KING - POWER OF EMPIRE - 35 in Gujarati Fiction Stories by A K books and stories PDF | KING - POWER OF EMPIRE - 35

The Author
Featured Books
Categories
Share

KING - POWER OF EMPIRE - 35

( આગળ ના ભાગમાં જોયું કે શૌર્ય વિલાસપુર પહોંચે છે અને ત્યાં ના લોકો પર જે મુસીબત આવવાની હતી એનું સમાધાન કરે છે આમ કરીને તે વિલાસપુર ના લોકોનો વિશ્વાસ જીતે છે અને સાથે જ પોતાને પણ ફાયદો થાય છે એ સાબિત કરે છે, તે વિલાસપુર ની જમીન જે ટ્રસ્ટ ની છે ત્યાં ના માલિક જયદેવ પવાર ને કંઈ રીતે રોકવો તેના વિશે વિચાર કરે છે, શું હકિકત મા તે આ કાર્ય કરી શકશે કે નહીં, આવો જાણીએ) 

શૌર્ય વિલાસપુર થી નીકળી ચૂક્યો હોય છે, તે ફરીથી હેલીપેડ પર જવા નીકળે છે જયાં તેમનું હેલીકોપ્ટર હોય છે. 

“સર જયદેવ પવાર ને કંઈ રીતે હરાજી કરતાં રોકશો ” અર્જુન એ કહ્યું 

“તમે બનેં એક કામ કરો , જયદેવ પવાર વિશે બધી માહિતી એકઠી કરો અને એ કામ થઈ જાય એટલે તેને મળવા માટે ની અપોઈન્મેન્ટ લઈ લો ” શૌર્ય એ કહ્યું 

“સર પણ તમે શા માટે અપોઈન્મેન્ટ લેશો, લોકો તમને મળવા અપોઈન્મેન્ટ લે ના કે તમે.... ” અર્જુન એ કહ્યું 

“અર્જુન ઘણીવાર બળ થી નહીં પણ કળ થી કામ લેવું પડે છે ” શૌર્ય એ કહ્યું 

“મતલબ? ” અર્જુન એ કહ્યું 

“અર્જુન એક કહેવત છે બાવળ વાવીને તેનાં પર કેરી આવશે તેની આશા રાખવી વ્યર્થ છે એમ જ બધે દુશ્મનો બનાવી ને વફાદારી ની આશા ન રાખી શકાય ” શૌર્ય એ કહ્યું 

“સર એ ઠીક કહ્યું છે  અર્જુન, આ મુદ્દા ને તાકાત થી નહીં શાંતિ થી પૂરો કરવો જોઈએ, તમે ચિંતા ના કરો સર કામ થઈ જશે ” S.P. એ કહ્યું 

તે ત્રણેય ત્યાં થી હેલીપેડ સુધી પહોંચ્યા અને ત્યાં થી હેલીકોપ્ટર મા બેસી ને ફરી મુંબઈ પહોંચી ગયા. 

બીજી તરફ દિગ્વિજય સિંહ કેબિન માં બેઠો બેઠો ખબરી ના ફોનની રાહ જોઈ રહ્યો હતો, ત્યાં અચાનક જ તેનો ફોન રણકયો, તેણે તરત જ ફોન ઉઠાવ્યો અને કહ્યું “હા બોલ ખબરી શું ખબર છે ”

“સાહેબ ખબર એકદમ ગરમાગરમ છે ” ખબરી એ કહ્યું 

“અરે તો જલ્દી બોલ ” દિગ્ગજ સિંહે ઉત્સુકતા સાથે કહ્યું 

“સાહેબ તમે જે ગન ની વાત કરી એ મુંબઈ મા એક જ વ્યક્તિ પાસે છે ” ખબરી એ કહ્યું 

“કોની પાસે છે? ” દિગ્વિજય સિંહે કહ્યું 

“રઘુ ” ખબરી એ કહ્યું 

“ રઘુ.... ” દિગ્વિજય સિંહે કહ્યું 

“હા સાહેબ આ રઘુ તો ગેરકાયદે હથિયારો ની હેરાફેરી કરે છે અને સાથે સાથે સુપારી લઈ ને ખૂન પણ કરે છે અરે તમે આને ખાલી ઓર્ડર કરો દુનિયા નું કોઈ પણ હથિયાર તમને લાવી આપશે ” ખબરી એ કહ્યું 

