Shivali - 3 in Gujarati Adventure Stories by pinkal macwan books and stories PDF | શિવાલી ભાગ 3

Featured Books
  • શ્રાપિત પ્રેમ - 18

    વિભા એ એક બાળકને જન્મ આપ્યો છે અને તેનો જન્મ ઓપરેશનથી થયો છે...

  • ખજાનો - 84

    જોનીની હિંમત અને બહાદુરીની દાદ આપતા સૌ કોઈ તેને થંબ બતાવી વે...

  • લવ યુ યાર - ભાગ 69

    સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પ...

  • નિતુ - પ્રકરણ 51

    નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું...

  • હું અને મારા અહસાસ - 108

    બ્રહ્માંડના હૃદયમાંથી નફરતને નાબૂદ કરતા રહો. ચાલો પ્રેમની જ્...

Categories
Share

શિવાલી ભાગ 3

ગુરુમાં એક આધ્યાત્મિક શકિત ધરાવતા વ્યક્તિ છે. એમના વડવાઓ વર્ષો થી ભગવાન શિવના ભક્ત હતા. તેમના કુટુંબ પર ભગવાન શિવનો આશીર્વાદ હતો કે તેઓ ભૂત ભવિષ્ય ને જોઈ શકતા હતા. રમાબેન નો પરિવાર વર્ષો થી ગુરુમાં ના પરિવાર નો સેવક છે. તેમની પેઢી દર પેઢી ગુરુમાં ના પરિવાર ના સત્યો ને માનતી આવી હતી. ગુરુમાં હંમેશા રમાબેન ના પરિવાર ની પડખે રહ્યા હતા ને આજે પણ એ રમાબેન ની મદદ માટે જ આવ્યા હતા.

રાઘવભાઈ એ તરતજ મંદિરે જવાની ગોઠવણ કરી દીધી. દર્શન માટે ગુરુમાં, રમાબેનના ભાઈભાભી, ગૌરીબા અને રમાબેન રાઘવભાઈ પણ તેમની સાથે ગયા.

મંદિર ની ખૂબ આસ્થા હતી. આ મંદિર વર્ષો જૂનું હતું. લોકો દૂર દૂર થી પોતાની મનોકામનાઓ લઈને ત્યાં આવતા હતા. ને લોકો ની મનોકામનાઓ પુરી થતી હતી. 

બધા મંદિરમાં દર્શન માટે ગયા ત્યારે ગુરુમાં એ ગૌરીબા ને રોકી લીધા. 

મંદિરના આંગણમાં ગુરુમાં એ ગૌરીબા ને કહ્યું મારે તમને કઈ કહેવું છે.

હા ગુરુમાં બોલો શુ સેવા કરું? 

ગૌરીબા, રમામાં કોઈ ખોટ નથી. તે માં બની શકે છે પણ તમારા ઘરના લોકો તેને માં બનવા દેતા નથી. 

આ વાત સાંભળી ગૌરીબા ના પગ નીચે થી જમીન ખસી ગઈ હતી. એ તો ગુરુમાં ને અનિમેષ નજરે જોઈ રહ્યા.

તમારા નાના બે દીકરા અને તેમની વહુઓ મિલકત માટે રમાવહુ ને બાળક ના થાય તે માટે દવા પીવાડે છે.

ગૌરીબા તો હજુ આઘાતમાં જ હતા. માંડ માંડ બોલ્યા, આ શુ કહો છો ગુરુમાં? મારા દીકરા વહુઓ.... ના ગુરુમાં આવું ના બને. મારુ લોહી આટલું હલકું ના હોય ગુરુમાં.

હા, તમારા જ દીકરા વહુઓ રમાબેન ને બાળક ના થાય તે માટે દૂધ માં દવા પીવડાવે છે. જેના લીધે રમાબેન ને ગર્ભ રહેતો નથી. ભોળાનાથ નો મને હુકમ થયો એટલે હું તમને જાણ કરવા અહીં આવી. 

પણ ગુરુમાં એવું ના બને. 

હું તમારી ભાવના સમજુ છું. કોઈપણ માં માટે આ સત્ય પચાવવું કઠિન છે. પણ તમારે તે સ્વીકારવું પડશે. આજ થી તમે રમા દૂધ પીવે પછી આ ફાકી ખવડાવી દેજો. એ દવાની અસર ધીરે ધીરે દૂર થઈ જશે. આવતી શિવરાત્રી સુધી રમાના ખોળામાં બાળક હશે. પણ એકવાત નું ધ્યાન રાખજો કે આ વાત ની કોઈ ને જાણ ના થાય નહીંતો સબંધો લોહિયાળ થઈ જશે. ને રમા માટે કોઈ વિશ્વાસુ ને રાખી લો જે તેને સાચવે. આવનાર બાળક એ ભોળાનાથ નો પ્રસાદ છે તેને સાચવજો.

