હું કલાસ બહાર ઉભી રહી કપિલના બહાર આવવાની રાહ જોવા લાગી. મારે વધુ રાહ જોવી ન પડી. મેં એને ક્લાસનો થ્રેસહોલ્ડ પાર કરી બહાર આવતા જોયો. એ ગઈ રાતના સપના જેવો જ દેખાઈ રહ્યો હતો - બસ કોઈ ચીજ અલગ હતી તો એ અત્યારે બ્રાન્ડેડ કપડામાં હતો અને એના કાંડા પર મોધી ઘડિયાળ હતી.
હું એની સાથે વાત કરવા રોકાઈ હતી પણ એ મારી નજીક આવ્યો એ સાથે જ મારા ધબકારા વધવા લાગ્યા. કઈ રીતે શરૂઆત કરું? એને શું કહીને બોલાવું? એ ફરી મારું ઈન્સલ્ટ કરી નાખશે તો?
મને કઈ સમજાયું નહી. બસ દરેક વખતે એમ જ થતું એને જોતા જ હું એક સીક ફીલિંગ અનુભવવા લાગતી. નો મેટર ઇન ડ્રીમ ઓર ડે લાઈટ. તે મારી નજીકથી પસાર થયો અને જાણે મારા પેટમાં પતંગિયા દોડાદોડી કરવા લાગ્યા - પતંગિયા એ ક્રીપી મેટાફોર હતો લાઈક કીલર બી. પણ મારી લાઈફમાં ક્રીપી ચીજો સામાન્ય હતી. જયારે તમે રોલર કોસ્ટર પર રાઈડ કરો એ સમયે જે ફિલ થાય એ જ ફિલ હું કપિલને જોતા જ કરવા લાગતી.
મને અનેક પ્રયાસો કર્યા છતાં હું મારા ધબકારાને નિયંત્રિત ન કરી શકી. મારા ધબકારા પળે ને પળે વધતા ગયા અને એકાએક મને વાયોલીન કે સિતાર કે એના સિવાય કોઈ એના જેવું ઓડ મ્યુજીકલ ઇન્સ્ટ્રુમેન્ટ સંભળાયું. એ સંગીતની ધૂન એકસાથે બંને ભાવ દર્શાવતી હતી. ઈટ વોઝ બ્યુટીફૂલ એન્ડ સેડ એટ ધ સેમ ટાઈમ. એની ધૂન એકદમ અનસેટલીંગ હતી. એ જુના સંગીતમાં કોઈ અલગ અસર હતી. એમાં આજના મ્યુઝીક કરતા કોઈ અલગ જ ટેલેન્ટ હતું. એ એકદમ પ્રાચીન ધૂન હતી. મેં આસપાસ જોયું. કોલેજ બેગ સાથે છોકરા છોકરીઓ કોરીડોરમાંથી પસાર થઇ રહ્યા હતા પણ કોઈ એ સંગીતને સાંભળી શકતું નહોતું. એ સંગીતની ધૂન માત્ર મારા મનમાં જ વાગી રહી હતી. મારા દિલો દિમાગ પર સવાર એ ધૂન મને પાગલ બનાવી રહી હતી.
હું જાણે કોઈ અગમ્ય રીતે એ ધૂનને ઓળખતી હતી અને સેકન્ડોમાં મને ગીતના શબ્દો સંભળાવા લાગ્યા. મેં મારા ગેલેક્સી એસ ફાઈવના પ્લેલીસ્ટમાં ઈયર ફોન સાથે સાંભળ્યા હતા એટલા જ કલીયર એ શબ્દો મને સંભળાવા લાગ્યા. ગીતનું લેરીક્સ પણ એકદમ એન્સાઈન્ટ હતું.
જોકે આ વખતે મેં ટ્રેનમાં સંભળાયા એના કરતા અલગ શબ્દો સંભળાયા - ધૂન એ જ હતી - એકસાથે બંને ઉદાસ અને ઓજસ્વી. પ્રકાશનો એક ઝબકારો થયો અને આખો કોરીડોર એ તેજસ્વી ઉજાસમાં ઓગળી ગયો અને કોઈ બીજાજ દ્રશ્યમાં પરિણમી ગયો.
