(ગતાંક થી શરુ)
"બહેન નીલ ભાઈ નું ઓપેરશન અત્યારે જ કરવું પડશે..."
બંને ની વાત વચ્ચે થી કટ કરતા ખુશી જ વોર્ડબોય સાથે...
"ઠીક છે... મને કહો... તમારે કઇ વસ્તુ ની અત્યારે જરૂર પડશે..."
"અત્યારે દોઢ લાખ રૂપિયા અને બ્લડ ની સખત જરૂર પડશે જે તમારે વધી ને એક કલાક માં બધું કરી દેવું પડશે..."
"ઠીક છે... તમે ઓપરેશન ની તૈયારી કરો..."
મૃણાલિની તો બધું જોઈ ને માત્ર રડી રહી હોય છે... ખુશી ને જાણે આંસુ જ ખૂટી ગયા હોય એ રીતે... મૃણાલિની સાથે વાત કરવા ની ટ્રાય કરે છે...
"મૃણાલિની! બધું સરખું થઇ જશે..."
"કઇ રીતે થઇ જશે? બ્લડ!! અત્યારે બ્લડ કઇ જગ્યા એ? અને એક મહિના થી લગભગ... રોજ નવા ઓપરેશન અને તેના ખર્ચા... સાથે હજુ નીલ ને એક ટકા પણ રિકવરી પણ નથી આવી..."
રડેલી આંખો... ઘણા બધાં પ્રોબ્લેમ... જાણે તેની જીંદગી ખોવાય ગઈ હોય તે રીતે મૃણાલિની પોતાને સાંભળી શકતી નથી... તેને સંભાળવા ના પ્રયત્ન રૂપે ખુશી...
"(મન માં) નીલ તે જે કઇ પણ કર્યું... એક માણસાઈ ની રીતે હું તારી જરૂર મદદ કરીશ... હજુ ક્યાંક દિલ ના ક્યાંક ખૂણે તારા માટે લાગણી છે... અને હું તને સાજો કરી ને જ રહીશ... હું તને મારો બનાવી ને રહીશ... એક મહિના ના રિલેશન માં હું તને ખોવા નથી માંગતી..."
પોતાના વિચારો માં થી બહાર આવી ને...
"મૃણાલિની! તમે ચિંતા ના કરો... મારી પાસે મારાં એકાઉન્ટ માં પૈસા પડ્યા છે... એ હું ભરી દવ છું... અને રહી વાત બ્લડ ની તો મારું અને નીલ નું બ્લડ ગ્રુપ એક જ છે... અમે બંને સાથે કૉલેજ માં હતાં ત્યારે ચેક કરાવેલું હતું... તમે કઇ ચિંતા ના કરો..."
"થેન્ક યુ... તમે મારાં માટે ભગવાન બની ને આવ્યા છો..."
"(મન માં) ના, હું અહીં મારાં નીલ ને લેવા આવી છું...(વાત કરતા કરતા) મૃણાલિની આપણે હવે વાત કરવા માં ટાઈમ ના બગાડીએ તો... ડોક્ટર ને કહી ને જલ્દી જ ઓપરેશન સ્ટાર્ટ કરાવીએ..."
"ઠીક છે..."
ખુશી પૈસા ભરી દે છે... અને સાથે પોતાનું બ્લડ પણ નીલ માટે... ઓપરેશન શરુ થાય છે... પત્ની અને પ્રેમિકા બંને માં થી આજે કોનો પ્રેમ જીતશે તે જ કસ્મકસ...
ખુશી મૃણાલિની સાથે વાત કરવા ની ટ્રાય કરે છે...
"મૃણાલિની!! રડો નહીં... બધું સરખું થઇ જશે... તમે કેમ અહીં એકલા છો? કોઈ ફેમિલી?"
"ફેમિલી!! બધાં ગામડે છે... પછી બધાં અહીં આવી ને પોતાનું કેટલું બગાડે? બધાં ને પોતાના કામ હોય એટલે મેં જ ના પાડી કે તમે ના આવો... હું છું પછી જરૂર નથી..."
"ઠીક છે... પણ તમારા લગ્ન હજુ થયાં જ હશે તો તમે એકલા કઇ રીતે સાંભળી શકો બધું?"
"હમણાં? નહીં નહીં..."
"એટલે? તમારા લગ્ન? મીન્સ કેટલો ટાઈમ થયો?"
"અમારા લગ્ન ને પાંચ વર્ષ થઇ ગયા છે..."
"હે!!! પાંચ!!! વર્ષ...?"
"હા..."
ખુશી ફરી પોતાના વિચારો માં ખોવાય જાય છે... તેને કઇ પણ સમજ આવતું નથી... કે શું કરવું... ત્યાં ઓપરેશન પણ પુરુ થઇ જાય છે અને ડૉક્ટર બહાર આવી ને...
"નીલ હવે ઠીક છે... હવે તેની કન્ડિશન પણ સારી છે..."
ખુશ ખબર આપી ને ડૉક્ટર જતા રહે છે... ફરી ખુશી બધું સાંભળ્યા પછી...
"(મન માં) હું નહીં રહી શકું અહીં... બહું ખોટું કરી નાખ્યું નીલ તમે!! (મૃણાલિની સાથે વાત કરતા કરતા) મૃણાલિની... મારી અત્યારે ટ્રેન નો ટાઈમ થઇ ગયો છે... અને હવે નીલ ને પણ સારુ છે... તમારે કઇ કામ હોય તો આ મારો નંબર છે... હું રાજકોટ જવા માટે નિકળું છું..."
"થેન્ક યુ!! તમે મારી સાથે આટલો ટાઈમ રહ્યા... મને સંભાળી... અને આટલી હેલ્પ!!! તમારો જેટલો આભાર માનુ એટલો ઓછો છે..."
"નહીં... નહીં... થેન્ક્સ ના કહો... જે કઇ પણ બન્યું છે... તેમાં ભગવાન નો હાથ છે... તમે બસ ખુશ રહો... હું નિકળું છું..."
"હા, હું જલ્દી જ તમારા પૈસા પણ..."
"નહીં... તેની જરૂર નથી... નીલ મારો ફ્રેન્ડ હતો અને ના હોય તો પણ હું બધાંની મદદ કરવા માં માનુ છું... તમે બહું કોઈ વસ્તુ નું ટેન્શન ના લ્યો... અને હવે મને રજા આપો..."
"ઠીક છે... (મન માં) ખુશી!! જાણે મારાં જીવન માં ખુશી લાવવા જ આવી હોય... ભગવાન તમારો ખૂબ ખૂબ આભાર... કપરી પરિસ્થિતિ માં ખુશી જેવી છોકરી ને તમે મોકલી... નીલ ખૂબ જ ભાગ્યશાળી છે કે ખુશી જેવી તેની ફ્રેન્ડ છે..."
આ બધાં જ વિચારો માં ખુશી અને મૃણાલિની અલગ પડે છે...
ખુશી ફરી પોતાના વિચારો માં...
(વધૂ આવતા અંકે)