ઇતિહાસ એટલે ઘટનાઓ પર ચડી જતી રજ, આજથી હજારો વર્ષ પહેલાં પૃથ્વી કોઈ સરહદોમાં નોહતી વહેચાઈ ત્યારની વાત છે. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા કોઈ વિઝા કે કર નો વિચાર કોઈના મગજમાં હજુ સુધી આવ્યો નોહતો! સરહદો કે સામ્રાજ્ય માટે હજુ યુદ્ધ ખેલાયા નોહતા, માનવ ઇતિહાસનો સુઊથી સુવર્ણ કાર હતો. પૃથ્વી પર નો સુઉથી આધુનિક કાળ હતો. રાજ- રાજકુમાર પરંપરાગત રીતે જ રાજકાજ સંભાળતા હતા. છતાં તમામ પ્રકારની આઝાદી માણસ જાત ને મળી રહેતી હતી. વિમાન તો સામન્ય હતું. અંતરિક્ષમાં પણ માણસ આવન જાવન કરી શકતો હતો. બીજી આકાશગંગામાં પણ પરગ્રહીઓથી સારા સબંધ હતા. અમરત્વ અને મૃત્યુ પછી જીવન વિજ્ઞાન ખૂબ જ આગળ વધી ગયું હતું. ફરીથી મનુષ્યને યુવાન કરી શકાતો હતો. પણ ,આ અમરત્વ રાજાઓ માટે જ હતું. રાજા પીરામડી, કે જમીનની અંદર વિશાળ એક ઓરડામાં દેખરેખમાં રહેતા, તેના શરીર ઉપર પરીક્ષણો થતા હતા. જો આટલું સરસ વાતવરણ પૃથ્વી પરનું હતું તો, આ આત્માઓ કેમ આપણે હેરાન કરી રહી છે? તે આત્માઓ કેમ છે, ચેતના કેમ નહી?
"મનરોએ જે સભ્યતાઓનું વર્ણન કર્યું તે આધારે આ પુસ્તક હવે ખરેખર કલ્પના જ લાગી રહી છે."
"મને પણ હવે આ પ્રો. ગાંડો જ લાગવા લાગ્યો છે." પ્રો. વિકટરે કહ્યુ.
"જો તે શાંતિ પ્રિય હતા. તો પરમાણુંના અવશેષો?" જીવાએ પ્રો. સામે જોતા કહ્યું.
"કદાચ તે, તેનું કોઈ સારા કાર્ય માટે ઉપયોગ કરતા હશે! પ્રો. ની વાત સાવ નકારી ન શકાય" અક્ષતે પણ તેની વાતમાં હામી ભરી..
****
અનામી સ્થળ કચ્છ
મોડી રાત્રે.
ખોદકામ ખૂબ જ મોટા પ્રમાણમાં થયું હતું. નીચેથી આંખે આખું રાજ્ય જાણે મળ્યું હોય! આભૂષણો, સોનમોહરો, ઘરેનાઓ, અને કેટલું બધું, સમય થોડો હતો. અને કામ વધુ, જે વસ્તુની શોધમાં હતા તે હજુ મળી નોહતી, ન પ્રાચીન પરમાણું ન તેના કોઈ અવશેષો, કામ રાબેતા મુજબ જ ચાલતું હતું. હજુ કોઈ એવી ઘટના બની ન હતી. જે પ્રો. મનરોએ પોતાની પુસ્તકમાં ઉલ્લેખ કર્યું હતું.
હેલ્મેટ પર લાઈટ લગાવી, આખી ટિમ અંદર ઉતરી હતી. લાઈટના પ્રકાશમાં પોતાના પડછાયા પણ અતિ ભયંકર લાગતા હતા. પણ રાત્રીનો સમય એ અહીં કામ કરવા માટે ઉચિત હતું.
"કહેવાય છે. લાલચ બડી બ્લા હૈ... જો આટલું સુખી અને શાંતિ પ્રિય સભ્યતા હતી, તો કોઈને કોઈ લાલચે જ આનું ખેદાન કાઢી નાખ્યું હોવું જોઈએ.." પ્રો. વિકટરે કહ્યું.
"હા હોઈ શકે, અહીંનું વાતાવરણ પર ધ્યાન આપ્યું?" અક્ષતે પ્રો તરફ જોતા કહ્યુ.