ગૌરીબા ને કઈ સમજ નહોતી પડતી. એમણે રમણભાઈ ને કહી ને પુની ને રોકી લીધી. એ જાણતા હતા કે પુની વર્ષો થી પિયરમાં  રમાવહુ ની ચાકરી કરતી હતી. ને વિશ્વાસુ પણ હતી એટલે રમાવહુ ને બરાબર સાચવશે. એમણે ફાકી ખવડાવવા ની જવાબદારી પણ એને જ આપી હતી. 

ગુરુમાં ના ગયા પછી ગૌરીબા એ ઘરમાં પોતાની નજર ચાર કરી દીધી હતી. એમણે કાના ને જનક અને ભરત પર નજર રાખવાનું કામ સોંપ્યું હતું. ને શારદા અને રેવતી વહુ પર નજર રાખવાનું કામ પુની ને સોંપ્યું. છેલ્લા ત્રણ મહિનામાં એમને જે માહિતી મળી હતી એ ખરેખર એમના માટે દુઃખદાયક હતી. પણ એ બધા ને ખુલ્લા પાડી ભાઈ ભાઈ વચ્ચે વેર કરાવા નહોતા માંગતા. પણ એમણે મનોમન બધું ગોઠવી રાખ્યું હતું. મન માં ઊંડે ઊંડે એક આશા હતી કે રમાવહુ નો ખોળો નથી મંડતો એમાં આ લોકો નો કોઈ હાથ નહીં હોય. પણ આજે એ આશા પણ ઠગારી નીવડી હતી. ગુરુમાં ની ફાકી એ આજે કમાલ દેખાડી દીધી હતી. ગૌરીબા એ એક ઊંડો નિસાસો નાંખ્યો. ભોળાનાથ તું જ રખેવાળ છે સાચવજે ભોળા. વિચારોમાં જ ગૌરીબા ને ક્યારે ઉંઘ આવી તે ના ખબર પડી. સવારે પુની એ દરવાજો ખખડાવ્યો ત્યારે એ જાગ્યા.

ભાઈ હું વૈદ્ય ને મળી આવ્યો. એમણે કહ્યું કે દવા બનાવામાં કોઈ ચૂક થઈ નથી. રમાભાભી ને સારા દિવસો રહે તે શક્ય જ નથી. જો દવાનો તોડ મળે તો પણ આઠ દસ મહિના તો લાગે જ. 

તો પછી થયું શુ? દવા આપવામાં ચૂક થઈ છે શારદા, તું માને કે ના માને.

ના દવા આપવામાં કોઈ ચૂક નથી થઈ. 

વૈદે કોઈ ઉપાય આપ્યો આનો?

હા ભાઈ આ ઉકાળો આપ્યો છે. રોજ સવારે પીવાડવાનો.

એ ના બને રેવતી બોલી. શુ કહી ને પીવાડવાનો? એમ પણ બે જીવી સ્ત્રી ને કોઈ પણ ઉકાળો ના પીવડવાય. બા તો પીવાડવા જ નહીં દે. 

રેવતીવહુ એ તમે લોકો વિચારો શુ કરવું. પણ આ બાળક દુનિયામાં ના આવવું જોઈએ. 

જનકભાઈ અને ભરત બન્ને પોતાના કામે નીકળી ગયા. 

શારદા અને રેવતી મુંઝવણમાં મુકાય ગયા હવે કરવું શું?

આજકાલ રમાભાભી નું બધું જ કામ પુની કરતી હતી. ને પુની ને પણ ઉકાળો પીવાડવાનું ના કહેવાય એ તો ભાભી ની ખૂબ વિશ્વાસુ છે અને બા જોડે પણ એનું ખૂબ બને છે. કોઈ શકયતા નથી કે ઉકાળો રમાભાભી ને પીવડાવાય.

ભાભી તમે પોતે પ્રયત્ન કરો તો ના થાય?

હા હું જોવું કદાચ કામ થઈ જાય. 

આ વાત ગૌરીબા સુધી પહોંચી ગઈ હતી. એમણે તરત જ પુની ને આ માટે શુ કરવું તે સમજાવી દીધું.

સવારે શારદાબેને ઉકાળો બનાવ્યો ને જાતે જ રમાભાભી ના રૂમમાં લઈ ને ગયા. એ સમયે પુની ત્યાંજ હતી.

ભાભી આ ઉકાળો વૈદે આપ્યો છે. આ પીવા થી તમને તાજગી લાગશે અને શરીરમાં પણ સારું લાગશે. જેવો ઉકાળો રમાબેને લેવા હાથ લાંબો કર્યો ત્યાં પુની એ લઈ લીધો.

