Jaane-ajaane - 3 in Gujarati Fiction Stories by Bhoomi Shah books and stories PDF | જાણે-અજાણે (3)

Featured Books
Categories
Share

જાણે-અજાણે (3)

            બીજે દિવસે સવારે નિયતિ કૉલેજ પહોચી અને બાઈક પર ફરી એક ચિઠ્ઠી લટકાવી. નિયતિનાં ચહેરાં પર આત્મવિશ્વાસ દેખાય રહ્યો હતો. જણાય રહ્યું હતું કે તેનો રસ્તો સાચ્ચો છે. નિયતિનાં જવા પછી રોહન ત્યાં આવ્યો અને ચિઠ્ઠી જોઈ આતુરતાથી વાંચવા લાગ્યો.
          " માની લીધું કે તને મારાં પર respect છે. અને હું તેની કદર કરું છું. પણ રોજનું રોજ મારાં માટે જગ્યા રોકવાનો શું મતલબ! એક દિવસ હોય તો સમજ્યા પણ પછી રોજનું શું!... ના તું મારો ફ્રેન્ડ છે કે ના મારો ભાઈ. તો કયાં હકથી કરે છે આ બધું? " એક નાનું સરખું સ્મિત રોહનના મોં પર આવ્યું. અને એક ડાયરી કાઢી લખવાનું શરૂ કર્યુ. " મને નથી લાગતું કે તારા પ્રશ્નો જલદી સંતોષાશે. એટલે કાગળની એક ચિઠ્ઠી કરતાં આ ડાયરી મુકું છું. ભલે તારા જેટલાં પણ શક હશે ,હું બધાનું સમાધાન કરીશ. એટલે નહીં કે મારાં મનમાં તારાં માટે કશું છે, પણ એટલે કેમકે મને મારાં માટે એક પણ ખોટી વાત કે ખોટો વિચાર પસંદ નથી. મારું ચરિત્ર કોઇનાં વિચાર પર બંધાયેલું નથી પણ જો કોઇ તેની પર આંગળી કરશે તો હું એ દરેક આંગળીને નીચી કરીશ. હા માન્યું કે રોજ તારાં માટે કશું કરવાનો હક નથી. પણ ના કરવાનું કારણ પણ નથી. હું જલદી આવું છું અને થોડી વાર બેસું છું તો એમાં શું મોટી વાત છે! " 
          નિયતિએ આ વાંચી થોડી વાર થંભી ગઇ અને પછી એ જ ડાયરીમાં ફરીથી એક પ્રશ્ન મુકી દીધો. " વગર કામનું તો કોઈ કોઈને મદદ પણ ના કરે . દરેક કામ પાછળ સ્વાર્થ છુપાયેલું હોય. તો બોલ શું છે તારો સ્વાર્થ?". રોહને ફરી જવાબ આપ્યો " મારો સ્વભાવ છે મારો સ્વાર્થ. મારી આત્મા છે મારો સ્વાર્થ. મારાં આદર્શ છે મારો સ્વાર્થ. સ્વાર્થ માત્ર ખોટી વસ્તુનો કે પોતાના ફાયદાનો ના હોય. કોઇકનું નુકસાન કરવું કે કોઇકને દુઃખ પહોચાડવુ એ જ માત્ર સ્વાર્થ નથી. પોતાની જાતને શ્રેષ્ઠ બનાવવાની કોશિશ પણ હોઇ શકે છે સ્વાર્થ. " રોહનનો જવાબ સાંભળી નિયતિનાં મનમાં રોહનની છબી બદલાય રહી હતી. કોઇ વખત પરિસ્થિતિને બીજી નજરથી જોવાની કોશિશ જ નહતી કરી. રોહન તેને સમજદાર અને સ્થાયી મનનો ભાસી રહ્યો હતો. થોડું વધારે જાણવાની ઈચ્છામાં તેણે ફરી એક મેસેજ લખ્યો. "તો તેનો મતલબ એ થયો કે તમે પોતાની જાતને શ્રેષ્ઠ બનાવવાની કોશિશ કરો છો. સારી રીતે ઓળખું છું હું લોકોને. બીજાં પર પોતાનો પ્રભાવ પાડવાની કોશિશ કરો છો ને!... " રોહનને હસવું આવી ગયું. "ઓહ.. તો તું મને ઓળખવાની કોશિશ કરે છે!... તને મારામાં રસ તો નથી જાગવા લાગ્યો?... " આ વાત વાંચી નિયતિને ગુસ્સો આવી ગયો . " તું મારાં માટે આવું કઇ રીતે બોલી શકે છે. તું મને ઓળખે છે કેટલું!... " રોહને કહ્યું "બસ, આ જ તને સમજાવવા માંગતો હતો. કે કોઈની માટે વિચાર ના બાંધી લેવો જોઈએ. તું મને જાણતી નથી. પણ ખાતરી સાથે બોલી શકું છું કે તું મને જાણી જઇશ તો તું ક્યારેય આવી વાત નહીં કરે. " નિયતિ વળતો જવાબ આપવાથી પોતાને રોકી ના શકી " overconfidence કહેવાય તેને. તારી સારી લાગતી વાતો બીજા પર ચાલતી હશે મારી પર નહીં. અને જો આટલો જ સારું વ્યકિતત્વ ધરાવતો હોત તો પહેલાં દિવસે એક અજાણી છોકરી ને બાઈક રાઇડ માટે ના પુછતો." રોહન થોડો અકળાઈ ગયો. અને વિચારવા લાગ્યો કે આ છોકરીને કઇ ભાષામાં સમજાવું કે મને તેનાં માટે કોઇ ફિલીંગ નથી. છતાં તેણે હાર ના માની અને ફરી રિપ્લાય કર્યો " એ દિવસે હું ઘણો ખુશ હતો. અને બીજી વાત એ છે કે હું છોકરીઓ પર થતાં દબાવને સમજું છું. મને ભાન છે કે સમાજ શું વિચારશે એ બીકથી માં-બાપ પોતાની દીકરીને પોતાની મરજીની કોઇ વસ્તુ કરવાની પરવાનગી ના આપે. સમાજમાં પોતાનું નામ રાખવાં અને બેટીને સાસરે મોકલવાની માયામાં છોકરીનાં કોમળ સપનાઓ છીનવાઈ જાય છે. અને એવું જ એક સપનું મેં એક અજાણી છોકરીની આંખોમાં જોયું હતું. જે મારાં બાઈકને પ્યારથી નિહાળી રહી હતી. તો બોલ મારો શું વાંક હતો કે મેં તારું સપનું પૂરું કરવાની ઇચ્છા રાખી?! શું એમાં પણ તને એક પુરૂષનો મોહ દેખાયો? "...


ક્રમશઃ