહેરાને ભૂલવા માટે કપિલના અવાજ પર ફોકસ કરવા પ્રયત્ન કર્યો.
“પ્લીઝ.... અન્યના, લિસન ટુ મી, પ્લીઝ, પ્લીઝ, અનન્યા, પ્લીઝ!” એ મને સજીવન થવા પોકારી રહ્યો હતો. કાશ મારી પાસે અમૃતસ્ત્રવિન્યા કે નવપલ્લિત હોત તો હું એક પળમાં બેઠી થઇ એને જવાબ આપી દોત.
હું એને જવાબ આપવા માંગતી હતી પણ હું મારા હોઠ હલાવી શકી નહિ. ઝેર મારા શરીરમાં લોહીની જેમ ફરવા લાગ્યું હતું. મારી આંખો અને માથા પર હજારો ટન વજન કોઈએ ધરબી દીધું હોય અમ લાગતું હતું. ધ વેનોમ વોઝ શોવિંગ ઇટ્સ ઈફેક્ટસ.
“ડોકટર, ઈટ વોઝ કોબ્રા, કીંગ કોબ્રા...” તેનો અવાજ આંસુઓથી તરડાઇ રહ્યો હતો, એ ડુસકા લઇ રહ્યો હતો. એ યોગ્ય નહોતું, તે મારા સપનાનો દેવતા હતો, મારા જીવનનો એન્જલ હતો, એ ક્યારેય રડી ન શકે. મેં સાંભળ્યું હતું કે નાગલોકમાં કોઈ રડે નહિ ત્યાં પણ સ્વર્ગ લોકની જેમ આંસુ હોય જ નહિ. અને મને ખાતરી હતી કે મારો કપિલ નાગલોકનો હતો - એ પૃથ્વી પરનો હોઈ જ ન શકે.
પૃથ્વી પર કોઈ એટલું આકર્ષક હોઈ જ કઈ રીતે શકે? હું એને કહેવા માંગતી હતી કે હું બિલકુલ ઠીક છું. હું બોલી ન શકી. આમ પણ એ જુઠ હતું મેં એને ડોકટર સાથે વાત કરતા સાંભળ્યો હતો. મને કરડ્યો એ નાગરાજ હતો – કીંગકોબ્રા - મતલબ મારા બચી શકવાના કોઈ ચાન્સ નહોતા. મમ્મી બહાર વેઈટીંગ એરિયામાં જ હતી અને એને એમ હશે કે હું સાંભળી નથી રહી નહીતર એ મારા સાંભળતા ડોકટર સામે એ શબ્દો ન જ કહોત. મમ્મીને પણ એણે એ સામાન્ય બિનઝેરી સાપ હતો એમ જ કહ્યું હતું.
કદાચ હું ઠીક છું એમ બોલવામાં હું સફળ રહી હોત તો પણ એ મારી આંખો પરથી સમજી જાઓત કે હું જુઠ્ઠું બોલી રહી છું. મારી આંખો કોઈ રહસ્ય ક્યા સાચવી જ શકતી હતી? પણ મારી આંખો ક્યા ખુલે એમ હતી જ? હું મારા પહેલા વિચાર પર મનોમન જ હસી. હવે ફરી ક્યારેય આંખો ખુલવાની જ નહોતી તો એ કઈ રીતે રહસ્ય કોઈને કહી શકે? મને મારી ટોફી બ્રાઉન આંખો પર દયા ઉપજી.
ફરી એકવાર દર્દ મારા શરીરને ઘેરવા લાગ્યું. એ દર્દ શરીરના કયાં ભાગથી મને ઘેરી રહ્યું હતું એ મને સમજાયું નહિ. કદાચ એ કોબ્રાનું ઝેર હતું માટે એની અસર આખા શરીર પર થઇ રહી હતી. હું દર્દથી ચીસ પાડી ઉઠી પણ માત્ર મારા મનમાં જ, મારા ગાળા બહાર આવાજ નીકળ્યો નહી. હું એ દર્દથી છુટકારો મેળવવા માંગતી હતી. હું એના બહાર નીકળવા માંગતી હતી. દર્દને શરીર બહાર ફેકી દેવા માંગતી હતી પણ એ અશક્ય હતું. દર્દ અસહ્ય હતું અને એ કરતા પણ હું કપિલને આઈ લવ યુ કહ્યા વિના જ મરી જઈશ એ મારા માટે વધુ પીડા દાયક હતું.
