Murder at riverfront - 18 in Gujarati Crime Stories by Jatin.R.patel books and stories PDF | મર્ડર @ રિવરફ્રન્ટ - 18

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

મર્ડર @ રિવરફ્રન્ટ - 18

મર્ડર @રિવરફ્રન્ટ-પ્રકરણ:18

સિરિયલ કિલરનો નવો શિકાર કોણ છે એ જાણી લીધાં બાદ પણ થોડાંક સમયનાં અંતરે એ સિરિયલ કિલર દ્વારા જાણીતાં બિઝનેસમેન હરીશ દામાણી નું એટપોર્ટ પરથી જ કિડનેપિંગ કરવામાં આવે છે..રાજલ એનો પીછો કરે છે પણ એ હત્યારો પોલીસની ટીમ ને છકાવવામાં સફળ રહે છે અને હરીશ ને બેભાન કરી પોતાનાં બંગલા પર લેતો આવે છે.

રાજલ જ્યારે પાછી પોલીસ સ્ટેશન પહોંચી ત્યારે રાત નાં અગિયાર વાગવા આવ્યાં હતાં..હાલ તો એ હત્યારાને કોઈપણ ભોગે હરીશ ને કંઈપણ થાય એ પહેલાં પકડવો એની ફર્સ્ટ પ્રાયોરિટી હતી..રાજલે આવતાં ની સાથે પોલીસ હેડક્વાર્ટર ફોન કરી શહેરની પોલીસ ને દરેક વાહનો ની શક પડે તો સઘન તપાસ કરવાનો આદેશ આપી દીધો..પણ આમ કરીને એ સિરીયલ કિલર હાથમાં આવી જાય એની શકયતા ખૂબ ઓછી છે એ વાત રાજલને પણ મનોમન ખબર હતી.

રાતભર પોતે ડ્યુટી પર જ રહેશે એવું મન રાજલ બનાવી ચુકી હતી.રાજલને બીજી એક વાતનો પણ ડર હતો કે થોડાંક સમયમાં જ આ વાત આખા શહેરમાં ફેલાઈ જશે કે હરીશ દામાણી નું કોઈએ હત્યા કરવાનાં ઉદ્દેશથી કિડનેપ કરી લીધું છે..અને આમ થઈ ગયું તો પોલીસ ઉપર લોકો ફિટકાર વરસાવશે..પોતે આ કેસ હાથમાં લીધો છે એની ખબર લોકોને પડશે તો એનાં નામની હાય-હાય લોકો કરશે.

આ બધું ના થાય એ માટે મહત્વનું હતું કે કોઈપણ ભોગે હરીશ દામાણી ને બચાવવો અને એ સિરિયલ કિલરને પણ પકડવો.પણ આ આમ કરવાં માટે એને એ હત્યારા વિશે કંઈક તો માહિતી જોઈતી હતી જે એને હાલપુરતી તો મળી નહોતી..એની વિરુદ્ધ સોય જેટલો પણ નાનો સબુત મળે તો એને તલવાર બનાવવાની તકનીક રાજલ જાણતી હતી પણ આ સિરિયલ કિલર એટલો શાતીર હતો કે એટલો નાનો સબુત પણ હાલપુરતો તો મળવો અશક્ય હતો.

ઇન્સ્પેકટર સંદીપ પણ ખડેપગે હજુસુધી પોલીસ સ્ટેશન જ હાજર હતો..રાજલે સંદીપને હિમાંશુ નાં ઘરે જવાથી લઈને હરીશ નાં મોબાઈલનાં નિત્યાનંદ આશ્રમ જોડેથી મળવું એ બધી જ વાત ડિટેઈલમાં જણાવી.સંદીપ પણ હરીશ દામાણી નું પોલીસનાં નાક નીચેથી કિડનેપ થઈ ગયું હોવાની વાત સાંભળ્યાં બાદ પરેશાન થઈ ગયો હતો.