“બીજું શું જાણવા મળ્યું? ” દિગ્ગજય સિંહે કહ્યું 

“સાહેબ એનાં ઠેકાણું કયાં એતો ખબર નથી પડી પણ આજકાલ એ રાજા ભોજ બનીને ફરે છે ” ખબરી એ કહ્યું 

“મતલબ? ” દિગ્વિજય સિંહે કહ્યું 

“સાહેબ અચાનક તેની પાસે બહુ બધા પૈસા આવી ગયા છે, કયાં થી આવ્યા એ તો નથી ખબર પણ હા હમણાં તેણે કોઈ ગેરકાયદેસર હથિયાર નો સોદો પણ નથી કર્યો પણ અચાનક આટલાં પૈસા કયાંથી આવ્યા એ જ નથી સમજાતું ” ખબરી એ કહ્યું 

“લગભગ મને ખબર છે આ પૈસા કયાંથી આવ્યા છે ” દિગ્વિજય સિંહે કહ્યું 

“મતલબ? ” ખબરી એ કહ્યું 

“કંઈ નહીં તું ખાલી એ બતાવ કે એ કયાં મળશે? ” દિગ્વિજય સિંહે કહ્યું 

“સાહેબ મે કહ્યું  એમ એનું ઠેકાણું કયાં એ તો નથી ખબર પણ હા દર બુધવારે એ સન્નો બાઈ ના કોઠા પર જાય છે ” ખબરી એ કહ્યું 

“સન્નો બાઈ નો કોઠો? ” દિગ્વિજય સિંહે કહ્યું 

“હા સાહેબ, પેલાં ચોર બજાર ની બાજુ મા જે ગલી છે તેમાં જઈને ડાબી બાજુ એ ખૂણામાં છે રઘુ તમને ત્યાં જ મળશે ” ખબરી એ કહ્યું 

“ખબર તો પાકી છે ને? ” દિગ્વિજય સિંહે કહ્યું 

“અરે સાહેબ ખબરી ની ખબર કયારેય ખોટી ન હોય ” ખબરી એ કહ્યું 

“ઓકે, થેન્કયું ખબરી ” દિગ્વિજય સિંહે કહ્યું 

“સાહેબ જયારે પણ જરૂર પડે ત્યારે યાદ કરજો ” ખબરી એ કહ્યું 

“જરૂર ખબરી  ” દિગ્વિજય સિંહે કહ્યું ત્યારબાદ તેણે ફોન કટ કર્યો અને રઘુ ને કંઈ રીતે પકડવો એ વિચારવા લાગ્યો. 

આ તરફ કાનજી ભાઈ પોતાની લાડલી પૌર્ત્રી ના જન્મદિવસ ની તૈયારી મા લાગ્યા હતા, તે નીચે હોલમાં બેસીને ને મહેમાનો ની લિસ્ટ બનાવી રહ્યાં હતાં, ત્યાં જ પ્રીતિ નીચે આવી અને કહ્યું, “દાદુ શું કરી રહ્યાં છો? ”

“આવ મારી દિકરી, બસ તારા જન્મદિવસ ની તૈયારી કરી રહ્યા છીએ ” કાનજીભાઈ એ કહ્યું 

“ઓહહ દાદુ, You Are So Sweet , આ વખતે મને બર્થડે મા શું ગીફ્ટ મળશે ” પ્રીતિ એ કહ્યું 

“તારે શું જોવે છે એ બોલ ” કાનજીભાઈ એ કહ્યું 

“અમમ.....,  તમે જે આપો એ ચાલશે ” પ્રીતિ એ કહ્યું 

“ઠીક છે તો હું તારા માટે બેસ્ટ ગીફ્ટ લાવી હમેશાં ની જેમ, અરછ હા આ મહેમાનોની લિસ્ટ છે તારે બીજા કોઈ ને બોલાવા હોય તો કહી દે ” કાનજીભાઈ એ કહ્યું 