હું મારી રહી હતી - કદાચ મૃત્યુ એમ જ ધીમે ધીમે આવતું હશે. જોકે મારી ઉમર પ્રમાણે એ બહુ ઝડપી હતું. હું સ્ટ્રેચર પર હતી, મારો સાપના ડંસ વાળો પગ સ્ટ્રેચર નીચે લટકતો રાખવામાં આવ્યો હતો જેથી ઝેર ઉપરની તરફ ન જઈ શકે. મારા આસપાસ મને ડોકટરોની ટીમ હોવાનો ભાસ થઇ રહ્યો હતો. એમાંના એક ડોકટરે મારા હાથમાં આઈ.વી. બેસાડી ત્યારે મને દર્દ ન થયું કેમકે મારું મન હવે દર્દ સહવાની પરાકાષ્ઠા પર પહોચી ગયું હતું. એક હદ વટાવ્યા પછી મગજ દર્દ કે પીડા અનુભવી શકતું નહિ હોય.
મમ્મીના રડવાનો અવાજ પણ મને દુરથી આવતો હોય એમ સંભળાઈ રહ્યો હતો જે મને ખાતરી આપતો હતો કે હું થોડીક પળોની મહેમાન હતી. મારું શરીર એકદમ નમ્બ બની ગયું હતું. હું મરી ગઈ હોઈશ કેમકે એટલા દર્દ છતાં હું રડ્યા વિના કઈ રીતે રહી શકું?
હું જાણતી હતી કે મને કરડ્યો એ સાપ કીંગ કોબ્રા હતો છતાં હું રડી રહી નહોતી જે પરથી મને ખાતરી થઇ ગઈ કે હું મરી ગઈ હતી કેમકે મને તો કીડી પણ કરડે તો રાડો પાડવાની આદત હતી. આઈ મસ્ટ બી ડેડ. અધરવાઈઝ આઈ શૂડ બી ક્રાયિંગ.
ડોકટરે મારું મો ખોલ્યું અને એ ખુલ્લા મોમાંથી કોઈ સાપ મારા ગાળા નીચે ઉતરી રહ્યો હોય એમ એક ટ્યુબ મારા પેટ સુધી પહોચી, એ ટ્યુબના બીજા છેડે પ્લાસ્ટીકની બેગ લગાવેલી હતી. જેમાં આછા વાદળી રંગનું લીક્વીડ હતું - એ શું હતું મને ખબર ન પડી. હું આર્ટસમાં હતી સાયન્સમાં નહિ.
લીક્વીડ ટ્યુબમાં દોડવા લાગ્યું અને મારા પેટમાં જવા લાગ્યું. મને એ લીક્વીડથી જરા રાહત થાય એની રાહ જોયા વિના જ મારી સ્ટ્રેચરને ડોકટરો એક નાનકડા રૂમમાં લઇ ગયા જ્યાં એકદમ અજવાળું હતું.
ડોકટરે મારી છાતી પર કોઈ મલમ લગાવી જે એકદમ હુંફાળી હતી. બીજા ડોકટરે મારી આંખોમાં ફ્લેશલાઈટનો પ્રકાશ ફેક્યો.
“નોન રિસ્પોન્સિવ...” મેં પહેલા ડોકટરના શબ્દો સાંભળ્યા.
એનો શો અર્થ થાય?
કાશ! હું સાયન્સની વિધાર્થી હોત. હું એ શબ્દોનો અર્થ સમજી શકી હોત અને મારા ડરમાં વધારો થઇ ગયો હોત. થેંક ગોડ! હું આર્ટસમાં હતી અને ડોકટરના શબ્દોનો અર્થ મારા માટે અજાણ્યો હતો.
“ગેટ હર ઇન ધ ઈમરજન્સી, નાઉ...” બીજા એક ડોકટરે નર્સને બુમ પાડી.
તેઓ મને નાનકડા રૂમમાંથી એજ સ્ટ્રેચર પર ઇલેવેટર સુધી લઇ ગયા. ઈલેવેટર સીધી જ ત્રીજા માળે લઇ જતી હતી - ઈમરજન્સી વાર્ડમાં. મેં મારી જાતને પહેલા કયાંરે ઈમરજન્સી વોર્ડમાં જોઈ નહોતી. તે એકદમ વિશાળ હોલ હતો જેમાં એક ડઝન કરતા પણ વધારે બેડ હતા. રૂમની વચ્ચે એક મોટા ટેબલ પર કમ્યુટર અને બીજા તબીબી સાધનો ગોઠવેલા હતા. ટેબલની બાજુના ડેસ્ક સામેની ખુરશીઓ પર ત્રણ ચાર નર્સ મારી તરફ તાકીને બેઠી હતી. જોકે આ બધું મને પછી ખબર પડી હતી ત્યારે તો માત્ર હું વિચારી જ શક્તિ હતી.