ના હો શારદાભાભી ડોકટરે રમાબેન ને કોઈ પણ દેશી દવા કરવાની ના પાડી છે. 

પણ પુની આ તો શરીર ના સારા માટે છે.

હા, પણ ડોકટર ને પૂછ્યા વગર ના પીવડાવાય. નહીંતો બા ને પૂછી લો એ હા પાડે તો ઠીક છે.

શુ પીવાડવું છે પુની?

બા આ શારદાભાભી રમાબેન માટે ઉકાળો લાવ્યા છે પીવા માટે. 

શા નો ઉકાળો છે શારદાવહુ?

શારદાબેન નું આખું શરીર ધ્રુજવા લાગ્યું. હવે આવી બનશે. પણ હિંમત રાખી બોલ્યા, બા આતો શરીર ની સ્ફૂર્તિ માટે છે આપણા વૈદ છે ને એમણે આપ્યો છે.

પણ શારદાવહુ રમાવહુ ને ક્યાં કોઈ આળસ લાગે છે. એતો એકદમ સારા છે. આ તો પસાએ કીધું છે એટલે થોડા દિવસ આરામ કરવાનો છે. ને પછી તો રમાવહુ ઘરના કામ કરવા લાગશે. તમે રહેવા દો ઉકાળા ની કોઈ જરૂર નથી. 

શારદાબેન કઈ બોલી ના શક્યા. એ જાણતા હતા જો વધારે કઈ બોલીશ તો બા એને પકડી પાડશે. ને બા ની સામે જીભાજોડી કરવાની કોઈ ની હિંમત નથી ઘરમાં. એ ઉકાળો લઈ ને પાછા જતા રહ્યા. 

શુ થયું ભાભી? કામ થયું? રેવતી એ પૂછ્યું.

ના રેવતી મને નથી લાગતું કે આ વખતે આપણું કઈ ચાલે. ચોક્કસ બા ને આપણી યોજનાની ગંધ આવી ગઈ છે.

ના ભાભી મને નથી લાગતું. તમે તો બા નો સ્વભાવ જાણો છો. ને આટલા વર્ષે મોટાભાભી માં બનવાના છે એટલે એ થોડા વધારે રઘવાયા થઈ ગયા છે.

ના રેવતી, મને તો લાગે છે કઈક તો થયું છે જે આપણે નથી જાણતા.

ચાલો ભાભી હજુ ઘણા કામ બાકી છે.

હા તું જા હું આવું છું. 

(શારદાબેન મન માં જ બોલવા લાગ્યા, ભલે કોઈ માને કે ના માને પણ કઈક તો છે. પુની પણ અહીં રોકાય ગઈ કેમ? મારે શોધખોળ તો કરવી પડશે. ) 

સાંજે જનકભાઈ આવ્યા એટલે શારદાબેન સવાર ની બધી વાત કરી. મને નથી લાગતું કે આ વખતે આપણે કઈ કરી શકીએ.

કેમ? તને કેમ એવું લાગે છે?

જુઓ, બા એ રમાભાભી ની આજુબાજુ પુની નામનો દરવાજો ઉભો કરી દીધો છે. એની નજર ચૂકવી કોઈ કામ થાય એ શક્ય નથી. ને બા પણ રમાભાભી ની આજુબાજુ જ ફર્યા કરે છે. ને બા ની વિરુદ્ધ કશું કરવું એ શક્ય નથી.

એટલે તું એમ કહેવા માંગે છે કે જેમ મેં આખી જીંદગી મોટાભાઈ ની જી હજૂરી કરી એમ આપણા છોકરા મોટાભાઈ ના છોકરાની જી હજૂરી કરે? 

ના હું એમ નથી કહેતી, પણ જો આપણું કોઈ કામ થવાનું જ ના હોય તો .......

જો આ કામ ના થયું તો કઈ નહીં. કોઈ બીજો રસ્તો શોધીશું પણ આ અન્યાય મારા બાળકો સાથે નહિ થવા દઉં. જે સપના આપણે જોયા છે તે પુરા કરવા હું કઈ પણ કરીશ.

( જનકભાઈ એ શુ કરવું તે માટે વિચારવાનું ચાલુ કરી દીધું હતું. બસ એમનો એક જ ધ્યેય હતો જે એમણે પૂરો કરવો હતો.)

બીજી બાજુ રેવતીબેન અને ભરતભાઇ પણ આજ વિચારો માં હતા કે કેવી રીતે આ બાળક ને આ દુનિયામાં આવતું રોકવું. 

રેવતી એક ઉપાય છે.

શુ ઉપાય છે?

એ હું પછી કહીશ. હવે સુઈ જા.

ક્રમશ................