Jyare dil tutyu Tara premma - 12 in Gujarati Fiction Stories by Nicky@tk books and stories PDF | જયારે દિલ તુટયું તારા પ્રેમમાં -12

Featured Books
Categories
Share

જયારે દિલ તુટયું તારા પ્રેમમાં -12

"અરે, રવિન્દ ,કેમેરા વાળો કયારનો ગયો. તમે બને શું કરો છો??" વિનયના અવાજથી બંને તે પોઝ માંથી બહાર આવ્યાં. નજર શરમથી જુકેલી હતી. ને આખો તેને હજી નિહાળી રહી હતી. 

"રવિન્દ, એકવાત પુછુ....???"

"ના, તું ચુપ રહે તો જ બરાબર છે." વિનય કંઈ ઉલટું બોલી દેશે તો, રીતલ સામે તેની ઈમેજ કેવી ઊભી થશે તે ડરે તેને વિનયને  બોલવા ન દીધો. પણ, રીતલની ફેન્ડ સોનાલી બોલ્યાં વગર ના રહી શકી તેને કહ્યું,

"જીજુ, તમે તમારા ફેન્ડને ના કહેશો,પણ  મને તો તમે નહીં રોકી શકો ને...!! "

"એકમિનિટ, તમે બંને કહેવાં શું માગો છો??? " સોનાલીના સવાલ પર જ રીતલે સવાલ કરી દીધો તે જાણતીં હતી આ ખાલી પકાવે છે બાકી કંઈ નથીં. 

"મતલબ,કોઈ જલ રહાં હૈ..! હવે તો મારે કિલયર કરવું જ પડશે. જયારે  તમે બંને પોઝ કરતાં હતાં ત્યાર હું ને વિનય એક વાત ગૌર કરી રહ્યાં હતાં. પણ શું તે હું તમને નહીં કહેવા.!" સોનાલીના આમ કહેવાથી બંનેના મનમાં એક અલગ કરટ લાગ્યો. તેને જાણવાની ઉત્કૃષ્ટતા જાગી કે આ કંઈ વાત કરે છે  જે પોતે અનજાન છે. 

"રવિન્દ, તે ના કીધું. એટલે, હવે હું ના કહી શકું. તારો ફેન્ડ  તારો વિશ્વાસ કંઈ રીતે તોડી શકે...!" વાત કંઈ ન હતી પણ વિનય અને સોનાલી ખાલી મજા લઈ રહ્યાં હતાં. મનનનો કોલ આવતાં તે લોકો હોલમાં પહોચ્યાં.  જમવાનું તૈયાર હતું. સાથે બેસીને બધાં શાંતિથી જમ્યાં ત્યારબાદ પોતપોતાના ઘરે ગયાં. 

આજનો આ દિવસ ખુશીઓની લહેર પથરાવી ગયો.  બને પરિવારમાં ખુશી હતી. નવા સંબંધોથી  ઘણું બદલાઈ ગયું હતું જે રીતલને સમજાતું હતું. તે હજી પણ વિચાર મગન હતી.  સાજે જમ્યાં પછી તે બાલકનીમાં આકશ સામે નજર કરીને આજનાં દિવસને જોતી કંઈક વિચારી રહી હતી. આ ચાર દિવસની ચાંદની ફરી અંધારી રાત લઇ ને આવે છે. તે તેના મનને રોકી નો'તી શકતી આ વિચારોથી. આજે સવારે તે કેવી ખોવાઈ ગઈ હતી રવિન્દની બાહોમાં ને અત્યારે તેનું મન આવું કેમ વિચારતું હતું. દિલ સમજે છે પણ મન માનતું નથી, શબ્દો ટકરાઈ છે પણ જોડાતાં નથી. આ અંઘારી રાત તેના વિચારોને વઘું ચમકાવી રહી હતી.( હું તેને સમજાવાની જેટલી કોશીશ કરુ તેટલું જ મારુ મન વધારે ઉલજાવે છે. મારે આ બંધનમાં  નહોતુ ફસાવું પણ પરિવારની ખુશી આગળ મે મારી આઝાદ જિંદગીની બલી ચડાવી દીધી.  લોકો કહે છે કે સંગાઈ પછી લાઈફની મજા હોય. પણ,  મને તો આ સજા લાગે છે. કેવી અજીબ કેહવાતી આ લાઈફ છે? જયાં બીજાની ખુશી પર પોતાની ખુશી, બીજાની પસંદ પોતાની પસંદ, બીજાના સપનાં પોતાના સપના. ને અહીં તો આખી જિંદગી બીજાના નામ પર જ...! જાણે લાઈફની બેન્ટ બાજી ગઈ હોય....) હજી તો વિચારોએ વિરામ પણ નહોતો મુકયો ને ફોનની રીંગ વાગી....