"મેડમ હવે શું કરીશું..જો એ સિરિયલ કિલર હરીશ દામાણી ની હત્યા કરી દેશે તો બહુ મોટો ઉહાપોહ મચી જશે.."સંદીપ રાજલની વાત સાંભળ્યાં બાદ બોલ્યો.

"ઉહાપોહ મચી જશે નહીં પણ મચી ગયો.."પોતાનો મોબાઈલ રાજલને બતાવતાં મનોજે કહ્યું.

મનોજનાં મોબાઈલમાં કોઈએ ફેસબુક પર લાઈવ કર્યું હતું..જેમાં અત્યારે ડીસીપી રાણાનાં ઘરની બહાર હરીશ દામાણી નાં મિત્રો અને સગા-સંબંધીઓ પોલીસ તંત્ર નાં હાય-હાય નાં નારાં બોલાવતાં હતાં.. એમનું વર્તન પણ અત્યારે ઉગ્ર બની ચૂક્યું હતું.

આ બધું જોતાં રાજલ સમજી ગઈ કે એનો ખરાબ સમય હવે ચાલુ થઈ ગયો છે..અચાનક રાજલનાં મોબાઈલની રિંગ વાગી..મોબાઈલની સ્ક્રીન તરફ જોતાં જ રાજલનાં ચહેરા પરની ચીંતા બેવડાઈ ગઈ..કારણકે એને કોલ કરનાર બીજું કોઈ નહીં પણ ડીસીપી રાણા હતાં.

"Hello સર..જયહિંદ.."ફોન રિસીવ કરતાં જ રાજલ બોલી.

"ઓફિસર,આ બધું શું સાંભળવાં મળી રહ્યું છે..અત્યારે મારી સામે આલોચના દામાણી અને હિમાંશુ પટેલ બેઠાં છે..આલોચના નું કહેવું છે કે એમનાં પતિદેવ અને શહેરનાં ખૂબ મોટાં બિઝનેસમેનમાં જેમની ગણના થાય છે એવાં હરીશ દામાણી નું રિવરફ્રન્ટ સિરિયલ કિલર દ્વારા કિડનેપ કરવામાં આવ્યું છે..?"રાણા સાહેબનાં નામે આજે અજાણતાં જ એ સિરિયલ કિલરનું નામકરણ થઈ ગયું હતું..રિવરફ્રન્ટ સિરિયલ કિલર.

"હા સર..એમની વાત સાચી છે.."ઢીલાં અવાજે રાજલ બોલી.

"એમનું કહેવું એવું છે કે તમને પહેલાંથી આ વિશે ખબર હતી..?"ગુસ્સામાં હોય એવો ડીસીપી રાણાનો ભારે અવાજ સંભળાયો.

"હા સર..અમને લીડ મળી હતી કે એ સિરિયલ કિલરનો નવો ટાર્ગેટ હરીશ દામાણી હોઈ શકે છે..અમે એમનાં સુધી પહોંચીએ ત્યાં સુધી એ હત્યારા એ એમનું એરપોર્ટ પરથી જ કિડનેપ કરી લીધું..અમે બહુ કોશિશ કરી પણ એ અમને ચકમો આપવામાં કામયાબ રહ્યો.."રાજલ બોલી.

"ઓફિસર..કંઈપણ ભોગે હરીશ દામાણી મારે સહી સલામત જોઈએ..જો એમને કંઈપણ થયું તો તમારી ખેર નથી..."ઉગ્ર સ્વરે રાણા સાહેબે રાજલને ઠપકો આપી કોલ ડિસ્કનેક્ટ કરી દીધો.

રાજલનો ઉતરી ગયેલો ચહેરો જોઈ એનાં સાથી કર્મચારીઓ સમજી ગયાં કે એને રાણા સાહેબે બરાબરની ધમકાવી હતી..બધાં ને રાજલ દ્વારા અત્યાર સુધી એ રિવરફ્રન્ટ સિરિયલ કિલર ને પકડવા માટે કરવામાં આવતી કોશિશ નો ખ્યાલ હતો..પણ હાલ પૂરતું તો એ બધાં જોડે એક હરફ ઉચ્ચારવાની પણ હિંમત નહોતી.