હું ભેડા ઘાટની એઝ (ધાર) પાસે જંગલ વિસ્તારમાં ઉભી હતી - મારી બરાબર સામે વોટર ફોલ હતો. હું ધુમાડાને અનુભવી શકતી હતી - સળગતા વૃક્ષોનો ધુમાડો મને ગૂંગળાવી રહ્યો હતો.
હું દીવાસ્વપ્નમાં હતી કે પછી એ બધું ઈમેજીન કરી રહી હતી મને ખબર નહોતી પણ મને એમ લાગ્યું જાણે કોઈએ ડુંગરને નવડાવ્યો હતો. આખો ભેડો આગમાં નાહી રહ્યો હતો.
મેં કપિલને જોયો. મારો હાથ એને પકડી રોકી રાખવા મથી રહ્યો હતો. મારી આંગળીઓ એની ચામડીમાં એકદમ દબાઈ ગઈ હતી જાણે એમાં ઉતરી ન ગઈ હોય. એના કાંડાને હું મારી પૂરી તાકાત લગાવી પકડી રહી હતી પણ એનો હાથ મારા હાથમાંથી સરકી જવા લાગ્યો. એ હાથ મારા હાથમાંથી લપસી રહ્યો હતો. મેં એની આંગળીઓને મારી હથેળીમાંથી પસાર થતી જોઈ. એનો હાથ મારા હાથમાંથી છૂટી રહ્યો હતો.
“ડોન્ટ લેટ ગો.”
હું એની મદદ કરવા ઈચ્છતી હતી. હું એને રોકી રાખવા ઈચ્છતી હતી - મેં જીવનમાં કોઈ ચીજને રોકી રાખવા કર્યો હોય એના કરતા અનેક ગણી આશા સાથે એને રોકી રાખવા પ્રયાસ કરતી હતી. અને પછી એ મારી આંગળીઓમાંથી છટકી ગયો. એ ઘાસ પર પટકાયો... કોઈ અજાણી દિશામાંથી આવેલી બુલેટ એના ખભામાં ઉતરી ગઈ હતી...
“વરુણ લીવ ધ હ્યુમન ફોર્મ...” મેં અવાજ સંભળાયો, હું એ તરફ ફરી. નજીકની જાડીમાંથી એક યુવક આવ્યો, એનું આખું શરીર લોહીથી ખરડાયેલું હતું. મેં એને સપનામાં પણ પહેલી જ વાર જોયો હતો છતાં જાણે હું એને જાણતી હતી - હું એનું નામ પણ જાણતી હતી - બાલુ. એ બાલુ હતો.
“વરુણ ટર્ન યોર સેલ્ફ ઇન સ્નેક...” બાલુએ ચીસ પાડી અને એ જ સમયે મેં એક બુલેટ એની છાતીને વીંધી નીકળી જતા જોઈ. લોહી એક ફુવારાની જેમ એની છાતી પરથી ઉડ્યું અને એ જમીન પર પટકાયો. એના મોમાંથી પણ લોહી બહાર આવવા લાગ્યું. ગોળી એના રીબ કેજને વીંધીને નીકળી ગઈ હતી. એ બોલવા મહેનત કરી રહ્યો હતો પણ એ બોલવામાં સફળ ન થયો.
“વરુણ...” મારા મોમાંથી એક રાડ નીકળી ગઈ.
“નયના શું થયું..?” સીમાએ એકદમ ચિંતા ભર્યા અવાજે કહ્યું.
મેં આસપાસ જોયું. હું જે જોઈ રહી હતી એ હવામાં ઓગળી ગયું. હું કોરીડોરમાં ઉભી હતી - બરાબર મારા કલાસના દરવાજા સામે. સીમા મારા બાજુમાં ઉભી હતી.
“નથીંગ..” મેં શરમાતા કહ્યું. મને ઓકવર્ડ ફિલ થવા લાગ્યું.
“આર યુ સ્યોર?” તેણીએ ખાતરી કરવા પૂછ્યું કારણ હું ડઘાઈને ઉભી હતી.
“યસ..” મેં રીયાલીટી પર ફોકસ કરતા કહ્યું - જોકે હજુ હું એ દીવાસ્વપ્નમાં જ જોકા ખાઈ રહી હતી. હું ઠીક છું એ ખાતરી કરી સીમા કોરીડોરના બીજા છેડા તરફ જવા લાગી - એ છેડે એક્ઝીટ હતું.