"હા, અહીંનું વાતવરણ આટલું શીતળ કેમ છે. એકદમ માણસને રહેવા માટે અનુકૂળ, આપણે સપાટીથી ઘણા જ નીચે છીએ, તેમ છતાં, મને લાગે છે. જે તે સમયે તે લોકો જરૂર અહીં કઈ કરતા હશે, આ જગ્યાઓ કોઈ મહત્વના કાર્યો માટે હશે, જે સામન્ય માણસની પોહચથી બહાર હોય!" પ્રો. વિકટરે કહ્યું
*****
સુરંગમાં પરિભ્રમણ કરતા, કેટલીક મમીઓના બક્ષાઓ મળ્યા હતા. તે વિશે વધુ જાણવા, મમીઓને ફોરેન્સિક ડિપાર્ટમેન્ટમાં લઇ જવી આવશ્યક હતી.
"હવે તો ટૂંક સમયમાં ખબર પડી જશે, કે આ સુરંગ આ જગ્યા કેટલી પૌરાણીક છે." પ્રો. વિકટરે કહ્યુ.
"હા, પ્રાચીન પરમાણુંના અવશેષો તો ન મળ્યા પણ, મમીઓ પણ બહૂ ખરાબ શોધ ન કહી શકાય...." અક્ષતે કહ્યુ.
****
કહેવાય છે.કે આત્માઓને જ્યાં સુધી છંછેડવામાં ન આવે ત્યાં સુધી તે કોઈને નુકશાન કરતી નથી, પણ માણસ દ્વારા સતત ખુદાઈ, અને તેની હાજરીના કારણે આજે કઈ અજુગતું થવાનું હતું. જે ટેન્ટમાં મમી રાખવામાં આવી હતી, તેની લાઈટો લબકજબક થઈ રહી હતી. ફક્ત તેની જ નહીં, ત્યાંના તમામ ઇલેક્ટ્રોનિક ઉપકરણો, ભલે પછી,તે બેટરી, કે સોલરા ઉર્જાથી ચાલતા હોય, કમ્પ્યુટર સ્ક્રીન પર સતત બંધ ચાલુ થઈ રહી હતી.ત્યાં એક વિચિત્ર કંકાલનો ફોટો આવ જાવ કરતો હતો.....
જાગીને એક પુરાતત્વીય કર્મચારી ઊંઘમાં બગાશાઓ ખાઈ રહ્યો હતો. ક્ષણેક તેણે લાઈટ તરફ જોયું, કઈ વિચિત્ર લાગતું હતું. કોઈ કાળો પળછાયો ટેન્ટની બહાર ઉભો હતો.
"કોણ છે ત્યાં?" સામેથી કોઈ ઉત્તર આવ્યો નહિ, તે ઉભો થઇ બહાર તરફ જોવા નીકળ્યો, કોઈ ટેન્ટની પાછળ તરફ ફરી રહ્યું હતું. તે ફરીથી બોલ્યો " કોણ છે ત્યાં?" પણ કોઈએ ઉત્તર આપ્યો નહિ, જેથી તે ટેન્ટની પાર ગયો, ત્યાં કોઈ જ મળ્યું નહિ. એક કાળો પડછાયો સુરંગની અંદર જઈ રહ્યોં હતો. તે પાછળ પાછળ ગયો. પડછાયો સુરંગના પગથિયાઓ ઉતરી ગયો હતો. ત્યાં જ કોઈનો હાથ ખભે અડતા તે ગભરાઈને બોલ્યો "કોણ ?"
"હું છું, પુરોહિત ભાઈ આમ અડધી રાતે, કેમ અહીં ફરો છો, કોઈ ભૂત પ્રેતએ પકડી લીધો તો તમારી ખેર નથી..." અક્ષતે હસતા-હસતા કહ્યુ.
"અહીં, કોઈ અંદર ગયું, હું તેની પાછળ પાછળ જ જઈ રહ્યો હતો."
"કોણ, અને ક્યારે? છેલ્લી દશ મિનિટથી તમે ટેન્ટની ચારે તરફ ચક્કર મારતા તો હું જોઈ રહ્યો છું. મેં તો કોઈને જોયો નહીં...."
ક્રમશ.