Love you jindagi - 1 in Gujarati Short Stories by SENTA SARKAR books and stories PDF | લવ યુ જિંદગી (ભાગ-1)

Featured Books
  • అరె ఏమైందీ? - 24

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

Categories
Share

લવ યુ જિંદગી (ભાગ-1)

સાંજ નો સમય હતો , ઘરની બહાર લીમડા પર પક્ષીઓ કીલ્લોલ કરી રહ્યા હતા , બહાર શેરીમાં ભુલકાઓ ખિલખિલાટ કરતા હતા, મંદ મંદ પવન બારણા પરના તોરણને હલાવી રહ્યો હતો, અને આરાવ પોતાના બેડરૂમ પર ચાદર ઓઢીને સુકુનભરી નિંદ્રા માણી રહ્યો હતો, છત પર પંખો એવી પવનની લહેરો છોડી રહ્યો હતો જાણે આરવ ને ઉઠવાનું મન જ ના થતુ હોઈ.

એવામાં એના મોબાઇલ મા એક ટોન વાગે છે અને એની નીંદર થોડી તૂટે છે પરંતુ તે પડખું ફરીને પાછો નિંદ્રામા પોઢી જાય છે, એક જ મિનિટ બાદ ફરી એકવાર મોબાઇલમા ટોન વાગે છે અને આરવ આંખો ખોલે છે, લાલચટ નીંદર ભરેલી આંખો પટપટાવીને આરવ ફરી વખત નીંદર મા ગરકાવ થઇ જાય છે, ફરી પાછી એક જ મિનિટના ગાળામા ફરી વખત ટોન વાગે છે, આરાવ આંખો ચોળતો ચોળતો બેઠો થાય છે અને મોબાઇલ હાથમા લે છે.

એક અન-નોન નંબરમાથી વોટ્સએપ પર ત્રણ મેસેજ આવેલા જોયા એટલે આરવ તેને ઓપન કરે છે, જેમા કાંઇક આ મુજબ ના ત્રણ મેસેજ હતા.

"Hello"
"How Are You ?"
"What Are You Doing ?"

આરવ મેસેજનો રીપ્લે આપતો નથી અને ઉભો થાય છે, ચાદરને વ્યવસ્થિત રીતે સંકેલીને બાજુના ટેબલ પર મૂકે છે, ઓછાડ સારી રીતે ફરીવાર પાથરે છે જાણે કોઇ બેડ પર સુતુ જ ના હોય, અને પછી ઓશીકા પર ચાદર રાખી મો ધોવા બાથરૂમ તરફ આગળ વધે છે, ફ્રેશ થઇને આરવ તેના ટેબલ બાજુની ખુરશી પર બેસે છે, બહાર તરફ નજર કરી તો ખાસ્સું એવુ અંધારુ થઈ ગયુ હોઇ છે, આરવ રસોડામા જાય છે અને નાસ્તાનો ડબો ખોલે છે, એક ડિશમા ભાખરવડી, ચેવડો, બિસ્કિટ કાઢે છે અને ટેબલ પર પાછો આવતો રહે છે અને નાસ્તો કરવા લાગે છે, પરંતુ થોડા સમય પછી તેને યાદ આવે છે કે કોઈક અન-નોન નંબર માથી મેસેજ આવેલા હતા, એટલે એ તરત મોબાઇલ હાથમા ઉપાડે છે અને ચેટ ખોલે છે, અને પોતે સામે મેસેજ કરે છે.

"Who Are You ?"

કોઇ જવાબ આવતો નથી એટલે તે નાસ્તો કરવામા લાગી જાય છે અને ત્યારબાદ તેના બેડ પર આવીને બેસે છે, એટલીવાર મા મોબાઇલમા ટોન વાગે છે એટલે તે જોવે છે તો પેલા નંબર માથી મેસેજ આવેલો હતો.

"You Know Me Very Well"

આરવ ચિંતા મા પડે છે અને ચેટ કરવાનુ ચાલુ કરે છે.

"Your Name ?"

"Guess Who I Am ?"

"I Have No Idea , Plz Tell Me"

કોઇ જવાબ નથી આવતો, આરવ લગભગ પંદર મિનિટ સુધી રાહ જૂવે છે, પછી તે મોબાઇલ મૂકીને પોતાનુ કામ કરવા લાગી જાય છે.

કોણ છે આ "આરવ" અને અહી શુ કરે છે ?

(ફ્લેશબેક........)

આરવ એક મેન્યુફેક્ચરિંગ કંપની માં સિનિયર સુપરવાઇઝર તરીકે જોબ કરે છે, તેને આ કંપનીમાં હાલમાં ચોથું વર્ષ હતું, પોતે સ્વભાવથી એટલો સરસ હતો કે સ્ટાફના બધા લોકોને તેની સાથે કામ કરવું ગમતું, સાથે ખુશમિજાજ વાળો પણ ખરો, મોટાભાગનું બધું જ કામ પોતાની જાતે અને ચોકસાઈપૂર્વક કરે, પોતાના ઘરથી ઘણો દૂર એકલો રહેતો, તેની ડ્રેસિંગ સ્ટાઇલ,હેર સ્ટાઇલ,બોડી લેંગ્વેજ આ બધું એટલું પાવરફુલ હતું કે તે બધાથી અલગ તરી આવતો.