રાજલે મોબાઈલ પોતાનાં પેન્ટમાં સેરવી દીધો અને પછી પોતાની પર્સનલ કેબિનમાં ગઈ..ત્યાંથી અમુક ફાઈલો હાથમાં લઈને એ સીધી કંઈપણ બોલ્યાં વગર પોલીસ સ્ટેશનની બહાર નીકળી ગઈ..એનાં ચહેરા પર અત્યારે ગુસ્સો અને હતાશા સાફ દેખાઈ રહ્યાં હતાં..રાજલ ક્યાં જઈ રહી છે એ સવાલ કોઈ કરે એ પહેલાં તો બુલેટ ની ધમધમાટી નો અવાજ પોલીસ સ્ટેશનમાં મોજુદ પોલીસકર્મીઓનાં કાને પડ્યો.

"જ્યારે તમે સઘળી આશા ખોઈ બેસો..આગળ શું કરવું એ સુઝે નહીં ત્યારે એમાંથી નીકળવાનો એક જ માર્ગ હોય છે એકાંત માં બેસી શાંત ચિત્તે ક્યાં ભૂલ રહી ગઈ છે એ વિચારવું.."પોતાનાં પતિ નકુલ નાં આ વાક્ય ને આત્મસાત રાજલ કરી ચુકી હતી અને એટલે જ આ વિકટ સમયમાં એ પોતાની ક્યાં ભૂલ રહી ગઈ હતી એ શોધવા પોતાનાં ઘરે આવી.

રાજલ ઘરે આવી અને પોતાનાં ફ્લેટનો દરવાજો અંદરથી બંધ કરી જોડે લાવેલી ફાઈલો સોફા પર મૂકી બાથરૂમમાં શાવર લેવાં ગઈ..ગરમ હૂંફાળા પાણીથી સ્નાન કર્યા બાદ રાજલ ઘણી તાજગી અનુભવી રહી હતી..આમ છતાં અત્યાર સુધી હાથમાં ના લાગેલી સફળતા અને ડીસીપી રાણા નો ઠપકો રહીરહીને એને અકળાવી રહ્યાં હતાં.

રાજલે ફ્રીઝ ખોલી એક સફરજન કાઢ્યું અને એનું એક બચકું ભર્યા બાદ પોતાની જોડે લાવેલી ફાઈલોને ઉઠાવી બેડરૂમમાં આવી..બેડરૂમમાં આવ્યાં બાદ એને કપડાં ચેન્જ કર્યા અને પછી જોડે રહેલી એ ફાઈલોમાં મોજુદ ડોક્યુમેન્ટ નિકાળીને ટેબલ પર પાથરી દીધાં..આ ફાઈલો અત્યાર સુધી એ સિરિયલ કિલરનો ભોગ બનેલાં ખુશ્બુ,મયુર અને વનરાજ ની હતી..અને આવી જ એક બીજી ફાઈલ એને તૈયાર કરવી પડે એમ હતી જો એ હરીશ દામાણી ને ના બચાવે.

રાજલે એ દરેક ની લાશનાં ફોટોગ્રાફ રૂમની દીવાલ પર લગાવેલાં એક વ્હાઇટ બોર્ડ પર પીન કર્યાં..ત્યારબાદ માર્કર વડે એ દરેકનું નામ ફોટોગ્રાફ ની જોડે લખ્યું..ખુશ્બુ ની હત્યા થવાનું કારણ એનાં નામની પાછળ તથા મયુર અને વનરાજ ની મોત નું કારણ એમનાં નામની પાછળ માર્કર વડે લખ્યાં બાદ રાજલ ટેબલ જોડે રાખેલી ખુરશીમાં બેઠી.ટેબલ પર પડેલાં ડોક્યુમેન્ટ એકતરફ કરી રાજલે પોતાનું લેપટોપ ચાલુ કર્યું અને એમાં ગુગલ ક્રોમ ખોલી ટાઈપ કર્યું.

"હરીશ દામાણી.."