"hi, congratulations કેતા હું સવારે ભુલી જ ગયો. ફાઈનલી તું ને હું એક થઈ ગયાં." સામે રીતલ નો કંઈ જવાબ ન મળતાં  રવિન્દ ફરી બોલ્યો -

"સોરી, હું તો તને પુછતાં પણ ભુલી ગયો કે, તુ કેમ છે?? આજનો થોડો થાક હશે ને...? " ફરી રીતલ નો કંઈ જવાબ ન મળતાં તે થોડીકવાર ચુપ રહ્યો ને પછી બોલ્યો-

" બાલકનીમાં બેસી ને તારા ગણે છે કે પછી આજના દિવસને ખરાબ માની આશુ બહાવે છે...?"

"બેમાંથી એક પણ નહીં."

"તો....! "

"આ અઘારી રાત ની ચાંદની ને નિહાળુ છું."

"તેમાં શું દેખાય છે તને..? "

"આજનું આ સુંદર રૂપ જે થોડાક દિવસ પછી કેટલું કાળુ થવાનું છે."

"તું, આવું કેમ વિચારે છે?"

હવે અમાસ આવે તો કાળુ તો થવાનું જ છે ને..! ખેર છોડો, બોલો કેમ ફોન કર્યો તમે...?"

"તારી સાથે વાત કરવાં. ખરેખર તું મજાક સારી કરે છે.

"હમમ...!! બોલો..??"

"તું કંઈ બોલ તો હું વાત કરુને "

"અચ્છા, તો પહેલા મારી વાત સાંભળવી છે...?"

"હમમમ,  લેડીઝ ફસ્ટ.....!

વિચારો વિચરાય ગયાં ને વાતોમાં મન ખોવાઈ ગયું. ખરેખર જે રાત રીતલને ચમકતી લાગતી હતી તે જ રાતની ચાંદની તે આજે બની ગઈ હતી. એકપળ પહેલાં તો તે હજી એ વિચારતી હતી ને અચાનક મન આટલું રવિન્દની સાથે વાતોમાં કેમ ડુબી ગયું તે તેને ખુદ સમજાતું ન હતું. વાતો પુરી થતી ન હતી ને રાત ભાગતી હતી. વાતોમાં કયારે આખ લાગી ને સવાર થયું તે ખબર ના પડી. ફરી તે રુટીન જિંદગીની સવાર એક અલગ જ રોશની લઈ ને આવી હતી.  

રવિન્દ ને જવાના દિવસ નજીક આવી રહ્યો હતો.  તે બાકી વધેલ વીસ દિવસની યાદો સાથે લઇ જવા માગતો હતો.  રીતલ સાથે થોડો સમય એકલા વિતાવવા તેને આજે ફરવાં જવાનો પ્લાન બનાવ્યો પણ રીતલે બધાને સાથે આવવા તૈયાર કરી તેનો પ્લાન બદલી નાખ્યો. બધાંમાં તો બનેના ભાઈ-ભાભી ને તે બંને બે દિવસ માટે સાપુતારાં ગયાં. 

હિલસ્ટેશન ગણાતાં સપુતારાની જગ્યા એકદમ રમણીય છે. તે લોકો બીજે દિવસે વહેલાં ઘરેથી છ વાગ્યે ગાડી લઈને નિકળ્યા ને બપોર પહેલાં તો પહોંચી પણ ગયાં. બે દિવસ સાપુતારામાં જ રહેવાનું છે એટલે પહેલાં હોટલ બુકિંગ કરાવી ત્યાં સામાન મુકયો ને સાપુતારાંની સફર પર નિકળી ગયાં. રવિન્દ મોકો ગોતતો રહેતો સાથે રહેવાનો પણ રીતલ વારંવાર તે મોકાને ઠુકરાવી દેતી. સાપુતારામાં ફરવાની મજા તો આવતી હતી પણ દિલ અને દિમાગ બંને રવિન્દના રીતલ પર હતા. 