એ બીજી વાર હતું - મેં દીવાના અજવાળામાં સપનું જોયું હતું. હું પાગલ થઇ ગઈ હતી - ચોક્કસ પાગલપન મને અંદરથી ઘેરી રહ્યું હતું. આઈ વોઝ ટોટલી મેડ. મેં સપનામાં જે સંગીતની ધૂન સાંભળી હતી એ યાદ કરી. એ ધૂન જે મને પાગલ બનાવી દેતી હતી. એ ધૂન જે સાંભળીને હું હોશ ખોઈ બેસતી હતી. મારી આંખો કપિલને શોધવા લાગી પણ એ કોરીડોરમાં નહોતો. હું પણ કોરીડોર છોડી એક્ઝીટ તરફ ઉતાવળે પગલે જવા લાગી.
એ શું હતું? શું હું એકદમ પાગલ થઇ ગઈ હતી? મેં કપિલને વરુણ કહી કેમ બોલાવ્યો? સપનામાં જોયેલો લોહીથી ખરડાયેલા ચહેરાવાળો યુવક કોણ હતો? હું જાણતી હતી કે એ બાલુ હતો પણ હું જેને સપનામાં પણ પહેલીવાર જોઈ રહી હતી એ વ્યક્તિને એના નામ સાથે કઈ રીતે જાણી શકું? મેં એને પહેલા ક્યારેય સપનામાં પણ જોયો નહોતો.
મારા મનમાં ઘૂમરી લેતા હજારો સવાલો સાથે હું કોલેજ ગેટ પહોચી. જે. એમ. વોહરાના સાઈન બોર્ડને ક્રોસ કરતા પહેલા મેં એક નજર પાછળ કરી. મોટા ભાગના છોકરા છોકરીઓ હજુ પાર્કિંગ લોટમાં પોતાના વિહિકલ નીકળવામાં વ્યસ્ત હતા. કેટલાક છોકરા હજુ કેફેટેરીયા પાસે ઉભા હતા - બધી કોલેજમાં હોય એવા એ યુવકો કોલેજ પત્યા બાદ એક બે કલાક કેમ્પસમાં જ રખડવાના હતા એ હું જાણતી હતી. મારી આંખો કપિલને શોધી રહી હતી પણ અ કેમ્પસમાં નહોતો.
“હાય...” મેં પરિચિત ફીમેલ વોઈસ સાંભળ્યો, “નયના..”
“હાય. કિંજલ..” મેં હસવાનો પ્રયાસ કર્યો - એક બનાવટી સ્મિત લાવવા પણ મારે બહુ મહેનત કરવી પડી કારણ મેં જે ધોળા દિવસે જોયું હતું મને જે વિઝન થઇ હતી તે અસંભવ હતી.
“શું થયું?” કિંજલે મારી મુઝવણ જાણી લીધી હોય એમ ચિતા દર્શાવી.
“કઈ નહિ..” મેં જુઠ્ઠું બોલવાનો પ્રયાસ કર્યો પણ એની વે હું હમેશાથી મમ્મી કહે એમ એક બેડ લાયર હતી. મને ક્યારેય જુઠ્ઠું બોલતા આવડતું જ નહિ. હું જ્યારે પણ જુઠ્ઠું બોલતી મારી આંખો હકીકતને મારી મરજી વિરુધ્ધ રજુ કરી દેતી.
“તું કઈક છુપાવી રહી છે.” કિંજલે મારા ખભા પર હાથ મુક્યો.
“મેં એક અજીબ વિઝન જોઈ..” અમે કોલેજ છોડી કાદમ્બરી તરફ જવા લાગ્યા
“વિઝન..?”
“હા.” મેં કહ્યું, “એ વિઝનમાં કપિલ હતો પણ હું એને વરુણ કહી બોલાવી રહી હતી.”
“પણ કેમ?”
“મને ખબર નથી કેમ પણ હું પહેલા દિવસે એની બેચ પર બેઠી ત્યારે એણે મને અનન્યા કહીને બોલાવી હતી.” મેં આસપાસ નજર કરી, કાદમ્બરી તરફ જવાવાળા ખાસ સ્ટુડન્ટસ નહોતા. બસ અમુક છોકરા છોકરીઓ જ કોલેજથી એ તરફ જઈ રહ્યા હતા.
“હી ઈઝ સ્ટ્રેન્જ. ફોર્ગેટ વોટ હી સેઇડ.”