આમ લખતાં જ ગૂગલ દ્વારા હરીશ દામાણી જોડે જોડાયેલી નાની-મોટી દરેક માહિતી ઉપલબ્ધ હતી..રાજલે ધ્યાનપૂર્વક એ દરેક માહિતી ને વાંચવાનું શરૂ કર્યું.

"હરીશ દામાણી અમદાવાદનાં ખૂબ જાણીતાં બિઝનેસમેન છે..રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં હરીશ દામાણી દ્વારા વર્ષે કરોડો રૂપિયાની જમીન અને બિલ્ડીંગ લેવામાં અને વહેંચવામાં આવે છે..અત્યારે અબજોના આસામી એવાં હરીશ જોડે આજથી વીસ વર્ષ પહેલાં કંઈપણ નહોતું..એ જેતપુર નાં એક બાંધણીનાં કારખાનામાં નોકરી કરતાં.. ત્યાંથી એમનો એક મિત્ર ભરત ભાલોડિયા એમને અમદાવાદ પોતાની સાથે લેતો આવ્યો..ભરતનો અહીં અમદાવાદમાં કન્સ્ટ્રકશન નો બિઝનેસ હતો.."

"પોતાની મહેનત અને લગનનાં જોરે ભરત અને હરીશે સાતેક વર્ષમાં તો ઘણી ખરી પ્રોપર્ટી ભેગી કરી લીધી હતી..અચાનક એક દિવસ ભરત નું એક કાર અકસ્માતમાં મૃત્યુ થયું અને એની બે નંબરની બધી દોલત ની જાણકારી ધરાવતો હરીશ એનો માલિક બની બેઠો..કહેવાય છે ભરતની કાર ની બ્રેક ફેઈલ હતી અને એમ કરાવનાર હરીશ જ હતો..પણ કોઈ સબુત ના હોવાથી એની તરફ કોઈ આંગળી ચીંધી શકે એમ નહોતું.."

"આજથી દસેક વર્ષ પહેલાં રિયલ એસ્ટેટ માં જે તેજી આવી એ સમયે ઘણી પ્રોપર્ટી ઉપર નીચે કરીને હરીશે અબજો રૂપિયા કમાઈ લીધાં.. અને પછી પોતાની કંપનીનો એશિયાનાં ઘણાં દેશો સાથે વધાર્યો..પણ આજે પણ જે લોકોને ભરતની મોત નું કારણ ખબર છે એ લોકો માટે તો હરીશ એક લાલચુ અને મક્કાર પ્રકારનો વ્યક્તિ જ છે.."

હરીશ વિશેની દરેક માહિતી વાંચ્યા બાદ રાજલ પુનઃ ઉભી થઈ અને કંઈક વિચારી એને દરેક વિકટીમ ની આગળ નવી ડિટેઈલિંગ લખવાનું શરૂ કર્યું.જે નીચે મુજબ હતું.

ખુશ્બુ સક્સેના-કોલગર્લ-મોત વાયગ્રા નાં ઓવરડોઝથી-હવસ-lust..

મયુર જૈન-મેદસ્વી-મોત જમવાનો ઓવરડોઝ થી-લોલુપતા-gluttony..

વનરાજ સુથાર-આળસુ-મોત અણીદાર વસ્તુ ગળામાં ઘુસવાથી..એ પહેલાં લાંબો સમય સુવા ના મળવું..-આળસ-sloth..

હરીશ દામાણી-હજુ જીવિત-લાલચુ-greed..

હરીશનાં નામ જોડે લાલચુ લખતાં જ રાજલે એક ચપટી વગાડી અને ફટાફટ પોતાનું લેપટોપ જ્યાં પડ્યું હતું એ ટેબલ જોડે આવી અને ખુરશીમાં બેસી..ખુરશીમાં બેસતાં જ એને લખ્યું.

"7 deadly sins.."

આમ લખતાં જ લેપટોપ ની સ્ક્રીન ઉપર ઉભરી આવ્યું..જેનો ગુજરાતીમાં અર્થ આમ થતો હતો.