મારા શરીર સાથે અનેક નળીઓ જોડેલી હતી. હું એને ગણી પણ શકું એમ નહોતી. આમ પણ કેલકયુંલેશનમાં હું પપ્પા જેમ પાકી નહોતી. એક ટ્યુબ મારા ગાળામાં મારા શ્વાસ માટે, એક મારા નાકમાં મારા પેટમાં લીક્વીડ દાખલ કરવા માટે, એક બે મારી નશોમાં મને હાયડ્રેટીંગ કરવા માટે, એક મારી બ્લેડરમાં અને બાકીની બધી મારી છાતી પર જે મારા હ્રદયના ધબકારા માપવા અને હું જીવું છું કે કેમ એ જાણવા માટે.. અને હા, એક મારી આંગળી પર જે મારા પલ્સ રેકોર્ડ કરવા માટે.
મારા બ્રીથીંગ માટે જોડાયેલ વેન્ટીલેટરનો અવાજ પણ એકદમ અનસેટલીંગ હતો - ઇન – આઉટ – ઇન – આઉટ – મને એના રિધમ પરથી મને સંભળાતી વિચિત્ર ધૂન યાદ આવી ગઈ - એ પણ કઈ જ આવી જ અસ્ત વ્યસ્ત સંગીતની બનેલી હતી.
“ડુ યુ હેવ એની પીપલ યુ કેન કોલ..?” ડોકટરે કપિલને પૂછ્યું. કપિલે કોઈ જવાબ ન આપ્યો એ પરથી હું સમજી ગઈ કે એ ડોકટરના શબ્દો સાંભળી એકદમ ડઘાઈ ગયો હશે.
“તમારી સાથે રહી શકે એવા કોઈ રીલેટીવ?” ડોક્ટરને લાગ્યું હશે કે અમારી પાસે કોઈ ફેમીલી મેમ્બર નહિ હોય એટલે એણે રીલેટીવ વિશે પુછતાછ શરુ કરી.
“ડોકટર તમે ફેમીલી અને રીલેટીવ વિશે કેમ પૂછી રહ્યા છો?” કપિલનો અવાજ એકદમ ઢીલો પડી ગયો હતો.
“હું સમજી શકું છુ આ તમારા માટે મુશ્કેલીની પળ છે.” ડોકટરે એ જ વાત જરાક ફેરવીને કહી.
“વાય આર યુ સેયિંગ સચ નોનસેન્સ..” કાપીન અવાજમાં હવે જરા ગુસ્સો ભળ્યો.
“તમે જેટલા માજ્બુત બનશો એટલું તમારા માટે સારું રહેશે...” ડોકટરે જાણે કપિલે ગુસ્સાથી બરાડેલા શબ્દો સાંભળ્યા જ ન હોય એમ ફિલોસોફી આપવા લાગ્યો.
“શા માટે મજબુત બનું ડોકટર અને શું ફાયદો થશે?” કપિલ રડવા લાગ્યો હતો – હું એના અવાજ પરથી એ ફિલ કરી શકતી હતી.
“ધ પોઈઝન ઈઝ સ્ટ્રોંગ, ઈટ ઇઝ અબાઉટ ટુ રીચ હર હાર્ટ.” એકદમ ગંભીર અવાજ સંભળાયો - મને ખાતરી હતી કે એ અવાજ મુખ્ય ડોકટરનો હતો.
“ગુજરાતીમાં કહું તો ઝેર એના હૃદય સુધી પહોચી જવાની તૈયારીમાં છે. કીંગ કોબ્રા કેસમાં અમુક સમય વીતી ગયા પછી દવા કોઈ કામ નથી કરતી.” ડોકટરે કપિલને ડઘાઈને ઉભેલો જોઈ ગુજરાતીમાં સમજાવ્યું - કદાચ ડોકટર પણ બધા જેમ અમને આર્ટસવાળાને ઠોઠ સમજતા હશે.
“અનન્યા..” કપિલના અવાજે મને જણાવ્યું કે એ એકદમ ઉદાસ હતો - હી વોઝ ઇન હોરર.
“રીમુવ પાઈપ ફ્રોમ હર માઉથ..” કપિલ બરાડ્યો, “સ્ટોપ ધીસ લીક્વીડ એન્ડ રીમુવ ઓલ અધર ટ્યુબઝ.”