“સ્ટ્રેન્જ..?”
“હા. એ હંમેશા બધાથી એકલો રહે છે. બસ આખી કોલેજમાં એની પાસે દોસ્તના નામે એક રોહિત જ છે. એ એકદમ અતડો છે.”
“કેમ?”
“મને ખબર નથી.”
“કપિલ કયાં રહે છે?” એ પૂછી તો લીધું પણ પછી મને પોતાની જાત પર ગુસ્સો આવ્યો. હું કેમ એ વ્યક્તિ વિશે જ પૂછ પરછ કરતી હતી જેણે મારું ઈન્સલ્ટ કર્યું હતું એ મને ન સમજાયુ.
“એક દિવસમાં એટલો બધો રસ પડી ગયો..?” કિંજલ હસી.
“ના, યાર એવું કઈ નથી. ખાલી જાણકારી ખાતર..” મેં જુઠ્ઠું બોલવાનો પ્રયાસ કર્યો. હું સફળ થઇ કિંજલે મારી વાત માની લીધી હોય એવું લાગ્યું. આમેય મને જ ખબર નહોતી કે હું સાચું બોલી રહી છું કે જુઠ્ઠું તો એને કયાંથી હોય?
“એ પારસ ભુવનમાં રહે છે.”
“પારસ ભુવન..!” હું ચોકી ગઈ. મેં એ સ્થળ વિશે ઘણું સાંભળ્યું હતું. મારા પ્રાથમિક શાળાના દિવસોથી એ સ્થળ વિશે મેં અનેક અફવાઓ સાંભળેલી હતી. લોકો કહેતા કે એ શાપિત બંગલો છે. એ બંગલો જે સોસાયટીમાં હતો એનું નામ પણ એ બંગલા પરથી જ રખાયેલું હતું - પારસ સોસાયટી. એ એકદમ જૂની સોસાયટી હતી. એ હવેલી કદના શાપિત બંગલાને લીધે આખી સોસાયટીમાં પણ કોઈ રહેતુ નહી.
“હા, એ લોકો ત્યાજ રહે છે. હવે એ સોસાયટીમાં માત્ર ત્રણ ચાર ઘરમાં લોકો રહે છે બાકી તો બધા બંધ પડ્યા છે પણ હવે પહેલા જેવી અફવાઓ એ બંગલા વિશે નાગપુરના લોકોમાં રહી નથી.”
“પણ તેઓ એ ઘરમાં જ કેમ રહે છે?” હું મારી ઉત્સુકતા રોકી ન શકી. આખા શહેરને છોડી કોઈ એક શાપિત બંગલામાં રહેવા કેમ આવે?
“એ ઘર એના ગ્રેટ ગ્રાન્ડ ફાધરે બનવડાવ્યું હતું. એના ગ્રાન્ડ ફાધર વર્ષો પહેલા નાગપુર છોડી ચાલ્યા ગયા હતા અને કયારેય નાગપુર પાછા ન આવ્યા પણ હવે વર્ષો પછી કપિલના પપ્પા પાછા આવ્યા અને પરિવાર સાથે એમના એ ગ્રાન્ડ ફાધરે બનાવેલા બંગલામાં રહેવા લાગ્યા.”
“એ લોકો કયારે રહેવા આવ્યા?”
“ખાસ્સા એવા સમયથી.. લગભગ કપિલ સાત આઠ વર્ષનો હતો ત્યારથી.”
“તું એમના વિશે બહુ જાણે છે.” મને નવાઈ લાગી કે કિંજલ કેમ એના વિશે એટલું બધું જાણતી હશે પણ એ બોલકણી બધા સાથે આખો દિવસ વાતો કરતી રહેતી માટે એને આખા નાગપુરનો ઈતિહાસ ખબર હોય એમાં ખાસ ચોકવા જેવું નહોતું.
“મારી મમ્મીએ મને બધું કહ્યું છે. મમ્મી કહે છે કે એ એકદમ સ્ટ્રેન્જ ફેમીલી છે.”
