( આપને અગાઉ જોયુ એમ દેવ અને એના સાથીદારો માઈકલ અને અન્ય વ્યક્તિઓનો પીછો કરતા એમેઝોન નદીમાં પ્રવાસ શરૂ કરે છે. નદીમાં આવતા અનેક ખતરાઓ વચ્ચે એમની સફર ચાલુ રહે છે )
લગભગ વધુ એક દિવસ એમેઝોન નદીનો પ્રવાસ ચાલ્યો. આગળની બોટ સાથે અમારી સંતાકૂકડી ચાલતી રહી. એલીગેટર સિવાય ખાસ બીજું કંઈ જોખમ આવ્યુ નહોતુ સિવાય કે એક વાર નદીના સામા પ્રવાહમાં ચલાવતી વેળા બોટ જરા નમી ગઈ હતી. પરંતુ અબાનાએ કુશળતાપૂર્વક પરિસ્થિતિ સાચવી લીધી હતી.
ત્રીજા દિવસની સવાર હતી. અબાના નાવ ચલાવી રહ્યો હતો. હું લગભગ તંદ્રા અવસ્થામાં હતો. ત્યાં પોલ અચાનક બૂમો પાડી રહ્યો. એના અવાજથી હું ઝબકા સાથે જાગી ગયો. એ કિનારા તરફ પડેલી બોટ તરફ ઈશારો કરી રહ્યો હતો. એ માઈકલ અને એના સાથીદારોની જ બોટ હતી. અબાનાએ સાચવીને અમારી બોટ કિનારા તરફ લીધી. અમે સૌ નીચે ઉતર્યા. બોટમાં જોયુ તો કોઈ હતુ નહિ , હવે અમે મુંઝાયા કે તેઓ ક્યાં ગયા હશે !!
અચાનક મને કંઈક યાદ આવ્યુ અને મેં નકશો કાઢીને જોયો , પેલી ❎ વાળી નિશાની જોઈ અને ધ્યાનથી એણે જોઈ રહ્યો. અબાના સાથે જ હતો અને નકશાને ધ્યાનથી જોઈ એ ચોક્કસ પણે જાણી ચૂક્યો કે અમે જે રસ્તે આવ્યા એ નદીનો ભાગ પેલી નિશાની વાળો જ હતો. સાથે જ તે નિશાની અહીં કિનારે પૂરી થતી હતી. હવે પછીનો રસ્તો જંગલમાંથી પસાર થતો હતો.
એમેઝોન ના વરસાદી જંગલોમાં હવે અમે પ્રવેશી ચૂક્યા હતા .ચારે તરફ ઊંચા ઊંચા ઝાડ હતા. રસ્તો ભીનો હતો એટલે સાચવીને પગ મૂકીને આગળ વધી રહ્યા હતા.ધીમે ધીમે જંગલ વધુ ને વધુ ગાઢ થઈ રહ્યુ હતુ. માઈકલ અને એના સાથીદારો હજુ પણ ક્યાંય દેખાતા નહોતા. એવામાં અચાનક સામે દસથી બાર આદિવાસીઓ ભાલા લઈને અમારો રસ્તો રોકીને ઉભા રહી ગયા. તેમની ભાષામાં તેઓ કઈક કહી રહ્યા હતા , પણ અમે કોઈ એમની ભાષા સમજી ના શક્યા. એવામાં મને ફાળ પડી કે રખેને અમારા સામાન પચાઈ પાડવા પણ જો અમને બંધી બનાવી લે તો આગળના સમૂહનો પીછો કરવાનું અમે ચૂકી જઈએ. મેં વાચ્યું હતુ તેમ અહીં રેહતા આદિવાસીઓ " એગ્વારણસ " તરીકે ઓળખાતા. આ લોકો માંસાહારી હતા પરંતુ તેઓ માનવમાંસ ખાતા નહોતા એટલે જીવનું જોખમ નહોતુ.