“આર યુ મેડ..?” ડોકટરને આઘાત લાગ્યો હોય એમ બબડ્યો, “ટ્યુબ નીકળતા જ એ મારી જશે..”
“જો હું કહું એમ નહી કરો તો આમ પણ એ થોડાક સમયમાં મરી જશે.” કપિલના અવાજમાં હવે ગુસ્સાની તીવ્રતા વધી ગઈ હતી.
“ડીસકાર્ડ હર એન્ડ ટેક સાઈન ઓફ ધેટ બોય..” ડોકટરે નર્સ તરફ જોઈ હુમક કર્યો.
પહેલી નળી સાપની જેમ વળાંક લેતી મારા ગળામાંથી ખેચી લેવાઈ, બીજી નળી નાકમાંથી બહાર લેવાઈ. હું સમજી ગઈ મારી પાસે હવે ખાસ સમય બચ્યો નથી. મને સમજાતું નહોતું કે કપિલ શું કરવા માંગતો હશે.
એકાએક મેં કોઈ અલગ દર્દ અનુભવ્યું - એ કઈ રીતે શકય હતું મારું મગજ તો પીડાની પરાકાષ્ઠાએ પહોચી એ અનુભવવું જ ભૂલી ગયું હતું. મેં જે નવું દર્દ અનુભવ્યું એ સર્પદંશ કરતા પણ વધુ સ્ટ્રોંગ હતું. જોકે એ બધે ફેલાયેલું નહોતું. જે પગ પર સાપ કરડયાનો ઘા હતો ત્યાંથી એ દર્દ એક સણકા સાથે ઉપડ્યું હતું - જાણે કોઈએ એ દંશના ઘા પર ભાલો ભોકી દીધો હોય. એ અજાણ્યા દર્દથી મારો આખો પગ સળગી ઉઠ્યો. એ ભાગ ઉપર લાય બળવા લાગી.
“વોટ આર યુ ડુઈંગ..?” મને નર્સનો અવાજ સંભળાયો પણ એ કોને સંબોધીને કહેવાયું હતું એ હું સમજી ન શકી.
“તું શું કરી રહ્યો છે?” મુખ્ય ડોકટરનો અવાજ બધાથી અલગ અને ગંભીર હતો, “એ કીંગ કોબ્રા હતો- તું મરી જઈશ.”
મારા ધબકારા વધી ગયા જે ઓલરેડી વધેલા જ હતા. હું સમજી ગઈ દંશના ભાગ પર એકદમ દર્દ કેમ ઉપડ્યું હતું - મેં ત્યાં એક અલગ જ હુંફ અનુભવી. કપિલ મારા પગેથી ઝેર ચૂસી રહ્યો હતો. હું એને રોકવા માંગતી હતી પણ હું કઈ કરી શકું તેમ નહોતી.
“અનન્યા, તને કઈ નહિ થાય. તું મને સાંભળી શકે છે અનન્યા? તું ઠીક થઇ જશે.”
“વરુણ..” મેં બોલવાનો પ્રયાસ કર્યો – આ વખતે હું એમાં સફળ રહી.
“હા. હું અહી જ છું.”
“પ્લીઝ ડોન્ટ. ઈટ વિલ કિલ યુ..” હું ગણગણી.
“આઈ નો બટ ધીસ ટાઈમ આઈ વોન્ટ લુઝ યુ.”
“વરુણ..” હું ચીસ પાડી બેઠી થઇ ગઈ. મને સમજાયું નહિ કે કેમ હું એને વરુણ કહી બોલાવી રહી છું - એ મને કેમ અનન્યા કહેતો હતો એ પણ હજુ મિસ્ટ્રી જ હતી. મેં બેઠા થઇ આંખો ખોલી. કપિલ અને ડોકટરો મારા આસપાસ ટોળે વળેલા હતા. હું કપિલના પરફેકટ ચહેરા તરફ જોઈ રહી. એ પણ મને જોઈ રહ્યો હતો. તેનો ચહેરો એકદમ અલગ થઇ ગયો હતો - એ ગ્રીનીશ ગોલ્ડ બની ગયો હતો.
કદાચ અ ઝેરની અસર હતી. મારા પગનું દર્દ જાણે અદ્રશ્ય થઇ ગયું હતું. ડંખના ઘા પર પણ કોઈ જ દર્દ નહોતું. મેં કપિલને એકાએક ફ્લોરની માર્બલ ટાઈલ્સ પર ઢળી પડતા જોયો.
“વરુણ..” હું ચીસ પાડી ઉઠી.