“હા દાદુ મારા એક ફ્રેન્ડ પણ છે જેને હું ઈન્વાઈટ કરવાની છું ”પ્રીતિ એ કહ્યું 

“કોણ? ” કાનજીભાઈ એ કહ્યું 

“શૌર્ય, મે તમને કહ્યું હતું એના વિશે ” પ્રીતિ એ કહ્યું 

“અરે હા યાદ આવ્યું, જરૂર બોલવ એને હું પણ મળું એને ” કાનજીભાઈ એ કહ્યું 

“ઓકે દાદુ, બાયય હું શ્રેયા સાથે શોંપિગ કરવા જાવ છું ” પ્રીતિ એ કહ્યું 

“જરૂર બેટા અને હા શ્રેયા અને અક્ષય ને કહી દેજે કે અહીં આવી જાય તો તૈયારી કરવામાં સરળતા રહેશે ” કાનજીભાઈ એ કહ્યું 

“ઓકે દાદુ, બાયય” પ્રીતિ એ કહ્યું અને તે જતી રહી, કાનજીભાઈ ફરી પોતાના કામમાં લાગી ગયા. 

શૌર્ય રૂમમાં બેઠો હતો અને લેપટોપ પર કામ કરી રહ્યો હતો, અચાનક તેનો ફોન રણકયો અને તેણે તરત જ રિસીવ કર્યો અને કહ્યું, “હલ્લો કોણ? ”

“હવે એટલાં વ્યસ્ત થઈ ગયા કે નામ પણ ન જોયું ડિસ્પ્લે પર ” પ્રીતિ એ કહ્યું 

“અરે પ્રીતિ તું એવું નથી ” શૌર્ય એ કહ્યું 

“ઓહહ તો કેવું છે ” પ્રીતિ એ કહ્યું 

“અરે કંઈ નહીં, તે ફોન કેમ કર્યો એ તો બોલ ” શૌર્ય એ કહ્યું 

“અરે હા એ તો ભૂલી જ ગઈ, મારા બર્થડે નું ઇન્વિટેશન આપવા ” પ્રીતિ એ કહ્યું 

“અચ્છા ” શૌર્ય એ કહ્યું 

“ફોન પર કહ્યું એટલે ચાલશે કે પછી ઇન્વિટેશન કાર્ડ આપવું પડશે ” પ્રીતિ એ કહ્યું 

“જયારે તે ફોન કરીને પર્સનલ કહ્યું તૌ કાર્ડ ની શું જરૂર ” શૌર્ય એ કહ્યું 

“અરે ના પછી આ તો કોઈક ને બહાનું મળી જાય ન આવવાનું ” પ્રીતિ એ કહ્યું 

“અચ્છા પણ હું તો આવી ” શૌર્ય એ કહ્યું 

“જોવ છું હું ” પ્રીતિ એ કહ્યું 

“હા તો જોઈ લેજે કંઈ ડરતો નથી તારા થી ” શૌર્ય એ કહ્યું 

“હા તો હું પણ નહીં ડરતી, આવજે બર્થડે મા અને આ વખતે જો કોઈ બહાનું બનાવ્યું તો છોડીશ નહીં ” પ્રીતિ એ કહ્યું 

“પહેલાં પકડ તો ખરા ” શૌર્ય એ હસતાં કહ્યું 

“What? ” પ્રીતિ એ કહ્યું 

“અરે મજાક કરું છું, જરૂર આવી પ્રોમિસ ” શૌર્ય એ કહ્યું 

“ઓકે તો ઠીક છે, ચાલ બાયય, મારે શોંપિગ પર જવાનું છે ” પ્રીતિ એ કહ્યું 

“ઓકે બાયય ” શૌર્ય એ કહ્યું અને તેણે ફોન કટ કરી ને બાજુમાં મૂકયો 

હવે એકતરફ દિગ્વિજય સિંહ ને રઘુ વિશે માહિતી મળી હતી એટલે તે એને પકડવાનો પ્લાન બનાવી રહ્યો હતો, બીજી તરફ શૌર્ય પ્રીતિ ના બર્થડે મા જવાનો હતો એ પહેલા તે જયદેવ પવાર ને મળી ને વિલાસપુર ની જમીન લેવાનો હતો, હવે આ બધી ઘટના એક જ દિવસે થવાની હતી અને એ હતો ગુરૂવાર, હવે એ દિવસે કયું રહસ્ય ઉજાગર થાય છે અને કયાંક બીજું નવું રહસ્ય પણ સામે ન આવે, તો બસ જાણવા માટે વાંચતા રહ્યો,  “KING - POWER OF EMPIRE ”