અમે ચર્ચા કરતા ચાલતા હતા ત્યારે અમારી બાજુમાંથી એક કાર સતત હોર્ન વગાડતી પસાર થઇ. એ કાર પસાર થયા પછી પણ મને એવું લાગતું હતું જાણે કે મારા પેટમાં કઈક થઇ રહ્યું હોય! એ કાર પસાર થઇ ત્યારથી જ મને જરાક ડર લાગવા માંડ્યો હતો. કાર અમારા પાસેથી પસાર થઇ ત્યારે એ કારમાં છોકરાઓ અમારી સામે જ જોઈ રહ્યા હતા. અમારાથી આગળ નીકળીને પણ તેઓ કારના રીયર વ્યુ મિરરમાં અમને જ જોઈ રહ્યા હતા. કેમકે એ કારમાં બેઠેલા છોકરાઓ મારી અને કિંજલ પર હસીને ગયા હતા. મને ડર લાગવા માંડયો ક્યાક એ કોલેજ જેમ અહી પણ છોકરાઓ મને સતાવવાનું શરુ ન કરી દે...
“ડર્ટી ડોગ્સ, સન્સ ઓફ બીચ.” કિંજલે કહ્યું, જો હું અહી જ મોટી થઇ હોત તો મને એના શબ્દો સાંભળી નવાઈ લાગત પણ હું મુંબઈમાં ભણી હતી અને ત્યાં હાઈસ્કુલની છોકરીઓને પણ અંગ્રેજીમાં ગાળો ભાંડતા જોઈ હતી એટલે મને નવાઈ ન લાગી.
“લેટ ધેમ ગો ઇન હેલ.” મેં વાતનો ટોપિક બદલવા કહ્યું.
“એ આપણી કોલેજના જ છે, ફાઈનલ યરના સ્ટુડેન્ટસ છે અને ઉપરથી અમીર બાપની ઓલાદો છે, બધાને એમનો ત્રાસ છે,” કિંજલે ચિડાઈને કહ્યું.
“લેટ ધેમ ડાઈ. ફોર્ગેટ ઇટ.” મેં એને જરાક શાંત કરવાનો પ્રયાસ કર્યો.
“ઓકે, લેટ્સ ટોક અબાઉટ કપિલ. આર યુ રીઅલી નોટ ઇન્ટરેસ્ટેડ ઇન હિમ?” કિંજલે મારા ખભા પર હાથ મુકયો, જાણે અમે વર્ષો જુના મિત્ર હોઈએ.
“ઓહ! કમ ઓન.” મેં એને જરાક કોણી મારતા કહ્યું.
અમે વાતો વાતોમાં ચાર રસ્તા પર શગુન સુધી પહોચી ગયા હતા. શગુન અમારા નાનકડા શહેરની ઝેડ બ્લુ કે એલ એન્ડ સોલી જે કહો તે હતી, શહેરમાં સૌથી સારા કપડા ત્યા જ મળતા. જેન્ટ્સ, લેડીઝ અને ચિલ્ડ્રન વેર બધા જ, તહેવારોમાં ત્યાં ભીડ રહેતી. મને શગુન બહાર મેનીકીન પર લગાવેલ ચેક્સ શર્ટ અને કાર્ગો પેન્ટ એકાએક ધ્યાનમાં આવ્યા કારણ કે કપિલે પણ એવો જ શર્ટ અને સેમ કાર્ગો પહેરેલ હતા. શું એણે અહીથી ખરીદ્યા હશે? મેં વિચાર્યું.
“હાય, કિંજલ.” મને એક મીઠો અવાજ સંભળાયો, મેં મારું ધ્યાન પેલા મેનીકીનથી ખસેડ્યું અને કિંજલને હાય કહેનાર એ પાતળી ભૂરા વાળવાળી છોકરી તરફ જોયું. મને નવાઈ લાગી જેનો ચહેરો આટલો બદસુરત હોય એનો અવાજ આટલો મીઠો કઈ રીતે હોઈ શકે. મારે કહેવું તો ન જોઈએ પણ એ છોકરી ખરેખર બદસુરત હતી, કદાચ કોઈ ડરપોક છોકરું એને રાતે જોઈ લે તો છળીને મરી જાય એટલી હદે એ બદસુરત હતી, થેન્ક્સ મમ્મી... મેં મનોમન મમ્મીનો આભાર માન્યો કે મને એના તરફથી ગોરી સ્કીન વારસામાં મળી હતી, હા એ ગોરી સ્કીન પર કોઈ ખાસ ધ્યાન ન આપતું એ અલગ વાત હતી.
“હાય નિશા, વાય આર યુ નોટ એટ કોલેજ ટુડે?” કિંજલે પોતાના હીરોઈન જેવા અંદાજમાં કહ્યું.