"ખ્રિસ્તી ધર્મ અનુસાર દુનિયાભરમાં થતાં દરેક અધર્મ અને ગુના પાછળ મનુષ્યની સાત આદતો નો સીધો કે આડકતરો હાથ હોય છે..જે આદતો છે હવસ,લોલુપતા(ખાઉધરા પણું), આળસ, ગુસ્સો, ઈર્ષ્યા, લાલચ,અભિમાન..આ સાત આદતો ને seven deadly sins તરીકે પણ ઓળખવામાં આવી છે..આ સાત આદતો જ બીજી અનૈતિકતાઓને જન્મ આપનારી હોય છે..માટે હદ થી વધારે આ આદતો માં સપડાયેલો માણસ સજા ને પાત્ર છે."

આટલું વાંચતાં જ રાજલ સ્પ્રિંગ ઉછળે એમ ખુરશીમાંથી ઉભી થઈ ગઈ અને દીવાલ પર ટંગાયેલા વ્હાઇટ બોર્ડ જોડે ગઈ અને બધાં લખાણની ઉપર લખ્યું..seven deadly sins.. અને પછી ત્યાં લખેલી માહિતી તરફ એકધ્યાન જોઈ રહેતાં બોલી.

"તો તું પોતાની જાતને ભગવાન સમજે છે..માન્યું કે ઘણાં લોકોની આદતો ખરાબ હોય છે પણ એને સજા આપવાનો અધિકાર કેવળ પરમકૃપાળુ પરમાત્મા જોડે છે..હું કોઈપણ ભોગે seven sins ધરાવતાં સાત લોકોને મારવા નહીં જ દઉં..હરીશ દામાણી ને પણ હું સહી સલામત તારી પકડમાંથી છોડાવવાનો પૂરતો પ્રયત્ન તો કરીશ જ.."રાજલ નું આવેશમાં આવી આમ બોલવું એ સિરિયલ કિલર માટે ખતરાની ઘંટી જરૂર હતું.

રાજલે ત્રણેય ફાઈલો ને વ્યવસ્થિત મૂકી અને પછી આરામથી સુઈ ગઈ..એને ખબર હતી કે કાલે સવારે એને કરવાનું શું છે..કેમકે જો હરીશની લાશ કાલ સવાર સુધી નહીં મળે તો એની જોડે એક દિવસ નો સમય હતો હરીશ ને બચાવી લેવાનો..નહીં તો પછી હવે એ સિરિયલ કિલરને પાંચમા શિકાર સુધી પહોંચતા રોકવાનો હતો..કેમકે આ સિવાય હાલ પુરતું તો રાજલ કે એની પોલીસ ટીમ કંઈપણ કરી શકે એમ નહોતી.

***********

સવારે રાજલ તૈયાર થઈને તાબડતોડ પોલીસ સ્ટેશન આવી પહોંચી..સવારે બધો જ સ્ટાફ ફરજ ઉપર આવી ચુક્યો હતો જે એ વાત તરફ ઈશારો કરી રહ્યું હતું કે સ્થિતિ કેટલી ગંભીર હતી..સવારથી દરેક ન્યૂઝ ચેનલ તો આ જ ખબર રિપીટ ઉપર રિપીટ કરીને બતાવી રહી હતી..પોલીસ તંત્ર વિરુદ્ધ લોકોનાં દેખાવો ચાલુ થઈ ગયાં હતાં.ડીસીપી રાણા નો પણ સવાર નાં પહોરમાં જ રાજલ ઉપર કોલ આવી ગયો કે એને ગમે તે કરીને આજે હરીશ દામાણી ને એ સિરિયલ કિલરની પકડમાંથી છોડાવવાનો છે.

રાજલ જાણતી હતી કે જો એ આમ નહીં કરી શકે તો રિવરફ્રન્ટ@મર્ડર ની ફાઈલ એની જોડેથી લઈ લેવામાં આવશે.બીજું કોઈ રાજલની જગ્યાએ હોત તો એવું જ વિચારત કે આટલો ગંભીર કેસ હાથમાંથી જાય તો સારું..પણ રાજલ માટે એ સિરિયલ કિલર દ્વારા પોતાને કરવામાં આવેલી ચેલેન્જ જાણે આન-બાન અને શાન ની લડાઈ હતી.