આરવને કંપનીમાં ઘણીવાર નાઈટ શિફ્ટ પણ આવતી, આજે તેને નાઈટ માં જવાનો વારો હતો, આથી તે જલ્દીથી રસોઈ બનાવવા લાગ્યો, આરવ પોતાનું કામ જાતે જ કરવામાં માનતો હતો, તેની પાછળનું કારણ આરવના માતા પિતા હતા, આરવ રીચ ફેમિલીમાંથી બિલોંગ કરતો હતો, આરવના ફેમિલીમાં કુલ ત્રણ સભ્યો હતા, એક પોતે અને બીજા બે તેના માતા-પિતા આરવનું પોતાનું ઘર એટલું સરસ હતું કે જોતાની સાથે જ દિલ ખુશ થઈ જાય.

આરવના ઘર પર મોટા અક્ષરે "આરવ" લખેલું હતું જે આરવ ને ખૂબ જ ગમતું, મોટો એવો ગેટ અને એ ગેટની સામે પડતો રસ્તો છેક ઘરના બારણાના પગથીયા સુધી જાય, આજુબાજુમાં હરિયાળો એવો ગાર્ડન અને ગાર્ડનની જમીન પર લીલીછમ લોન ઉગાવેલી હતી, ઠેરઠેર રંગબેરંગી ફૂલ ઝાડ ઉગાવેલા અને આ ગાર્ડનની ખુશ્બુ એટલી સરસ આવતી કે જાણે અંદર પ્રવેશ કર્યા બાદ બધો જ થાક આપોઆપ ઉતરી જાય, બીજા માળ પર ગાર્ડન સાઈડ પડતી લોબી આરવને ખૂબ ગમતી, આ લોબીમાં રહેલા હીંચકા પર એ સાંજે કોફી મગ લઈને પોતાની સ્મૃતિઓને વાગોળ્યા કરતો.

આ ઘરનો રાત્રી નો નજારો તો કંઈક અલગ જ હતો, ગાર્ડન ની ફરતે લગાવેલા પીળા કલરના લેમ્પ આ ગાર્ડનને એટલો ઝળહળાવી દેતો કે જાણે કોઇ મોટો પ્રસંગ હોય, ચારેય બાજુ અંધારી રાત, ગાર્ડન ફરતે લાઈટોના પોલ, અને બીજા માળે હીંચકા પર નાઈટલેમ્પ, આ નાઈટલેમ્પના અજવાળા નીચે આરવ મોડી રાત સુધી બેસી રહેતો અને તેની ભૂતકાળની યાદો ને વારંવાર યાદ કર્યા કરતો, ક્યારેક મોડું થઈ જાય તો તેની મમ્મી આવીને તેને સુવાનું કહેતી, આરવના માતા-પિતા પણ ખુબ સારા સ્વભાવના હતા, અને એકનો એક પુત્ર હોવાને કારણે આરવ ની બધી જ ખુશી માં તેનો સાથ આપતા.

આરવનો બેડરૂમ એટલો સુંદર હતો કે જાણે એમ લાગે આ કોઈ ફાઇવ સ્ટાર હોટલનો રૂમ છે. બે સોફા, એક ખુશી, એક મોટો બેડ કે જેમાં ત્રણ પડખા ફરો તો પણ છેડો ન આવે, આ બેડની ઉપર એક મોટી એવી તસવીર, જેમાં આરવ મુઠ્ઠીવાળીને ગાલ પર મૂકી, કોણી એક ટેબલ ના ટેકે રાખી, માથું ઝુકાવી બેઠો છે, એક ખૂણામાં ટેબલ છે, ટેબલ ઉપરની દિવાલ પર સરસ મજાનું ઝરણું વહેતું હોય એવું પોસ્ટર છે, સફેદ રંગની મોટી ગોળ ઘડિયાળ આરવ ની તસ્વીરની સામેની દીવાલે ટાંગેલી છે, કપડાનો એક કબાટ પણ છે, જેમા આરવના જુદા જુદા કેટલાય કપડાં છે, આવી બધી વસ્તુઓથી સજેલો આરવનો બેડરૂમ ટીપટોપ હતો.

આરવના પિતા આરવને "આરુ" કહીને બોલાવતા, જે આરવને ખૂબ જ ગમતું, આરવના પિતા મોટાભાગે જોબ પરથી લેટ આવતા, પરંતુ બધાને ઘરમાં એવો મેળ હતો કે રાત્રે એકી સાથે જ જમવા બેસે, ઘણી વખત રાત્રે આરુ તેના પિતા સાથે ગાર્ડનમાં જમીને ચાલવા જતો, ત્યારે તેના પિતા ખૂબ સારી એવી શિખામણો આપતા અને જીવનમાં સંઘર્ષ કરવાની વાતો કરતાં, જે આરવને ખૂબ જ ગમતું.

બધું જ એટલું વ્યવસ્થિત ચાલતું હતું કે કોઈ વસ્તુની કમી ન હતી, ઉપરાંત બધા જ ખુશ હતા એ ઘરમાં એકબીજાથી કે કોઈ ખોટ અનુભવાતી જ ન હતી, પણ એક ઘટના એવી બની જાય છે કે આરવ સ્તબ્ધ થઈ જાય છે, જાણે તેના પર દુઃખનુ આભ ફાટી પડ્યું હોય તેમ સાવ સૂનમૂન થઈ જાય છે, આંખની પાપણો પર આંસુના બાજેલા ટીપા સુકાવાનું નામ નથી લેતા, અને આરવના શરીરમાંથી તો જાણે આરવ ગાયબ જ થઇ ગયો હોય એવું એક દ્રશ્ય ઊભું થાય છે.

( ક્રમશઃ )
સેઁતા શક્તિકુમાર
-ડેઝી