KING - POWER OF EMPIRE - 34 in Gujarati Fiction Stories by A K books and stories PDF | KING - POWER OF EMPIRE - 34

The Author
Featured Books
Categories
Share

KING - POWER OF EMPIRE - 34

( આગળનાં ભાગમાં જોયું કે શૌર્ય પ્રીતિ ના બર્થડે નું ઇન્વિટેશન મેળવી લે છે અને ઘરે પહોંચે છે, S.P. અને અર્જુન તેની રાહ જોતાં હોય છે અને તેને એક ગામ વિલાસપુર ની જમીન વિશે જાણ કરે છે તે જમીન ટ્રસ્ટ ની હતી અને ટ્રસ્ટ નો નવો માલિક તેની હરાજી કરવાનો હતો, પણ શૌર્ય તે ટ્રસ્ટ ના માલિક ને મળવાને બદલે વિલાસપુર પહોંચવા નિકળી પડે , આનાં પાછળ શૌર્ય નું કારણ હતું ચાલો જાણીએ) 

કાર પૂર જોશ થી રસ્તા પર ચાલી રહી હતી, બંને તરફ હરિયાળી છવાયેલી હતી, શૌર્ય એ કાર ની બારી ખોલી નાખી, આ જોઈને અર્જુન એ કહ્યું, “સર એ.સી. ચાલુ છે તો બારી કેમ ખોલી ”

“નેચર સાથે રહેવાની મજા અલગ જ છે ” શૌર્ય એ બહાર ના દ્રશ્યો જોઈ ને કહ્યું 

“અર્જુન બધી બારી ખોલી દે ” S.P. એ કહ્યું 

અર્જુન એ બધી બારી ખોલી નાખી, પંદર મિનિટ પછી એક વિશાળ બોર્ડ આવ્યું, જેમાં વિલાસપુર લખ્યું હતું, બહાર થી ધૂળ ઉડી ને અંદર આવી રહી હતી પણ શૌર્ય ને બસ કુદરત ના ખોળામાં રમવા નો આનંદ હતો, થોડીક વાર પછી ગાડી ઉભી રહી, શૌર્ય તેના વિચારો માંથી બહાર આવ્યો, તે બહાર નીકળ્યો , તે ગામ ના એક ચાર રસ્તા પર આવ્યા હતા ત્યાં એક વિશાળ વડનું વૃક્ષ હતું તેમાં સામે ગામનાં લોકો બેઠાં હતાં એ શૌર્ય ની જ રાહ જોઈ રહ્યા હતા, સામે એક ખુરશી રાખી હતી અને વડ નાં વૃક્ષ નીચે એક આેટલાં જેવી રચના હતી ત્યાં સરપંચ જી બેઠા હતા, ખુરશી શૌર્ય માટે રાખવામાં આવી હતી, તે ત્રણેય ત્યાં પહોંચ્યા અને શૌર્ય ખુરશી પર ન બેઠો અને આેટલાં પર જઈને બેઠો, એક નવયુવાન કંપની નો માલીક હશે તેની ગામનાં લોકો એ કલ્પના કરી હતી નહીં. 

“જુઆે સાહેબ, અમે આ ગામની જમીન કોઈ કંપની ને વહેંચવા નથી માંગતા પણ ટ્રસ્ટ ના નવા માલિક હવે અમારી પાસે થી આ જમીન લઈ ને કંપની ને આપવા માંગે છે અને અમે પહેલાં પણ તમારાં પ્રસ્તાવ ને ઈનકાર કર્યો છે ” સરપંચ એ કહ્યું 

“હું જાણું છું પણ હું એક નવી આૅફર સાથે આવ્યો છું ” શૌર્ય એ કહ્યું 

“સાહેબ હવે આ બધું જયદેવ પવાર ના હાથમાં છે એટલે જે પણ હોય એ તમે એમની સાથે વાત કરો હવે ન તો અમારાં હાથમાં કંઈ છે ન તો નસીબ માં” આટલું કહીને સરપંચ ની આંખો થોડી ભીની થઈ ગઈ. 

“મને વિશ્વાસ નથી આવતો કે તમે લોકો આવી વાત કરો છો, જયારે આ જમીન તમને મળી હતી ત્યારે અહીં માત્ર બાવળ જ હતાં આ જમીન ને ખેડી ને ફળદ્રુપ બનાવી તમે, અહીં ઘર બનાવ્યા તમે અહીં તમારાં સુખ દુઃખ ની સ્મૃતિ છે અને તમે કહો છો હવે તમારાં હાથમાં કંઈ નથી ” શૌર્ય એ ઉભા થતાં કહ્યું 

“સાહેબ હવે અમને ખોટો દિલાસો ન આપો, તમે પણ હવે અહીં કંપની જ બનાવા માંગો છો ” સરપંચ એ કહ્યું 