“શોપિંગ, હું આ વિકેન્ડ બીચ ફરવા જવાની છું એટલે આજે ખરીદીમાં નીકળી હતી.”
“ઓહ ગુડલક ફોર હેપ્પી વિકેન્ડ.” કિંજલે જરાક હસીને કહ્યું.
“અ ન્યુ ફ્રેન્ડ?”
“ઓહ! સોરી, હું પરિચય આપવાનું ભૂલી ગઈ, મીટ માય ન્યુ ફ્રેન્ડ નયના, નયના મેવાડા.” કિંજલે એને મારો પરિચય આપ્યો.
“હાય, નયના...” નિશાએ કોઈ કલાકારની અદાથી કહ્યું અને પછી હોલીવુડ મૂવીની સ્ટાર જેમ જરાક નીચા નમી મારી સાથે શેક-હેન્ડ કર્યો, હું સમજી ગઈ કે એ ઓવર સ્ટાઈલથી પોતાને હોશિયાર બતાવવા માંગે છે. બાકી એને આમ એકદમ નમવાની કોઈ જરૂર ન હતી, એ એક ડગલું આગળ આવીને પણ શેક-હેન્ડ કરી શકી હોત.
“હાય, નિશા.” મેં પણ એના જેમ અદાકાર બનાવાનો પ્રયત્ન કરતા કહ્યું, હા હું એના જેટલી વાંકી વળીને ન બોલી કે ન તો એની જેમ બોલતી વખતે મારું મો આમતેમ મરડ્યુ.
શેક હેન્ડ કરતી વખતે મારું ધ્યાન એના હાથ પર ગયું. આમ તો સામાન્ય રીતે શેક હેન્ડ કરતી વખતે લોકો એકબીજાના ચહેરા તરફ જ જુવે પણ મેં એના હાથ તરફ જોયું કેમકે એનો હાથ મને એકદમ ગરમ લાગ્યો. મને એવું લાગ્યું જાણે કે એને એકદમ ભારે તાવ આવેલો હોય પણ એના ચહેરા પરથી એવું ન લાગ્યું કે એને તાવ હોય. એ એકદમ હેલ્થી હોય એવું જ લાગ્યું. કદાચ એના બદસુરત ચહેરા પરના ભાવ વાંચી શકાય એમ ન હોય તોયે એટલું તો ચોકકસ હતું કે કોઈ છોકરી આટલા તાવમાં શોપિંગ કરવા ન નીકળે.
ફરી એકવાર એના ચહેરાને મનોમન બદસુરત કહેવા બદલ મને પસ્તાવો થયો. ખરેખર મારે કોઈના વિશે એવું ન વિચારવું જોઈએ, મને થયું કે કદાચ મારો ચહેરો એના જેવો હોત તો? ખરેખર એ બિચારીને સહાનુભુતીની જરૂર હતી.
“આર યુ ઓકે?” મેં એને પૂછ્યું, મને લાગ્યું મારે એના તરફ સહાનુભુતિ દર્શાવવી જોઈએ.
“યા, આઈ એમ ફાઈન.”
“આઈ થીંક યુ હેવ ફીવર.” મેં જરાક વધુ સહાનુભુતી બતાવી.
“નો, નો, ઇટ્સ ઓ.કે. મેં પેઇનકીલર લીધી છે.” નિશાએ કહ્યું.
“તને તાવ છે ? તો તારે ડોક્ટરને બતાવવું જોઈએ,” કિંજલે પણ કહ્યું.
“નથીંગ લાઇક વરી. બે દિવસ પહેલા પણ મને તાવ આવ્યો હતો, પેઈન-કીલરથી ઉતરી ગયો હતો.” નિશાએ કહ્યું, તેના અવાજમાં મને ઊંડે ઊંડે ક્યાંક દુ:ખની લાગણી દેખાઈ.
“આર યુ સ્યોર?” મેં ફરી એકવાર ખાતરી કરી.
“હન્ડ્રેડ પર્સન્ટ.” નીશાએ હસીને કહ્યું.
“તો પછી હવે ક્યારથી જોઈન કરીશ?” કિંજલે પૂછ્યું.
“આફટર વિકેન્ડ. સોમવારથી.”
“સ્યોર?” કિંજલે ટૂંકો પ્રશ્ન કર્યો.