રાજલે પોલીસ સ્ટેશનમાં પગ મુકતાં જ સંદીપ અને મનોજને પોતાની કેબિનમાં બોલાવ્યાં અને એમને સમજાવતાં કહ્યું.

"ઓફિસર આપણાં માટે સિરિયલ કિલરને પકડવા કરતાં હાલ તો અગત્યનું છે કે હરીશ દામાણી સહી સલામત ઘરે પહોંચે..એ માટે આપણે ગમે તે કરી એ સિરિયલ કિલર દ્વારા હરીશ ને ક્યાં કિડનેપ કરાયો હતો એની જાણકારી એકઠી કરવી પડશે."

'પણ મેડમ એ કરીશું કઈ રીતે..?"રાજલની વાત સાંભળી ઇન્સ્પેકટર સંદીપે સવાલ કર્યો.

"ઓફિસર અત્યારે હજુ સાડા નવ થયાં છે..તમારે ગમે તે કરી બે વાગ્યાં સુધીમાં ખુશ્બુ,મયુર,વનરાજ અને હરીશ જોડે જોડાયેલું કોઈ કનેક્શન શોધી કાઢવાનું છે..એ તમે ગમે તે રીતે કરો પણ તમારે એ કરવાનું જરૂર છે.."એ માટે જરૂરી અમુક સલાહ પણ રાજલે એ બંને ને આપી.

"Ok મેડમ.."અદબભેર આટલું બોલી સંદીપ અને મનોજ રાજલની કેબિનમાંથી બહાર નીકળી ગયાં.

એમનાં જતાં જ રાજલ પણ ડીસીપી રાણા ને મળવા નીકળી ગઈ..રાજલ જાણતી હતી કે પોતાનાં બચાવમાં રાણા સાહેબને કંઈક તો જણાવવું પડશે..કેમકે ફોન ઉપર આવી વાત સમજાવવી યોગ્ય ના કહેવાય..રાજલ જ્યારે ડીસીપી ઓફિસ પહોંચી ત્યારે એને જાણવા મળ્યું કે અત્યારે રાણા સાહેબ પોતાનાં દીકરા આદિત્યએ ગરીબ બાળકો માટે શરૂ કરેલાં એક NGOનાં ઉદ્ઘાટન માટે ગયાં હતાં..એમને આવતાં બપોરનાં બાર વાગી ગયાં ત્યાં સુધી રાજલ ત્યાં જ ડીસીપી કેબિનની બહાર બેસી રહી.

બાર વાગે ડીસીપી રાણા ત્યાં આવી પહોંચ્યા.ડીસીપી ની નજર જેવી જ પોતાની કેબિનની બહાર બેસેલી રાજલ ઉપર પડી એ સાથે જ તેઓ રાજલની માફી માંગતા બોલ્યાં.

"Sorry.. એસીપી..હું એક જરૂરી કામ માટે બહાર ગયો હતો..તમે કોલ કર્યો હોત તો તમારે રાહ જોવી ના પડત.."

"Its ok સર...મારે થોડી જરૂરી વાત કરવી છે એ રિવરફ્રન્ટ સિરિયલ કિલર વિશે.."વિવેક પૂર્વક રાજલ બોલી.

"ચલો મારી કેબિનમાં જઈ ડિસ્કશન કરીએ.."રાણા સાહેબે કહ્યું.

રાજલે અંદર જઈ ડીસીપી રાણા ને પોતે કઈ રીતે હરીશ નાં નામ સુધી પહોંચી અને કઈ હદ સુધી એને હરીશને બચાવવાનો પ્રયત્ન કર્યો એ વિષયમાં સઘળી વાત જણાવી..આ ઉપરાંત એ કાતીલ નાં ખરાં મકસદ એવાં seven deadly sins વિશે પણ રાજલે ડીસીપી રાણા ને માહિતગાર કર્યાં.. રાજલની બધી વાત સાંભળી રાણા એ કહ્યું.