“કોણે કહ્યું હું અહીં કંપની બનાવા માગું છું ” શૌર્ય એ કહ્યું 

“તો તમે શા માટે આ જમીન ખરીદવા માંગો છો ? ” સરપંચ એ કહ્યું 

“મે તમને પહેલાં જ કહ્યુ હતું હું નવી આૅફર સાથે આવ્યો છું ” શૌર્ય એ કહ્યું 

“કેવી આૅફર? ” સરપંચ એ કહ્યું 

“આ જગ્યા પર થી પણ તમારે જવાનું નથી અને ના કોઈ  ફેકટરી માં  મજુર બનાવાની જરૂર છે ” શૌર્ય એ કહ્યું 
 
“તમે કહેવા શું માંગો છો સાહેબ? ” સરપંચ એ કહ્યું, બધા લોકો શૌર્ય ની આ વાત સાંભળી ને થોડાં હરખાયા 

“હું જાણું છું કે આ જમીન ટ્રસ્ટ ના નામ પર છે કાયદાકીય રીતે તમારે આ જમીન ખાલી કરવાની છે પણ હું તમને વચન આપું છું કે આ જમીન પર કોઈ ફેકટરી નહીં બને હું આ ખરીદી અને એનાં પૈસા ટ્રસ્ટના માલિક ને નહીં તમને મળશે ” શૌર્ય એ કહ્યું 

આ સાંભળીને બધાં લોકો નો ઉત્સાહ વધી ગયો. S.P. અને અર્જુન ને તો સમજાય રહ્યું ન હતું કે આખરે શૌર્ય કરવા શું માંગે છે. 

“પણ સાહેબ પૈસા માટે તો એ જયદેવ પવાર આ જમીન વહેંચવા માંગે છે અમને કંઈ રીતે પૈસા આપશે ? ” સરપંચ એ કહ્યું 

“તમે એની ચિંતા ના કરો, હું પૈસા તમને આપી અને જયદેવ પવાર તમારા માટે કોઈ મુસીબત ઊભી નહીં કરે ” શૌર્ય એ કહ્યું 

“સાહેબ તમારે ફેકટરી નથી બનાવવી અને તમને જમીન આપીને અમે કયાં જશું? ” સરપંચ એ કહ્યું 

“તમે અહીં જ રહેશો, જે પૈસા મળે તેનાંથી પાકા ઘર બનાવો અને ગામનો વિકાસ કરો અને વાત રહી તમારી આજીવિકા ની તો એ હું તમને આપીશ ” શૌર્ય એ કહ્યું 

“અરે સર કરવા શું માંગે છે મને કંઈ નથી સમજાતું ” અર્જુન એ S.P. ના કાન પાસે જઈ ને કહ્યું 

“ Wait And Watch ” S.P. એ કહ્યું 

“પણ અમને ખેતી સિવાય કંઈ પણ નથી આવડતું ” સરપંચ એ કહ્યું 

“તમારે એજ કરવાનું છે ” શૌર્ય એ કહ્યું 

“મતલબ? ” સરપંચ એ કહ્યું 

“મતલબ એ કે જેમ કોઈ પણ વ્યક્તિ નોકરી કરે અને એનાં બદલામાં તેને દર મહિને પગાર મળે છે એમ જ હું જમીન હું ખરીદી પણ તમે એનાં પર ખેતી કરશો એ માટે થતો બધો ખર્ચ હું આપીશ અને દર છ મહીને પાક વહેંચાઈ ગયા બાદ તમને પૈસા મળતાં તેનાં સ્થાને દર મહિને તમને તમારો પગાર મળશે, બસ જે નિષ્ઠા થી તમે અત્યારે કામ કરો છો એવી જ રીતે તમારે આગળ પણ કામ કરવાનું છે ” શૌર્ય એ કહ્યું 

“પણ સાહેબ કયારેક પાક નિષ્ફળ જાય તો નુકસાન થશે ” સરપંચ એ કહ્યું 

“તમે ચિંતા ના કરો હું એ નુકસાન ભોગવવા તૈયાર છું તમને દર મહિને પૈસા મળી જશે, ખેડુત જગતનો તાત હોય છે જો તમે જ ખેતી કરવાનું છોડી દેશો તો આ દેશ નહીં પણ દુનિયા ભૂખે મરશે તમારે કારણે આજે બધાં ના ઘરમાં ભોજન બને છે પણ આજે જે બધાનાં ઘરમાં ભોજન પહોંચાડવા માટે જવાબદાર છે એજ ખેડૂતો ના ઘરમાં ખાવા અન્ન નથી, હું આ જમીન પર કંપની બનાવી ને આ જમીન ને ખરાબ નથી કરવા માંગતો, હું બિઝનેસ મેન જરૂર છું પણ કોઈ ની લાગણીઓનો વેપાર કરતાં મને નથી આવડતું જો આ સમાજમાં ખેડૂતો ના ચહેરા પર સ્મિત હશે તો બધાં ના ચહેરા પર સ્મિત હશે એટલે બસ હું તમને આ આૅફર આપું છું અને વિનંતી કરું છું કે તમે આ સ્વીકાર કરો ” શૌર્ય એ કહ્યું 

સરપંચ સાથે બધાં બોલી પડયા, “અમને મંજૂર છે ”

બધા એ શૌર્ય ને ખભા પર ઉઠાવી લીધો અને નાચવા લાગ્યા કારણ કે તેમની સમસ્યા શૌર્ય એ સરળતા થી દૂર કરી દીધી. 

