(ગતાંક થી શરુ)
"(મન માં) શું થઇ રહ્યું છે બધું? કેમ આમ કર્યું તમે નીલ? પાંચ પાંચ વર્ષ મૅરેજ ને... અને મારી સાથે ના સંબંધ ત્રણ વર્ષ... ઓછો પડી ગયો મારો પ્રેમ... મૃણાલિની તને કેટલો પ્રેમ કરે છે.... તે એની સાથે ખોટું કર્યું... હું... ચાલ મારી વાત જવા દઈ એ પણ... કઇ નથી વિચાર કરવા હવે... ઘરે શું જવાબ આપીશ હું... મમી ના પણ ફોન ઉપડ્યા નથી... મગજ ફરે છે શુ કરું આમા? "
પોતાના મનમાં જાણે દરિયા નું મોજું ફરી વળ્યું ને બધાં સપના જે નીલ સાથે ના હતાં ધોવાય ગયા... એ વ્યક્તિ જેના પર ખૂદ કરતા પણ વધૂ વિશ્વાસ કર્યો એ જ વ્યક્તિ આજે ખોટો પૂરવાર થયો... નદીના વહેણ ની જેમ આંખમાં થી વહેતા આંસુ... રડતા રડતા પગથિયાં ઉતરે છે ખુશી... સાથે હંમેશ માટે સુરત ને અલવિદા કહેવા ઇચ્છતી હોય એ રીતે...
"(મન માં) બહું ખોટું કર્યું છે તમે નીલ... હું મારી જાત ને કઇ રીતે સમજાવું કે, જે મે તમારા સાથે ના સપના જોયેલા છે સાવ ખોટા છે... જે તમે પ્રેમ દેખાડ્યો એ સાવ ખોટો હતો... જે કઇ થઇ રહ્યું છે... જે તમે મારાં અને મૃણાલિની સાથે કર્યું એમાં અમારો શું વાંક હતો નીલ... કહો નીલ... કહો... કઇ સમજ નથી આવી રહ્યું કે, હવે શું કરું..."
પોતાના મન માં ગૂંચવાયેલી ખુશી સમજી જ નથી શકતી કે, તેણે શું કરવું જોઈ એ... હોસ્પિટલ ની નીચે જ પોતે કલાક જેવું વિચારવા માં જ કાઢી નાંખે છે... સતત વિચારવા માં પોતાનો સમય ગાળતી ખુશી ની સાથે જિંદગી ની બધી ખુશી જાણે જતી રહી હોય એ રીતે...
પોતાના વિચારો માં અને રોયેલી ખુશી નું ધ્યાન નથી હોતું ત્યાં તેના અંકલ તેને ત્યાં જોવે છે અને પાસે આવે છે અને ખુશી ને બોલાવે છે...
"ખુશી !! તું અહીંયા? "
"ઓહહ!! હેલો રાજેશ અંકલ... હા, અહીં મારાં ફ્રેન્ડ ને એડમિટ કર્યા છે એટલે હું..."
"ઠીક છે... સારુ તો કેટલા દિવસ અહીં છો?"
"બસ! હમણાં નિકળું છું... મળી લીધું છે... તેમનું ઓપેરશન પણ થઇ ગયું છે... એટલે હવે... નિકળું જ છું..."
"થોડા દિવસ રોકાઈ ને જા... પછી જજે..."
"ના... ના... મારે થોડું કામ છે એટલે મારે નીકળવું પડશે... "
"ઘરે કઇ કહે એમ હોય તો ચાલ હું જ કહી દવ કે, ખુશી અહીં રોકવા ની છે..."
"(ટેન્શન માં)ના.. ના.. અંકલ... એ વાત નથી... હું બીજી વખત આવીશ ત્યારે ચોક્કસ રોકાવા આવીશ..."
"ઠીક છે... મળ્યા પછી..."
"(મન માં) હું ઘરે જાવ કે... શું કરું કઇ સમજ આવતું નથી... હવે હું પેલા રેલવે સ્ટેશન પર જતી રહુ છું... જે થશે એ જતું રહેશે... જો અહીં કોઈ જોઈ જશે તો... જવાબ આપવો મુશ્કેલ થઇ જશે... ઘરે પણ શું જવાબ આપીશ... જે હોય તે પણ પેલા મારે અહીં થી નીકળવું જરૂરી છે..."
પોતાના વિચાર વંટોળ માં ખોવાયેલી ખુશી જલ્દી જ રીક્ષા શોધી ને રેલવે સ્ટેશન પર પહોંચી જાય છે...
"(મન માં) હું ઘરે જાવ કે ક્યાં જાવ? ઘરે જઈશ તો જવાબ શું આપીશ... અને નહીં... નહીં જાવ તો અહીં થી જઈશ ક્યાં? બહું જ ફસાવી દીધી છે નીલ તમે મને... ક્યાય ની નથી રહી હું એવુ લાગે છે નીલ... સૉરી મમ્મી... સૉરી પપ્પા... બહું ખોટું કર્યું મેં તમારા સાથે... નતુ કરવું જોઈતું હતું આવું મારે કઇ... હું ઘરે જ જતી રહુ છું... નીલ... ગુસ્સો ખૂદ પર કરું કે તમારા પર... કઇ સમજ આવતું નથી... ખોટા તમે છો કે ખોટી હું કે, જેમણે તમારા પર અનહદ વિશ્વાસ કર્યો..."
(વધૂ આવતા અંકે)