"એસીપી મને ખબર છે કે તમે તમારી બનતી કોશિશ કરી રહ્યાં હશો..પણ એટલું પૂરતું નહીં કહેવાય જ્યાં સુધી એ સિરિયલ કિલરને પકડવામાં નહીં આવે..મેં રાતે તારાં ઉપર ગુસ્સે થઈ ઉંચા અવાજે વાત કરી એનું કારણ હતું હરીશ ની ફેમિલીનું મારી આજુબાજુ હોવું..બાકી મને ગર્વ છે તમારાં ઉપર કે તમારાં જેવી બાહોશ ઓફિસર આ કેસ સોલ્વ કરી રહી છે.."

"Thanks a lot sir.."રાણા ની વાત સાંભળી સ્મિત સાથે રાજલ બોલી.

"તો ઓફિસર હવે તમે જઈને હરીશ ને સલામત લાવવામાં લાગી જાઓ..તમને એ માટે જે કરવું પડે એની છૂટ છે...પણ જો હરીશ ને કંઈ થઈ ગયું તો પછી ના છૂટકે હાઈ કમાન્ડ નાં પ્રેશરમાં મારે આ કેસ બીજાં કોઈકને સુપ્રત કરવો પડશે..તમે મારી સ્થિતિ સમજી શકો છો.."રાણા એ કહ્યું.

"I understand sir.. જયહિંદ.."આટલું કહી રાજલ ડીસીપી રાણા ની કેબિનમાંથી નીકળી પોતાની બુલેટ પર સવાર થઈને નીકળી પડી નવરંગપુરા પોલીસ સ્ટેશન તરફ.

રાજલ પોતાની કેબિનમાં આવીને બેસી અને પહેલાં તો ભૂખ લાગી હોવાથી ગણપતભાઈ ને કહી સેન્ડવીચ મંગાવી..સેન્ડવીચ ખાઈ લીધાં બાદ રાજલ હજુ તો પાણી પીતી હતી ત્યાં ઇન્સ્પેકટર મનોજ અને ઇન્સ્પેકટર સંદીપ રાજલની કેબિનમાં પ્રવેશ્યાં.. એમનાં ચહેરા પર અત્યારે એક તાજગી હતી એક નવી ચમક હતી..આવતાં ની સાથે જ એમને રાજલને ઉદ્દેશીને કહ્યું.

"મેડમ આ ચાર લોકો વચ્ચે કનેક્શન મળી ગયું છે.."

★★★★

વઘુ આવતાં ભાગમાં.

શું હતું એ ચાર લોકો વચ્ચેનું કનેક્શન..?રાજલ હરીશ દામાણી ને બચાવી શકશે કે નહીં..?શું સિરિયલ કિલર હરીશ ની પણ હત્યા કોઈ વિચિત્ર રીતે કરશે..?એ સિરિયલ કિલર કેમ એવું કહી રહ્યો છે કે એનાં વિકટીમ ગુનેગાર હતાં..?ગિફ્ટ બોક્સમાં આવતી અલગ-અલગ રંગની રિબિનનું રહસ્ય શું હતું .?આ સવાલોનાં જવાબ મેળવવાં જાણતાં રહો આ દિલધડક નોવેલ મર્ડર@રિવરફ્રન્ટનો નવો ભાગ.આ નોવેલ મંગળવારે અને શુક્રવારે પ્રસારિત થાય છે.

જેમ-જેમ નોવેલ આગળ વધશે એમ નવાં રહસ્યો આપ સમક્ષ આવતાં જ રહેશે..તમે તમારું મગજ કસવાનું શરૂ કરી દો..અને તમારાં મંતવ્યો whatsup નંબર 8733097096 અને એપ પર મેસેજ કરીને જણાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક,અનામિકા,haunted picture,રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

હતી એક પાગલ

~જતીન.આર.પટેલ (શિવાય)