“યાર સર એ શું બાજી જીતી છે ” અર્જુન એ કહ્યું 

“અર્જુન આ કિંગ છે મને લાગ્યું જ હતું કે સર કંઈક તો એવું કરશે જ કે ન તો આ લોકો આપણો વિરોધ કરશે અને જમીન પણ મળી જશે ” S.P. એ કહ્યું 

શૌર્ય S.P. અને અર્જુન પાસે આવ્યો અને કહ્યું, “શું થઈ ગયું તમને? ”

“કંઈ નહીં સર પણ સર આમાં આપણને થોડું નુકસાન જશે તો? ” અર્જુન એ કહ્યું 

“નુકસાન થાય તો થવા દે અર્જુન આ લોકો ના ચહેરા જો આ ખુશી લાખો રૂપિયા ખર્ચ કરી ને નથી મળતી અને આ લોકો નો આશીર્વાદ મળશે એ ના થી મોટી કોઈ પુંજી નથી ” શૌર્ય એ કહ્યું 

“એ તો છે સર અને આમ પણ એગ્રીકલ્ચર ને લગતી પ્રોડક્ટ આપણી કંપની મા બનશે અને એના માટે માલ અહીં થી મળી જશે ” S.P. એ કહ્યું 

“પણ સર જયદેવ પવાર નું શું કરશું? ” અર્જુન એ કહ્યું 

“અર્જુન આપણે તેને પ્રેમથી સમજાવી ને જોઈએ માની જાય તો ઠીક છે નહીં તો તમે જાણો છો મારા રસ્તામાં આવતાં કાંટા ને હું પગ વડે જમીનમાં નથી દબાવતો પણ તેને ઉખાડી ને ફેંકી દવ છું ” શૌર્ય એ કહ્યું 

“પણ સર આમાં કરવા પાછળ નું કારણ સમજાયું નહીં ” અર્જુન એ કહ્યું 

“અર્જુન આ લોકો પાસેથી જબરદસ્તીથી જમીન લઈ ને કોઈ પણ અહીં કંપની બનાવે આગળ જતાં એનાં માટે પ્રોબ્લેમ ઊભી થવાની જ છે, આ લોકો પર પૈસા કે પાવર ના જોર પર હુકમત કરવાની કોશિશ કરી તો એક સમય એવો પણ આવશે કે આ લોકો વિદ્રોહ પણ કરી શકે, પણ જો આ લોકો ના દિલ જીતી લીધાં તો આપણાં મુસીબત ના સમય માં પણ આ લોકો આપણી સાથે રહશે, અને આમ પણ કિંગ એ નથી કે જે લોકો પર હુકમત કરે પણ સાચો કિંગ એ છે જે લોકો માટે જીવે ” શૌર્ય એ કહ્યું 

આ હતો શૌર્ય નો એક નવો પ્લાન જેમાં તે સફળ રહ્યો, લોકો નો વિશ્વાસ પણ જીત્યો, જમીન પણ મેળવી લીધી અને સાબિત કરી દીધું કે આખરે કિંગ પોતાના માટે નહીં પણ લોકો માટે જીવે છે, કહેવાય છે કે દૌલત અને સંસ્કાર વારસા મા મળે છે, એ બનેં માંથી આપણે કંઈ વસ્તુ ને જીવનમાં ઉતરી એ મહત્વનું છે, શૌર્ય ને પણ આ બનેં વારસામાં મળ્યું હતું, એક વાત પર તમારું ધ્યાન દોરી કે આ સ્ટોરી મા શૌર્ય ની સરનેમ ( અટક)  હજી કોઈ ને ખબર નથી, પણ એ એક રહસ્ય છે જે શૌર્ય પોતે ઉજાગર કરશે ફંકશન મા અને એ જાણી ને બધા લોકોને વિશ્વાસ આવી જશે કે એક 20-21 વર્ષ નો યુવાન આટલી મોટી કંપની ને કંઈ રીતે ચલાવી શકે છે, હવે એક નવું રહસ્ય પણ આવી ગયું અને એક સવાલ પણ જયદેવ પવાર શું માની જશે અને નહીં માને તો શૌર્ય શું કરશે બસ જાણવા માટે વાંચતા રહ્યો, “KING - POWER OF EMPIRE ”