Dikri vidaay in Gujarati Love Stories by Hiren Kathiriya books and stories PDF | દિકરી વિદાય

Featured Books
  • अपराध ही अपराध - भाग 24

    अध्याय 24   धना के ‘अपार्टमेंट’ के अंदर ड्र...

  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

Categories
Share

દિકરી વિદાય

દિકરી વિદાય

(સ્ત્રોત : દિકરી વિદાય ના પ્રસંગ માંથી) 

દિકરી વિદાય નો પ્રસંગ એટલે ખુશી અને કરુણતા નો પ્રસંગ.

ખુશી અને કરુણતા નો પ્રસંગ એટલા માટે કહ્યો કારણ કે જ્યારે દીકારી વિદાય થતી હોય ત્યારે તેના બાપ ને સૌથી વધુ ખુશી પણ હોય અને સૌથી વધુ દુખ પણ હોય કારણ કે દીકારી એટલે તેના બાપ માટે વહાલ નો દરિયો છે સાહેબ, દીકારી એટલે પોતાના દિલ ની ધડકન છે, દીકારી એટલે પોતાના ઘર ની સરસ્વતી અને લક્ષ્મી છે, દીકારી એટલે તો પ્રેમ નો સાગર છે સાહેબ,

દુનિયાનુ જો કોઈ અતૂટ બંધન હોય તો એ બાપ અને દીકારી નો પ્રેમ છે.

દીકારી ની વિદાય થયા બાદ જે પરિવાર મા રહી ને મોટી થઈ હોય તે પરિવાર ની હર એક નિશાની ને હર એક મિલ્કત ને તેની સરનેમ અને પોતાની પાછળ બાળપણ થી લખાતા પોતાના બાપ ના નામ ને પણ છોડી ને જતી રે છે.

એટલે હું કહું છું કે દીકારી માત્ર વહાલ નો દરિયો નહીં પરંતુ ત્યાગ અને સમર્પણ નો સાગર પણ છે.

ગર્વ સાથે કહેવું પડે કે આ દેશ ની દિકરીઓ લગ્ન પછી પોતાની સંપૂર્ણ જાત બદલવા માટે તૈયાર થઈ જાય છે અને જેમ દૂધ મા સાકર ભળી જાય તેમ પોતાના સાસરીયા મા ભળી જાય છે.

અને સાહેબ દિકરીઓ ની સમજણ અને ધૈર્ય ને સલામ છે જ્યાં સુધી દિકરી નાની હોય ત્યાં સુધી બાપ ના ખોળા મા રમતી હોય બાપ ને ગળે વળગતી હોય પણ જ્યારે થોડી સમજણ આવી જાય એટલે તે બાપ થી દૂર રહે છે, પ્રેમ તો તેનો એટલો જ હોય છે પરંતુ તેના પ્રેમ ની વચ્ચે સમાજ રૂપી એક પરદો આવી જાય છે.

પરંતુ જ્યારે દીકારી ના લગ્ન ના ફેરા ચાલુ થતાં હોય છે અને અંતિમ ફેરો ચાલતો હોય ત્યારે આ દેશ ના કઠોર મા કઠોર બાપ ની આંખ પણ ભીની થવા લાગે છે.
અને વિદાય વખતે દીકારી તેની સહેલી ઓ ને મળી લે, તેના ભાઇ ને મળી લે પોતાની જનેતા ને મળી લે ત્યાર બાદ સમાજ ના તમામ બંધનો ને તોડી ને પોતાની સરમ સીમાં પાર કરી અને તેના બાપ ને મળે છે અને બથ ભરીને પોતાના ભૂતકાળ નો ત્યાગ કરે છે, સાહેબ આ દુનિયા ની કોઈ તાકાત બાપ ને દીકરી  ની ઈચ્છા વિરુદ્ધ પોતાની બથ થી છોડાવી નથી શકતી,

અને સાહેબ ગમે તેવો મર્દ બાપ હોય જે બાપને આંશુ શું અને આંશુ ના ખારાશ ની પણ ખબર નો હોય એ બાપ જ્યારે દિકરી વિદાય વખતે રડતો હોય અને તેના આંશુ તેની મૂછો ને પલાડતા હોય ત્યારે તે બાપ પહેલો વરસાદ સુખી જમીન ને પલાડતો હોય તેવો લાગે છે.

કોઈ કવિએ દિકરી ને પૂછ્યું કે તમે સૌથી વધારે પ્રેમ તમારા બાપ ને કરો છો છતાં પણ વિદાય વખતે સૌથી છેલ્લે કેમ મળો છો?  ત્યારે તે દિકરી કહે છે કે અમે છેલ્લે અમારા બાપ ને એટલે મળીયે છીએ કારણ કે અમને ખબર છે કે બાપ ને મળ્યા પછી બીજા કોઈ ને મળવાની તાકાત અમારાંમાં નહીં રહે.

અને કોઈ બાપ ને ક્યારેય પાપ ધોવા માટે ગંગા સ્નાન નથી કરવું પડતું કારણ કે દીકરી વિદાય વખતે કરેલા આંશુ નું સ્નાન પણ ગંગા સ્નાન બરાબર છે.

અને આ દેશ ના ઇતિહાસ ની તમામ મહાન દિકરી ઓ પોતાના બાપ ના નામ થી ઓળખાય છે....

પાર્વતી હિમાલય ની દીકરી,
સિતા જનક ની દીકરી,
કુંતી કુંતીભવન ની દિકરી,. ..



દુનિયા નો કોઈ બાપ એવું નથી ઈચ્છતો કે તે પોતાની દીકરી ને રડી ને વિદાય કરે પરંતુ સંબંધો ની તાકાત સામે એક બાપ ની તાકાત હારી જાય છે.

પરંતુ સાહેબ જ્યારે પણ દીકરી વિદાય ની વાત આવે ત્યારે બાપ ની વાત કરવામાં આવે છે, પરંતુ માં ની વેદના ને ક્યારેય દર્શાવવામાં નથી આવી કારણ કે એક માં પણ વિદાય ના પ્રસંગ માંથી પસાર થઈ ને આવી છે એટલે હવે એ પોતાના કાળજા મા દુનિયા ના ગમે તે દુખ ને સમાવી શકે છે.

દિકરી વિદાય વખતે લોક ગીતો મા કહેવાય છે કે કેસરીયાળો સાફો ઘર નું આંગણું  લઈ ને ચાલે,
એટલે કે કેસરી સાફા વાળો તેનો પતિ દિકરી નહીં પરંતુ ઘર નું આંગણુ અને આંગણા મા બિરાજતુ લક્ષ્મી, સરસ્વતી અને ઘર ની તમામ ખુશી લઈ ને જાય છે.


મકાન ને ઘર બનાવવાનું કામ દિકરી કરે છે.

એટલે મે એક કવિતા મા લખ્યું છે કે

बेटियां घर मे बहुत खास होती है।
क्युं की बेटियां ही घर की जान होती है.

बेटी के बिना घर घर नहीं होता।
और अगर बेटियां ना होती तो कोई इन्सान नहीं होता.