એ જવાબ ન આપી શક્યો. એ એની જાત સામે સંઘર્ષ કરી રહ્યો હતો. તેના હોઠ એકદમ સુજી ગયા હતા. તેઓ રોજની જેમ લાલ ને બદલે લીલા પડી ગયા હતા - ઘાસના સાપની સ્કીન જેવા લીલા.
“સ્ટે, કપિલ, સ્ટે વિથ મી...” મારી આંખોમાં આંસુ આવ્યા. મારો આંસુઓ પર ક્યારેય કાબુ હતો જ નહિ.
મેં એના હોઠ ફફડતા જોયા. જાણે એ કહી રહ્યો હતો કે - આઈ વિલ સ્ટે વિથ યુ ફોર એવર. મેં ડોકટરોને કપિલ તરફ ધસી જતા જોયા. ડોકટરના બુમ બરાડા શરુ થતા જ બીજા બે ત્રણ સફેદ કપડા પહેરેલા કમ્પાઉન્ડરો અને બે નર્સ પણ દોડી આવ્યા. કમ્પાઉન્ડરોએ કપિલને સ્ટ્રેચર પર સુવાડ્યો અને સ્ટ્રેચર ખસેડી મારી નજીકના બેડ પર ગોઠવ્યો.
હું બેડ પરથી ઉતરી. હું ઉભી થઇ. જે નર્સ મને ઉભા થતા રોકવા મારી પાસે દોડી આવી હતી એ મને નવાઈથી જોઈ રહી. મુખ્ય ડોકટરના ચહેરા પર પણ અચંબાના ભાવ હતા. કીંગ કોબ્રાના ઝેરની અસરમાંથી એટલું ઝડપી બહાર આવી શકવું અશક્ય હતું.
ઈમરજન્સીનો દરવાજો ખુલ્યો, એક નર્સ લોહીના બાટલા સાથે અંદર ધસી આવી. કપિલ પાસે જતા પહેલા એ બીજી નર્સને મને જનરલ વોર્ડમાં લઇ જવાની સુચના આપતી ગઈ. હું કપિલ પાસે રોકાવા માંગતી હતી પણ એ જીદ્દી નર્સ મને બાવડાથી પકડી ખુલ્લા દરવાજા બહાર લઇ ગઈ.
“ઓલરાઈટ..” મેં મારું બાવડું નર્સના હાથમાંથી છોડાવ્યું.
“યુ નો વેર ઈઝ જનરલ વોર્ડ..” નર્સ જાણે મને રસ્તો બતાવવા મારી સાથે બહાર આવી હોય તેમ નમ્ર બની ગઈ. કોઈ કહી પણ ન શકે કે એ મને પકડીને બળ પૂર્વક બહાર લઇ આવી હશે.
“યસ. આઈ નો.” મેં કહ્યું અને એ મને કોરીડોરમાં જ મુકીને ઈમરજન્સી રૂમ તરફ જવા લાગી.
હું હોસ્પીટલના કોરીડોરમાં ઉભી હતી પણ જાણે મારું હ્રદય એની પાસે હતું. મારે એને શું કહેવો - કપિલ કે વરુણ? હું કન્ફયુઝ હતી. હું કઈ ન કરી શકતા મમ્મી પાસે જઈ વેઈટીંગ રૂમમાં બેઠી. મમ્મીએ કપિલના પેરેન્ટ્સને ફોન કરી નાખ્યો હતો. મને નવાઈ લાગી મમ્મી એના પેરેન્ટ્સને કઈ રીતે ઓળખતી હશે. જોકે એ સમયે મને ખબર નહોતી કે મમ્મી એવી ઘણી બાબતો જાણતી હતી જે મારા માટે રહસ્યો હતા!
હવે મારા બદલે કપિલ ઈમરજન્સી રૂમમાં હતો અને હું વેઈટીંગ રૂમમાં બેસી ભગવાનને પ્રાર્થના કરવા સિવાય એના માટે કશું કરી શકું એમ નહોતી. ફસ્ટ યરમાં ભણેલા સેક્સપિયરના એક ડ્રામાની એક લાઈન ‘અલાસ, ધેટ લવ, સો જેન્ટલ ઇન હીઝ વ્યુ, શૂડ બી સો ટાયરેનસ એન્ડ રફ ઇન પ્રૂફ.’ મને ત્યારે નહોતી સમજાઈ પણ હવે હું સમજી ગઈ કે એનો શો અર્થ હતો.
***
ક્રમશ:
લેખકને અહી ફોલો કરો
ફેસબુક : Vicky Trivedi
ઇન્સ્ટાગ્રામ : author_vicky