“સ્યોર, બાય.” કહી એ અમારી તરફ વેવિંગ કરતી ચાલી ગઈ.
“એકદમ વિચિત્ર છોકરી છે, આટલા તાવમાંય ખરીદી કરવા નીકળી છે...!” મેં કિંજલ તરફ જોયુ. તે સ્મિત વેરીને આંખો ઉલાળતી બોલી.
“એ અડધી પાગલ છે.”
“એટલે?”
“એની સંભાળ લેનાર આ દુનિયામાં કોઈ નથી. એ અનાથ છે. એ અને તેની બીજી બે બહેનપણીઓ.”
“તો એમને ભણવાનો ને જમવાનો ખર્ચ?” મેં પ્રશ્ન કર્યો.
“ડોક્ટર સ્વામીએ એમને ગોદ લીધી છે.”
“ડોક્ટર માથુર સ્વામી?”
“હા, એમણે એ ત્રણેય છોકરીઓને કોઈ અનાથાશ્રમમાંથી લાવી હતી.”
“એના હાથ પર ત્રિશુળ જેવું કઈક ટેટું બનાવેલું હતું. મારી સાથે એણીએ હાથ મિલાવ્યો ત્યારે મેં જોયું.” મને ક્યારનોય થતો પ્રશ્ન મેં કર્યો.
“હા, એ ત્રણેય બહેનોના હાથ પર ત્રીશુળના ટેટું છે.”
“આ જમાનામાં કોઈ છોકરી પોતાના હાથ પર આવું ટેટું બનાવે, જરા અજીબ નથી? મેં પુછ્યું.
“એના માટે નહિ, કદાચ એ કોઈ પછાત વિસ્તારની હશે અને એમના મમ્મી-પપ્પા એ એમને આશ્રમમાં છોડી એ પહેલા જ એમના હાથ પર એ ટેટું બનાવ્યા હશે.” કિંજલ જાણે આખાય નાગપુરની રજે રજ જાણતી હોય તેમ દરેક સવાલના જવાબ એ આપતી.
“જે હોય તે પણ આ કોલેજ જરાક વિચિત્ર છે.”
“કેમ?” કિંજલે સવાલ કર્યો ત્યારે અમે લગભગ કાદમ્બરી સોસાયટીના ગેટ સુધી આવ્યા હતા.
“કેમકે કોઈ ત્રિશુળના ટેટુ રાખે છે અને કોઈ નક્ષત્ર કંડારેલી ચાંદીની વીંટી. મેં કલાર્ક મેમ અને તારી ફ્રેન્ડ અશ્વિનીનીના હાથ પર અજીબ ચાંદીની વીંટીઓ જોઈ હતી.” મેં કહ્યું.
“તો તે તારા પાર્ટનર, આઈ મીન, તારા બેંચ પાર્ટનરની આંગળી પર એ વીટી ન જોઈ?”
“કપિલ ના હાથ પર?” મેં સામો સવાલ કર્યો. પછી ઉમેર્યું, “ના, મેં કઈ ખાસ ધ્યાન નથી આપ્યું એના હાથ પર.”
“ચહેરા પરથી ધ્યાન હટે તો હાથ પર ધ્યાન આપેને.” કિંજલે મને ચીઢવતા કહ્યું. અમે બંને પહેલે જ દિવસે સારા મિત્રો બની ગયા હતા.
“ડોન્ટ ટેલ મી... બસ હવે...” મેં આંખો બતાવી કહ્યું.
“બાય.” કહી એ હસીને પોતાની સોસાયટીના ગેટમાં વળી અને હું મારા ઘર તરફ જવા લાગી. કપિલના હાથ પર એ વીંટી કેમ હશે મારા મનમાં એ સવાલ ઘુમરીઓ લેવા લાગ્યો. હું મારા મનમાંથી એ સવાલ અને કપિલ બંનેને નીકાળવા મથતી, એસ્પનના દરવાજામાં પ્રવેશી. ત્યારે મને ખબર ન હતી કે એ વીંટી એનું જીવન હતી અને હું એના મોતનું કારણ...! કાશ! એણે મારા માટે એ વીંટી ન ઉતારી હોત...
***
ક્રમશ:
લેખકને અહી ફોલો કરો
ફેસબુક : Vicky Trivedi
ઇન્સ્ટાગ્રામ : author_vicky