amdavad no unalo in Gujarati Moral Stories by Irfan Juneja books and stories PDF | અમદાવાદનો ઉનાળો

Featured Books
Categories
Share

અમદાવાદનો ઉનાળો

ઉનાળા ની બપોર વિશે તો શાળા માં ભણતા ત્યારે નિબંધ લખતા પણ એનો સાચો અનુભવ તો છેલ્લા કેટલાક વર્ષો માં જાતે જ કર્યો. અમદાવાદ શહેર રેહવા માટે, હરવા-ફરવા માટે, અવનવા શોખ પુરા કરવા માટે, નોકરી-ધંધા માટે ઘણું સારું છે. પણ આજે વિષય કંઇક જુદો છે. અમદાવાદ માં જેને ઉનાળો કાઢ્યો હોય એ અહીં કદાચ રહેવાનું પસંદ પણ ન કરે.

માર્ચ મહિના ની શરૂઆત કે પછીના પંદર એક દિવસ માં ગરમી ની શરૂઆત થાય છે. ઉનાળા ના આ દિવસો માં સવાર ના આઠ-નવ વાગ્યા થી ગરમી લાગવાની શરૂઆત. અમદાવાદ માં લોકો આ સમય એ શાકભાજી કે દિવસ ની જરૂરી વસ્તુઓ લેવા બહાર નીકળતા હોય છે. રહેણી કેહણી માં મોર્ડેન લાગતા આ લોકો આ ગરમી માં પરસેવા થી લથબથ થાય છે. બધા પાસે પોતાની કાર નથી હોતી એટલે કોઈક ઓટો માં તો કોઈક ટૂ વ્હીલર માં તો કોઈક એમટીએસ માં તો કોઈક બીઆરટીએસ માં મુસાફરી કરે છે. બપોર ના સમય એ તો જાણે રસ્તાઓ પર આગ વર્ષી રહી હોય છે. બપોરે ૧૨:૦૦ થી સાંજ ના ૫:૦૦-૬:૦૦ વાગ્યા સુધી તો લોકો ઘરમાં જ રહેવાનું પસંદ કરે છે. ઘરમાં પંખા ની અસર તો થાય જ નહિ. એરકુલર કે એસી સિવાય ઘરમાં પણ ન રહી સકાય એવી ગરમી હોય છે.

કોઈ કામ થી કે નોકરી ધંધા માટે જો આ સમય એ બહાર જવું હોય તો લોકો ખુબ જ અકળામણ અનુભવે છે. પણ ઘણા લોકો પોતાનું ગુજરાન ચલાવવા માટે આ ૪૫℃ થી માંડી ને ૪૮℃ સુધી નું તાપમાન પણ સહન કરતા હોય છે. આ કાળઝાળ ગરમી નું કારણ પણ આપણે જ પેદા કર્યું છે. વૃક્ષો કાપી ને ઇમારતો બનાવી દીધી. કારખાનાઓ, પ્રદુષિત વાહનો, અને બીજા ઘણા પ્રદૂષણ ના માધ્યમો દ્વારા ઓઝોન સ્તર ને નુકસાન પહોચાડ્યું.

હવામાન વિભાગ નું કેહવું છે કે દર વર્ષે ગરમી વધતી જ રહેશે. અને એના કારણે પાણી ની તંગી પણ અનુભવાશે. અમદાવાદ માં પહેલા પાણી ની ડંકી વડે પાણી મળી રહેતું પણ હવે સો બસો ફુટ ના બોર બનાવા પડે છે. સમય જતા પાણી ની અછત ઉભી થશે અને પાણી પણ નહિ મળે.

ઉનાળા ની આ ગરમી થી બચવા ફાલુદા, લસ્સી, આઈસ્ક્રીમ , શેરડી નો રસ, અવનવા મિલ્કસેક અને અનેક આવા જ ઠંડા પીણાં કે ઠંડી વસ્તુઓ નું સેવન કરતા લોકો નજરે પડે છે. રાત્રે પરિવાર સાથે બરફ ગોલા ખાવા લોકો રસ્તા પર ઉમટી આવે છે.

અમદાવાદ નો ઉનાળો દિવસે જેટલો દુઃખદ અનુભવ કરાવે છે એટલો જ રાત્રે લોકો માટે મનોરંજન નું માધ્યમ બને છે.
રાત્રે લોકો બહાર ટહેલવા નીકળે, બરફ ગોલા ખાય અને અવનવી ઠંડી વસ્તુઓ નું સેવન કરે. ઘર ની છત પર પથારી કરી ને ઠંડી હવા માં સુવા ની મજા માણે અને નરી આંખે એ ખુલ્લા આકાશ માં તારાઓ ને નિહાળે. આ છે અમદાવાદ ના ઉનાળા નો અનુભવ.


***


વિનંતી:

તમે દુનિયા ના કોઈ પણ ખૂણે વસતા હોવ. પણ પ્રદૂષણ ને અટકાવવા ના તમારા થી બનતા પ્રયત્નો કરો. વૃક્ષો ને કાપતા અટકો અને અટકાવો. તમારા ઘરની આસપાસ છોડ, નાના ઝાડ અને જો મોટી જગ્યા મળે તો મોટા વૃક્ષો ઉગાળી ને એની માવજત કરો. આપણે આજે ૪૫℃ થી ૪૮℃ નો અનુભવ કરી રહ્યા છીયે પણ જો આપણે જાગૃત નઈ બનીએ તો કદાચ આપણી આવનારી પેઢી ૫૦℃ થી ૬૦℃ ની ગરમી નો અનુભવ કરશે. લોકો બહાર નીકળી પણ નહિ શકે. બસ બને એટલા પ્રયત્નો થકી આપણે આપણી અને આવનાર પેઢી ની ગરમી થી રક્ષા કરી સકીયે એવો એક સંકલ્પ કરીયે.

અસ્તુ...

આપનો પ્રિય
ઈરફાન જુણેજા