અચાનક એવામાં અબાના આગળ આવ્યો અને તેઓને એમની ભાષામાં કંઇક સમજાવ્યું. ન જાણે એ એમને શું કહી રહ્યો હતો પરંતુ એના એક એક બોલ સાથે તેઓ વિચિત્ર ભાવે અમને જોઈ રહેતા અને અમારા શ્વાસ અધ્ધર રહેતા. એવામાં અબાના અમારા તરફ ફર્યો , એના ચેહરા પરની ખુશી સ્પષ્ટ જોઈ શક્યા." દેવ આ લોકો આપની મદદ કરવા તૈયાર છે "
આ ગામના આદિવાસીઓ પણ હવે શહેરી સંસ્કૃતિથી પ્રભાવિત થઈ રહ્યા હતા. ઘણા આદિવાસીઓ તો થોડા થોડા મહિને શહેરનો એક ફેરો લગાવી આવતા અને તમાકુ , મસાલા અને વિવિધ પ્રકારની વસ્તુઓ લઈ આવતા. આવી જ એક સફર દરમ્યાન અબાનાને "એડમ" મળ્યો હતો, ત્યારે એને પોલીસ ચોર સમજીને પકડી ગઈ હતી ત્યારે અબાનાએ તેને છોડાવ્યો હતો. ત્યારથી એ અને એડમ સારા મિત્રો બની ગયા હતા. આ ગાઢ જંગલમાં અમારે ઊંડા ઉતરવાનું હતુ એ વાત સાંભળી એ અમારી મદદ કરવા તૈયાર થઈ ગયો.
અમે સાંજે ત્યાં જ રોકાઈ ગયા.અમારા માટે સરસ મજાનું ભોજન તૈયાર કરવામા આવ્યુ.સાથે જ નાચ-ગાન અને હર્ષોલ્લાસથી અમે સૌએ એ સાંજ ત્યાં વિતાવી.હવે હું અબાના પાસે ગયો અને એડમ સાથે મળી આગળની યોજના તૈયાર કરવા બેઠા.
એડમ ઘણી વાર શહેર આવતો એટલે હવે અમારી ભાષા સારી એવી શીખી ગયો હતો. એણે મેં વિગતવાર બધી માહિતી જણાવી. અમે અહીં કેમ આવ્યા , કયા કારણોસર આવ્યા , માઈકલ અને એના સાથીદારો તથા પેલા નકશા વિશે પણ જણાવ્યું. નકશાને ધ્યાનથી જોઈ એ એટલુ તો જાણી શક્યો કે અમે આવ્યા એ જ નદીના રસ્તા પર પેલી નિશાનીઓ કરેલી હતી અને હવે પછીનો રસ્તો પણ આ જંગલમાં થઈને પસાર થતો હતો , એટલે કે અમારુ અનુમાન તદ્દન સાચુ હતુ.
મેં એડમ ને પેલી ❎ વાળી નિશાનીઓ અને ⭕ વિશે પૂછ્યું.⭕ વિશે તો એ પણ વિશેષ કંઇ જાણતો નહોતો પણ પેલી ❎ જંગલના ભાગમાં કરેલી નિશાનીઓથી એ થોડો બેચેન થઈ ગયો હતો. એનુ ગળુ સૂકાઈ ગયુ હતુ અને ના જાણે કેમ ચિંતાઓની રેખાઓ એના ચેહરા પર જોઈ શકાતી હતી. એ ઊભો થયો ને થોડુ પાણી પીધુ અને પાછો આવીને બેસી ગયો. મેં એને એના વિશે પૂછ્યુ પરંતુ તેને નકારમાં માથુ ધુણાવ્યુ. મેં એને એના વિશે વધુ પુછવાનું પછી ટાળ્યુ.
( ❎ વાળી નિશાનીઓ જોઈને એડમ બેચેન કેમ થઈ ઊઠ્યો હશે ? શું એ માત્ર સંયોગ હશે કે એ કંઇક છૂપાવી રહ્યો હતો !! કેવી રહેશે વિશ્વના સૌથી ગાઢ અને રહસ્યમય જંગલની આગળની સફર )
- વધુ આવતા અંકે