જેમ રાત પડે તેમ હવામાન વધારે ઠંડુ થતું જતું હતું. આખો દિવસ સાથે ફરવા છતાં પણ બને વચ્ચે એકપણ વાર વાત ન થવાથી, રવિન્દને હવે રીતલ પર ગુચ્છો આવી રહ્યો હતો. તેને બધાની સામે જ રીતલનો હાથ પકડી લીઘો ને બાજુના રોઝ ગાડૅનમાં લઇ ગયો. તે રીતલને ગુચ્છા ભરી નજરે જોઈ રહ્યો.

"આમ, ગુચ્છો કરવાથી મનની ભડાસ નિકળી જતી હોય તો મારે પણ કાઢવી છે ....!" રિતલની હસી રવિન્દને શાંત કરી ગઈ 

"રીતલ, હું તને સમજી નથી શકતો. તારુ આવું વર્તન મને ગુચ્છો અપવાં છે પણ તારા ચહેરા પરની જીણી માસુમિયત મને ફરી તારા પ્રેમમાં પાડી દે છે. તું આવી કેમ છે..?" રવિન્દ એક બાકટા પર જ્ઈ બેસી ગયો ને રીતલ પણ તેની પાસે જ્ઈ  બેઠી. તેના હાથ પર  રવિન્દ નો હાથ આવતાં શરીરને થોડીક કપન થઈ તેને રવિન્દ સામે જોયું ને રવિન્દ તેની સામ.ે 

"તમને પુરો હક છે મારા પર ગુચ્છો કરવાનો, મારા પર હક જતાવાનો. પણ જે વતૅન તમને મારુ ખરાબ લાગે છે તે જ વતૅન મને પણ રડાવે છે છો તે મારી. હું મારા મનને બદલવા માગું છું પણ બદલી શકતી નથી. જયારે હું પોતે પણ મને સમજી નથી શકતી તો બીજા કેવી રીતે સમજી શકે...!!" તેના શબ્દો મનમાં જ ગુગ્ણાયા પણ જુબાન પર ન આવ્યાં. 

કહેવાય છે ને પ્રેમ કરાવા વાળા દિલનાં શબ્દો સમજતાં વાર નથી લાગતી રવિન્દ તેના ચહેરા પરથી રીતલની ભાવના સમજી ગયો "રીતલ હું તને જબરદસ્તીથી પામવા નથી માગતો,મારો હક તો તારી ખુશીમાં છે તું જે દિવસે મને દિલથી અપનાવીશ ને તે દિવસે મને બધું મળી જશે." દિલ દિલની સાથે વાતચીત કરવા લાગ્યું ને બંને એમ જ એકબીજાનો ચહેરો જોતાં રહ્યાં.

"સોરી, મારા કારણે તમને ગુચ્છો આવ્યો" દિલગીરી વ્યક્ત કરતાં ચહેરાને ઝુકાવી રીતલ બોલી 

"આ સોરીથી હવે કામ નહીં ચાલે....!" મજાકના મૂડમાં ખોવાયેલ રવિન્દ ગુચ્છો રીતલને પરેશાન કરવામાં બદલાઈ ગયો. 

"તો શું કરવું પડશે....?" 

"આજે આખી રાત અહીં મારી સાથે ગાડૅનમાં બેસવું પડશે..!"રીતલ તેની સામે જોતી રહી જે કામ તેના માટે સૌથી વધારે મુશકેલ હતું તે જ સજાના રૂપમાં તેને મળ્યું. હસતો ચેહરો થોડો ખામાશ થઈ ગયો. 

♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥

દિલ દિલ ને મળવા લાગ્યું હતું. શબ્દો મનમાં બોલાતાને આવાજ દિલને ટકર દેતી હતી. સંબધો દિશા બદલી રહ્યાં હતાં. બંને એકબીજાને સમજી રહ્યાં હતાં. પણ શું આ સંબધ અહીયા સુધી પહોંચી ને વિખરાય જશે કે પછી એક ગાંઠ બંધનમાં બંધાઈ ગયાં પછી તૂટશે. કોન કોને દેશે દગો ને કોનુ દિલ કયારે તુટશે તે જાણવાં વાંચતા રહો જયારે દિલ તુટયું તારા પ્રેમમાં